Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાજ્ય સરકારોને ખાંડના ભાવમાં વધારા પર દેખરેખ રાખવા માટે માલ રાખવાની મર્યાદા લાદવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે તાજેતરમાં ખાંડના ભાવમાં વધારાના વલણને ધ્યાન પર લઈને ખાંડના ડીલરો પર માલ રાખવાની મર્યાદા લાદવા માટે રાજ્ય સરકારોને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે નોંધ્યું છે કે ખાંડની મિલો પાસે ખાંડનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ખાંડના જથ્થાબંધ તેમજ છૂટક ભાવમાં ભારે વધારો થયો છે.

સરકારે ખાંડનો ઉપલબ્ધ જથ્થો તેમજ દેશભરમાં ખાંડના બજાર ભાવમાં વધારાને અસર કરતા વિવિધ પરિબળો ધ્યાન પર લીધાં હતાં. ખાંડના ભાવમાં ફુગાવાના વલણ પર દેખરેખ રાખવા માટે તેમજ જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી ઘટાડવા માટે ખાંડને માલ રાખવાની મર્યાદા હેઠળ લાવવાની તાત્કાલિક જરૂર વર્તાઈ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે રાજ્ય તેમજ કેન્દ્રિય એજન્સીઓ ખાંડનો માલ ભરવાની મર્યાદા લાદી શકશે અને ખાંડના પુરવઠા, વિતરણ, સંગ્રહ અને વેપાર પર નિયમન લાગુ કરીને ખાંડના ભાવમાં અયોગ્ય વધારો દૂર કરીને વાજબી ભાવે લાવી શકશે.

AP/J.khunt/GP