પીએમઇન્ડિયા
ઉપસ્થિત સૌ મહાનુભાવો,
રાની માની શતાબ્દી આપણે મનાવવા જઈ રહ્યા છીએ. હું નતમસ્તકે રાની માને આદરપૂર્વક અંજલી અર્પુ છું અને રાની માનું જીવન આપણને સૌને પ્રેરણા આપતું રહે, દેશની એકતા, અખંડિતતા જળવી રાખીને વિકાસની નવી ઉંચાઈઓને આપણે કેવી રીતે પાર કરતાં જઈએ – એ સપનાઓને જેમણે સેવ્યા હતા તેમાં એક રાની મા પણ હતા.
એ આપણા દેશ માટે દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આઝાદીના અનેક વીરસેનાની હિન્દુસ્તાનના અનેક ખૂણામાં, તેઓ હજુ પણ ઈતિહાસના ઝરુખાથી ઓઝલ છે. કોઈપણ જીવન સમાજની એ જવાબદારી બને છે કે પોતાના મહાન પરાક્રમોની, મહાન ઈતિહાસની મૂડીને સાચવી રાખવું જોઈએ અને પેઢી દર પેઢી તેનું સંક્રમણ થતું રહેવું જોઈએ, ગાથાઓ જોડાતી જવી જોઈએ અને ત્યારે જ સમાજ માટે જીવવાની – મરવાની પ્રેરણા મળે છે.
અને ઘણી વખત એ પણ માનસિકતા રહી છે કે ઈતિહાસ, રાજવી કુટુંબોની આસપાસ, શાસકોની આસપાસ જ ચિત્રિત થતો રહે છે. ભારત એક અલગ પ્રકારની પરંપરાથી ઉછરેલો દેશ છે. અહીં જન સામાન્યના પરાક્રમોને વધુ મહત્વ આપવામાં આવે છે. આ દેશની વિચારસરણી ક્યારેય એવી નથી રહી કે આ દેશ રાજા – મહારાજાઓએ બનાવ્યો છે, આ દેશ શાસકોએ બનાવ્યો છે, આ દેશની મૂળભૂત વિચારસરણી એ છે કે આ દેશ સામાન્ય લોકોએ બનાવ્યો છે. તેમના પુરુષાર્થથી, તેમના પરાક્રમથી, તેમના પરસેવાની મહેકથી આ દેશ પલ્લવિત થયો છે અને માટે જ્યાં સુધી આપણે આ શાસકોના દાયરાથી બહાર નથી આવતા, રાજકર્તાઓના દાયરાથી બહાર નથી આવતા, આપણો કેમેરો ત્યાંથી બહાર નથી હટતો, ત્યાં સુધી આપણને જનસામાન્યની શક્તિનો અહેસાસ નથી થતો.
અને જ્યારે રાનીમાની શતાબ્દી ઉજવી રહ્યા છીએ ત્યારે દિલ્હીમાં પણ ઘણા લોકો સવાલ પૂછે છે કે ભાઈ આ કોણ છે ? શું છે ? આ તમે શું કરી રહ્યા છો ? વાંક એમનો નથી જે સવાલ પૂછી રહ્યા છે. વાંક આપણી વ્યવસ્થાનો છે, વાંક આપણી વ્યવસ્થાઓમાં જે વિકૃતી આવી છે તેનો છે અને એ કારણે આવા અગણિત મહાપુરુષ જે આપણને પળ-પળ પ્રેરણા આપી શકે છે – અથવા તો આપણે તેને ભૂલી ગયા છીએ. અથવા જાણી જોઈને તેમને ભૂલાવી દેવાયા છે, અને કોઈપણ સમાજને આ ભૂલવું, આવી વાતો પર દુર્લક્ષ કરવું, શક્તિ નથી આપતું, પ્રેરણા નથી આપતું. હું માનું છું કે, જો પાછલા 60 વર્ષમાં રાની મા જેવા નોર્થ ઈસ્ટના અનેક મહાપુરુષ છે, રાની મા ઉપરાંત પણ અનેક મહાપુરુષ છે, નોર્થ ઈસ્ટની હું વાત કરી રહ્યો છું. જેમનું જીવન એટલું પ્રેરક રહ્યું છે. જો પાછલા 60 વર્ષમાં આપણી બધી પેઢીઓને – બે પેઢી, ત્રણ પેઢી, ચાર પેઢી, કોઈનો પણ હિસાબ કરીએ તેમને જો તેમની શિક્ષા મળી હોત, તેમની વાતોને જાણવાનો અવસર મળ્યો હોત, તો હું નથી માનતો કે એ ભૂમિમાં ક્યારેય અલગાવવાદનો વિચાર પણ પેદા થઈ શકે. કેમકે આ એ લોકો હતા જે દેશને માટે જીવતા હતા, મરતા હતા.
