Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મેડ્રીડમાં પ્રમુખ મારિઆનો રાજોય સાથે પ્રધાનમંત્રીની વાટાઘાટ, ભારત અને સ્પેન વચ્ચે સાત કરારોની આપ-લે થઈ

મેડ્રીડમાં પ્રમુખ મારિઆનો રાજોય સાથે પ્રધાનમંત્રીની વાટાઘાટ, ભારત અને સ્પેન વચ્ચે સાત કરારોની આપ-લે થઈ

મેડ્રીડમાં પ્રમુખ મારિઆનો રાજોય સાથે પ્રધાનમંત્રીની વાટાઘાટ, ભારત અને સ્પેન વચ્ચે સાત કરારોની આપ-લે થઈ

મેડ્રીડમાં પ્રમુખ મારિઆનો રાજોય સાથે પ્રધાનમંત્રીની વાટાઘાટ, ભારત અને સ્પેન વચ્ચે સાત કરારોની આપ-લે થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેડ્રીડમાં સ્પેનિશ સરકારના પ્રમુખ મારિઆનો રાજોય સાથે વાર્તાલાપ કર્યો હતો.

વાતચીતના પ્રારંભે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજનો વાર્તાલાપ બંને દેશો વચ્ચેનું જોડાણ આગળ ધપાવવામાં લાંબે ગાળે ફાયદાકારક નીવડશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે એક બીજા સાથે જોડાયેલી અને પરસ્પર આધારિત દુનિયામાં સ્પેન અને ભારત સાથે મળીને પરસ્પરના લાભ તથા દુનિયાના વ્યાપક હિતમાં કામ કરી શકે તેમ છે. તેમણે પ્રમુખ રાજોયને દીર્ઘદ્રષ્ટી ધરાવતા આગેવાન તરીકે ઓળખાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને સ્પેન બંને આતંકવાદના અભિશાપનો ભોગ બનેલા છે અને બંને દેશો તેની સામે લડી લેવામાં ધ્યાન આપે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને સ્પેન બંને દેશ જોમપૂર્વક આર્થિક સુધારા હાથ ધરવામાં લાગેલા છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે માળખાગત સુવિધાઓ, રેલવેઝ, અને સ્માર્ટ સીટીઝ ક્ષેત્રે સહયોગની વ્યાપક શક્યતાઓ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “નૂતન ભારત ” ના વિઝનને નવી “ગતિશિલતા” સાથે વેગ આપવામાં આવશે બંને દેશો વચ્ચે 7 કરારોની આપ-લે કરાઈ હતી અને આ કરારો હેઠળ ઊર્જા, સુરક્ષા અને નાગરિક ઉડ્ડયન જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

તે પછી પ્રધાનમંત્રી મોદી સ્પેનિશ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરો (CEOs) ને મળ્યા હતા. તેમણે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ભારતમાં સ્પેનિશ મૂડીરોકાણ વધારવાની વ્યાપક ક્ષમતા છે. તેમણે મૂડીરોકાણ માટે જે ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો હતો તેમાં માળખાગત સુવિધા ક્ષેત્ર, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, ઓટો, કેમિકલ્સ, અને ટેક્સટાઈલ્સનો સમાવેશ થતો હતો. તેમણે ભારતમાં સ્માર્ટ સીટીના ક્ષેત્રે સામેલ થવા માટે સ્પેનના રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું. ભારતમાં હાથ ધરાયેલા આર્થિક સુધારા અંગેની વાત કરતા તેમણે જીએસટી સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવા પ્રયાસો ભારતમાં મૂડીરોકાણ માટે વિશ્વમાં આકર્ષણરૂપ બની છે.

TR