પીએમઇન્ડિયા

આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઇબીસી)નાં સભ્યો પ્રધાનમંત્રીને મળ્યાં હતાં.
તેમણે પ્રધાનમંત્રીને ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈમાં આયોજિત ઇન્ડિયા આઇડિયા ફોરમનાં પરિણામો વિશે જાણકારી આપી હતી. વિવિધ વ્યવસાયોનાં આગેવાનોએ દ્વિપક્ષીય વેપારમાં 500 અબજ ડોલરનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા અને ભારતમાં એમની અર્થસભર સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી) પ્રવૃત્તિઓ વધારવા માટેની યોજના તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ યુએસઆઇબીસીનાં સભ્યો સાથે ચર્ચા કરતાં ભારત સરકારે હાથ ધરેલા વિવિધ આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારતમાં રોકાણની પ્રચૂર સંભાવના વિશે પણ વાત કરી હતી અને દેશમાં રોકાણ વધારવા અમેરિકન રોકાણકાર સમુદાયને પ્રોત્સાહન આપ્યું હતું. ભારત અને અમેરિકાના સહિયારા મૂલ્યોનો ઉલ્લેખ કરીને તેમણે બંને દેશોનાં નાગરિકો વચ્ચે આદાન-પ્રદાન વધારવાની અપીલ પણ કરી હતી.
NP/GP/RP
Board members of United States India Business Council (USIBC) called on PM @narendramodi today. They briefed the Prime Minister on the outcomes of the India Idea Forum held in Mumbai earlier this week. pic.twitter.com/GgMapuLoVn
— PMO India (@PMOIndia) September 7, 2018
Interacting with the members, the Prime Minister mentioned various reforms undertaken by the Government of India. He also spoke of the enormous investment potential in India, and encouraged the American investor community to step up investment in the country. pic.twitter.com/DWu6MGU27F
— PMO India (@PMOIndia) September 7, 2018
Mentioning the shared values between India and the US, PM @narendramodi also called for greater people-to-people exchanges between the two countries. pic.twitter.com/qEe1hTtPK4
— PMO India (@PMOIndia) September 7, 2018