Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્પીચીસ ઓફ ધ પ્રેસિડેન્ટ – Vol.III અને પ્રેસિડેન્શીયલ રીટ્રીટ્સ પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્પીચીસ ઓફ ધ પ્રેસિડેન્ટ – Vol.III અને પ્રેસિડેન્શીયલ રીટ્રીટ્સ પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્પીચીસ ઓફ ધ પ્રેસિડેન્ટ – Vol.III અને પ્રેસિડેન્શીયલ રીટ્રીટ્સ પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


આદરણિય રાષ્ટ્રપતિ જી, ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવ,

આપણા શાસ્ત્રોમાં સહસ્ત્ર ગ્રંથ દર્શન છે જેનું એક વિશેષ મહત્વ છે. 50 વર્ષ, 75 વર્ષ એનાથી પણ વધીને 80મી જન્મ જયંતિ સહસ્ત્ર ચંદ્ર દર્શનના રૂપે મનાવવામાં આવે છે તથા તેનું તાત્પર્ય એ હોય છે કે જ્યારે વ્યક્તિ 80 વર્ષનો થાય છે ત્યારે તેના એક હજાર વખત પૂર્ણ ચંદ્રના દર્શન થાય છે પોતાના જીવન કાળમાં. આપણી વચ્ચે રાષ્ટ્રપતિ મહોદય સહત્ર ચંદ્ર દર્શન પછી તે શીતળતાની અનુભૂતિ આખા રાષ્ટ્રને કરાવી રહ્યા છે. હું આજે હ્દયથી તેમને અભિનંદન આપું છું. તેમને શુભકામનાઓ પાઠવું છું. અને મને વિશ્વાસ છ કે તેમનું દીર્ઘકાલિન જીવન આવનારા અનેક વર્ષો સુધી રાષ્ટ્ર માટે એક મોટી અમાનત તરીકે કામમાં આવતું રહેશે. પ્રેરણા આપતું રહેશે તથા રાષ્ટ્રને વિકાસની નવી ઉંચાઇઓ પર લઇ જવાના આપણા જે સપના છે, તે સપનાને પૂરા કરવામાં તેમના આશીર્વાદ રહેશે. હું તેમને ખૂબ – ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

આજે અહીં બે ગ્રંથોનું લોકાર્પણ થયું છે. એક તો તે વૈચારિક યાત્રા છે જે યાત્રાનો પ્રસાદ સમય સમય પર રાષ્ટ્રને પ્રાપ્ત થાય છે. આદરણીય રાષ્ટ્રપતિજી દ્વારા જુદા જુદા વિષયો પર જે વાતો બતાવવામાં આવે છે, અલગ અલગ સમય પર બતાવવામાં આવી છે. એક પ્રકારથી વિચાર સમ્પુટ છે. એક પ્રકારથી તે શાસન વ્યવસ્થા તથા સમાજ વ્યવસ્થાની વચ્ચે એક દર્શન છે, જે તે તત્કાલિન અવસ્થાનો પણ પરિચય આપે છે તથા તે આગળના વિચાર માટે પણ બારી ખોલે છે અને એ અર્થમાં આ જે તેમની વિચાર યાત્રાનું સંમ્પુટ છે જે વ્યાખ્યાનો દ્વારા સમય સમય પર પ્રકટ થયું છે. તે આગામી દિવસોમાં અવશ્ય ઉપકારક થશે.

