પીએમઇન્ડિયા
ઉપસ્થિત સૌ વરિષ્ઠ મહાનુભાવો,
રાષ્ટ્રપતિજીના કાર્યકાળના આજે ચાર વર્ષ પૂર્ણ થવા પર હું આદરણીય રાષ્ટ્રપતિજીને હૃદયથી ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન કરું છું, શુભકામનાઓ આપું છું. આપના ચાર વર્ષના કાર્યકાળમાં વધુ સમય મને આપની સાથે પ્રધાનમંત્રીના રૂપમાં કાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યું. હું દિલ્હીની દુનિયામાં નવો હતો. આ આખું વાતાવરણ મારા માટે નવું હતું. આવા સમયે રાષ્ટ્રપતિજીએ એક વાલીની રીતે, એક માર્ગદર્શકની રીતે, ઘણા વિષયો પર મને આંગળી પકડીને ચલાવ્યો. આવું સૌભાગ્ય ખૂભ ઓછા લોકોને મળે છે, જે મને મળ્યું છે.
આજે અહીં કેટલાક ગ્રંથોનું લોકાર્પણ થયું છે. હું પુસ્તક નથી કહી રહ્યો “ગ્રંથ” કહી રહ્યો છું. હું ગ્રંથ એટલા માટે કહી રહ્યો છું કે જેમાં એ વસ્તુ સમાહિત છે, જે કલ્પનાની મર્યાદાથી નહીં ઈતિહાસના ઝરુખાથી નીકળેલી છે અને જે વસ્તુ ઈતિહાસના ઝરુખાથી નીકળે છે, તે આવનારી પેઢીઓના મન-મંદિરમાં એક ખાસ છાપ છોડી જાય છે. અને એ અર્થમાં આ જે પ્રકાશન છે, તે પ્રકાશન ઈતિહાસનો ભાગ બનવા જઈ રહ્યું છે. હું આ કાર્ય માટે રાષ્ટ્રપતિજીને અને તેમની આખી ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.
અત્યારે મ્યુઝીયમ જોવાનું સૌભાગ્ય મળ્યું. શ્રીમાન ઘોષને એટલો ઉત્સાહ હતો કે કદાચ ઓમિતાએ રોક્યો ન હોત તો કદાચ અમે રાતના અગિયાર વાગે અહીં આવી ગયા હોત. અને આપનામાંથી જેને પણ આ મ્યુઝિયમ જોવાનો સમય મળે, તેમને હું આગ્રહ કરીશ કે આખો દિવસ ફાળવીને અહીં આવો, આટલું ઝીણવટ ભર્યું, એટલી વિવિધતા અને ઈતિહાસને પુનર્જીવિત કરવાનો અહીં એક અદભૂત પ્રયાસ છે. આ એવું મ્યુઝિયમ છે, જ્યાં ઈતિહાસ, કળા, કલ્પના શક્તિ અને ટેકનોલોજી એ ચારેયનું મિલન છે અને એટલે પણ આનાથી જોડાશે, એ આ ચારેયના માધ્યમથી ઈતિહાસને જીવી શકે છે. માત્ર ઈતિહાસને જાણી શકે છે, એવું નથી, તે કેટલીક ક્ષણ માટે ઈતિહાસને જીવી શકે છે. અને આ અર્થમાં હું સમજું છું કે જે વૈજ્ઞાનિક રીતથી, જે શોધની સાથે, અને જે કલાત્મકરૂપથી આની રજૂઆત કરી છે, તેના માટે શ્રીમાન ઘોષ અને તેમની આખી ટીમને હું ખૂબ-ખૂબ શુભેચ્છા આપુ છું. અને તેમને અભિનંદન પાઠવું છું.
રાષ્ટ્રપતિજીએ ભારતના જીવનમાં તો ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એક લાંબું કાર્યકાળ રહ્યું છે તેમના સાર્વજનિક જીવનનું. પરંતુ ચાર વર્ષની અલ્પાવધિમાં તેમણે રાષ્ટ્રપતિ ભવનને પણ ઘણું બધું આપ્યું છે. એ પ્રકારથી રાષ્ટ્રપતિ ભવન સામાન્ય માનવ, અને ઈતિહાસને અને ભારતના સર્વોચ્ચ સ્થાનને એક પ્રકારથી તેમને મિલન બિંદુ બનાવ્યું છે. અને એ અમે આપનું ઘણું મોટુ યોગદાન આ પરસિરના સંદર્ભમાં હું જોઈ રહ્યું છું. અને સૌથી મોટા આનંદની વાત એ છે, મારી રાજનીતિક પૃષ્ઠભૂમિ અલગ છે. રાષ્ટ્રપતિજીની રાજનીતિક પૃષ્ઠભૂમિ અલગ છે. પરંતુ લોકતંત્રમાં ભિન્ન વિચાર પ્રભાવોથી ઉછરેલી વ્યક્તિ પણ આ પ્રકારથી ખભેથી ખભો મેળવીને કાર્ય કરી શકે છે. એ રાષ્ટ્રપતિજીની પાસે રહીને દરેક ક્ષણે આપણે અનુભવ કરી શકીએ છીએ.
