પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 18માં રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 61,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો વિતરીત કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધિત પણ કરશે.
રોજગારી સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પને અનુરૂપ, રોજગાર મેળો એ આ વિઝનને કાર્યમાં અનુવાદિત કરવાના હેતુથી એક મુખ્ય પહેલ છે. તેની શરૂઆતથી અત્યાર સુધીમાં, દેશભરમાં આયોજિત રોજગાર મેળાઓ દ્વારા 11 લાખથી વધુ ભરતી પત્રો જારી કરવામાં આવ્યા છે.
18મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ આયોજિત કરવામાં આવશે. ભારતના તમામ ભાગોમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે, જેમાં ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને અન્યનો સમાવેશ થાય છે.
PM/IJ/GP/JD