પીએમઇન્ડિયા
એ વાત સાચી છે કે એક દસ વર્ષના સમયગાળાનું અંતર રહ્યું, પરંતુ મારા કાર્યકાળમાં જ, પાછલા એક વર્ષમાં 11 મંત્રી ભારતથી અહીં આવ્યા અને 11 મંત્રી અહીંથી ભારત ગયા છે. અને એટલા માટે ભારત અને બ્રિટનનો જે સંબંધ છે, વિકાસની નવી ઉંચાઈએ જવાનો જે સામૂહિક પ્રયાસ છે તે નિરંતર ચાલીરહ્યો છે. મને પણ પ્રધાનમંત્રી સાથે બે વખત વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માટેનો અવસર મળ્યો છે. અને અમારા સંબંધોને વધારે મજબૂત ગાઢ કરવામાં અમે ખૂબ યશસ્વી રહ્યા છીએ.
તમે અન્ય એક વિષય અંગે પણ પ્રશ્ન કર્યો છે, ભારત… આ બુદ્ધની ભૂમિ છે. ભારત… એ ગાંધીની ભૂમિ છે. અને એટલા માટે અમારા સંસ્કારમાં એક વાત અમારી નસોમાં છે કે સમાજના મૂળભૂત મુલ્યો વિરૂદ્ધની કોઇપણ વાતને ભારત સ્વીકાર કરતું નથી. અને એટલા માટે હિન્દુસ્તાનના કોઇપણ ખૂણે કોઇપણ ઘટના ઘટે, ભારત માટે એ ઘટના એક હોય, બે હોય કે ત્રણ હોય. સવા સો કરોડ દેશમાં એક ઘટનાનું મહત્વ છે કે નહીં એ અમારા માટે જરૂરી નથી પરંતુ અમારા માટે દરેક ઘટના ગંભીર હોય છે. અમે તેને કોઇપણ સ્થિતિમાં સહન કરતા નથી. કાયદો કઠોરતાથી કાર્યવાહી કરે છે અને કરશે. અને ભારત એક વાયબ્રન્ટ લોકશાહી છે જે સંવિધાન અનુસાર સામાન્યથી સામાન્ય નાગરિકના જીવનને દરેક પ્રકારની સુરક્ષા, તેના વિચારોની રક્ષા તે અંગે પ્રતિબદ્ધ છે. અને આ કામ અંગે અમે પ્રતિબદ્ધ છીએ.
આતંકવાદ વિરૂદ્ધ ઈન્ડો-યુકે ઓપરેશન્સ
આભાર, આતંકવાદ અંગે આપે જે ચિંતા વ્યક્ત કરી એ ચિંતા માનવતાવાદ પર વિશ્વાસ રાખનારા દરેકની ચિંતા છે. અને આજે હું એ વાત ખૂબ સંતોષ સાથે કહેવા માગુ છું કે યુનાઇટેડ નેશન્સમાં આતંકવાદના મુદ્દાને લઇને જેટલી પણ પહેલ કરવામાં આવી છે તેમાં ભારત અને બ્રિટને પણ ખભેથી ખભો મિલાવીને પહેલ કરી છે. અફઘાનિસ્તાનમાં બ્રિટનના ઘણા સૈનિકોએ પોતાનું જીવન આપ્યું છે, તો ભારતે પણ પોતાના અનેક સારા અફસરોને ત્યાં ગૂમાવ્યા છે. અમે બન્ને એવા દેશ છીએ કે જે આતંકવાદને કારણે પરેશાન છે. અને એટલા માટે આતંકવાદ સામે લડવું એ એક કે બે અથવા ત્રણ દેશોનો વિષય નથી. એ માનવતાવાદી દરેકની જવાબદારી છે. આજે આતંકવાદ એ પ્રકારે ફેલાયેલું છે કે તેની કોઇ સીમા નથી, તેનો કોઇ ભૂભાગ નથી. દરરોજ એક સંગઠનના નામે જન્મ લે છે.
દરરોજ એક નવા સાધન તેમના હાથમાં આવે છે. હવે આતંકવાદી કોઇ સાધનનું તો ઉત્પાદન કરતા નથી. સૌથી પહેલા મહાત્મા ગાંધી કહેતા હતા કે ન્યાય ત્યારે આવે છે જ્યારે તમને જ્ઞાન થાય કે અન્યાય કોને કહેવાય છે. અમે ટેરરિઝમ કોઇ કહીએ છીએ, આતંકવાદીના મદદગાર કોણ છે. યુનાઇટેડ નેશન્સમાં તે અંગે એક પ્રસ્તાવ છે, તેની વ્યાખ્યા કરવા માટે. તેનો કોઇ ઉકેલ નથી તે એવી જ રીતે અટવાયેલું છે. અને તેમાં અમે અને બ્રિટન બન્ને એકમત છીએ કે તેની વ્યાખ્યા થવી જોઇએ.
