Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન

લીગલ સર્વિસ ડે અને પ્રશસ્તિ સમારંભમાં વડાપ્રધાનનું સંબોધન


ઉપસ્થિત સર્વ વરિષ્ઠ મહાનુભાવ,

ઠાકુરસાહેબ કહી રહ્યા હતા કે પ્રથમ વખત કોઇ પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં આવ્યા છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે જૂના લોકોને, હું ખૂબ ભાગ્યશાળી છું કે જૂના લોકોએ ખૂબ સારા સારા કાર્ય મારા માટે બાકી રાખ્યા છે. અને એ સહુ સારા કાર્ય કરવા માટેની તક હું છોડતો નથી.

મોટાભાગે ન્યાયાધિશ, ન્યાયાલય, સામાન્ય માનવીને લાગે છે કે તેઓ ફાંસીએ લટકાવી દેશે, તેઓ જેલમાં મોકલી દેશે, ખબર નહીં શું થઇ જશે, પરંતુ આજનો આ સમાગમ જો ટીવી પર લોકો નિહાળી રહ્યાં હશે અથવા વાતો સાંભળી રહ્યાં હશે તો તેમને જાણકારી મળશે કે અહીં કેટલી સંવેદના છે. ગરીબ માટે કેટલું વિચારી રહ્યાં છે અહીં. ગરીબને ન્યાય મળે તે માટેની કેટલી ચિંતા અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી બાબતો દુર્ભાગ્યથી સામે નથી આવતી હોતી આપણા દેશમાં. કદાચ હું પણ અહીં ના આવત અને આટલી બધી બાબતોને ઝીણવટથી જાણી પણ ન શકત ત્યારે બીજાઓની વાત તો છોડી જ દો.

અને આ અર્થમાં આ પ્રયાસને એક સામાજીક સંવેદનાના મુખ્ય રૂપ તરીકે હું નિહાળી રહ્યો છું. એક તબીબ જો મહિનામાં એક દિવસ દર્દીની મફત સેવા કરે છે તો 29 દિવસ સુધી એ તબીબની એટલી વાહવાહી થતી રહે છે કે એ તબીબ ખૂબ સેવાભાવી છે, વધારે પૈસા નથી લેતા ગરીબથી, મહિનામાં એક દિવસ કરી લો. અહીં દિવસ રાત ગરીબની ચિંતા થતી હોય છે પરંતુ આ સેવાભાવી છે એવો ટેબ નથી લાગતો. આપણે ત્યાં આ જે વિચારસરણી છે તેમાં બદલાવ આવે તો હું સમજું છું કે તે ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ કાયદાકીય જાગૃતિની સાથે સાથે મને એક આ પગલું પણ ખૂબ જરૂરી લાગી રહ્યું છે કે સંસ્થા અંગે પણ જાગૃતિ હોવી જરૂરી છે. લોકોને જાણ થાય કે આવી એક વ્યવસ્થા પણ છે. અને તે માટે સરકારની ફરજમાં જે કામ આવતું હશે તેની ચિંતા હું પોતે કરવાનો છું. મારો મંત્ર રહ્યો છે કે સબકા સાથ, સબકા વિકાસ પરંતુ સાથે સબકા ન્યાય જોડાય તો સબકા સાથ, સબકા વિકાસ, સબકા ન્યાય.

