Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુએનજીએનાં 74માં સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ બેલ્જિયમનાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર, 2019નાં રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનાં 74માં સત્રનાં ઉચ્ચસ્તરીય સેગમેન્ટની સાથે સાથે બેલ્જિયમનાં પ્રધાનમંત્રી શ્રી ચાર્લ્સ માઇકલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રી મોદીએ યુરોપિયન યુનિયનનાં પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ પ્રધાનમંત્રી ચાર્લ્સ માઇકલને અભિનંદન પાઠવ્યા હતાં.

બંને નેતાઓએ ભારત અને બેલ્જિયમ વચ્ચેનાં ઉત્કૃષ્ટ સંબંધોની સમીક્ષા કરી હતી અને વર્ષ 2017માં બેલ્જિયમનાં રાજાની ભારતની મુલાકાત દરમિયાન લેવાયેલા નિર્ણયો બાબતે વાતચીત કરી હતી.

તેમણે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધોને વધારે ગાઢ બનાવવા ચર્ચા કરી હતી. તેઓ દ્વિપક્ષીય રોકાણ અને વેપાર સમજૂતી, જોડાણ, આતંકવાદ સામેની લડાઈમાં ગાઢ સહકાર સ્થાપિત કરવા, બહુપક્ષીય સંસ્થાઓમાં એકબીજાને સાથ આપવા, માઇગ્રેશન અને પરિવહનનાં મુદ્દે વાટાઘાટો વહેલાસર પૂર્ણ કરવાનાં તેમનાં પ્રયાસોને વેગ આપવા સંમત થયા હતા.

બંને નેતાઓ વહેલામાં વહેલી તારીખે 15મું ભારત-ઇયુ શિખર સંમેલન યોજવા પણ સંમત થયા હતાં.

RP