પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને વિકાસ નિગમ (નેશનલ શિડ્યુઅલ કાસ્ટ્સ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન – એનએસએફડીસી)ની અધિકૃત શેર મૂડી 1000 કરોડથી વધારીને 1200 કરોડ રૂપિયા કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને વિકાસ નિગમ એટલે કે એનએસએફડીસી એક કેન્દ્રીય સ્તરનું જાહેર ઉપક્રમ (સીપીએસઈ) છે જે કેન્દ્રીય સામાજીક વિકાસ અને અધિકારિતા મંત્રાલય હેઠળ કામ કરે છે.
કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અધિકૃત શેરમૂડીમાં વધારો કરવા માટેની મંજૂરી આપ્યા પછી આર્થિક ગતિવિધિઓ માટે નિર્ધારિત કોષમાં વધારો થશે. તેનો વ્યાપ વધશે અને અનુસૂચિત જાતિના ગરીબી રેખાથી નીચે જીવનારા લોકો સુધી બહોળા સ્તરે પહોંચી શકાશે. અધિકૃત શેર મૂડીમાં વધારાને કારણે આર્થિક રીતે વંચિત અનુસૂચિત જાતિની આબાદીના મોટા ભાગ સુધી વ્યાપ વધશે અને વધારે લોકોને ફંડ ફાળવી શકાશે. વર્ષ 2015 – 16 દરમ્યાન એનએસએફડીસી દ્વારા 63000 લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
એનએસએફડીસી 37 રાજ્યોના માધ્યમથી પોતાની યોજનાઓનું અમલ કરે છે. તેના હેઠળ 37 રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય છે. આ દરેક રાજ્ય આ યોજનાઓને જાહેર ક્ષેત્રની બેન્કો, ક્ષેત્રિય ગ્રામીણ બેન્ક અને અન્ય સંસ્થાઓ કે જ્યાં પણ જરુરિયાત છે ત્યાં અમલમાં મુકે છે.
પાશ્વભૂમિકા
એનએસએફડીસી પોતાની શ્રેણીબદ્ધ એજન્સીઓના માધ્યમથી પોતાના લક્ષિત જૂથોમાં સ્વરોજગાર માટે ધિરાણ ઉપલબ્ધ કરાવે છે. એનએસએફડીસી સ્વરોજગાર અને પારિશ્રમિક બનાવવા લાયક બનાવવાના ઉદ્દેશ્યથી અનુસૂચિત જાતિના લોકોની વચ્ચે કૌશલ્ય અને સ્વરોજગાર પ્રશિક્ષણ ઉપલબ્ધ કરાવે છે.
AP/J.Khunt