બે પ્રકારના વિષય છે, ક્યારેક આપણે ત્યાં તજજ્ઞોએ, આપણી લૉ યુનિવર્સિટીઓએ એક કામ કરવું જોઇએ, એક સ્પેશ્યલ અસાઇન્ટમેન્ટ તેમના વિદ્યાર્થીઓને આપવું જોઇએ કે દેશના જુદા જુદા વિસ્તારોમાં લોક અદાલત પર સંશોધન કરે, તે અંગેને પોતાના પ્રોજેક્ટ જમા કરાવે અને સાથે કંઇક સૂચન પણ આપે. કારણ કે મને આ જરૂરી લાગે છે કે આપણા કાયદાના વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જ જાણવા મળે કે લોક અદાલતો શું છે, કારણ કે જ્યારે તેઓ અભ્યાસ કરવા જશે તો ઝીણવટથી જોઇ શકશે અને તેની સાથે તેઓ પોતાની જાતને સંવેદનશીલ કરવાનો એક અવસર મળી જશે. જો તેઓ એક તટસ્થ માનસિકતાથી આધુનિક વિચારસરણી અને માનસિકતાથી એ સહુનું પૃથકરણ કરે છે, એક યુનિવર્સિટી એક રાજ્ય લઇ લે, અભ્યાસ કરે, ત્યાર પછી કોઇ અન્ય રાજ્યને લે, દરેક વખતે વિદ્યાર્થીઓને તક મળી શકે તો વિચારો કે કેટલું મોટું કામ થઇ શકશે.

સૌથી મોટી વાત, લોક અદાલત અને કોર્ટ વચ્ચે ખૂબ મોટું અંતર શું આવ્યું છે. સામાન્ય વ્યક્તિ પણ વિચારે છે કે ભાઈ કોર્ટના ચક્કરમાં નથી પડવું. અને તેનો મતલબ કોર્ટના ચક્કરનો અર્થ વકીલના ચક્કરમાં નથી પડવું, ખબર નહીં ક્યારે બહાર નિકળી શકાશે. એટલે તે વિચારે છે કે ભાઈ અન્યાય સહન કરી લેવાશે પરંતુ છોડો મારે હવે નથી જવું, એક મોટો વર્ગ છે જેમને ખબર છે કે હું હકદાર છું, મારો ન્યાય થવો જોઇએ પરંતુ તેઓ હિમ્મત નથી કરી શકતા. લોક અદાલતે આ કમીને ભરી આ અંતર દૂર કરી નાખ્યું છે. જેના કારણે તેમને લાગે છે કે હોઇ શકે છે કે એક વખત હું જઇ આવું. લોક અદાલતે આટલા ટૂંકા સમયમાં એક પ્રતિષ્ઠા મેળવી છે કે જ્યાં નાગરિકને પ્રક્રિયામાં વિશ્વાસ છે અને પરિણામ અંગે પણ વિશ્વાસ છે. અને આ એવી જગ્યા છે કે જ્યાં સોએ સો ટકા સંતોષ મળી શકે છે. ન્યાયપાલિકામાં એકને ન્યાય મળે છે તો બીજો નારાજગી સાથે ઘરે જાય છે. અહીં એવું જ થાય છે પરંતુ સંતોષ બન્નેને મળી શકે છે ચાલો યાર બહુ થયું ઘણા દિવસ થઇ ગયા, રજા મળી. આ લોક અદાલતની પ્રતિષ્ઠા છે અને એટલા માટે જ સામાન્ય માનવીને આપણે લોક અદાલત તરફ કેવી રીતે વાળી શકીએ, વધારે લોકો જાય, નાની નાની વાતોને કરે.

ઠાકુરસાહેબથી તો મારો વધારે પરિચય નહોતો, પરંતુ આ એક કાર્યક્રમના હેતુસર મને તેમની સાથે વાતચીત કરવાનો અવસર મળી શક્યો છે. હું હેરાન હતો આ વિષય અંગે તેમનું જોડાણ મેં જોયું એટલે કે લગાવ જોયો, એક એટલે કે એક પ્રકારના મિશન મોડમાં તેઓ વાતો કરી રહ્યાં હતા. આજે પણ હું સાંભળી રહ્યો હતો, એવો જ જુસ્સો હજુ છે. જો આવું નેતૃત્વ કેન્દ્રમાં અને રાજ્યસ્તરે મળી રહે તો હું સમજું છું કે સમસ્યાઓનું સમાધાન આપમેળે શક્ય બનશે. સંસ્થાને તાકત મળે છે. ક્યારેક ક્યારેક કોઇ ફ્રેમ વર્કમાંથી સંસ્થા નિયમ મેળવે છે અને ક્યારેક ક્યારેક એકાદ પાર્કિંગ પોઇન્ટ હોય છે કે જેમાં સંસ્થાનું ગર્ભાધાન થતું હોય છે. આ લોક અદાલત એ પાર્કિંગ પોઇન્ટમાંથી પેદા થઇ છે. કોઇએ ચાર લોકોએ બેસીને કાગળ પર લખીને લોક અદાલતનો વિકાસ તો નથી કર્યો અને ખૂબ સફળ પણ થયું છે.

