પીએમઇન્ડિયા
માલ્ટાનાં પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. જોસફ મસ્કત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં સામેલ થવા 17-19 જાન્યુઆરી, 2019 દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ પ્રથમ વાર ભારતની મુલાકાત લઈ રહ્યા છે. તેમની સાથ અર્થતંત્ર, રોકાણ અને લઘુ વ્યવસાયોનાં મંત્રી ડૉ. ક્રિશ્ચિયન કાર્ડોના, એમનાં મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે વિશાળ વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ પણ આવ્યુ છે. માલ્ટાનાં પ્રધાનમંત્રી અને તેમનાં પ્રતિનિધિમંડળનું સ્વાગત ગુજરાતનાં રાજ્યપાલ ઓ પી કોહલીએ કર્યુ હતુ.
પ્રધાનમંત્રી મસ્કતે સમિટની સાથે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. તેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માલ્ટામાં ભારતનાં ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને યાદ કરી હતી તથા બંને તરફનાં મહાનુભાવોની મુલાકાતામાં વધારા અને ગાઢ દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ વેપાર અને વાણિજ્યિક સંબંધો વધારવાની સંભવિતતાની ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી મસ્કતે ભારતીય ફાર્મા અને આઇટી ઉદ્યોગને માલ્ટાને આફ્રિકા અને યુરોપિયન બજાર માટે સંભવિત કેન્દ્ર બનાવવા માટે આવકાર આપ્યો હતો. તેમણે ભારતને માલ્ટામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક-ચેઇન અને નાણાકીય ટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેકનોલોજીઓ પર માલ્ટા સાથે સહકાર સ્થાપિત કરવા આમંત્રણ આપ્યુ હતુ. માલ્ટાએ બ્લોક-ચેઇન ટેકનોલોજીઓ પર ઔપચારિક કાયદો બનાવ્યો છે અને તેમાં સિસ્ટમ મોનિટર્સ તરીકે ભારતીય આઇટી કંપનીઓ ભૂમિકા ભજવે એ માટે આતુર છે.
પ્રધાનમંત્રી મોદીએ માલ્ટામાંથી વિસ્તૃત શૈક્ષણિક સાથસહકાર મેળવવા આમંત્રણ આપ્યું હતું, જેમાં ગુજરાતમાં ફોરેન્સિક્સ યુનિવર્સિટીમાં માલ્ટીઝ વ્યાવસાયિકો માટે તાલીમ અભ્યાસક્રમો ઓફર કરવાની સંભવિતતા સામેલ છે. પર્યાવરણનાં લાભ માટે નવીનીકરણ ઊર્જાનાં મહત્વ અને કાર્બનનાં ઉત્સર્જનમાં ઓછી વૃદ્ધિ માટે બંને નેતાઓએ સૌર ટેકનોલોજીઓ વધારવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલની અને એમાં વધારો કરવા સંપૂર્ણ સહકારની પહેલોની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રી મસ્કતે મુલાકાત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં સામેલ થયા હતા અને ગુજરાતનાં મુખ્યમંત્રી સાથે બેઠક પણ કરી હતી.
***
RP
Great meeting with PM @JosephMuscat_JM of Malta. Our talks will add tremendous strength to bilateral ties between our nations and benefit the people of our countries. pic.twitter.com/pHwdnNcBCt
— Narendra Modi (@narendramodi) January 18, 2019