Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રે સહયોગ અંગે તાઈપેઈમાં ભારત-તાઈપેઈ સંગઠન (આઈટીએ) અને ભારતમાં તાઈપેઈ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર (ટીઈસીસી) વચ્ચે સમજૂતિ કરાર


માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રે સહયોગ અંગે તાઈપેઈમાં ભારત-તાઈપેઈ સંગઠન (આઈટીએ) અને ભારતમાં તાઈપેઈ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર (ટીઈસીસી) વચ્ચે સમજૂતિ કરાર

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાઈપેઈમાં ભારત-તાઈપેઈ સંગઠન (આઈટીએ) અને ભારતમાં તાઈપેઈ આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર (ટીઈસીસી) વચ્ચેના સમજૂતિ કરારને સ્વીકૃતિ આપી છે. આ સમજૂતિ કરાર માઇક્રો, લઘુ અને મધ્યમ (એમએસએમઈ)ના ક્ષેત્રે સહયોગના સ્તરે છે.

આ સમજૂતિ કરારનો હેતુ બન્ને પક્ષે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમકક્ષાના ઉદ્યોગો વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. તેના દ્વારા બન્ને પક્ષોના એમએસએમઈ ક્ષેત્રની ખાસિયતો, બજાર, ટેકનોલોજી, નીતિઓ વગેરેને સમજીને પાયાનું સંરચનાત્મક માળખું અને વાતાવરણ પૂરું પાડવાનો છે. તેમાં બન્ને પક્ષોના એમએસએમઈ દ્વારા એકબીજાના વેપાર મેળા – પ્રદર્શનોમાં ભાગીદારી કરીને એક બીજા દેશોની નીતિને સમજવા તથા બજાર શોધવા માટે વ્યવસાયિક પ્રતિનિધિમંડળને એક બીજાના દેશોમાં જવા-આવવા માટે પણ સમજૂતિ કરવામાં આવી છે, જેથી સંયુક્ત ઉદ્યમ, એકબીજા વચ્ચેના સંબંધ વધારવા અને ટેકનોલોજીના આદાન-પ્રદાન વગેરે કરી શકાય. આ પ્રકારના સહયોગથી નવા બજાર, સંયુક્ત ઉદ્યમ, શ્રેષ્ઠ રીતરિવાજ અને ટેકનોલોજીની ભાગીદારી કરવાના રૂપે ભારતીય એમએસએમઈ ક્ષેત્ર માટે નવી તકોના દ્વાર ખુલ્યા છે.

સમજૂતિ કરારમાં બન્ને પક્ષો તરફથી કોઇપણ પ્રકારના આર્થિક, વૈધાનિક અથવા રાજનીતિક પ્રતિબદ્ધતાનો સમાવેશ કરવામાં નથી આવ્યો. કોઇપણ મામલે બન્ને પક્ષો પર કોઇપણ પ્રકારની આર્થિક જવાબદારી નથી.

પૃષ્ઠભૂમિકા…

સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્રની સરખામણીએ એમએસએમઈ ક્ષેત્રમાં સતત ઉચ્ચ વૃદ્ધિ દર નોંધવામાં આવ્યો છે. દક્ષતા અને ઉત્સાહ સાથે આ ક્ષેત્રમાં નોંધપાત્ર નવીનતા જોવામાં આવી છે અને અનુકૂલશીલતાને કારણે હાલના આર્થિક સંકટના સમયે પણ આ ક્ષેત્રએ પોતાને ટકાવી રાખ્યું છે. જોકે વૈશ્વિકરણ અને ઉદારીકરણના આ યુગમાં દેશમાં એકંદર ગૃહ ઉત્પાદનમાં આ ક્ષેત્રની ભાગીદારીને વધારવી અને જાળવી રાખવી એ પણ એક પડકાર છે.

AP/J.Khunt/GP