અનિલજી ગુજરાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા, મને ત્યાંના મુખ્યમંત્રીપદે રહેવાનો અવસર મળ્યો છે. જ્યારે હું ત્યાં હતો, લોક અદાલતમાં જે ન્યાય મળતો હતો તે 35 પૈસામાં મળી શકતો હતો, 35 પેસા, 35 પેસા ફક્ત. એટલે કે કોઇપણ ગરીબથી ગરીબ વ્યક્તિને વિશ્વાસ થઇ જાય છે કે ભાઈ કોઇ ખર્ચ નથી થયો, મારું કામ થઇ ગયું. હવે કેટલો છે તે મને ખબર નથી, જૈન ભાઈ બતાવી શકે તેમ છે કદાચ 35 પૈસા બચ્યા છે કે વધારે થયા છે, એક રૂપિયા સુધી તો અત્યાર સુધી નહીં પહોંચ્યું હોય. પરંતુ આ સિદ્ધિ નાનીસૂની નથી અને તેનું કારણ એ કે હરકોઇએ દરેકે પોતાનું કંઇક સમર્પિત કર્યું છે. સમય આપ્યો, પોતાના બાકીના જે વિશેષાધિકાર હોય છે તે જતા કર્યાં, જેવી શેરી હોય મહોલ્લો હોય ત્યાં જઇને બેસી ગયા. ઘણી લોક અદાલતો તો એવી જગ્યાએ છે કે જ્યાં પંખા પણ નથી, છતાં ચાલે છે લોક અદાલત કેમ. પ્રતિબદ્ધતા છે. આ વસ્તુઓ સામે નથી આવી અને એટલા માટે જ આટલી મોટી સંસ્થાઓ આટલા ઓછા સમયમાં 15 લાખથી વધારે લોક અદાલતનું આયોજન થયું. સાડા આઠ કરોડથી વધારે લોકો લોકોને ન્યાય મળવું અને સાડા આઠ કરોડ તે દિશામાં છે કારણ કે બે પાર્ટી આવી છે. આ ખૂબ મોટી સંખ્યા છે અને એટલા માટે જ આ વ્યવસ્થાની પોતાની એક તાકત છે.

આજે કેટલીક નવી પહેલ કરવામાં આવી રહી છે પરંતુ જો શાસન પણ ન્યાય પ્રત્યે સમર્પિત હોય, ન્યાય માટે સજાગ હોય તો રસ્તા ખુલી શકે તેમ છે. હું મારો એક પોતાનો ઉદાહરણ આપું છું. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો ભૂકંપ પછી તરત મારે મુખ્યમંત્રી બનવું પડ્યું હતું. હવે લાખો લોકો બરબાદ થયા હતા, સરકારે પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ સૌથી પ્રશ્નાર્થવાળી બાબત એ રહી હતી કે સરકારે તો કહી દીધું કે આ તૂટી જાય તો આ મળશે, આ મરી જાય તો તે મળશે, હાથ તૂટે તો આટલું મળે બધું લખ્યું કાગળમાં તો આવી ગયું. પરંતુ લોકોની ફરિયાદ હોય તો શું કરે તેઓ, તે સમયે મેં હાઈકોર્ટથી એક વિનંતી કરી હતી. મેં કહ્યું કે મારે નાજુક વ્યવસ્થા જોઇએ છે જો તમે મારી મદદ કરી શકો તો. તો તેમણે શું કહ્યું, મેં કહ્યું કે અમારા ભૂકંપપીડિત જે લોકો છે તેમના માટે લોકપાલની વ્યવસ્થા હોવી જોઇએ અને સરકારની યોજનાઓ તેમની પાસે રહે તેઓ ઇચ્છે તો સરકાર આવીને તેમને બ્રીફ કરી દે કે અમારું આ પેકેજ છે અને જે કોઇપણ નાગરિક તે માટેનો હદકાર છે અને તેને લાગે કે સરકારે તેમની સાથે ન્યાય નથી કર્યો તો તેવા લોકો માટે તમે એક વ્યવસ્થા કરી આપો. અને મારા તરફથી ખાતરી છે કે જ્યારે પણ ફરિયાદ કરનારા તમારી પાસે આવશે, આ લોકપાલ પાસે જશે અમે સરકાર તરફથી કોઇ રજૂઆત નહીં કરીશું.