અને એટલા માટે જ માનવતાવાદી શક્તિઓએ એક થવું જોઇએ. જે આતંકવાદીઓ છે, આતંકવાદીઓને જે મદદ કરે છે એ શક્તિઓને અલગ કરવી જોઇએ. અને માનવતાવાદની રક્ષા કરવા માટે આપણે સહુએ સાથે મળીને પ્રયાસ કરવો જોઇએ.
યુકેની મુલાકાત લેવાનું આમંત્રણ, ભારત-યુકેના જોડાણનું ભવિષ્ય અને જો યુકે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જાય તો.
એક બાબત તો એ કે રેકોર્ડ સ્ટ્રેઇટ રાખો, તે માટે હું આપને એક જાણકારી આપું. હું 2003માં અહીં આવ્યો હતો અને તે સમયે પણ મને ખૂબ સ્વાગત સન્માન અહીં મળ્યા હતા અને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. યુકેએ ક્યારેય પણ મને અહીં આવતા રોક્યો નથી, ક્યારેય કોઇ પ્રતિબંધ લગાવ્યો નથી. મારા સમયના અભાવને કારણે હું નહીં આવી શક્યો એ જુદી બાબત છે. તો એ ખોટી દ્રષ્ટિ છે તેને સુધારી લેજો.
બીજી વાત એ છે કે બે વર્ષ પછી લોકમત થશે અને હું માનું છું કે અહીંના નાગરિકો ખૂબ સમજદાર છે, મારે તેમને કોઇ સૂચન કે સલાહ આપવાની જરૂરત નથી. પરંતુ જ્યાં સુધી ભારતનો પ્રશ્ન છે, યુરોપિયન યુનિયનનો જો અમારો કોઇ પ્રવેશદ્વાર હોય તો એ બ્રિટન છે. અને અમારો જો કોઇની સાથે સૌથી વધારે આર્થિક વેપાર હોય તો તે બ્રિટન સાથે છે. અમે આ પ્રવેશદ્વારથી યુરોપના બાકીના દેશોમાં જઇ રહ્યાં છીએ. ત્યારે અમારી ભલાઈ તો એમાં જ છે કે અમે તો બ્રિટનને જ પ્રવેશદ્વારા નહીં માનીને આગળ વધવા ઈચ્છીશું.
વેપાર અને આર્થિક સહકાર વધારવા માટે ભારતની યુકે પાસેથી અપેક્ષા
જુઓ હવે ભારત જે દિશામાં પ્રગતિ કરી રહ્યું છે, પ્રગતિ કરવા માગે છે જેમ કે અમારું..એક નાનકડું ઉદાહરણ આપું છું. અમારે ત્યાં ટેલિ-ડેન્સિટી ખૂબ છે. લગભગ 27-28 હજાર ટાવર છે. જે ડિઝલનો વપરાશ કરે છે અને ડિઝલ અમારે આયાત કરવું પડે છે. ક્લાયમેન્ટ માટે મુશ્કેલી પેદા કરે છે. યુકે પાસે હાઈડ્રોજન ફ્યુલ સેલ્સની ટેકનોલોજી છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતને આ ટેકનોલોજી મળે. તો અમારા આ જે 27-28 હજાર ટાવર છે નજીકના ભવિષ્યમાં જેની સંખ્યા 40 હજાર થવાની સંભાવના રહેલી છે. તો અમારે ડિઝલ આયાત કરવું પડે છે તેમાંથી મુક્તિ મળશે. પર્યાવરણની અમે મદદ કરી શકશું અને આ ટેકનોલોજી અમને મળી શકશે.
અમારે ત્યાં કોલ માઇનિંગ થાય છે. અને ગ્રિડ ટેકનોલોજીથી અમે કેવી રીતે કોલ માઇનિંગ કરી શકીએ, કોલ ગેસિફિકેશન કેવી રીતે કરીએ, ક્લિન એનર્જીની દિશામાં કેવી રીતે જઇ શકાશે?
સ્કિલ ડેવલપમેન્ટ… યુકેએ કોમ્પ્રેહેસિવ સ્કિલ ડેવલપમેન્ટની દિશામાં ખૂબ કામ કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે સારી હોસ્પિટલોની દિશામાં યુકેએ ખૂબ કામ કર્યું છે. આ દરેક વિષયે ચર્ચા થયેલી છે. અને આ બધી વાતોમાં ભારતના ગરીબથી ગરીબ વ્યક્તિને કેવી રીતે વૈશ્વિક સંબંધ કામ આવી શકે છે, વૈશ્વિક મૂડીરોકાણ કામ આવી શકે છે એ દિશામાં અમારા પ્રયાસોમાં, આજે મારી યુકેની આ યાત્રામાં હું કહી શકું છું કે આ બધી વાતોને અમે સફળતાપૂર્વક આગળ વધારીશું.
J.Khunt/PIB Ahmedabad