Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લખનઉમાં ઈ-રિક્શાના વિતરણને લઇને આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના ભાષણનો મૂળ સાર

લખનઉમાં ઈ-રિક્શાના વિતરણને લઇને આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના ભાષણનો મૂળ સાર


મંચ પર બિરાજમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાયક જી, લખનઉના સાંસદ અને ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ જી, લખનઉના વિધાયક ભાઈ આશુતોષ જી, અહીના મેયર શ્રીમાન દિનેશ જી, મુદ્રાના ચેરમેન ડૉ. કે શિવા જી અને આજના આ સમારોહના કેન્દ્ર સમાન, મારા રિક્શાચાલક ભાઈ બન્ધુ અને તેમના પરિવારજન, તથા વ્હાલા ભાઈઓ અને બહેનો…

આ સરકાર એક પછી એક પગલાં જે પ્રકારથી લઇ રહી છે અને આટલા ઓછા સમયમાં આજે સમગ્ર વિશ્વએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે દુનિયાનું સૌથી ઝડપથી ગતિથી આગળ વધનાર જો કોઇ અર્થતંત્ર હોય તો તે અર્થતંત્ર હિન્દુસ્તાનનું છે. આજે સમગ્ર દુનિયામાં મંદીનું વાતાવરણ છે. ખૂબ જાણીતા, મોટા મોટા દેશ પણ મંદીનો શિકાર બની ગયા છે અને આવા સમયે એકમાત્ર એકલું ભારત જ એવો દેશ છે કે જે પોતાની આર્થિક સ્થિતી પણ મજબૂત બનાવી શક્યું છે અને સાથે સાથે ઝડપથી આગળ ગતિપૂર્વક આગળ પણ વધી રહ્યું છે. વિશ્વ બેન્ક હોય, આઈએમએફ હોય, દુનિયાની રેટીંગ એજન્સીઓ હોય, દરેક એક જ અવાજે આ બાબતનો સ્વીકાર કરી રહ્યાં છે, એટલું જ નહીં દુનિયાના દરેક અર્થશાસ્ત્રીઓનું પણ કહેવું છે કે આવનારા દિવસોમાં ભારત ખૂબ ઝડપથી આગળ વધવાનું છે.

જ્યારે આ વાતો સાંભળીએ છીએ ત્યારે મનને ખૂબ સમાધાન મળે છે પરંતુ આપણો લક્ષ્ય ફક્ત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધનારી ઇકોનોમી બનવાનું નથી, આપણો લક્ષ્ય છે આપણા દેશના ગરીબોના જીવનમાં બદલાવ લાવવાનું, આપણું લક્ષ્ય છે નવયુવાનોને રોજગારી મળે, આપણું લક્ષ્ય છે કે આપણી યુવા પેઢી પગભર થાય, આપણો પ્રયાસ છે કે દેશના નવયુવાનો નોકરીની તલાશ કરવા માટે અહીં તહીં ના ભટકે. આ સ્થિતિથી બહાર આવીને તેઓ પોતાના પગ પર ઉભા રહે અને અન્યોને પણ રોજગારી પૂરી પાડે તેવી તાકત મેળવે અને એટલા માટે અમે જે પગલાં લઇ રહ્યાં છીએ તે દરેક પગલાંથી દેશના સામાન્ય માનવીનાં જીવનમાં પોતાની મહેનતથી તેઓ કમાણી કરે, પોતાના પરિવારના જીવનમાં આવશ્યકતાઓ પૂરી કરવા માટેના કામમાં આવે અને એટલા માટે એક પછી એક પગલું. આપણા દેશમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું 40 વર્ષ અગાઉ અને એટલા માટે રાષ્ટ્રીયકરણ થયું હતું, એ સમયે આ વાતો બતાવવામાં આવી હતી કે બેન્કો ગરીબોના કામમાં આવવી જોઇએ. ગરીબી દૂર કરવા માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ જરુરી છે અને સરકારની દરેક બેન્ક પોતાને હસ્તક કરી લીધી છે. 40 વર્ષ થઇ ગયા છે પરંતુ આ દેશ માટે હજુ પણ બેન્કના દરવાજા ખૂલ્યા નથી.