ભારત સરકારની જેટલી યોજનાઓ છે. અનેક રાજ્યો એવા હશે, જેને કદાચ ભારત સરકારની કેટલીક યોજનાઓ લાગુ કરવામાં અથવા લાગુ કરી તો, બોલવામાં થોડોક ખચકાટ રહેતો હશે. હું આજે ખૂબજ ગર્વની સાથે કહું છું કે ભારત સરકારની જેટલી યોજનાઓ, જે રાષ્ટ્રપતિ ભવન પરિસર.. એ પણ એક નાનું ગામ છે. દસ હજાર થી પણ વધુ લોકો રહે છે. આ ગામના રૂપમાં એ સમગ્ર યોજનાઓને અહીં લાગુ કરવાનો પ્રયાસ થયો છે. પછી નવીકરણીય ઉર્જાની વાત હોય, જળ સંરક્ષણ હોય, પર્યાવરણ સંબંધિત પહેલ હોય, દરેક વસ્તુને ડિજીટલ ઈન્ડિયા તો અહીં ડિજીટલ રાષ્ટ્રપતિ ભવન. એક પ્રકારથી ભારત સરકારની સમગ્ર યોજનાઓને લઘુચિત્રના રૂપમાં અહીં લાગુ કરવાનો ભરપૂર પ્રયાસ રાષ્ટ્ર્રપતિજીએ કર્યો છે. બીજી તરફ કોઈ અન્ય વ્યક્તિના પક્ષની સરકાર હોય, તેમ છતાં પણ એ સરકારના કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનના પણ કાર્યક્રમ બનવા જોઈએ. એ ઊંચાઈ આદરણીય પ્રણવ દા જ દેખાડી શકે છે. અને એટલે હું તેમનું હૃદયથી વંદન કરું છું. અભિનંદન કરું છું.
મને વિશ્વાસ છે અને ઈતિહાસ જીવનને એક જડી બુટીના રૂપમાં કાર્ય આવે છે. જે ઈતિહાસને ભૂલી જઈએ છીએ. તે એક પ્રકારથી જીવનના રસ કસને ખોઈ દે છે. મંદિરમાં જે મૂર્તિઓ હોય છે. પત્થરથી જ અલંકૃત થાય છે. પરંતુ વર્ષો વર્ષ લોકોની ભક્તિથી તે ભગવાનનું રૂપ ધારણ કરી લે છે. ઐતિહાસિક સ્થળોના દરેક પત્થર એ પત્થરનો પણ પોતાનો એક ઈતિહાસ હોય છે. દરેક પત્થર ચીસો પાડીને ભૂતકાળની વાત જણાવીને આવનારા કાલ માટે રસ્તો દેખડવાની તાકાત રાખે છે. પરંતુ આવશ્યકતા હોય છે. એ પત્થરને પણ સાંભળવા માટે સામર્થ પેદા કરવાની. આ મ્યુઝિયમ દ્વારા પત્થરને બોલવાની તાકાત અપાઈ છે. આપણે એને સાંભળવાની તાકાત લઈએ. અને નવી આવનારી પેઢીઓને કંઈક પામવા માટે એક નવો અર્થ પ્રાપ્ત કરે.
હું ફરી એકવાર આ પ્રયાસ માટે સૌના અભિનંદન કરું છું. આદરણીય રાષ્ટ્રપતિજીને ફરીથી એકવાર ચાર વર્ષ પૂર્ણ કરીને આગળના વર્ષ માટે અમને સૌને ખૂબ જ ઉત્તમ માર્ગદર્શન મળ્યું આના માટે અપેક્ષા કરતા પ્રેરણા માટે આભાર વ્યક્ત કરતા આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ.
AP/TR/GP
The publications released today are not books, they are Granths which will leave a mark in history: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2016
The museum inaugurated today is a great attempt to bring the past back to life: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2016
The contribution of President Mukherjee to India is immense. And he has given a lot to the office of the President also: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2016
We learn from President Mukherjee how people from diverse political backgrounds can work together: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2016
Be it renewable energy, water conservation, digital India...they've all been implemented at Rashtrapati Bhavan: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 25, 2016
Glad to join the programme to inaugurate the Phase-2 of the Rashtrapati Bhavan Museum. https://t.co/mesVHUcClf
— Narendra Modi (@narendramodi) July 25, 2016
The museum beautifully brings the past back to life. The books inaugurated today are Granths that will leave a distinct mark on history.
— Narendra Modi (@narendramodi) July 25, 2016
Congratulated President Mukherjee on completing 4 years in office & highlighted his rich contribution to the nation & the Presidency.
— Narendra Modi (@narendramodi) July 25, 2016