પીએમઇન્ડિયા
આ કાર્યક્રમ જ્યાં થઈ રહ્યો છે, એ સ્થાનનું નામ છે પંચવટી અને જ્યારે વાજપેયીજી પ્રધાનમંત્રી હતા, ત્યારે આ નિવાસસ્થાનમાં પંચવટીનું નિર્માણ થયું અને નામ પંચવટી પાડવામાં આવ્યું હતું અને કદાચ હું માનું છું કે આજનો આ અવસર પંચવટીમાં હોવાના કારણે આપોઆપ એક કીર્તિમાન વધી જાય છે, કારણ કે રામચરિતમાનસની વાત હોય અને પંચવટી ન હોય, તો પછી એ રામચરિતમાનસ અધૂરું લાગે છે અને એટલે જ આ એક પ્રકારનો સુફળ સંયોગ છે.
આજના આ અવસરને હું અલગ-અલગ રૂપમાં અનુભવું છું. ક્યારેક-ક્યારેક સરકારમાં લોકો નોકરી કરતા-કરતા જીવન એવા બની જાય છે, એક મશીની ગતિવિધિ બની જાય છે અને એ જ સવારે જવું, સાંજે પાછા આવવું, એજ ફાઈલો, એજ બોસ, એજ આસીસ્ટન્ટ, એક જીંદગીના મોટા મહત્વના 30-35 વર્ષ એમાં જ પસાર થઈ જાય છે અને મન એવુ બની જાય છે કે ચાલો હવે આ પાઈપલાઈનમાં ઘૂસ્યા છીએ તો 30-35 વર્ષ પછી પેલી બાજુ નિકળીશું. જે રૂપમાં નિકળીશું, નિકળીશું… પરંતુ આ અવસર જોઈને ખ્યાલ આવે છે કે એક સરકારના નોકર, જેમાં એક તાલાવેલી હોય, કંઈક કરવાની અદમ્ય ઈચ્છા હોય, એ કેટલી મોટી વિરાસત છોડીને જાય છે અને એટલે સૌથી પહેલા મે આકાશવાણીના એ એક સામાન્ય અધિકારી જેના પરીવારજનો… આ બીજા માટે પણ પ્રેરક બની શકે છે. આપણી જિંદગી વ્યર્થ નથી જઈ રહી. આપણે જે ફાઈલો પર સહી કરીએ છીએ તે બેકાર નથી જતી. ક્યારેક ને ક્યારેક તે ઈતિહાસને નવો મોડ આપે છે. આ આજની ઘટના એ વાતનો જીવતો જાગતો પૂરાવો છે.
બીજી વાત, લગભગ-લગભગ 20-22 વર્ષ સુધી સતત આનું રેકોર્ડિંગ થયું છે. 22 વર્ષ સુધી એ ટીમને જાળવી રાખવી, એ રીધમને જાળવી રાખવી અને તેને એટલું જીવંત રાખવું, નહીંતર તો યાર બહુ થયું, હવે કેટલા એપિસોડ થઈ ગયા, હવે તો લોકોને આદત થઈ ગઈ, ચલો નિકાળી દો. નહીં. આની સાથે જોડાયેલા કલાકારો કદાચ આજે હિન્દુસ્તાનના મોટા કલાકારોની સંખ્યામાં એમનું નામ નહીં હોય, પરંતુ સંગીતના સાધકના રૂપમાં. 22 વર્ષ લગભગ – લગભગ આ સાધના ઓછી નથી હોતી, 14 લોકોએ ટીમ બનાવીને કામ કર્યું. 7 લોકો આપણી વચ્ચે નથી રહ્યા, સૌને આજે સન્માનિત કરવાનો અવસર મળ્યો અને આ માત્ર સંગીત નથી. આ સંગીતની પણ સાધના છે, સંસ્કૃતિની પણ સાધના અને સંસ્કારની પણ સાધના છે અને આ કામ, જુઓ, આપણા દેશમાં કેટલાય ઉતાર-ચઢાવ છે, વૈચારિક ધરાતડ પર ઉતાર-ચઢાવ આવ્યા છે. આજે જો કોઈ ઓમ બોલે તો અઠવાડિયા સુધી વિવાદ ચાલે છે કે ઓમ કેવી રીતે બોલી શકાય છે ? દેશ બિનસાંમ્પ્રદાયિક છે. આવા દેશમાં રામચરિતમાનસ સામે કોઈએ સવાલ નથી કર્યો, તે આજે પણ ચાલી રહ્યું છે. બની શકે છે આજ પછી કોઈનું ધ્યાન જાય અને તોફાન ચાલુ કરી દે, તો હું નથી જાણતો. પરંતુ ક્યારેક – ક્યારેક આપણે જોઈએ છીએ કે, ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે, શું વાત છે કે, નામના વિસરાતી નથી આપણી. જવાબ શોધવા માટે મહેનત કરવાની જરૂર નથી. એ વાત છે જેના કારણે નામના વિસરાતી નથી આપણી, એ જ તો રાજચરિતમાનસ છે, આજ તો પરંપરા છે, આ જ સંસ્કાર છે.