અમારી સરકાર બન્યા પછી અમે એક બીડું ઝડપ્યું હતું કે હિન્દુસ્તાનના ગરીબથી ગરીબ વ્યક્તિનું પણ બેન્કમાં ખાતું હોય, અર્થવ્યવસ્થાના મુખ્ય પ્રવાહમાં હિન્દુસ્તાનનો ગરીબ કેમ ના આવે અને પ્રધાનમંત્રી જન-ધન યોજનાનું અભિયાન ચાલ્યું, બેન્કોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આજે દેશમાં જે લોકોના બેન્કમાં ખાતાં નહોતાં, લગભગ 20 કરોડ નવા બેન્ક ખાતાં ખોલવામાં આવ્યા છે. આખી દુનિયાને અચરજ થઇ રહ્યું છે કે આ કેવી રીતે સંભવ બની શક્યું છે અને ખાતાં ખોલવાના હતા, ગરીબોના ખાતા ખોલવાના હતા તો અમે નિયમ બનાવ્યો કે એક પણ પૈસો નહીં હોય તો પણ બેન્કમાં ખાતું ખોલાવી શકાશે, તે માટે જે પણ ખર્ચ થશે તે માટે ચૂકવણી બેન્ક પોતે કરશે. એક પણ નવો પૈસો આપવાનો નહતો પરંતુ આપણા દેશના ગરીબોની અમીરી જુઓ, આ ગરીબોએ બેન્કમાં ખાતાં ખોલાવ્યા અને નાની મોટી રકમ નહીં પરંતુ 30 હજાર કરોડ રુપિયા જમા કરાવ્યા, 30 હજાર કરોડ રુપિયા આ છે આપણા દેશના ગરીબની તાકત.

તેઓ મુલ્યો માટે જીવે છે, સિદ્ધાંતો માટે જીવે છે અને એટલા માટે મફતમાં ખાતાં ખોલાવાને બદલે 100 રુપિયા, 200 રુપિયા જે પણ હોય તેમણે બચત કરી છે. અમે એક મુદ્રા યોજના લાવ્યા છીએ. આપણા દેશમાં જે નાના નાના લોકો છે, છાપું વેચનારા છે. દૂધ વેચનારાઓ છે, બિસ્કિટ વેચનારાઓ હોય, ફૂલ વેચનાર હોય, મંદિરની બહાર પ્રસાદ વેચનાર હોય, ધોબી હોય, વાળંદ હોય, નાના નાના લોકો, તેમણે ક્યારેય જીવનમાં વિચાર્યું પણ નહીં હોય કે તેમના વેપાર ધંધાને જો આગળ વધારવાનું હોય તો જો પૈસાની જરૂર પડશે તો બેન્કો આપી પણ શકે છે, તેમણે તો ક્યારેય બેન્કનો દરવાજો પણ જોયો ન હતો. અમે પ્રધાનમંત્રી મુદ્રા યોજના લાવી અને નક્કી કર્યું કે આવા સામાન્ય વર્ગના લોકો, જેમને ક્યારેય બેન્કમાં જવાનો અવસર મળ્યો જ નથી તેમને વગર ગેરંટીએ લોન આપવામાં આવશે અને આજે મને આનંદ છે કે આ યોજના શરુ કરવામાં આવી છે અને હજુ વધારે સમય નથી થયો , 5 – 6 મહિના જ થયા છે. અત્યાર સુધી અંદાજે બે કરોડ લોકોને લોન પૂરી પાડવામાં આવી છે અને કોઇપણ પ્રકારની ગેરંટી વગર લોન અપાઈ છે.

કેટલાક લોકો છે કે જેમણે 50 હજાર સુધીની જ રકમ લીધી છે, કેટલાક લોકો છે કે જેમણે 10 લાખ સુધી લીધા છે અને કેટલાકે તો 10 લાખથી પણ વધારે લીધા છે અને આ બધુ કામ લોન માગનારાઓ પર વિશ્વાસ રાખીને કરવામાં આવ્યું છે અને તેનું પરિણામ એ આવ્યું છે કે અંદાજે 80 હજાર કરોડ રુપિયા આ કામમાં લગાવી દેવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તેનું પરિણામ નજર આવશે. આજે આપણે જોઇ રહ્યાં છીએ કે 2100 પરિવારને, કે જેઓ ભાડાંની રિક્શા ફેરવતા હતા, તેમની પાસે પોતાની રિક્શા નહોતી, તેમની પસંદગી કરવામાં આવી અને 2100 પરિવારોને તેમને પોતાની માલિકીની રિક્શાનું આજે, તેમને રિક્શા આપવામાં આવી રહી છે. તેઓ એના માલિક બનવા જઇ રહ્યાં છે.