તમે એમને સાંભળો અને તમને જે યોગ્ય લાગે તે અમને કહો અમે તેનું પાલન કરીશું. તમને નવાઈ લાગશે કે 30,000 લોકોની સમસ્યાઓ દૂર થઇ ગઇ અને ભૂકંપ પીડિતનો એક પણ કેસ ચાલ્યો નહીં. જો આવી જ વ્યવસ્થા ન્યાય-અન્યાયની ચેનલમાં પણ જતી રહી હોત તો ખબર નહીં આ ભૂકંપપીડિતના પરિવારના લોકો રહ્યા પણ ના હોત અને કેસ પણ ચાલતો રહ્યો હોત. પરંતુ હાઈકોર્ટે પહેલ કરી, અમારી મદદ કરી, ન્યાયમૂર્તિઓએ જવાબદારી લેવા માટે સમય આપ્યો, ભૂકંપ પીડિત વિસ્તારોમાં ગયા અને લોકોને વ્યવસ્થા મળી શકી. ક્યારેક ક્યારેક આઉટ ઓફ બોક્સ બાબતો પણ આપણે વિકસિત કરીએ છીએ તો કેટલું પરિણામ મળી શકે છે. આવા તો અનેક ઉદાહરણ છે અને અનેક ઉદાહરણ મળતા પણ રહેશે.

હું જોઇ રહ્યો હતો કે ઠાકુરસાહેબ જ્યારે કર્ણાટકનું ઉદાહરણ આપી રહ્યા હતા ત્યારે વારંવાર કહેતા હતા કે 3000 કરોડ રૂપિયા પડેલા છે. અસંગઠિત ક્ષેત્રના 3000 કરોડ રૂપિયા પડી રહ્યાં છે. તે ખૂબ પીડાદાયક નજરે પડ્યું મને. હું અહીં આવ્યો છું સાહેબ, નવી નોકરીએ અને મારા ધ્યાને આવ્યું કે ગરીબ મજૂરો માટેના 27 હજાર કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં પડ્યા છે. હું પરેશાન થઇ ગયો, 27 હજાર કરોડ રૂપિયા ગરીબો માટેના. કેમ, કારણ એ છે કે તે એક જગ્યાએ નોકરી કરે છે ત્યાં એનું કંઇક પીએફ વગેરે કપાય છે. 6-8 મહિના પછી ક્યાંક બીજે જતો રહે છે, બે વર્ષ પછી ત્યાંથી પણ ક્યાંક અન્ય સ્થળે જતો રહે છે. તે રકમ એટલી હોય છે કે અહીંથી ગયા પછી પાછા આવીને તે રકમ લેવા માટેનો સમય નથી રહેતો. તેને લાગે છે કે આ 200 રૂપિયા લેવા માટે ક્યાં જઉં. આવું કરતાં કરતાં 27 હજાર કરોડ રૂપિયા, અને આ બાંધકામના કોન્ટ્રાક્ટરોના પોતાના નથી. તેમની પોતાની મહેનતના રૂપિયા હતા. સરકાર સંવેદનહિન હતી. હું કહેવા બદલ માફી ચાહું છું. અમે આવીને એ કહ્યું કે ભાઈ તેમના હકના પૈસા તો એમને મળવા જ જોઇએ. શું ન્યાય દંડા મારે ત્યારે જ આપણે સુધારીશું, શું જજોનો સમય લઇને જ આપણે સ્થિતિઓમાં બદલાવ કરી શકીશું. આપણે એક વ્યવસ્થા અમલમાં મુકી છે અને મારું માનવું છે કે તે લાંબા સમય સુધી દેશની ભલાઈ કરશે. અમે દરેક કામદારો માટે એક યુનિક આઇડેન્ટી કાર્ડ નંબર આપ્યો છે. તે જ્યાં પણ જશે તેનું બેન્ક ખાતું પણ સાથે સાથે જતું રહેશે, ટ્રાન્સફર થતું રહેશે અને એટલા માટે જ ક્યારેક ક્યારેક તેના હકના પૈસા આપવા માટે અને 27 હજાર કરોડ રૂપિયા આપવા માટે હું લાગેલો છું. લોકો મળી નથી રહ્યા ભાઈ. હવે તો પૈસા આવ્યા હતા, ક્યાં હતા, કંઇ નથી. આવી જ રીતે પડેલા હતા. પ્રયાસ કરી રહ્યો છું એમના માટે. પરંતુ આવનારા દિવસોમાં જે પણ તેમના પૈસા આવશે તે જમા થતા રહેશે તેઓ કદાચ નોકરી બદલશે, જ્યાં પણ જશે, શહેર બદલશે, રાજ્ય બદલશે, રકમ તેમની સાથે સાથે ચાલતી રહેશે. જ્યારે પણ જરૂરત પડશે તેઓ જઇને પોતાની રકમ ઉપાડી શકશે.

