Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મિસ્રમાં થયેલા આતંકવાદી હુમલાની પ્રધાનમંત્રીએ ઘોર નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિસ્રમાં એક પ્રાર્થના સ્થળ પર થયેલા આતંકવાદી હુમલાની ઘોર નિંદા કરી હતી. એમણે આ બર્બરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદનાં તમામ સ્વરૂપો સામેની લડતમાં ભારતનું મિસ્રને સશક્ત સમર્થન દર્શાવ્યુ હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મિસ્રમાં એક પ્રાર્થના સ્થળ પર થયેલા આતંકવાદી હુમલાની હું સખ્ત નિંદા કરૂ છુ. નિર્દોષ લોકોનાં મૃત્યુ પર અમારી ઊંડી સંવેદના. ભારત આતંકવાદનાં તમામ સ્વરૂપો સામેની લડાઇનું દ્રઢપણે સમર્થન કરે છે તેમજ મિસ્રનાં લોકો અને સરકારની સાથે ઊભુ છે.”

RP