Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

યુરિયા અને રાંધણગેસ ઉત્પાદકોને ઘરેલુ ગેસ પુરવઠા માટે માર્કેટિંગ માર્જીન લાભનો નિર્ણય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે યુરિયા અને રાંધણગેસ ઉત્પાદકોને ઘરેલુ ગેસના પુરવઠા માટે માર્કેટિંગ માર્જીનના નિર્ધારણને મંજૂરી આપી છે.

આ નિર્ણય એક સંરચનાત્મક સુધાર છે. માર્કેટિંગ કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકો તથા માર્કેટિંગ ગેસની સાથે સંકળાયેલા ગ્રાહકોથી વધારાના જોખમ અને કિંમત પર લેવાતી ગેસની નક્કી કિંમતથી વધારે શુલ્ક લેવું માર્કેટિંગ માર્જીન છે. હાલના સમયે, વિભિન્ન ટ્રાન્સપોર્ટર કુદરતી ગેસના પુરવઠા માટે વિભિન્ન માર્કેટિંગ માર્જીન વસૂલ કરી રહ્યાં છે. આ નિર્ણયની સાથે નિયમન ક્ષેત્રમાં ગેસ માર્કેટર્સ દ્વારા ઘરેલુ ગેસ પર લેવામાં આવનારા શુલ્કના માર્કેટિંગ માર્જીનમાં એકરુપતા રહેશે, જેમના નામ યુરિયા અને એલપીજી છે. આ નિર્ણયના પરિણામ સ્વરૂપે યુરિયા અને રાંધણ ગેસ ઉત્પાદકો દ્વારા ચૂકવણીના માર્કેટિંગ માર્જીનમાં ઘટાડો થશે.

આ ઉપરાંત, ભાવ બિન મનસ્વી રીતે નક્કી કરવામાં આવશે. માર્કેટિંગ માર્જીનમાં વ્યાપક અસમાનતાના મુદ્દા પર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (પીએનજીઆરબી) દ્વારા રાખવામાં આવી રહી હતી. પીએનજીઆરબીની ભલામણોના આધાર પર આજે માર્કેટિંગ માર્જીનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

આ નિર્ણયથી પારદર્શિતા વધવાની સંભાવના રહેલી છે અને ભવિષ્યમાં ગેસ બુનિયાદી માળખા ક્ષેત્રમાં રોકાણ માટેની નિશ્ચિતતા પ્રદાન કરશે.

J.Khunt