કોઈ કલ્પના કરી શકે છે કે, એક પરંપરા અને આ પરંપરાના મુખિયા, જાદોનાંગ – તેમને ભર જવાનીમાં ફાંસી થઈ જાય કેમ કે, તેઓ આઝાદીનો અવાજ બન્યા હતા. અને એક પ્રકારે આવી સ્થિતિમાં પુરું સંગઠન વિખરાઈ શકે છે. લોકોને લાગી શકે છે કે ભાઈ આટલી નાની ઉંમરમાં આ તો ફાંસી પર ચઢી ગયા, હવે આપણે શું કરી શકીએ ? મનમાં તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ વિખરાઈ જવું સંભવ છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે, રાની મામાં એવું કયું સંગઠન કૌશલ્ય હતું કે તેમણે 12-15 વર્ષની ઉંમરની વચ્ચે પોતાના ગુરુજીની ફાંસી પછી તેમના ઝંડાને ઝૂકવા ન દીધો, સંગઠનને વિખરાવવા ન દીધું, પરંપરાને આગળ વધારવા માટે પોતાની જાતને હોમી દીધી ?.
ગુરુજીની ઈચ્છા અનુસાર શિષ્ય જીવન હોમી દે છે અને તેના સંવાદની પણ ચર્ચા થાય છે. હું માનંમ છું કે ગુરુ-શિષ્ય પરંપરાનું આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે કે, પોતાના ગુરુ ફાંસી પર ચઢી જાય અને એક 13 વર્ષીય યુવતી એ ઝંડાને હાથમાં લઈ લે અને શિષ્યાના નાતે, ગુરુના આદર્શોનંી પાલન કરવા માટે પોતાની જીંદગી હોમી દે, આવું બહુ ઓછુ બને છે, જવાનીના મહત્વપૂર્ણ વર્ષો જેલમાં વિતાવી દે અને એ વ્યક્તિત્વ નાનું નથી હોતું કે પંડિત નહેરુ તેમને મળવા જેલમાં પહોંચી જાય – તે અસામાન્ય વ્યક્તિત્વ હશે. ત્યારે જ તો એ સંભવ બન્યું હશે. જ્યારે સુભાષબાબુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારે ગુજરાતના હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં પહેલી વખત કોંગ્રેસના જીવનમાં… નહિંતર જે શસ્ત્ર ક્રાંતિમાં વિશ્વાસ રાખતા હતા, તેમના માટે એક વર્ગ હતો, કોઈ બોલવાનું સાહસ નહોતો કરતો, પરંતુ રાની મા એક અપવાદ હતા કે ગુજરાતની અંદર જ્યારે હરિપુરા કોંગ્રેસ થઈ, સુભાષબાબુ અધ્યક્ષ બન્યા, રાની માની મુક્તિ માટે ત્યાં પ્રસ્તાવ કરાયો. તે કોંગ્રેસ પાર્ટીનો તે સમયનો એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય હતો.
પરંતુ દેશ આઝાદ થયા પછી પણ રાની માની જેલની બહાર નીકળવામાં ત્રણ-ચાર મહિના લાગી ગયા હતા. આઝાદી પછી પણ ત્રણ ચાર મહિના રાની મા જેલમાં હતા અને તેનાથી પણ મોટું દુર્ભાગ્ય – તેનાથી પણ મોટું દુર્ભાગ્ય એ હતું કે, આઝાદી પછી રાની માને રાજનૈતિક કારણોથી… અને આપણે ત્યાં જે રાજનીતિમાં જે વિકૃતિઓ આવી છે, એ વિકૃતિઓના દર્શન ત્યાં થાય છે કે, આઝાદી પછી રાની માને તેમના ગામમાં પ્રવેશ ન અપાયો.