અગાઉ જે વ્યાજ ચૂકવવું પડતું હતું હવે તે વ્યાજથી મુક્તિ. ભાડું આપવું પડતું હતું ભાડાંથી મુક્તિ અને એ જ પૈસાથી આજે તેઓ માલિક બનવા જઇ રહ્યાં છે. મુદ્રા બેન્કથી તેમને પૈસા આપવામાં આવ્યા છે, તેમને વીમાની પોલિસી આપવામાં આવી છે. એકલા લખનઉમાં બેટરી રીચાર્જીંગ માટે લગભગ 40 – 42 નવા સેન્ટર બનવા જઇ રહ્યાં છે. તેમને બેન્કોએ પૈસા આપ્યા છે. લગભગ 10 મોટા સર્વિસ સેન્ટર બની રહ્યાં છે જેમાં એક એક સેન્ટરમાં 5-5, 10-10, 12-12 નવયુવાનોને કામ મળવાનું છે. જ્યાં આ રિક્શાઓનું રીપેરીંગનું, સર્વિસનું કામ થશે. એટલે કે જેટલા મોટા રોજગારને બળ આપવામાં આવી શકે તેમ છે ,તેનો આ એક પ્રયાસ છે. પ્રયાસ એટલો છે કે આપણા સામાન્યથી સામાન્ય માનવી પગભર થઇ શકે.

જે લોકોને ઈ-રિક્શા મળવાની છે, આવા કેટલાક પરિવારજનો સાથે મારી મુલાકાત થઇ. મેં એમને પૂછ્યું, અગાઉ કેવું હતું, હવે કેવું લાગે છે, કેવી રીતે કરશો. કેટલીક વાતો સામે આવી છે. કેટલાક લોકોએ કહ્યું અમે સૌથી પહેલું તો એ કામ કરીશું કે જે પૈસા બચશે તેનાથી બાળકોને ભણાવીશું. હવે જુઓ જીવન કેવી રીતે બદલવાનું શરૂ થઇ જાય છે. આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો ભણી-ગણીને મોટા બને. કેટલાક લોકોએ કહ્યું કે અમે દરરોજ 40 રૂપિયા – 50 રૂપિયા બેન્કમાં જમા કરાવીને બચત કરીશું જેથી ભવિષ્યમાં તેમને કામ આવી શકે. આ ઈ-રિક્શાની સાથે તેમને ઇન્સ્યોરન્સનો લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રી જીવન રક્ષા યોજના, જીવન જ્યોતિ યોજના, અટલ પેન્શન યોજના આ બધી યોજનાઓનો લાભ તેમને આપવામાં આવી રહ્યો છે. એટલે કે એક પ્રકારથી પૂર્ણંતઃ સુરક્ષાનું કવચ આ આપણા ઈ-રિક્શાવાળાઓને મળી રહ્યું છે. તેમની તાલીમનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. તેમને તાલીમ આપવામાં આવી છે, તેમને યુનિફોર્મ આપવામાં આવી રહ્યો છે અને આખા લખનઉના જીવનમાં એક નવી સંસ્કૃતિ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં આવનારા દિવસોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 100થી વધુ દેશોને ઈ-વિઝા આપવામાં આવી રહ્યાં છે. અગાઉની સરખામણીમાં ખૂબ મોટી સંખ્યામાં વિદેશી લોકો ભારતમાં આવવા લાગ્યા છે. દુનિયાની કોઇપણ પણ વ્યક્તિ હિન્દુસ્તાનમાં પ્રથમ વખત આવશે તો તેની સૌથી પહેલી મુલાકાત કોની સાથે થશે. સૌથી પહેલા આવશે, તેનું મળવાનું થશે ડ્રાયવરની સાથે. કોઇ પણ બહારના મહેમાન આવે છે તો સૌથી પહેલા ડ્રાયવરથી મળવાનું થાય છે અને એ ડ્રાયવર પ્રથમ 10 – 15 મિનિટ સુધી તેમની સાથે જે પણ વ્યવહાર કરશે તે જ તેના મનમાં હિન્દુસ્તાનની તસવીર હશે. આ છબીને લઇને તે જશે. જો તે પ્રેમથી તેમની સાથે વાત કરશે, ઈમાનદારીવાળું વ્યવહાર કરે છે. બહારની વ્યક્તિ આવી, તેમને મદદ કરવાનો પ્રયાસ કરે છે, બહારથી આવનાર વ્યક્તિ જીવનભર એ હિન્દુસ્તાનને નહીં ભૂલી શકશે. દેશનો પ્રધાનમંત્રી જે કામ નથી કરી શકતો તે કામ એક ઓટો રિક્શાવાળો કરી શકે છે, એક રિક્શા ચલાવનાર કરી શકે તેમ છે.

