Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રેલવે કન્વેન્શન કમિટિ (2014) દ્વારા તેમના પ્રથમ રીપોર્ટમાં ‘2014-15 તથા 2015-16 માટે ડિવિડન્ડની કિંમત અને અનિષાંગિક બાબતો’ અંગે કરવામાં આવેલી ભલામણોના સ્વીકાર માટે ઠરાવ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવે કન્વેન્શન કમિટિ (2014) દ્વારા 2014-15 તથા 2015-16 માટે કરવામાં આવેલી ભલામણોને સંસંદના બંને ગૃહમાં મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય મહેસૂલમાંથી રેલવેમાં રોકવામાં આવેલા સામાન્ય મહેસૂલના ડિવિડન્ડની કિંમતને તેની સમગ્ર મિલકતના (ડિવિડન્ડ વિનાની મિલકતને બાદ કરતા) અનુક્રમે પાંચ ટકા તથા ચાર ટકા રાખવામાં આવી છે.

જે અંતર્ગત રેલવે મંત્રાલય રેલવે કન્વેન્શન કમિટિ (2014)ના પ્રથમ રીપોર્ટના ફકરા નં 5, 6, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19ની ભલામણોને અમલમાં મૂકી શકશે.

SP/AP/J.Khunt