આઝાદીના… હિન્દુસ્તાનમાં જે રાની મા આઝાદી માટે પોતાનું જીવન હોમી દેવા તૈયાર હતા, જેણે ક્યારેય અંગ્રેજો સામે માથું ઝુકાવ્યું નહોતુ, એ રાની માને 10 વર્ષ સુધી પોતાના જ આઝાદ હિન્દુસ્તાનમાં ભૂગર્ભમાં રહેવું પડ્યું હતું અને કારણ ? સાંપ્રદાયિક અસહિષ્ણુતા હતી. તે પ્રકૃતિની પૂજા કરતા હતા, તે પ્રકૃતિને પરમાત્મા માનતા હતા અને આજે જે ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયા સંકટમાં છે, તેને જો રાની માનો ઉપદેશ છે, કે જે પ્રકૃતિ પ્રેમનો ઉપદેશ છે, જો તેને સમજીએ, તો આજે પર્યાવરણની જે સમસ્યા છે, તેનો જવાબ પણ રાની માની વિચારધારામાં મળે છે.
તેઓ પ્રકૃતિની પૂજાના માનતા હતા અને તેમની જે પરંપરા હતી, તેમનો જે હરિયાળીનો સંપ્રદાય હતો, તે પ્રકૃતિ પૂજાનો સંપ્રદાય રહ્યો છે, પરંતુ તેમને નકારનારાઓએ, તેમનું જીવન દુષ્કૃત કરી દીધું હતું અને હિન્દુસ્તાનમાં 10 વર્ષ સુધી તેમને ભૂગર્ભમાં જીવન વિતાવવું પડ્યું હતું અને પછી થોડી સ્થિતિ કાબુમાં આવી. તે પોતાના સેવા કાર્યમાં જીવન વિતાવી રહ્યા હતા. સમયાંતરે માન સન્માનના કારણે ક્યારેક – ક્યારેક તેઓ ખબરોમાં આવતા હતા. પરંતુ તેમણે જીવનના અંત સુધી સમાજ સેવાનો પોતાનો માર્ગ છોડ્યો નહોતો.
પ્રકૃતિ પૂજા, વિપરીત પરિસ્થિતિમાં પણ તે માર્ગને જાળવી રાખવો, લોકોને પ્રેરિત કરતાં રહેવું અને સંઘર્ષનો રસ્તો અપનાવીને નહિં, તે વીરાંગના હતા, પરંતુ સમન્વયનો માર્ગ અપનાવીને તેમણે આઝાદીના સમયમાં પુરું જીવન સમાજના ઉત્કર્ષમાં લગાવી દીધું હતું અને એ અર્થમાં હું માનું છું કે, ખાસ કરીને આપણા એ વિસ્તારો – માત્ર નોર્થ ઈસ્ટ નહીં, હિન્દુસ્તાનમાં એવા ઘણાં ખૂણાઓ છે – જ્યાંના મહાપુરુષોને આપણે જો આપણા પ્રેરણા પુરુષના રૂપમાં, આપણા પ્રેરક વ્યક્તિત્વના રૂપમાં, જો પ્રસ્તુત કરતાં રહેતા તો, આપણી નવી પેઢીઓનું… મહાત્મા ગાંધીને, રાની મા સશસ્ત્ર ક્રાંતિને કારણે જેલમાં ગયા હતા. તેમના ગુરુદેવને ફાંસી થઈ હતી. પરંતુ રાની મા પોતે 1932 – 1935ના સમય દરમિયાન મહાત્મા ગાંધીનું ગૌરવ ગાન આખા નોર્થ ઈસ્ટમાં કરતાં હતા. એક રીતે મહાત્મા ગાંધીને આખા નોર્થ ઈસ્ટમાં પરિચિત કરાવવાનું મોટું કામ રાની માએ કર્યું છે.
