પીએમઇન્ડિયા
મહામહિમ પ્રમુખ વ્લાદિમીર પુતિન,
મીડિયાના સભ્યો,
સૌ પ્રથમ હું રશિયાના નાગરિક હવાઈજહાજ પર થયેલા આંતકી હુમલામાં તેમજ સિરિયામાં મિલિટરી જેટ તૂટી પડવાની કમનસીબ ઘટનામાં થયેલી જાનહાનિ માટે મારી ઊંડા હૃદયની દિલસોજી વ્યક્ત કરૂં છું. આ દુઃખભરી અને પડકારજનક વેળાએ અમે દૃઢતાપૂર્વક રશિયાના લોકોની સાથે ઊભા છીએ.
માનનીય પ્રમુખશ્રી, ઉદાર અને ઉષ્માભર્યા આવકાર બદલ તમારો ખૂબ આભાર. ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારીના તમે ઘડવૈયા છો. અને,બદલાતા જતા વિશ્વમાં પણ આપનુંનેતૃત્વ આપણા સંબંધોને સાતત્યપૂર્ણ પ્રગતિ અને વિકાસના માર્ગે આગળ લઈ જશે.
માનનીય પ્રમુખશ્રી, આપણી વ્યૂહાત્મક ભાગીદારી માટે મને હંમેશા ખૂબ માન રહ્યું છે અને મેં હંમેશા તેની પ્રશંસા કરી છે. આ ભાગીદારી સંરક્ષણ, વિકાસ અને રાજદ્વારી બાબતોમાં ભારત માટે શક્તિ અને સફળતાનો સ્ત્રોત છે. અને, આપણાં લોકો વચ્ચે પણ સાચો સદ્ભાવ અને પરસ્પર સન્માનની ભાવના છે.
હું ભવિષ્યમાં રશિયાને, ભારતના આર્થિક સર્વાંગી પરિવર્તન તેમજ સંતુલિત, સ્થિર, સમાવેશક તેમજ બહુ-ધ્રુવીય વિશ્વને ઘડવામાં નોંધપાત્ર ભાગીદાર તરીકે જોઉં છું.
છેલ્લાં બે દિવસમાં આપણી વચ્ચે શ્રેષ્ઠ વાર્તાલાપો થયાં અને તેના ફળદાયી પરિણામો મળવાની આશા છે.
તેના કારણે આપણો આ સંબંધ સાચા અર્થમાં વિશિષ્ટ અને વિશેષ હક્ક ધરાવતી વ્યૂહાત્મક ભાગીદારીને સાચા અર્થમાં સાકાર કરતો હોવાની મારી માન્યતા વધુ સુદૃઢ બની છે.
ભારતમાં કામોવ 226 હેલિકોપ્ટરના મેન્યુફેક્ચરીંગ માટે ઈન્ટર-ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ થયા, જે મેઈક ઈન ઈન્ડિયા મિશન હેઠળ સંરક્ષણ ક્ષેત્રે સૌપ્રથમ મહત્ત્વનો પ્રોજેક્ટ છે. સંરક્ષણ ક્ષેત્રમાં રશિયા અમારૂં અત્યંત મહત્ત્વનું ભાગીદાર છે.
સંરક્ષણ ક્ષેત્રની અન્ય ઘણી દરખાસ્તો પર પણ આપણે પ્રગતિ સાધી છે. જેનાથી ભારતમાં સંરક્ષણ ઉત્પાદન વધશે અને ભારત સંરક્ષણ સંબંધી આગામી પેઢીનાં સાધનો માટે સજ્જ બનશે.
પરમાણુ ઉર્જા ક્ષેત્રે આપણા સહયોગ માટેની રફતાર પણ વધી છે. બે સ્થળોએ 12 રશિયન ન્યુક્લિયર રીએક્ટર માટેની આપણી યોજનાઓ પણ પ્રગતિના પંથે છે. આજની સમજૂતીને પગલે આ રીએક્ટરોમાં ભારતીય ઉત્પાદન વધશે. તેને પગલે મેઈક ઈન ઈન્ડિયાના મારા મિશનને ટેકો મળશે. આ મદદ માટે હું પ્રમુખ શ્રી પુતિનનો આભાર માનું છું.
વિશ્વમાં હાઈડ્રોકાર્બનનો સૌથી વિશાળ જથ્થો ધરાવનારા દેશોમાં સ્થાન ધરાવનારું રશિયા, ખાસ કરીને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને કારણે, ભારત માટે ઉર્જા સુરક્ષાનો મહત્ત્વનો સ્ત્રોત બની શકે છે. પ્રમુખ શ્રી પુતિનના સહયોગથી અમે રશિયામાં હાઈડ્રોકાર્બન ક્ષેત્રે ભારતનાં રોકાણો વધારી રહ્યાં છીએ.
