Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મેક્સિકોના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે ભેટ કરી

મેક્સિકોના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે ભેટ કરી


મેક્સિકોના વિદેશ મંત્રી સુશ્રી ક્લાઉડિયા રૂઈઝ-મૈસિયૂએ આજે (11 માર્ચ, 2016) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સુશ્રી ક્લાઉડિયા ભારતના બે દિવસના દ્વિપક્ષીય પ્રવાસ પર અહીં આવ્યા છે.

આ અવસર પર પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં સપ્ટેમ્બર, 2015માં ‘યૂએજીએ’ના અવસર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ નીટેની સાથે થયેલી પોતાની બેઠકને યાદ કરી. પ્રધાનમંત્રીએ ઊર્જા, વિનિર્માણ, માળખાગત વિકાસ, શહેરી અને નગર નિયોજન, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, અંતરિક્ષ, કૃષિ, સ્વાસ્થ્ય અને પારંપરિક દવા સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા પર વિશેષ ભાર આપ્યો.

મેક્સિકોના વિદેશ મંત્રી એ બધા ક્ષેત્રોમાં ભારતની સાથે દ્વિપક્ષીય સંબધને વધુ મજબૂત કરવામાં રસ દાખવ્યો. તેમણે મેક્સિકોના રાષ્ટ્રપતિ તરફથી પ્રધાનમંત્રીને મેક્સિકો આવવાનું નિમંત્રણ આપ્યું.

J.Khunt/GP