અને તે હંમેશા સપના જોતા હતા, તેઓ કહેતા કે નાગા સંસ્કૃતિ, નાગા પરંપરા, આ બધુ જળવાવું જોઈએ, મને નાગા હોવાનો ગર્વ છે, પરંતુ આ બધુ દેશની એકતા અને અખંડિતતા માટે હોવું જોઈએ. આ રાની મા એ સમયે કહેતા હતા. તે સંપૂર્ણ ભારતની આઝાદીની વાત કરતા હતા અને તેઓ તેની ભાષામાં કહેતા હતા કે ગાંધી એક દિવસ રાજા બનશે, મહાત્મા ગાંધી એક દિવસ રાજા બનશે. કેમ કે તેઓ લોક તંત્રની પરિભાષાને જે તેમને ત્યાં હતી, તે રીતે, પરંતુ મૂળ વાત એ વાત હતી કે ભારત સ્વતંત્ર થશે અને મહાત્મા ગાંધી તેમનું સુકાન્ત સમાજનું નેતૃત્વ કરશે. આ સપના રાની મા સતત બોલતા રહેતા હતા. પોતાના લોકોને તેઓ પ્રશિક્ષિત કરતા રહેતા હતા.
જેમણે આ પ્રકારનું જીવન જીવ્યું, આપણી સૌની જવાબદારી બને છે કે, આવા આપણા જેટલા પણ અજ્ઞાત મહાપુરુષો છે તે… આજે ક્યારેક આપણે આંદામાન – નિકોબારની સેલ્યુલર જેલમાં જતા રહીએ, અને ત્યાં દેશની આઝાદી પર મર મીટનારાઓની યાદી જોઈએ તો ખબર પણ નથી પડતી કે ઈતિહાસના કયા ખૂણામાં હશે. ક્યાં તો એક પત્થર પર તેમના નામ છાપેલા છે, પરંતુ લગભગ દેશના એક બીજા ખૂણામાં, લગભગ જે ગામમાં તે જન્મ્યા હશે તે ગામના બાળકોને પણ ખબર નહીં હોય કે આપણા ગામની કોઈ વ્યક્તિ હતી જે આજથી 100 વર્ષ પહેલા આંદામાન – નિકોબારની જેલમાં જઈને ભારત માતાની આઝાદી માટે લડી રહ્યો હશે – ખબર નહિં હોય.
આ જે આપણે ખૂબ મોટી… આપણા સમાજ જીવનની ખોટ રહી ગઈ છે, કમી રહી ગઈ છે, તેને આપણે સૌએ પૂરી કરવાની છે. આપણી યુનિવર્સિટીઝ, રિસર્ચ સ્કોલર રિસર્ચ કરે છે, શું આપણી યુનિવર્સિટીમાં દરેક બેચમાં એક-બે વિદ્યાર્થીઓ એવા પણ હોય જે સમાજના આવા લોકો પર રિસર્ચ કરે – પીએચડી કરે ? જો નોર્થ ઈસ્ટના આ મહાનુભાવો, સામાજીક ક્રાંતિ કરનારા, રાષ્ટ્રય ક્રાંતિ કરનારા, જો તેમના પર આપણી યુનિવર્સિટીઓ સંશોધન કરે અને તેમના વિસ્તારની નહીં, બીજા છેડાની – સાઉથની, પશ્ચિમની, ઉત્તરની તો તેમને લાગશે, અચ્છા ભઈ આવા આવા લોકો અહીં હતાં.
તે એકીકરણ માટે પણ ખૂબ કામમાં આવે છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે વાત મણિપુરના મુખ્યમંત્રીજીએ કહી છે, નાગાલેન્ડના મુખ્યમંત્રીજીએ કહી છે તેમની ભાવના તેમને આદર આપીને આપણે કેવી રીતે આગળ વધારીએ, આ વસ્તુઓને ? આ આખા દેશની જવાબદારી બને છે, જેને આપણે પૂરી કરવી જોઈએ.
એજ રીતે રાનીમાએ પોતાની જીંદગી જેલમાં કેમ ખપાવી દીધી ? વ્યક્તિગત કઈ પામવા માટે નહોતું, સપનું એજ હતું કે આપણો દેશ નવી ઉંચાઈઓને પાર કરે પ્રગતિ કરે, અને દેશ ત્યાં સુધી પ્રગતિ ન કરી શકે, જ્યાં સુધી પૂર્વી ભારત પ્રગતિ નહીં કરે, જ્યાં સુધી ઉત્તર-પૂર્વ પ્રગતિ નહીં કરે, જ્યાં સુધી આ આપણી અષ્ટલક્ષ્મી પ્રગતિ નહીં કરે.
અને માટે વિકાસની વાત લઈને આપે જોયું હશે કે આ સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સૌથી વધુ ધન નોર્થ ઈસ્ટ માટે ફાળવ્યું છે. કેમ કે એક વખત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની જશે તો, ત્યાં તો… હું તે વિસ્તારમાં રહ્યો છું, મને ખબર છે કે પરમાત્માના આશીર્વાદ શું છે, દેશના અન્ય ભૂભાગને તો ખબર પણ નથી કે આ ભૂભાગ પર ઈશ્વરના શું આશીર્વાદ છે, થોડી કનેક્ટીવીટીની બાબત બની જાય, આપ જૂઓ, મેં હાલમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે એક પ્રવાસી તરીકે તમે ત્યાં જવાની આદત તો પાડો.
ગયા વર્ષે ઘણાં વિદ્યાર્થી. તેઓ હેરાન થઈ ગયા ત્યાંનું જીવન જોઈને. તેઓ આવીને લોકોને જણાવવા લાગ્યા કે અરે ભાઈ અમે ત્યાં આ જોયું, અમે ત્યાં તે જોયું, આપણે લગાતાર જોડવાના છે. જેમ અરૂણ જીએ કહ્યું બાંગ્લાદેશ સીમા વિવાદ સમાપ્ત થવો તેનું જે મહત્વપૂર્ણ પાસું છે, જે ભારતના હિતમાં છે, તે એ છે કે હવે આપણે આપણા નોર્થ ઈસ્ટ સાથે જોડાવવામાં જે મુશ્કેલીઓ હતી, તે મુશ્કેલીઓથી મુક્તિ મળી જશે. એક રીતે ભૌગોલિક રીતે નોર્થ ઈસ્ટ આપણી ખૂબ નજીક આવી ગયું. નહીતર એ વિસ્તાર હતો કે જે બાંગ્લાદેશની ખૂબ નજીક હોવાના કારણે, આપણી કનેક્ટિવીટી નહોતી. હવે સરળ થઈ ગયું છે, જેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનશે તેનો ફાયદો મળવાનો છે.
નોર્થ ઈસ્ટના રાજ્યોની રાજધાનીઓને રેલવેથી જોડવાનું કાર્ય ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. નોર્થ ઈસ્ટ હિન્દુસ્તાનની જૈવિક રાજધાની બની શકે તેટલું સામર્થ્ય ધરાવે છે. તમે દુનિયાભરના પાઈનેપલ ચાખ્યા હશે, એક વખત નોર્થ ઈસ્ટ જઈને ત્યાંના પાઈનેપલ ચાખજો, ખબર પડશે કે પરમાત્માએ શું આપ્યું છે, શું આપ્યું છે!
હું એક વાતનો ઉલ્લેખ કરું છું… જુઓ આપણા ઝેલિયાંગજી કહે છે કે, તમે માત્ર પાઈનેપલનો ઉલ્લેખ કેમ કરો છો ? અમારા મરચાનો ઉલ્લેખ કેમ નથી કરતાં ? ઘણાં ઓછા લોકોને ખબર હશે કે આખી દુનિયામાં સૌથી તીખા મરચા ક્યાંયના હોય તો તે નાગાલેન્ડના છે, આ વિવિધતાઓથી ભરેલો દેશ છે. આર્થિક વિકાસમાં આ ક્ષેત્ર ખૂબ મોટી ભૂમિકા અદા કરી શકે છે. એવું નથી કે હિન્દુસ્તાન તેનો વિકાસ કરશે. તેમનો વિકાસ હિન્દુસ્તાનના વિકાસનું એક નવું કારણ બનશે. એવું હું જોઈ રહ્યો છું.