જે વાત અરબો-ખરબો રૂપિયાની જાહેરાત નથી કરી શકતી તે આપણા એક ડ્રાયવરના વ્યવહારના કારણે થઇ શકે તેમ છે. અને એટલા માટે આ ડ્રાયવરોને એક વિશેષ તાલીમ આપવામાં આવે છે જેથી પર્યટન માટે ભવિષ્યમાં ભારતની છબી સારી બનાવવાવાળા આ ઉત્તમથી ઉત્તમ ભારત માટેના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં કામ કરી શકે, એ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

આ કોઇ એવું નથી કે પેડલ રિક્શાથી નિકળીને ઈ-રિક્શામાં આવી ગયા છીએ, એટલું નાનકડું પરિવર્તન નથી. આ આખું એક ટ્રાન્સફોર્મેશન થઇ રહ્યું છે. એક નવો બદલાવ આવી રહ્યો છે અને એના કારણે આજે દુનિયા જે ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરી રહી છે. પર્યાવરણને લઇને દુનિયા પરેશાન છે. હાલમાં દુનિયાના બધા દેશ પેરિસમાં મળ્યા હતા, પેરિસમાં મળીને આ બધા લોકો પોતાનું માથું મારી રહ્યાં હતાં કે કેવી રીતે દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકાય તેમ છે. દરેકને ચિંતા સતાવી રહી હતી. નાના દેશ જે દરિયાના તટથી સંકળાયેલા છે તેમને પોતાના અસ્તિત્વ સામે જોખમ લાગી રહ્યું છે અને દરેકને કોઇને પર્યાવરણની રક્ષા કરવી પડે, એન્વાર્ય્મેન્ટની રક્ષા કરવી પડે એ આવશ્યકતા બની ગઇ છે. આ ઈ-રિક્શા માનવ જાતિ જે સંકટનો સામનો કરી રહી છે, પર્યાવરણનો, તેમનાથી મુક્તિ અપાવવામાં ભલે નાનકડી ખિસકોલી જેવો પ્રયાસ કેમ ના હોય પરંતુ તે પણ એક પ્રયાસ છે અને જે પ્રયાસને આપણો ઓટો-રિક્શાવાળા કરવાના છે.

એટલે કે એક પ્રકારથી દરેક વિષયને પોતાની સાથે સાંકળીને એક પરિવર્તન લાવવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે. તેના કારણે લખનઉના જીવનમાં એક બદલાવ આવશે. આ બે હજારથી વધારે પરિવારોના જીવનમાં બદલાવ આવશે. અહીંની આર્થિક ગતિવિધિને તાકત મળશે અને અમે જે ઇચ્છીએ છીએ કે વિકાસ એવો થાય જે સામાન્ય માનવીના જીવનમાં બદલાવ લાવશે. દરેક વ્યક્તિનાં જીવનમાં એક નવી આશા લઇને આવશે. વ્યવસ્થા એવી હોય કે જ્યાં નવયુવાનો પોતાના પગ પર ઉભા રહેવા માટેની તાકત મેળવી શકે. એ બધી વાતોને લઇને અમે આગળ વધી રહ્યાં છીએ.

જેમને આજે ઈ-રિક્શા મળી રહી છે હું એ દરેક પરિવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને હું આશા કરું છું કે આ તેમના જીવનની શરુઆત છે, નવા જીવનની શરૂઆત છે. હવે તેમને થોભવાનું નથી. પ્રગતિની નવી ઉંચાઈઓને પાર કરીને પોતાના જીવનમાં પણ બદલાવ લાવવાનો છે અને જોત જોતામાં તેમના પરિવાર, તેમના બાળકો સુખ શાંતિનું જીવન જીવે તેનાથી મોટો અવસર આપણા માટે શું હોઇ શકે છે અને એટલા માટે હું આ દરેક પરિવારને શુભકામના આપું છું.

હું લખનઉને આજે વિશેષ રુપથી ધન્યવાદ કરવા ઇચ્છું છું કારણ કે પ્રધાનમંત્રી બન્યા પછી આપની વચ્ચે આપવા માટેનો આ મારો પ્રથમ અવસર છે. મારે લખનઉવાસીઓનું એટલા માટે અભિનંદન કરવું છે કે તમે અહીં એક એવા સાંસદને ચૂંટ્યા છે , એ સાંસદને પસંદ કરીને આપ સહુએ આ દેશને એક ખૂબ જ ઉત્તમ ગૃહમંત્રી આપ્યા છે. એના માટે હું લખનઉવાસીઓનું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન કરું છું. હું લખનઉવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર.