Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રીય જળ વિજ્ઞાન પરિયોજના


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે (6-4-2016) જળવિજ્ઞાન પરિયોજનાને લાગૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કેન્દ્રીય પરિયોજના છે અને તેના માટે 3679.7674 કરોડ રૂપિયા નિર્ધારિત કરાયા છે. આમાં 3,640 કરોડ રૂપિયા રાષ્ટ્રીય જળવિજ્ઞાન પરિયોજના (એનએચપી) માટે અને 39.7674 કરોડ રૂપિયા રાષ્ટ્રીય જળસૂચના કેન્દ્ર (એનડબ્લ્યુઆઈસી) માટે રખાયા છે. આને બે ચરણોમાં લાગુ કરાશે. એનડબ્લ્યુઆઈસી જળ સંસાધન, નદી વિકાસ તથા ગંગા સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સ્વતંત્ર સંગઠન હશે.

રાષ્ટ્રીય જળ વિજ્ઞાન પરિયોજનાથી હાઈડ્રો-હવામાન વિજ્ઞાન સંબંધિત ડેટા એકત્રિત કરવામાં મદદ મળશે અને એના વાસ્તવિક સમયના આધારે વિશ્લેષણ કરી શકાશે. આને રાજ્ય/જિલ્લા/ગ્રામ્ય સ્તરે જોઈ શકાય છે. આ પરિયોજના આખા દેશને આવરી લેશે, પહેલાની જળવિજ્ઞાન પરિયોજનાઓ માત્ર 13 રાજ્યોને આવરી લેતી હતી.

પ્રસ્તાવના નિમ્નલિખિત અંગ છેઃ

ક) યથાવત હાઈડ્રો-હવામાન દેખરેખ પ્રણાલી તથા હાઈડ્રો-હવામાન ડેટા અધિગ્રહણ પ્રણાલી.

ખ) રાષ્ટ્રીય જળ સૂચના કેન્દ્રની સ્થાપના

ગ) જળ સંસાધન સંચાલન તથા પ્રબંધન પ્રણાલી

ઘ) જળ સંસાધન સંસ્થાન તથા ક્ષમતા સૃજન

કુલ ફાળવણીમાંથી 50 ટકા રાશી એટલે કે 1839.8837 કરોડ રૂપિયા વિશ્વ બેંક પાસેથી ઋણના રૂપમાં મળશે, જેની પુનઃ ચૂકવણી કેન્દ્ર સરકાર કરશે. બાકીના 50 ટકા રાશિ એટલ કે 1839.8837 કરોડ રૂપિયા આંદાજપત્રીય સમર્થનથી કેન્દ્રીય સહાયતાના રૂપમાં મળશે.

વિશ્વ બેંકની ઋણ રાશિ તથા રાજ્યો અને કેન્દ્રીય સંગઠનોને મળનારી કેન્દ્રીય સહાયતા અનુદાનના રૂપમાં અપાશે.

AP/J.Khunt/GP