ક્યારેક ક્યારેક હું પત્રકારત્વના વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું તો એક કમી અનુભવું છુ કે તેમના જે પાઠ્યપુસ્તકો હોય છે તે એક નિશ્ચિત વિચારો સાથે બંધાયેલા હોય તેવા લોકોના આર્ટિકલ્સ હોય છે તેનો સંગ્રહ હોય છે અને તે જ એમને ભણાવવામાં આવે છે. સારું થશે જો આ પ્રકારના ગ્રંથોને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે એક પ્રોજેક્ટના રૂપમાં કામ આપવામાં આવે તો ખૂબ જ સારા વિચારોની પાશ્વભૂમિને સમજવા, ઘટનાઓની પાશ્વભૂમિને સમજવાની તેમને તક મળે છે. કોઇ પણ નિર્ણય અચાનક થતો નથી એક ખૂબ જ મોટી વૈચારિક પાશ્વભૂમિ હોય છે, ખૂબ જ લાંબી પ્રક્રિયા હોય છે. જ્યારે વિરષ્ઠ પદ પર બેસેલા વ્યક્તિના વિચારોને તેના મૂળ સ્વરૂપમાં જોવામાં અાવે છે ત્યારે તે ચીજોને સમજવાની સુવિધા બને છે. અને તે અર્થમાં આ પ્રકારનું સંકલન, આ પ્રકારનું સંપાદન આગામી દિવસોમાં નવી પેઢીને ખૂબ જ મોટી પ્રેરણા આપી શકે છે. વધુ એક ગ્રંથનું વિમોચન કરવાનું સૌભાગ્ય મળ્યું અને એક પ્રકારથી આપણા ધરોહરની ઓળખ છે. કોઇને કોઇ કારણથી આપણે એ વાતના દોષી છીએ. એક સમાજના રૂપમાં આપણે એક ઇતિહાસ સભાન સમાજ નથી અને તેના કારણે જે આપણી બહુમૂલ્ય ચીજવસ્તુઓ છે તેનું જે ગૌરવ કરવું જોઇએ તેની જે જાળવણી કરવી જોઇએ, તેમને સંભાળવી, જાળવણી કરવી તથા નવી પેઢીને સંક્રમિત કરવી, આ કુલ મળીને આપણો એક મોટો દોષ રહ્યો છે. બની શકે છે કે આ મૂળ ચિંતન ‘આત્મવત્વ ભૂતેષુ’ન થવાના કારણે કદાચ માહાત્મય નહીં લાગ્યું હોય પરંતુ જ્યારે જોઇએ છીએ દુનિયાના તમામ લોકોની તુલનામાં, તો આપણી પાસે શું નથી. હિન્દુસ્તાનના દરેક ખૂણામાં દરેક કોઇ પથ્થર પાસે પોતાનો એક મોટો ઇતિહાસ છે, દરેક પથ્થરને કહવા માટે ખૂબ જ વધારે વાતો છે. પરંતુ તેને કોઇ સાંભળનારું ન રહ્યું કે ન તેને કોઇ સમજનારુું રહ્યું અને ન કોઇ તેને શબ્દોમાં જોડનારું રહ્યું. અને તેના કારણે અાટલો મોટો ઇતિહાસ પથ્થર બનીને રહી ગયો. સમયની માગ હોય છે કે આ પથ્થરને ફરીથી એક વખત જીવતો કરવામાં આવે. શિલાથી અહિલ્યાની ઘટના રામાયણમાં કોઇ રૂપમાં છે કે તે હું નથી જાણતો પરંતુ હું એટલું સમજું છું કે ભારતના દરેક ખૂણામાં પથ્થરો સાથે જોડાયેલો ઇતિહાસ પોતાનામાં જ આપણી મોટી વિરાસત છે. પછીથી તેને એક વખત આપણે જીવિત કરી શકીએ છીઅે. આ ધરોહર પર જે ગ્રંથ છે તેમાં એ પ્રયાસ છે કે આપણી જે વ્યવસ્થાઓ, આપણી જે ઇમારતો કેવા પરિપ્રેક્ષ્યમાં બની ? કેવી રીતે બની ? શું નિર્ણય થયો ? શું – શું તેના ઉદ્દેશ્યો હતા તથા આ તમામ દૂર છે. હું સમજું છું કે… વિશેષ કરીને ઓમિતા જીને આ વિષયમાં ખૂબ જ વધારે રૂચિ હોય છે. તેમણે એક સારું કામ કર્યું છે. હું તેમને વિશેષ રીતે અભિનંદન આપું છું. જે ટીમે આ કામને કર્યું છે હું તેમને અભિનંદન આપું છું.

પ્રણવ દા! તે ભાગ્યવાન વ્યક્તિ છે જેમને માતા સરસ્વતીના પણ આશિર્વાદ છે તથા માતા સરસ્વતીના આશિર્વાદ હોવાના કારણે તેમની પાસે કલમની પણ તાકાત છે. તેમણે જે કંઇ પણ લખ્યું છે, તેમના ઘણા પુસ્તકો છે, તે પુસ્તકોમાં જે અણી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની ઓછા શબ્દોમાં, જે તાકાત છે તે પોતાનામાં જ એક ખૂબ જ મોટી વ્યક્તિનો પરિચય કરાવે છે. સાર્વજનિક જીવન એટલું લાંબુ….અને તે પણ ઉચ્ચ પદો પર રહેલું સાર્વજનિક જીવન. એટલા વર્ષો સંસદમાં રહેવું, જુદા – જુદા પદો પર….. કદાચ જે પ્રકારના વિભાગો પ્રવણ દા એ સંભાળ્યા છે, કદાચ હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઇ એક વય્ક્તિએ એટલી વિવિધતા ધરાવતા વિભાગો સંભાળ્યા હશે. એવું કદાચ કોઇ નહીં હોય. જેણે વાણિજ્ય પણ જોયું. રક્ષા પણ જોયું છે. બીજી તરફ નાણા પણ કર્યું હોય, વિદેશ મંત્રાલય પણ જોયું હોય. એવા કદાચ જ.. હું નથી માનતો કે કોઇ આ પ્રકારનું વ્યક્તિત્વ આપણને મળી શકે છે. એટલે કે કેટલો ઉંડો અનુભવ. કેટલો વ્યાપક અનુભવ. અને કેટલી વિવિધતાઓથી ભરેલો અનુભવ.. પોતાનામાં જ.. અને મારા જેવા વ્યક્તિને તો સ્વભાવિક ગૌરવ થાય છે કે એવા મહાપુરુષ સાથે મને કામ કરવાની તક મળી છે. એ પોતાનામાં જ એક મોટું ગર્વ હોય છે. તો આ નસીબ મને પ્રાપ્ત થયું છે. હું પોતાનામાં જ એક ખૂબ જ વધુ ગૌરવ અનુભવ કરું છું તથા તમારામાં બધાએ અનુભવ કર્યો હશે કે તેમને ક્યારેય પણ કોઇ ચીજનો સંદર્ભ શોધવાની જરૂર પડતી નથી. તે ઇમારત માટે કહેશે ત્યારે પણ એટલી બારીકાઇથી કહેશે, સમયની ચર્ચા કરશે તો પણ એટલી બારીકાઇથી કરશે. વ્યક્તિની ચર્ચા કરશે તો પણ એટલી બારીકાઇથી કહેશે તથા છોડ અને વૃક્ષોની તથા સંગીતની ચર્ચા કરશે તો પણ એટલી બારીકાઇથી કરે છે. આ એક ઉંડાણ, આ વ્યાપકતા, તે પોતાનામાં ત્યારે જ સંભવ થાય છે, જે જીવવાનું જાણે છે. જીવે તો બધા છે, પદ તો બધા સંભાળે છે પદને શોભા પણ આપે છે, બહુ જ લોકો છે, પરંતુ જે જીવવાનું જાણે છે તે દરેક પળને પોતાનામાં સમેટી લે છે, તે દરેક જ્ઞાનને પચાવે છે. તેને અનુભવની કસોટી પર પરખે છે તથા ત્યારે જઇને તે અમૃત ધારા નિરંતર વહ્યા કરે છે જે સહસ્ત્ર ચંદ્ર દર્શનના સમયે પણ તેજોમય થાય છે તથા એક શીતળતા પણ આપે છે, પ્રકાશ પણ આપે છે અને તે આજે આપણા રાષ્ટ્રપતિ જી દ્વારા પ્રાપ્ત થાય છે. હું તમને ખૂબ – ખૂબ વંદન કરું છું, પ્રણામ કરું છું તથા તેમને અભિનંદન આપું છું અને મને આજે આવવાની તક મળી તે મારું સૌભાગ્ય છે.

ખૂબ – ખૂબ ધન્યવાદ.

J.Khunt/GP