હજારો વર્ષથી દુનિયામાં આપણી જે સૌથી મોટી વિશેષતા છે જેના માટે વિશ્વના કોઈ પણ સમાજને આપણા પ્રત્યે ઈર્ષ્યા થઈ શકે છે, તે છે આપણી પરિવાર વ્યવસ્થા અને આપણે બચ્યા છીએ બન્યા છીએ એનું એક કારણ… જ્યાં સુધી આપણી પરિવાર વ્યવસ્થા પ્રાણવાન રહી છે, આપણે તાકાતવર રહ્યા છીએ અને એ પરિવાર વ્યવસ્થાને પ્રાણવાન બનાવવામાં બહું મોટી ભૂમિકા જો કોઈએ નિભાવી છે તો તે રામચરિતમાનસ અને રામજીનું પરિવાર જીવન છે. મર્યાદા પુરુષોત્તમ રામ… મર્યાદાઓમાં કેવી રીતે જીવવું પરિવારમાં. કોની કેવી રીતે મર્યાદાનું પાલન કરવું, કેવો વ્યવહાર કરવો, આચરણના ઉત્તમ સંસ્કારનું આપણને દર્શન થાય છે. રામચરિતમાનની શું તાકાત છે, જુઓ હજારો વર્ષ થઈ ગયા, પેઢીઓ વીતી ગઈ પરંતુ એજ ભાવ, એજ પરંપરા, એજ સંસ્કાર, એજ સંદેશ આજે પણ જીવીત છે. આજે એક વાત આપણે કહીએ, લેખિત કહીંએ પરંતુ સંદેશ પહોંચતા-પહોંચતા સાત દિવસમાં તેનો અર્થ અલગ જ થઈ જાય છે. એવું કયું સામર્થ્ય છે કે જેમાં આજે પણ એના વ્યાખ્યાનો હોવાના બાદ પણ મૂળ તત્વમાં ક્યાંય ઓછપ નથી આવી. એવી કૃતિ માનવને આ ધરતીની સાથે જોડવાનું મોટું કાર્ય છે.
આજે પણ કદાચ આપણે મૉરિશસમાં જઈએ દુનિયાના કેટલાય દેશોમાં, જે લોકો ગુલામીના કાલખંડમાં મજદૂરના રૂપમાં તેમને ઉઠાવીને લઈ જવાયા. કશુ નહતું, નિર્ધન હતા. પરંતુ તુલસીકૃત રામાયણ સાથે લઈ જવાનું ના ભૂલ્યા. હનુમાન ચાલીસા લઈ જવાનું ના ભૂલ્યા અને દોઢ સો વર્ષ અલગ જીવન, ભાષા ભૂલી ગયા, પહેરવેશ બદલાઈ ગયો, નામ બદલાઈ ગયા, પરંતુ એક અમાનત અમની પાસે બચેલી જેનાથી આજે પણ ભારતની સાથે તેનો સંબંધ જોડાયેલો છે અને કેવી રીતે જોડાયેલો છે, મને ઘણા વર્ષો પહેલાની ઘટના યાદ છે. વેસ્ટઈન્ડિઝની એક ક્રિકેટ ટીમ ભારતમાં રમવા માટે આવી હતી. ઘણાં વર્ષો પહેલાની વાત કરી રહ્યો છું અને એના મનેજરનો મારે ત્યાં ફોન આવ્યો. હવે આજથી 30-35, 40 વર્ષ પહેલા મને કોઈ ઓળખતું નહોતું, ના કોઈ નામ, ના કોઈ ઓળખ. તેનો ટેલિફોન આવ્યો, મને આશ્ચર્ય થયું, બોલ્યા વેસ્ટઈન્ડિઝ ક્રિકેટરના મેનેજર મારી સાથે વાત કરવા માંગે છે, મળવા માંગે છે. તો કોઈકે નામ આપ્યું હશે, ક્યાંય પરિચય થયો હશે. મેં કહ્યું વેસ્ટઈન્ડિઝ ટીમથી મારો તો, આમ પણ ક્રિકેટની રમત સાથે… હું કોઈ ખેલાડી તો છું નહીં, તો ખબર પડી તો બોલ્યા રામરિખીનામ છે તેમનું અને તેઓ તેમની પત્ની સાથે આવ્યા છે. મૂળ ભારતીય છે, તો હું તેમને મળવા ગયો, તો ત્યાં એચઆરડી મંત્રાલયમાં કામ કરતા હતા અને ટીમ મેનેજરના રૂપમાં આવ્યા હતા. તો મેં કહ્યું કે આ ઋષિ શબ્દ ક્યાંથી આવ્યો તો બોલ્યા ઋષિમાંથી આવ્યા હશે, પછી તેમની પત્નીનું નામ પૂછ્યું તો બોલ્યા સીતા. તેઓ ભારત પહેલી વખત આવ્યા હતા. પરંતુ તેમને પોતાના અને હું જ્યારે ગયો ત્યારે ખાસ તેઓ ભારતીય પહેરવેશ પહેરીને બેઠા હતા. એટલે કે એક પ્રકારથી એક ગ્રંથ દોઢ સો વર્ષ પછી પણ સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. આનો એ ઉત્તમ અનુભવ… અને આના અર્થમાં રામચરિતમાનસ આજે ડિજીટલ ફોર્મમાં બધાની સામે જઈ રહ્યું છે.
આકાશવાણીની તાકાત ઘણી મોટી છે, કેટલીય વસ્તુઓ કેમ ના બદલાઈ જાય, પરંતુ કેટલીક મૂળભૂત વસ્તુઓ હોય છે, જે પોતાની… બુલંદી ક્યારેય નથી ખોતી. હિન્દુસ્તાનના જીવનમાં આકાશવાણીની આ મોટી તાકાત છે. લોકોને ભલે અહેસાસ ના હોય, મને તો અહેસાસ છે. આપણે લોકો સારી રીતે સમજીએ છીએ આકાશવાણીની તાકાત શું છે. એ મારો એવો અનુભવ છે જે હું કદી ભૂલી નથી શકતો. હું હિમાચલમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કાર્ય કરતો હતો. અટલબિહારી વાજપેયીજી પ્રધાનમંત્રી હતા. અને હું હિમાચલમાં કામ કરતો હતો. તો એક દિવસ હું મારી યાત્રાએ જઈ રહ્યો હતો તો એમ જ પહોડોમાં એક ઢાબા પર રોકાઈને ચા પીવાનું વિચાર્યું, તો ગાડીને રોકી. જ્યારે હું નીચે ઉતર્યો તો જે ઢાબાવાળો હતો, ચા વાળાએ મને લાડવો ખવડાવ્યો. મે કહ્યું ભાઈ મારે ચા પીવી છે. અરે સાહેબ લાડુ ખાવ પહેલા, મૌજ કરો. મેં કહ્યું શું વાત છે. બોલ્યા અરે આજે અટલજીએ બોમ ફોડી દીધો, મેં કહ્યું અટલજીએ બોમ ફોડી દીધો. અરે બોલ્યા હમણાં – હમણાં જ રેડિયો પર સાંભળ્યું છે કે ભારતે બોમ ફોડ્યો છે. ન્યુક્લિયર ટેસ્ટ થયો છે. મને એ પહેલા સમાચાર આકાશવાણીના માધ્યમથી એક ચાવાળા, ઢાબાવાળાએ આપ્યા.
એટલે આપણે જે વસ્તુનું મહત્વ ક્યારેક-ક્યારેક નથી સમજતા, તે કેટલું મોટું છે અને માત્ર ખબર નહીં, માત્ર ખબર નહીં. હિમાલયની પહાડોમાં દૂર-સુદૂર એકલા ચાના ઢાબાવાળા, આ સમાચારથી પોતાની જાતને ગૌરવાન્વિત મહસૂસ કરે છે કે ગરીબ હોવાના કારણે પણ પોતાની દુકાનની મિઠાઈ મફતમાં વહેંચી રહ્યો છે. સંદેશાની તાકાત શું છે, દેખો અને સમય વધારે નહીં થયો હોય, એ 5 વાગે નિર્ણય થયો હશે સાંજે અને હું લગભગ 6 સવા 6 વાગે ત્યાંથી પસાર થઈ રહ્યો છું. કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા આ સંદેશાવ્યવહાર આપણા સ્વયંમાં આટલા મોટા દેશમાં ખૂબ અનિવાર્ય છે, ખૂબ જરૂરી છે અને આજે સ્પર્ધાના યુગમાં આકાશવાણીને સ્પર્ધામાં ફસવાની જરૂરત નથી જી. એણે તો પોતાની મૂળભૂત ધારાઓને પકડી રાખીને જન-જનના હૃદય સુધી જોડાઈ રહેવા અને દેશને જોડી રાખવા અને ભવિષ્યની સાથે તેને ઉત્સાહિત કરતા રહેવું તેનું આ કામ છે. એ કાર્યને આપણે કેવી રીતે નિભાવવું.
