Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મોતીઓનાં આર્ટવર્કની ભેટ પ્રધાનમંત્રીને આપવામાં આવી

મોતીઓનાં આર્ટવર્કની ભેટ પ્રધાનમંત્રીને આપવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે મોતીઓનું વિશિષ્ટ આર્ટવર્ક ભેટ આપવામાં આવ્યું હતું. આર્ટવર્કમાં ભારતનો નકશો અને પ્રધાનમંત્રીની ઇમેજ દેખાય છે.

ઇમેજનાં રચનાકાર શ્રીમતી ખુશ્બૂ આકાશ દાવડાનાં જણાવ્યા મુજબ, આર્ટવર્કમાં પાંચ લાખથી વધારે મોતીઓનો ઉપયોગ થયો છે. તેમાં 10 કિલોમીટરની લંબાઈ ધરાવતાં દોરાનો ઉપયોગ થયો છે. 7 ફૂટ બાય 7 ફૂટનું આ આર્ટવર્ક બનાવવા માટે 850 કલાક લાગ્યાં હતાં.

આ પ્રસંગે રાજકોટનાં સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત હતાં.

J.Khunt