પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્નીય મંત્રીમંડળને ભારત અને ટ્યુનિશિયા વચ્ચે 2જી જૂન, 2016ના રોજ માહિતી અને સંચાર ટેકનોલોજી (આઇસીટી) અને ડિજિટલ અર્થતંત્રના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી છે.
એમઓયુનો ઉદ્દેશ આઇસીટી અને ડિજિટલ અર્થતંત્રના ક્ષેત્રમાં બે દેશોની ખાનગી કંપનીઓ, સરકારો, ક્ષમતા નિર્માણમાં સંકળાયેલી સંસ્થાઓ અને અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ વચ્ચે સક્રિય સહકાર અને આદાનપ્રદાનને વેગ આપવાનો છે.
TR