યુગ બદલાતો જાય તેમ બદલાવ આવશ્યક હોય છે, કાયાકલ્ય જરૂરી હોય છે અને જ્યારે કાયાકલ્પની વાત કરું છું ત્યારે આત્મા એજ રહે છે, સમયાકૂલ બદલાવ આવે છે. એ ડિજીટલ રૂપ એનું એક યોગ્ય પગલું છે. આપણે લોકો, હવે મને જણાવાયુ આકાશવાણીની પાસે 9 લાખ કલાકોનું રેકોર્ડિંગ મટીરીયલ ઉપલબ્ધ છે, 9 લાખ કલાકો. કદાચ દુનિયામાં કોઈ પણ સંસ્થાની પાસે આટલો ખજાનો નહીં હોય જી અને એ સમયે આકાશવાણીનું જે રૂપ – રંગ હતા પછી જે આપણે ત્યાં ચાલ્યો માહોલ, જુદી વાત છે, હું જરૂર માનું છું કે આકાશવાણીની પાસે ભારતની મૂળ આવાસ, ભારતનું મૂળ ચિંતન, ભારતનું મૂળ undiluted એ આમાંથી ઉપલબ્ધ થશે. આ 9 લાખ કલાકોનું જ્યારે ડિજીટલ વર્ઝન તૈયાર થશે ત્યારે તેમાંથી ભાષાઓનો ઉપયોગ કરી શકાય છે કે નહિં કેટલી મોટી સેવા હશે, કેટલો મોટો ખજાનો અને એક પ્રકારનો ડિજીટલ ઈતિહાસનો આ સૌથી મોટું રીસોર્સ મટીરીયલ બની શકે છે. જો કદાચ આવનારા દિવસોમાં જો પીએચડી કરવા માંગતા હશે તેના માટે એક ખૂબ મોટો અવસર બનશે. અને ભારતના દૂરદર્શનનું કામ તો એવું છે કે હિન્દુસ્તાનની બધી યુનિવર્સિટીમાં એકાદ-એકાદ વિદ્યાર્થીને માત્ર આકાશવાણીના યોગદાન પર પીએચડી કરવી જોઈએ, રીસર્ચ કરવું જોઈએ. આપણા લોકોનો સ્વભાવ નથી. એક એકાદ પ્રેમચંદની કથા પર તો રિસર્ચ કરી લઈએ. પરંતુ આટલો મોટો ખજાનો. આગળ ચાલીને માનવ સંશાધન વિભાગના લોકો, સંસ્કૃતિ વિભાગના લોકો વિચારે કે આપણા નૌયુવાનો આ ખજાનાની શોધ કરીને શું આપી શકે છે દુનિયાને. આપણે આગળ માટે શું વિચારીશું. વિશ્વના લોકોએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સિદ્ધ કરી દીધો છે કે દુનિયા ભારતને જાણવા – સમજવા માટે આતુર છે, તૈયાર છે. એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને એ સંદેશ આપ્યો છે કે ભારતની પાસે કંઈક છે જે અમારે જાણવું છે, મેળવવું છે એ મૂડ બની ગયો છે ત્યારે આપણું કર્તવ્ય બને છે કે આપણે આને કેવી રીતે પહોંચાડીએ અને એ આપણે કરી શકીએ તો આપણે કેટલી મોટી સેવા કરી શકીએ છીએ.