અને એટલા માટે અમે આ જે લોક અદાલતના જે અનુભવ છે, કાયદાકીય સહાયના છે હું ઇચ્છું છું કે આપણી લૉ યુનિવર્સિટીમાં તેમાંથી કંઇક સૂચનો પણ કાઢી શકાય તેમ છે કે ભાઈ આ બરોબર છે. આ હજાર પ્રકારના લોકો એક જ કામ માટે આવે છે. તમે વ્યવસ્થામાં થોડોક બદલાવ કરોને, નિયમ બદલો. કેટલાયને ન્યાય મળી જશે. તો અમારું ન્યાયતંત્રનો જે બોજો છે તે પણ કંઇક અંશે આ પ્રકારથી ઓછો થઇ જશે અને ક્વોલિટી જસ્ટીસનો અમારો જે નિર્ણય છે તેને અમે આગળ વધારી શકીશું અને એટલા માટે સરકાર અને આ વ્યવસ્થાઓ વચ્ચે સંકલન જોઇએ છે. જ્યારે આ વસ્તુઓ ધ્યાનમાં આવે છે તો ત્યારે તેનો ઉપયોગ થવો જોઇએ.

હમણા હું ઠાકુરસાહેબને પૂછી રહ્યો હતો, ડરતા ડરતા પૂછી રહ્યો હતો. મેં કહ્યું સાહેબ, આ જે નવા નવા જજ બને છે તેમની જે નિમણૂંક હોય છે ક્યારેક આપણે વિચારી શકીએ કે તેમને પૂછી શકાય કે તમે ફ્રી લીગલ એઇડમાં કેટલો સમય, કેટલું કામ કર્યું છે, કેટલા ગરીબોનું ભલું કર્યું છે. એક વખત જો આ માપદંડ બની ગયો. ભલે પછી 10 ગુણ મળ્યા હશે ઇન્ટરવ્યૂમાં. પરંતુ નીચે દરેકને લાગશે કે ભાઈ ન્યાયતંત્રમાં જવું છે તો મારી જવાબદારી, સામાજીક સંવેદના એ પ્રાથમિકતા છે મારી. સમય રહેતા.. અત્યારથી રીક્રૂટમેન્ટ થશે તો 5-10 વર્ષમાં આપણું પ્રાઈમ સેક્ટર જ્યૂડિશરીનું બની જશે જેમાં ગરીબથી ગરીબને ન્યાય એ વિષય મુખ્ય કેન્દ્રીય બાબત બની રહેશે. બદલાવ લાવી શકાય તેમ છે. અને એટલા માટે મને તો અહીં બેઠા બેઠા વિચાર આવ્યો અને હું બોલી રહ્યો છું પરંતુ મને તેની નીટ-ગ્રિટીની જાણકારી નથી. પરંતુ મને લાગે છે કે આપણે આવું કરી શકીએ તેમ છીએ.

