Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રેલવે બજેટ 2016-17 પર પ્રધાનમંત્રીની પ્રતિક્રિયા


પ્રગતિશીલ રાષ્ટ્રની ગતિશિલ રેલવે માટે એક વિચારશીલ બજેટ પ્રસ્તુત કરવા માટે હું રેલવે મંત્રી સુરેશ પ્રભુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

આ બજેટમાં ગરિબોની ગરીમા, મહિલાઓનું ગૌરવ, યુવાઓનો ઉત્સાહ તેમજ મધ્યમવર્ગની મુસ્કાન વધારવાનો ભરચક પ્રયાસ કરવામાં આવ્યો છે. પાછલા વર્ષના બજેટમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા. તેનો પૂરેપૂરો હિસાબ આપતું આ બજેટ આગળની આશાવાન રણનીતિ દર્શાવે છે. આ દિશામાં ગયા એક વર્ષમાં મહદ્ અંશે અમને સફળતા મળી છે. તેને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પૂરો પ્રયાસ આ બજેટમાં પ્રસ્તુત કરાયો છે.

સાફસફાઈ તેમજ યાત્રી સુવિધા કે ટેકનોલોજીનું આધુનિકીકરણ છેલ્લા 2 રેલવે બજેટોનો મૂળ મંત્ર રહ્યો છે. સાથો સાથ રેલવે યોજનાઓને માત્ર ‘સમાપ્તિ’ થી નહીં પરંતુ ‘કાર્યરત’ થી પરિભાષિત કર્યું. હું સમજુ છું કે આ નીતિગત બદલાવ દેશની અર્થવ્યવસ્થામાં નમૂનારૂપ પરિવર્તન છે. ગરીબો માટે સુપરફાસ્ટ ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરતાં અંત્યોદય એક્સપ્રેસ તેમજ દિનદયાળ રેલ ડબ્બાની શરૂઆત અમારી સરકારની ગરીબો પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ કરે છે.

રેલવેમાં આઈટી સહિત નવી ટેકનોલોજી, વધારે મૂડીરોકાણ તેમજ અમલીકરણને અસરદાર બનાવતા આ રેલ બજેટ દેશની અર્થવ્યવસ્થામાં દૂરોગામી સકારાત્મક યોગદાન કરશે. દેશના પછાત ક્ષેત્રોમાં ખાસ કરીને ઉત્તર-પૂર્વી રાજ્યોમાં નોર્થ ઈસ્ટમાં રેલવે કનેક્ટીવીટી વધારવાના સરકારના વચન પૂર્ણ કરવાની દિશામાં ઉત્તમ પગલા ભરવામાં આવ્યા છે. સાથોસાથ આપણા રેલ માર્ગોની ઐતિહાસિક સમસ્યા કે જે ક્ષમતા હિનતાને કારણે હતી. તેને છેલ્લા 1 વર્ષમાં મહદ્ અંશે દૂર કરી દેવાઈ છે. અને આ દિશામાં રેલ બજેટ શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવે છે.

શ્રીમાન સુરેશ પ્રભુજી પહેલા જે બજેટ આવ્યા તે અમે જોયા છે. હું તેમની આલોચના કરવા નથી માંગતો, પરંતુ જો હું ગત સરકારના પાંચ વર્ષના બજેટ જોઉં તો સુરેશ પ્રભુજીના બજેટમાં 2.5 ગણા રોકાણ સાથે એક ખૂબ મોટો કૂદકો લગાવાયો છે. આ બજેટ દેશના નવનિર્માણમાં એક મહત્વપૂર્ણ કડી હશે. સૌથી સારી વાત એ છે કે અમારા રેલવેના વિકાસમાં રાજ્ય સરકારો પણ ઉત્સાહથી ભાગ લેવા જઈ રહી છે. તેનો વિસ્તૃત રોડમેપ પ્રસ્તુત કરાયો છે. સાથે જ યાત્રીઓ તેમજ રેલવે કર્મચારીઓનો સહયોગ લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ખર્ચમાં અનુશાસન પ્રબંધનમાં દક્ષતા તેમજ ગ્રાહકો પ્રત્યે જવાબદેહી અમારી સરકારનું ફોક્સ છે. જેને આ રેલવે બજેટ પૂર્ણ રૂપે દર્શાવે છે.

હું ફરી એક વખત રેલવે મંત્રી શ્રીમાન સુરેશ પ્રભુજીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, રેલવે પરિવારને શુભેચ્છા પાઠવું છું. ટીમ રેલવેને શુભેચ્છા આપું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

UM/J.Khunt/GP