પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (સીએસબી), ભારત અને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રોબાયોલોજીકલ સાયન્સિસ (એનઆઈએએસ) જાપાન વચ્ચે રેશમના કીડા અને રેશમ ઉદ્યોગોમાં સંયુક્ત સંશોધન અંગે થયેલા સમજૂતિના કરાર અંગે માહિતગાર કરવામાં આવી હતી.
સમજૂતિના આ કરાર ઉપર તા.11-11-2016ના રોજ સીએસબી અને એનઆઈએએસ વચ્ચે ભારતની ભૌગોલિક પરિસ્થિતિને માફક આવે તેવા પ્રોલિફીક બાયવોલ્ટાઈન હાઈબ્રીડઝ રેશમના કીડાઓ અંગે સંયુક્ત સંશોધન માટે હસ્તાક્ષર કરાયા હતા. આ સમજૂતિના કરાર વૈજ્ઞાનિક અને તકનીકી પ્રકારના છે. આ કરારને પરિણામે પ્રોલિફીક હાઈબ્રીડ સિલ્ક વર્મ્સ (રેશમના કીડા) વિકસાવવામાં સહાય થશે, જેના પરિણામે ભારતીય રેશમ ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તાના ધોરણોમાં સુધારો થશે. તે દ્વારા રેશમ અને રેશમના ઉત્પાદનોની નિકાસમાં વધારો થશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમજૂતિના કરારને પરિણામે ભારતની ટેક્સટાઈલ્સ અને એપરલ ઈન્ડસ્ટ્રી (વસ્ત્ર ઉદ્યોગ) વિશ્વ સ્તરના રેશમ અને રેશમના ઉત્પાદનો પેદા કરી શકશે. ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો થવાને પરિણામે આખરે રેશમના ઉત્પાદનોની નિકાસમાં વધારો થશે.
NP/J.Khunt/TR/GP