એ પ્રકારથી કોઇપણ સંસ્થા એક જ માળખામાં કે પદ્ધતિમાં રહી શકતી નથી. સમય અનુસાર તેમાં ફેરફાર અનિવાર્ય હોય છે. વિચારવાની પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર હોય છે. જૂની ચીજો ઉત્તમ હોય છે એટલા માટે આપણે તેમને અડીશું નહીં તેનાથી વાત તો બનતી નથી. લોક અદાલત આટલો સફળ પ્રયોગ, ન્યાયિક સહાય આટલો સફળ પ્રયોગ પરંતુ જો આપણે એ કહીએ બસ થઇ ગયું તો પછી સ્થગિતતા આવી જશે.

હું ઠાકુરસાહેબનું અભિનંદન કરું છું, સિકરી સાહેબ જેવા જે જે લોકોએ તમારી મદદ કરી છે તે સહુનો હું અભિનંદન કરું છું કે તમે રાંચી જાઓ, આદિવાસીઓ સાથે બેસો. તમે ચિંતા કરો કે સમાજમાં કોણ લોકો છે જેમને જરાક આપણે પણ પ્રાથમિકતામાં લઇએ. હું સમજું છું કે આ કોઇ નાનકડું કામ નથી જે આપે કર્યું છે. આપે સંસ્થાને પ્રાણવાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક નવી નવી તાકત આપવાનો પ્રયાસ કર્યો છે. દરેક વ્યવસ્થામાં નિરંતર એનું ક્ષેત્ર વધવું જોઇએ, તેના રૂપરંગ બદલાવા જોઇએ, તેની તાકત વધતી રહેવી જોઇએ અને આ કામ આજે તમે એક નિશ્ચિત રોડ-મેપ સાથે, નવા આદિવાસીઓ સાથે શું કરીશું, જેલની અંદર જે લોકો છે તેમના માટે શું કરીશું, પહાડ પર રહેનારા લોકો છે જેમને અભિપ્રાય જોઇએ છે તેમના માટે શું કરીશું. ધીમે ધીમે આ વિકસિત થશે. અને એ વાત સાચી છે, ન્યાયની વાત છોડો સાહેબ.

આપણો દેશ આવો છે. મને ખબર છે કે એક બેન્ક એકાઉન્ટ ખોલાવવું એ કોઇ કઠિન કાર્ય તો નથી. બેન્કની જવાબદારી છે બેન્ક ખાતાં ખોલવાની. નાગરિક માટે સુવિધા છે બેન્ક એકાઉન્ટ ખોલાવવું. બેન્કોના રાષ્ટ્રીયકરણને લગભગ 40 વર્ષ જેટલો સમય થઇ ગયો છે. પરંતુ આ દેશના 40 ટકા નાગરિક તેમનો બેન્ક એકાઉન્ટ હતું જ નહીં.

એટલે ફાયનાન્સિયલ મેઇનસ્ટ્રીમની વ્યવસ્થાથી 40 ટકા લોકો આ દેશથી બહાર હતા. આવો અન્યાય, શહેર આવ્યા તેમને ખબર જ નથી કે મને ક્યાંક ન્યાય મળી શકે તેમ છે, આવી રીતે મળી શકે તેમ છે. મારી પાસે તો પૈસા પણ નહીં હોય તો પણ હું ન્યાય મેળવવાનો અધિકારી છું તે અંગેની તેમને જાણકારી જ નથી. આ દેશમાં 40 ટકા લોકોને જાણકારી નથી કે તેઓ ફાટેલા કપડાં સાથે પણ બેન્કના દરવાજા સુધી જઇ શકે તેમ છે. તેનાથી વધુ દુર્ભાગ્ય શું હોઇ શકે છે.

