Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાઈટ હોનરેબલ ડેવિડ કેમરુને પ્રધાનમંત્રીની મુલાકાત લીધી

યુકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાઈટ હોનરેબલ ડેવિડ કેમરુને પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


યુનાઈટેડ કિંગડમના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાઈટ હોનરેબલ ડેવિડ કેમરુને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ તેમની નવેમ્બર, 2015ની તેમની યુકેની સફળ મુલાકાતને યાદ કરી હતી અને તેમણે યુકેમાં તેમના પ્રધાનમંત્રી તરીકેના શાસનકાળ દરમિયાન ભારત-યુકેના સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન અને વ્યક્તિગત સમર્થન બદલ શ્રી કેમરુનનો આભાર માન્યો હતો.

બન્ને નેતાઓએ પ્રાંતિય અને વૈશ્વિક પરસ્પર હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

TR