અને માટે નોર્થ ઈસ્ટના વિકાસને અમે પ્રાથમિકતા આપીને આગળ વધી રહ્યા છીએ. નાગાલેન્ડ, અહિં આઝાદી પહેલાથી જ, અતિવાદ, ઉગ્રવાદ, અલગાવવાદ – આ સ્વર તેમની સાથે શસ્ત્ર જોડાઈ ગયા. દરેક સરકારોએ કોઈના કોઈ પ્રયાસ કર્યા. ક્યારેક કોઈ સુધારો આવ્યો, ક્યારેક ફરી રૂકાવટ આવી, સુધારો આવ્યો, ફરી રૂકાવટ આવ્યો, ક્રમ ચાલતો રહ્યો. દરેકનો કંઈકને કંઈક સહયોગ રહ્યો છે. કોઈ એક સરકારને તેની ક્રેડીટ ન મળવી જોઈએ અને ન લેવી જોઈએ. અને તેનું જ પરિણામ છે કે આજે નાગાલેન્ડમાં એ લોકો સાથે સફળ વાર્તા થઈ છે. મુખ્ય ધારાથી જોડાઈને ખભે થી ખભો મિલાવીને, ન માત્ર નાગાલેન્ડનો વિકાસ, ન માત્ર નોર્થ ઈસ્ટનો વિકાસ, આખા હિન્દુસ્તાનના વિકાસનું સપનું સૌએ જોયું છે.
મને વિશ્વાસ છે કે આ જે યાત્રા શરૂ થઈ છે, સાથો સાથ ચાલવાની યાત્રા પ્રારંભ થઈ છે, તે ઉત્તમ પરિણામ આપી ને જ રહેશે. અને દેશ નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરશે. આજે રાની માની સ્મૃતિમાં આ સિક્કો… અહિંયા બેઠેલા લોકોને અંદાજ નહીં હોય, નોર્થ ઈસ્ટના ઘરોમાં આ સિક્કાનું શું સાત્વિક મુલ્ય હશે. જેનો આપણે અંદાજ નથી લગાવી શકતા.
તેમના માટે આ એક એવી પવિત્ર ઘટનાના રૂપમાં જોવાશે, એટલું મોટું એ પ્રેરક વ્યક્તિત્વ રહ્યું છે. સરકાર માટે આનંદની વાત છે કે આપણે આ મહાન વિભૂતિના જીવનની સાથે વર્તમાનને જોડવામાં સફળ રહ્યા છીએ. અને ભવિષ્યના નિર્માણ માટે આ વ્યક્તિત્વથી હંમેશા-હંમેશા આપણને પ્રેરણા મળતી રહેશે, તાકાત મળતી રહેશે. આ શુભભાવ સાથે હું ફરી એકવાર રાની માના ચરણોમાં વંદન કરું છું. તેમનો આશીર્વાદ બની રહે અને આપણે સૌ મળીને રાની માના ‘દેશ સમૃદ્ધ હોય, દેશ એક હોય, દેશ અખંડ હોય’ – એ સપનાઓને પૂર્ણ કરવા માટે કોઈ ઉણપ ન રહે એવી એક કલ્પના સાથે, ખૂબ ખૂબ શુભકામનાઓ.
UM/AP/J.Khunt/GP
We are celebrating the birth centenary of Rani Maa. I bow to Rani Gaidinliu and remember her contribution: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2015
It is unfortunate that even after so many years of Independence, several people who fought for freedom are not so well known: PM
— PMO India (@PMOIndia) August 24, 2015
We have never believed that kings or rulers have made the Nation. We believe India is made by the people: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 24, 2015
She spent her youth in jail. Pandit Nehru went to meet her in the prison: PM @narendramodi on Rani Gaidinliu https://t.co/GZaJUMwcFk
— PMO India (@PMOIndia) August 24, 2015
After India attained freedom, Rani Maa remained in jail for a few months & even thereafter she wasn't allowed to go to her village: PM
— PMO India (@PMOIndia) August 24, 2015
Rani Maa worshipped nature and devoted herself to service for her entire life: PM @narendramodi https://t.co/GZaJUMwcFk
— PMO India (@PMOIndia) August 24, 2015
Mahatma Gandhi's thoughts were spread across the Northeast by Rani Maa: PM @narendramodi https://t.co/GZaJUMwcFk
— PMO India (@PMOIndia) August 24, 2015
Deeply honoured to inaugurate birth centenary celebrations of the great Rani Gaidinliu. Her life is truly inspiring. http://t.co/q9wkdoxwwz
— NarendraModi(@narendramodi) August 24, 2015
Rani Gaidinliufought against colonialism. She spread Gandhi ji's message across the Northeast & believed in India’s unity and integrity.
— NarendraModi(@narendramodi) August 24, 2015