Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુંબઈમાં ભારતીય હવાઈમથક પ્રાધિકરણની જમીનનું કબ્રસ્તાનના સ્થાંનાતરણ માટે ગ્રેટર મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન સાથે અદલા બદલી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય હવાઈ મથક પ્રાધિકરણ (એએઆઈ)ની જમીનમાંથી સીએસઆઈએ સ્થિત મેસર્સ મુંબઈ ઈન્ટરનેશલ એરપોર્ટ પ્રા.લિમિટેડ (એચઆઈએએલ)ને હસ્તાંતરિત કરલી ૨૯૬૦.૯૦ વર્ગ મીટર જમીનને કબ્રસ્તાનના સ્થાનાંતરણ માટે (એમસીજીએમ)ની એટલી જ જમીન સાથે અદલા બદલીને મંજૂરી આપી દીધી છે.

એમસીજીએમ સાથે અદલા બદલી કરાયેલી જમીનમાંથી મેસર્સ એમઆઈએએલમાં સીએસઆઈએ, મુંબઈના વિકાસ કાર્યોને પૂરા કરી શકાશે. આ ઉપરાંત, કબ્રસ્તાનને નવા સ્થળે ખસેડવાના કારણે તેને પણ ઉપયોગમાં લઈ શકાશે. અદલા બદલી માટે પ્રસ્તાવિત એએઆઈ અને ખાનગી બંને જમીનો સમાન આકારની છે અને એકબીજાથી જોડાયેલી છે. આ ઉપરાંત જમીનના સર્કલ મૂલ્ય પણ સરખા છે, આ બાબતે સરકાર પર કોઈ નાણાકીય નિહિતાર્થ નથી. જો કે જમીનોની અદલા બદલીમાં થનારી કાગળ કાર્યવાહીનો ખર્ચ મેસર્સ એમઆઈએએલ દ્વારા વાહન કરવામાં આવશે.

AP/J.Khunt/DK