પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અઘ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે (કેબિનેટ) રાજ્યોમાં રેલવે સાથે જોડાયેલી વિભિન્ન બુનિયાદી માળખાગત પરિયોજનાઓ શરૂ કરવા માટે સંસાધન એકઠા કરવા હેતુ રેલ મંત્રાલયને રાજ્ય સરકારો સાથે મળીને સંયુક્ત ઉદ્યમ કંપનીઓના ગઠનને પોતાની મંજુરી આપી દીધી છે. સંયુક્ત ઉદ્યમ કંપનીઓનું ગઠન રેલ મંત્રાલય અને સંબંધિત રાજ્ય સરકારોની ઈકિવટી ભાગીદારી સાથે કરવામાં આવશે. દરેક સંયુક્ત ઉદ્યમ પાસે 100 કરોડ રૂપિયાની આરંભિક પેઈડ અપ મૂડી હશે, જે શરૂ કરવામાં આવનારી પરિયોજનાઓની સંખ્યા પર આધારિત હશે. રેલ મંત્રાલયની આરંભિક પેઈડ અપ મૂડી દરેક રાજ્ય માટે 50 કરોડ રૂપિયા સુધી સીમિત હશે. પરિયોજનાઓ માટે વધુ મૂડી ઈક્વિટી રોકવાનું કામ પરિયોજનાઓ મંજૂરી મળવા અને ઉપયુક્ત સક્ષમ પ્રાધિકારીના સ્તર પર તેને ભંડોળ પૂરૂ પાડયા બાદ કરવામાં આવશે.
સંયુક્ત ઉદ્યમ અન્ય હિતધારક જેવા કે બેંકો, બંદરો, જાહેર ક્ષેત્રના એકમો, ખાણ કંપનીઓ વગેરે દ્વારા ઈક્વિટી ભાગીદારી સાથે પરિયોજના વિશેષ માટે એસપીવીનું પણ ગઠન કરી શકશે. સંયુક્ત ઉદ્યમના ગઠનની વ્યવસ્થાથી નાણા ભાગીદારી અને નિર્ણય લેવાની પ્રક્રિયા બંને બાબતોમાં રેલ પરિયોજનાઓમાં રાજ્ય સરકારોની અપેક્ષાકૃત ભાગીદારી સુનિશ્ચિત થશે. તેનાથી ઝડપથી વૈધાનિક મંજૂરી પ્રાપ્ત થશે અને ભૂમિ અધિગ્રહણમાં પણ સરળતા રહેશે. યાત્રીઓ ઉપરાંત વિભિન્ન સિમેન્ટ, સ્ટીલ, વિદ્યુત સયંત્રો વગેરેને કાચા માલ તેમજ તૈયાર ઉત્પાદોની હેરફેર માટે જરૂરી રેલ સંપર્ક પ્રાપ્ત થશે.
AP/J.Khunt/DK