પ્રમુખ શ્રી પુતિન અને હું સાથે મળીને આપણાં આર્થિક સંબંધોને રચનાત્મક રીતે વિસ્તારી રહ્યા છીએ. છેલ્લા શિખર સંમેલન બાદ ભારતે વિશ્વમાં અનકટ ડાયમંડના સૌથી મોટા નિકાસકાર રશિયા તેમજ વિશ્વમાં અનકટ ડાયમંડના પ્રોસેસીંગના 90 ટકા કામકાજ ધરાવતા ભારત વચ્ચે સીધા વેપારને પ્રોત્સાહન આપવા વિશિષ્ટ અધિકૃત ઝોનની સ્થાપના કરી છે.
બીજું, અમે લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છીએ. અમારો ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ કાર્યરત બન્યો છે. ઈરાનમાંથી પસાર થતો ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્ઝિટ કોરિડોર પરિવહનનો સમય અને ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે.
ત્રીજું, અમે ઈન્ડિયા-યુરેશિયન ઈકોનોમિક યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ આગળ વધી રહ્યા છીએ. આ સમજૂતીને પગલે અમને મધ્ય એશિયામાં પણ ફાયદો થશે.
ચોથું, અમે અમારા ખાનગી ક્ષેત્રને પરસ્પર વધુ જોડાણો માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અમે સીઈઓ ફોરમ સાથે આ અંગે સફળ બેઠક યોજી હતી. આજે બંને દેશો વચ્ચે થયેલા કરારો અને જાહેરાતોને પગલે મને વિશ્વાસ છે કે બંને દેશોમાં પરસ્પર રોકાણો અને વેપારમાં આપણનેઝડપી વિકાસ જોવા મળશે.
વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રમુખ શ્રી પુતિન અને મારા વિચારો ખૂબ મળતા આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમારા સહકારને વધુ સુદૃઢ બનાવવા અમે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.
સંયુક્ત રાષ્ટ્રમાં અમે મજબૂત સહયોગી છીએ. બ્રિક્સ, ઈસ્ટ એશિયા સમિટ, જી ટ્વેન્ટી અને હવે હવે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં અમારા સભ્યપદને કારણે અમારી ભાગીદારીને વૈશ્વિક મંચ મળ્યો છે. ખાસ કરીને યુરેશિયાથી મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સહિત છેક એશિયા પેસિફિક સુધીના ગોળાર્ધમાં તેનું મહત્ત્વ છે.
આતંકવાદી જૂથો અને લક્ષિત દેશો વચ્ચે જરાપણ ભેદભાવ તેમજ પક્ષપાત વિના આતંકવાદને નાથવા માટે સંકલિત નક્કર પગલાં લેવા માટે વિશ્વએ હાથ મિલાવવા જ પડશે તેવું અમે બંને માનીએ છીએ.
અમે એ વાત સાથે પણ સંમત છીએ કે પશ્ચિમ એશિયામાં સ્થિરતા સ્થાપવા અને ઉગ્રવાદને કાબૂમાં લેવા માટે વાતચીત દ્વારા વહેલી તકે રાજકીય સમાધાન જરૂરી છે.
ખરેખર તો વિશ્વના તમામ દેશોએ સાથે મળીને પરસ્પર સદ્ભાવના સાથે પ્રવર્તમાન સમયના પડકારોને ઝીલવા જોઈએ.
પ્રમુખ શ્રી પુતિન સાથે મારા ઘનિષ્ઠ સંબંધથી હું ખરેખર ખૂબ પ્રસન્ન છું. અમે સાથે મળીને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા, વેગ અને યથાર્થતા પણ આપ્યાં છે.
આ વર્ષે મને રશિયાની મુલાકાત લેવાનું બે વાર સૌભાગ્ય પ્રાપ્ત થયું, હું પણ પ્રમુખ શ્રી પુતિનને આગામી વર્ષે બ્રિક્સ સમિટ તેમજ વાર્ષિક સંમેલન માટે ભારતમાં પધારવાનું આમંત્રણ પાઠવું છું.
આભાર.
I.Jhala/GP
PM appreciates strong India-Russia partnership in defence, diplomacy and development. He is speaking at the Joint Press Meet.
— PMO India (@PMOIndia) December 24, 2015
President Putin and I are moving towards expanding India-Russia economic ties: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 24, 2015
Confident that we will see increase in trade and investment: PM @narendramodi on India-Russia ties
— PMO India (@PMOIndia) December 24, 2015
World must unite and combat terror without distinguishing between terror groups and target countries: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 24, 2015
India-Russia ties truly meet the test of a special & privileged strategic partnership. Spoke at the press meet. https://t.co/z35oZwIKJX
— Narendra Modi (@narendramodi) December 24, 2015