પીએમઇન્ડિયા

મંચ પર ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન શ્રીપદ યેસો નાઇકજી, પુરસ્કાર મેળવનારા તમામ સાથીઓ, આયુષ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યવસાયિકો, અધિકારીગણ, દેવીઓ અને સજ્જનો!
દેશમાં ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆતના બીજા જ દિવસે આયુષ અને યોગ સાથે જોડાયેલ કાર્યક્રમમાં આવવું, એક અદભૂત સંયોગ છે. આયુષ અને યોગ, ફિટ ઇન્ડિયા અભિયાનના ખૂબ મહત્વપૂર્ણ ભાગીદાર છે.
સાથીઓ,
આજે અહિં ત્રણ કાર્યક્રમો થયા છે. બે આપણી પરંપરા, આપણી વિરાસતના પુરસ્કાર અનેસન્માન સાથે જોડાયેલા છે અને એક હેલ્થ કેરઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ છે. આજે હરિયાણામાં 10 આયુષ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનોશુભારંભ કરવામાં આવ્યો છે. તેના માટે હું હરિયાણા વાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
મને યોગના સાધકો, યોગની સેવા કરનારાઓ, દુનિયાભરમાં યોગનો પ્રચાર પ્રસાર કરનારા સાથીઓ અનેસંસ્થાઓને પુરસ્કાર આપવાનો અવસર પણ મળ્યો છે. તેમાં ઇટલી અને જાપાનના પણ સાથીઓ છે જે દાયકાઓથી યોગના પ્રચાર-પ્રસારમાં જોડાયેલા છે. એન્ટોનિએટા રોજ્જીજી વીતેલા 4 દાયકાઓથી સમગ્ર યુરોપમાં સર્વ યોગ ઇન્ટરનેશનલના માધ્યમથી યોગના પ્રચારમાં લાગેલા છે. એ જ રીતેજાપાન યોગ નિકેતનના સમગ્ર જાપાનમાં હજારો કેન્દ્રો છે. આ સંસ્થા પણ વીતેલા 4 દાયકાઓથી જાપાનને યોગ વડે નિરોગી રાખવાનું મહાન કામ કરી રહી છે. પુરસ્કાર મેળવનારા તમામ સાથીઓને હું અભિનંદન આપું છું અને તેમની સફળતાની કામના કરું છું.
થોડા સમય પહેલા આયુષપદ્ધતિને સમૃદ્ધ કરનારી 12 હસ્તિઓના સન્માનમાં ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ તે સાથીઓ છે જેમણે પોતાનું સમગ્ર જીવન લોકોના ઉપચારમાં લગાવી દીધું છે.
કોઈએ યોગને માધ્યમ બનાવ્યું તો કોઈએ આયુર્વેદને.
કોઈએ યુનાની વડે જનસેવા કરી તો કોઈએ હોમિયોપેથી દ્વારા લોકોના જીવનને રોગમુક્ત કર્યા.
હું ટપાલ વિભાગને પણ અભિનંદન આપીશ, કારણ કે ભારતમાં એક જ સેટમાં 12 ટપાલ ટિકિટ ખૂબ ઓછા જાહેર થયા છે. મને વિશ્વાસ છે કે આ ટપાલ ટિકિટ આયુષ પ્રત્યે દેશવાસીઓમાં નવી વિચારધારાને વિકસિત કરવામાં મદદ કરશે.
ભાઈઓ અને બહેનો,
આજેજે ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે, તેમાંએક દિનશા મેહતાજીના નામ પર પણ છે. દિનશા મહેતા, ગાંધીજીના ઉપચારક પણ હતા અને નેચરોપથીના સમર્પિત કાર્યકર્તા પણ.
ગાંધીજી કહેતા હતા કે– “પ્રાકૃતિક ચિકિત્સા જીવન જીવવાની રીત છે, કોઈ ઉપચારની રીત નહિં.” તેમણે આજીવન આ વાત પર અમલ કર્યો અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિને જીવનનો આધાર બનાવ્યો.
સાથીઓ,
ગાંધીજીએ જે શીખવાડ્યું હતું, તેનીપાછળ ભારતની રોગ અટકાવનારી (Preventive) અને રોગનિવારક (Curative)સ્વાસ્થ્ય પ્રદ્ધતિ સાથે સંકળાયેલ એક સમૃદ્ધ વિરાસત રહી છે. આપણી પાસે હજારો વર્ષો જુનું સાહિત્ય છે, વેદોમાં ગંભીર બીમારીઓ સાથે જોડાયેલાઉપચારોની ચર્ચા છે. પરંતુ દુર્ભાગ્યે આપણે આપણા આ પુરાતન સંશોધનને, જ્ઞાનના આ ખજાનાને આધુનિકતા સાથે જોડવામાં તેટલા સફળ ન થઇ શક્યા.
આ સ્થિતિને વીતેલા 5 વર્ષોથી બદલવાનો અમે પ્રયાસ કર્યો છે. તે અંતર્ગત જ આયુષને ભારતના હેલ્થ કેરમાળખાનો મહત્વનો ભાગ બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
મને જણાવવામાં આવ્યું છે કે આયુષ પરિવારમાં સોવા રીગ્પા સિસ્ટમને સામેલ કરવામાં આવી છે. આયુર્વેદ, યોગ અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પછી સોવા રીગ્પા, આયુષ પરિવારનો છઠ્ઠો સભ્ય બની ગયું છે. તેના માટે તમને ખૂબ-ખૂબ અભિનંદન.
ભાઈઓ અને બહેનો,
જો આપણે ભારતના આરોગ્ય કાળજી તંત્રને પરિવર્તિત કરવું હોય, સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હોય તો, આપણે સમગ્રતયા વિચારધારા સાથે કામ કરવું પડશે. પારંપરિક અને આધુનિક ઉપચારની પારસ્પરિક તાકાતને મજબૂત કરવી પડશે. આયુષ અને આધુનિક આરોગ્ય કાળજીનો એક સાથે, એક સમાન વિકાસ થશે, ત્યારે જ વધુ સારુ સ્વાસ્થ્ય સમાધાન આપણે તૈયાર કરી શકીશું.
સાથીઓ,
આયુષ્માન ભારત યોજના, આ જ વિચારધારાનું પરિણામ છે. તેમાં પ્રિવેન્ટિવ હેલ્થકેરને ધ્યાનમાં રાખતા આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ગંભીર બીમારીના મફત ઉપચાર માટેપ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ચલાવવામાં આવી રહી છે.
આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો, પ્રિવેન્ટિવ અને સસ્તી આરોગ્ય કાળજીનું આ એક અનોખુ અને અભૂતપૂર્વ મોડેલ છે. આ કેન્દ્રોમાં અટકાયતના પણ ઉપાય છે અને ઉપચારની પણ વ્યવસ્થા છે.
સાથીઓ,
જ્યારે આપણે દેશમાં દોઢ લાખ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો ખોલી રહ્યા છીએ, તો આયુષને ભૂલીએ નહિં. દેશભરમાં સાડા 12 હજાર આયુષ કેન્દ્રો બનાવવાનું પણ લક્ષ્ય છે, જેમાંથી આજે 10 આયુષ આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમારો પ્રયાસ છે કે આવા 4 હજાર આયુષ કેન્દ્રો આ જ વર્ષે તૈયાર થઇ જાય.
જ્યાં સુધી પોસાય તેની વાત છે તો આયુષ્માન ભારતે ગરીબમાં ગરીબ વ્યક્તિને વધુ સારા સ્વાસ્થ્યનો વિશ્વાસ અપાવ્યો છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત જેટલા દર્દીઓને અત્યાર સુધી મફત ઉપચાર મળ્યો છે, તેઓ જો આ હદમાં ન હોત તો તેમને 12 હાજર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા પડત. એક રીતે જોઈએ તો દેશના લાખો ગરીબ પરિવારોના 12 હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે.
તમે કલ્પના કરી શકો છો કે જ્યારે આયુષ્માન ભારત જેવી યોજના નહોતી, ત્યારે ગરીબોને ઉપચાર માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઉપચારનો ખર્ચ તેમને વધુ ગરીબ બનાવી દેતો હતો.
ભાઈઓ અને બહેનો,
પ્રિવેન્ટિવ અને પરવડે તેવા હોવાની સાથે-સાથે દેશમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા જ સરકારે દેશભરમાં 75 નવા મેડિકલ કોલેજો બનાવવાનો પણ નિર્ણય લીધો છે. દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ બનાવવાના લક્ષ્યની તરફ આ એક અન્ય મોટું પગલું છે.
તેનાથી ગંભીર બીમારીઓના ઉપચાર માટે સુવિધાઓમાં વૃદ્ધિ તો થશે જ, સાથે-સાથે એમબીબીએસની આશરે 16 હજાર બેઠકો વધશે. હમણા તાજેતરમાં બનેલ મેડિકલ કમિશન કાયદો પણ દેશમાં મેડિકલ શિક્ષણ અને તેની સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં અસરકારક ભૂમિકા નિભાવનાર છે.
સાથીઓ,
માત્ર આધુનિક દવાઓ જ નહિં, આયુષના શિક્ષણમાં પણ વધુ અને શ્રેષ્ઠ વ્યવસાયિકો આવે, તેના માટે જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે આયુષને ભવિષ્ય માટે તૈયાર કરવામાં ઘણી મદદ કરશે. આયુષ ગ્રીડનો વિચાર પણ પ્રશંસનીય છે. તેનાથી આયુષક્ષેત્ર સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળશે.
ભાઈઓ અને બહેનો,
આયુષનું, મેડિકલનું જે આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઇ રહ્યું છે, તેના લાભ પણ વ્યાપક છે. આરોગ્ય કાળજીની સાથે-સાથે તેભારતમાં રોજગાર નિર્માણનું બહુ મોટું માધ્યમ સાબિત થઇ રહ્યું છે.
ખાસ કરીને નાના-નાના ગામડાઓ, કસબાઓ, બીજા તબક્કાના, ત્રીજા તબક્કાના શહેરોના યુવા સાથીઓને મેડિકલ અને પેરા મેડિકલ શિક્ષણ ઘરની પાસે જ મળવાની સંભાવના ઉત્પન્ન થઇ છે.
નવીહોસ્પિટલો બનવાથી મેડિકલ સાથે જોડાયેલ એક સમગ્ર ઇકો સિસ્ટમ ત્યાં વિકસિત થઇ રહ્યું છે. તેમાં ઓછું ભણેલા ગણેલા યુવાનોથી લઈને ડીગ્રી, ડિપ્લોમાં ધારક યુવાન સાથીઓને પણ રોજગારના નવા અવસરો મળી રહ્યા છે.
ભાઈઓ અને બહેનો,
સાથીઓ,
આજે જ્યારે આપણે 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્યને લઈને ચાલી રહ્યા છીએ, ત્યારે આયુષની બહુ મોટી ભૂમિકા રહેવાની છે. આવનારા કેટલાક વર્ષોમાં ભારતમાં પ્રિવેન્ટિવ હેલ્થકેરનું બજાર પણ ઘણું વિસ્તૃત થવાનું છે. તે બહુ મોટો અવસર છે.
આપણે આપણા પ્રિવેન્ટિવ હેલ્થકેર તંત્રને સમગ્ર દુનિયાની માટે એક આકર્ષક બ્રાંડના રૂપમાં વિકસિત કરવું પડશે. દુનિયાના 17 દેશોની સાથે આપણે સમજૂતી કરારો કર્યા છે, હજુ આપણે આમાં વધુ ઝડપ લાવવાની જરૂર છે.
સાથીઓ,
યોગ તો આજે સમગ્ર વિશ્વમાં જીવનનો મહત્વનો ભાગ બની ચૂક્યું છે. વીતેલા 5 વર્ષોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દુનિયા ભરમાં યોગ માટે જે ઉત્સાહ જોવા મળ્યો છે તે અભૂતપૂર્વ છે. આજે યોગ વેલનેસની સાથે-સાથે દુનિયાને ભારત સાથે જોડાવાનું પણ બહુ મોટું માધ્યમ બની રહ્યું છે.
હવે આપણે યોગ સિવાય આયુષની અન્ય વિદ્યાઓને પણ દુનિયાભરમાં પહોંચાડવાના પ્રયાસ કરવાના છે.
સાથીઓ,
પોતાની જૂની પરંપરાઓને ભૂલી જવી અને પછી કોઈ બીજુંકહે તો તેને નવી રીતે શીખવું તે આદતને પણ આપણે બદલવી પડશે.
હું તમને એક ઉદાહરણ આપું છું.
આજે આપણે જોઈએ છીએ કે જે ભોજનને આપણે છોડી દીધું, તેને દુનિયાએ અપનાવવાનું શરુ કર્યું. જઉં, જુવાર, રાગી, કોદરી, સામો, બાજરી, સાંવાજેવા અનેક અનાજ ક્યારેક આપણી ખાણીપીણીનો ભાગ રહેતા હતા. પરંતુ ધીમે-ધીમે તે આપણી થાળીઓમાંથી ગાયબ થઇ ગયા. આ ખાણીપીણી પર ગરીબીનું શીર્ષક લગાવી દેવામાં આવ્યું.
હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ પોષક આહારની સમગ્ર દુનિયામાં માંગ છે. આજકાલ જ્યારે આપણે ઓનલાઈન શોપિંગ પોર્ટલમાં જઈએ છીએ તો અવારનવાર નવાઈ પામી જઈએ છીએ. જે અનાજને કોઈ મફતમાં પણ લેવા માટે તૈયાર નહોતું થતું તે સેંકડો રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
સાથીઓ,
હવે સમય આવી ગયો છે કે પોષણના આ ખજાનાને ફરીથી ભરવામાં આવે. દેશે અનાજ ક્રાંતિ (Millet Revolution) પર કામ વધારવું પડશે. ખેડૂત બાજરી ઉગાડે અને ખાદ્યાન્ન પ્રક્રિયા સાથે જોડાયેલ આપણા ઉદ્યોગ તેનાથી આવા આકર્ષક ઉત્પાદનો તૈયાર કરે, જે દરેક પેઢીને પસંદ પણ આવે અને તેમની ખાણીપીણીનો ભાગ પણ બને.
મહત્વની વાત એ છે કે મિલેટ્સ દરેક પ્રકારની માટીમાં ઉગે છે અને પાણી પણ ઓછું જોઈએ છે. એટલે કે ભારત પાસે એક બહુ મોટો ફાયદો છે. આપણે આખી દુનિયાની માટે મિલેટ્સનું ઉત્પાદન કરી શકીએ છીએ.
તેનાથી પ્રિવેન્ટિવ હેલ્થકેર માટે બ્રાંડના રૂપમાં ભારતનું નામ પણ થશે, માનવતાની સેવા પણ થશે અને ખેડૂતોની આવક પણ વધશે.
ભાઈઓ અને બહેનો,
આયુષનું એક બીજું પાસું છે જેના પર આપણે ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. ભારતમાં મેડિકલ પ્રવાસન સતત વધી રહ્યું છે. પરંતુ હજુ પણ તેમાં ઘણી વધારે સંભાવના રહેલી છે. મેડિકલ અને મેડિટેશન માટે જે પણ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેને રાજ્ય સરકારોની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.
મારો આયુષ મંત્રાલયને વિશેષ આગ્રહ રહેશે, કે જુદા-જુદા મંત્રાલયો અને વિભાગોને આ વિષયમાં સંપર્ક કરતા રહીએ. મેડિકલ પ્રવાસનને આપણે દેશના દરેક ભાગમાં લઇ જવાનું છે, ખાસ કરીને પૂર્વોત્તરમાં તેની ઘણી સંભાવના રહેલી છે.
સાથીઓ,
આ તમામ પ્રયાસ જ્યારે આપણે સામુહિક રૂપે કરીશું તો આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિમાંથી 21મી સદીના ભારતનું, નવા ભારતનું આરોગ્ય પણ બનશે અને સમૃદ્ધિ પણ આવશે. અંતમાં ફરી એકવાર સૌ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન.
તમે દેશ અને દુનિયાને તંદુરસ્ત રાખવા માટે આમ જ કામ કરતા રહો, એ જ કામના સાથે આપનો ખૂબ-ખૂબ આભાર!
ધન્યવાદ!
DK/J. Khunt/GP/RP
जब हम देश में 1.5 लाख हेल्थ एंड वेलनेस सेंटर खोल रहे हैं, तो आयुष को भूले नहीं हैं।
— PMO India (@PMOIndia) August 30, 2019
देशभर में साढ़े 12 हज़ार आयुष सेंटर बनाने का भी लक्ष्य है, जिसमें से आज 10 आयुष हेल्थ एंड वेलनेस सेंटर्स का उद्घाटन हुआ है।
हमारी कोशिश है कि ऐसे 4 हजार आयुष सेंटर इसी वर्ष तैयार हो जाएं: PM
आयुष्मान भारत योजना के तहत जितने मरीजों को अब तक मुफ्त इलाज मिला है, वो अगर इसके दायरे में ना होते तो उन्हें 12 हज़ार करोड़ रुपए से अधिक खर्च करने पड़ते।
— PMO India (@PMOIndia) August 30, 2019
एक प्रकार से देश के लाखों गरीब परिवारों के 12 हज़ार करोड़ रुपए की बचत हुई है: PM
Prevention और Affordability के साथ देश में इंफ्रास्ट्रक्चर पर तेजी से काम चल रहा है। 2 दिन पहले ही सरकार ने 75 नए मेडिकल कॉलेज बनाने का भी फैसला लिया है।
— PMO India (@PMOIndia) August 30, 2019
इससे गंभीर बीमारियों के इलाज के लिए सुविधाओं में बढ़ोतरी तो होगी ही, साथ ही MBBS की करीब 16 हज़ार सीटें बढ़ेंगी: PM
सिर्फ मॉर्डन मेडिसिन ही नहीं, आयुष की शिक्षा में भी अधिक और बेहतर प्रोफेशनल्स आएं, इसके लिए आवश्यक सुधार किए जा रहे हैं।
— PMO India (@PMOIndia) August 30, 2019
आयुष ग्रिड का आइडिया भी प्रशंसनीय है। इससे आयुष सेक्टर से जुड़े अनेक silos को दूर करने में मदद मिलेगी: PM
आज हम देखते हैं कि जिस भोजन को हमने छोड़ दिया, उसको दुनिया ने अपनाना शुरु कर दिया।
— PMO India (@PMOIndia) August 30, 2019
जौ, ज्वार, रागी, कोदो, सामा, बाजरा, सांवा, ऐसे अनेक अनाज कभी हमारे खान-पान का हिस्सा हुआ करते थे।
लेकिन ये हमारी थालियों से गायब हो गए।
अब इस पोषक आहार की पूरी दुनिया में डिमांड है: PM