આ દિવસોએ આકાશવાણી એક સારું કાર્ય પણ ક્યું… આકાશવાણી નહીં, રેડિયોના કારણે ધીરે-ધીરે જે આજે એફએમ ચેનલ વગેરે જે દુનિયા ચાલે છે. લોકો કહે છે ભ્રષ્ટાચાર માટે શું કર્યું ? આપણે ત્યાં એફએમ ચેનલ બધી પહેલા સરકારી ખજાનામાં 80-100 કરોડ રૂપિયા આપતી હતી. અત્યારે હરાજી પણ ચાલી રહી છે, હરાજીથી આપીશું પારદર્શિતા, પરિણામ શું આવ્યું ખબર છે આજ સુધી લગભગ-લગભગ સાડા 11 સો કરોડની બોલી બોલાઈ ચૂકી છે, હજુ તો બોલી ચાલી રહી છે અને એની જે શરતો અને નિયમો છે તેના હિસાબે સરકારના ખજાનામાં જે 80 કરોડ – 100 કરોડ આવતા હતા એક સ્થિતિ આવશે 27 સો – 28 સો કરોડ રૂપિયા આવશે. વ્યવસ્થાઓને પારદર્શી કરવાથી વ્યવસ્થાઓ આધુનિક ટેકનોલોજીથી જોડીને ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવી શકાય છે. કોઈ નવા આર્થિક ભાર નાખ્યા વગર પણ દેશના વિકાસમાં ધન કેવી રીતે ઉપલબ્ધ થઈ શકે છે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ…. આ આકાશવાણી અને રેડિયોના સંબંધમાં જે ભારત સરકારે અરૂણજીના નેતૃત્વમાં કર્યું છે, એનું આ પરિણામ છે.
તો દરેક દિશામાં આપણે આ કાર્યને આગળ વધારવાનું છે અને મને આશા છે કે આ ડિજીટલ વર્ઝનના કારણે વિશ્વના લોકો જે જાણવા માંગે છે, સમજવા માંગે છે તેના માટે ઉપકારક થશે. ભોપાલ કેન્દ્રના લોકોએ ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે. આવનારા દિવસોમાં ભોપાલમાં એક વિશ્વ હિન્દી સંમેલન યોજાઈ રહ્યું છે. આકાશવાણી વિચારે વિશ્વ હિન્દી સંમેલનમાં જે પ્રતિનિધિ આવવાના છે, ભોપાલમાં જ યોજાઈ રહ્યું છે તો એ તેમને ભેટના રૂપમાં આપવામાં આવે. જેથી એક સેવિનિયર… એક સાચું સોવિનિયર…એ બનશે, જે વિશ્વભરથી ગરીબ, ખૂબ મોટી તાકાતમાં લોકો આવી રહ્યા છે તો એક ખૂબ મોટો અવસર બનશે.
હું ફરી એકવાર વિભાગને, પ્રસાર ભારતીને, આકાશવાણીને એ બહુમૂલ્ય વસ્તુઓ સંભાળી રાખવા માટે શુભિનંદન આપું છું. અને દેશવાસીઓને આ નજરાણું આપતા હું ગર્વ અનુભવી રહ્યો છું. હું આભારી છું ડૉ. કર્ણસિંહજીનો અને મેં જોયું છે કે આપણા કર્ણસિંહજી આ વસ્તુઓ સાથે કેવા જાડાયેલા છે, એને એટલું મહામૂલ્ય માને છે કે, તેમને કોઈ રાજકીય વિચારધારા ક્યારેય બાંધી નથી શકતી અને હંમેશા એવી વસ્તુઓને તેઓ આશીર્વાદ આપતા રહે, પ્રોત્સાહન આપતા રહે, આજે ખાસ આવ્યા, એટલે હું તેમનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.
UM/J.Khunt/GP
PM @narendramodi launches digitised version of the Ram Charitmanas in New Delhi.
— PMO India (@PMOIndia) August 31, 2015
The strength of Akashvaniis immense and I fully understand it: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 31, 2015
I remember learning about the PokhranTests of 1998 through a tea seller in Himachal Pradesh, who heard it on the radio: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 31, 2015
The tea seller heard it on the radio and he told me very happily, "Ataljihas tested the bomb" : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 31, 2015
This digital version will help people across the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 31, 2015
The digital version of Ramcharitmanasreleased today will further popularise the great epic across the world. http://t.co/4EVWalb1t5
— NarendraModi(@narendramodi) August 31, 2015
For 22 years continuously, Ramcharitmanashas been broadcast on @AkashvaniAIR. This is an extremely commendable feat.
— NarendraModi(@narendramodi) August 31, 2015
I congratulate the entire @airnewsalerts team for their efforts in compiling all Ramcharitmanasbroadcasts in the form of the CDs.
— NarendraModi(@narendramodi) August 31, 2015