અમે એક અભિયાન ચલાવ્યું પ્રધાનમંત્રી જનધન યોજનાનું અને આજે હું ગર્વથી કહી શકું તેમ છું કે આ દેશના લગભગ ક્યાંક નીકળી આવે તો ખબર નથી કારણ કે મીડિયાને પણ કામ મળી રહેશે કે મોદી કહેતા હતા આ બે પરિવાર બાકી રહી ગયા છે. પરંતુ હું કહું છું કે અંદાજે લગભગ લોકોના બેન્કમાં ખાતાં થઇ ગયા છે અને ક્યારેક ક્યારેક ગરીબ લોકો માટેની આપણી વિચારસરણી પણ બદલવી પડશે. જ્યારે હું પ્રધાનમંત્રી જનધન યોજનાનું કામ કરી રહ્યો હતો અને બેન્કોએ પણ ખૂબ મહેનત કરી છે. તેઓ તાકતથી લાગી ગયા છે.

તેઓ જાતે જતા હતા ઝૂંપડપટ્ટીઓમાં. એમનાથી પૂછતા હતા કે તારું બેન્ક એકાઉન્ટ છે, ચાલ હું ખોલી દઉં છું કારણ કે એક લક્ષ્યાંક સાથે કામ શરૂ કર્યું હતું. પરંતુ તેમાં એક સુવિધા આપી હતી કે ઝીરો બેલેન્સથી બેન્ક એકાઉન્ટ ખોલાશે કારણ કે એક વખત શરૂ તો કરે તેઓ મુખ્ય પ્રવાહમાં તો આવે. મેં અમીરોની ગરીબી જોઇ છે અને મેં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ગરીબોની અમીરી પણ જોઇ છે.

અમીરોની ગરીબી અંગે તો આપણને અવારનવાર જાણકારી મળતી જ રહે છે. પરંતુ ગરીબોની અમીરીની જાણકારી ખૂબ ઓછી મળે છે. સરકારે કહ્યું હતું કે ઝીરો બેલેન્સથી બેન્ક એકાઉન્ટ ખોલાવી શકાશે, પરંતુ પ્રધાનમંત્રી જનધન યોજનામાં આ ગરીબોએ 24 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, 24 હજાર કરોડ રૂપિયા. તમે જુઓ કેટલો મોટો બદલાવ આવ્યો છે અને આ બધુ એક ચોક્કસ સમયઅવધિમાં થયું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ન્યાયની વાત તો છોડો, એક એકાઉન્ટ સુધી ખોલાવવા માટેની બિચારાની હિમ્મત નથી. હર એક માટે કંઇક કરવાનું રહેશે અને જ્યારે તમે આ પ્રકારની પહેલ કરો છો ત્યારે હું માનું છું કે ખૂબ ખૂબ લાભ થાય છે.

ટ્રાન્સજેન્ડર, તમે કલ્પના પણ કરી શકો છો કે તેમના પ્રત્યે કેટલી ઉદાસિનતા છે. પરમાત્માએ તેમને જીવનમાં જે આપ્યું છે તે આપ્યું. આપણે કોણ છીએ તેમની સાથે અન્યાય કરનારા. આપણે વ્યવસ્થા વિકસિત કરવાની રહેશે. ન્યાયિક વ્યવસ્થાઓમાં ફેરફાર લાવવો પડશે. નિયમો બદલવા પડશે. સરકારને પોતાની નજરમાં ફેરફાર લાવવો પડશે. સમાજમાં આવા કેટલા લોકો હશે કે જેમના માટે આપણે સહુને સાથે મળીને કામ કરવાનું છે.

આજે હું ઠાકુરસાહેબને, તેમની ટીમને અને ખાસ કરીને જેમણે આજે એવોર્ડ હાંસલ કર્યો છે તેમને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું, અભિનંદન કરું છું કારણ કે તમે જ્યારે કામ કર્યું હશે ત્યારે કદાચ તમને પણ જાણ નહીં હોય કે ક્યારેક તમને કોઇ મંચ પર જવાનો કે કોઇ સિનિયર જજ સાથે હાથ મિલાવવાનો અવસર મળશે, તમારા મગજમાં તો એ ગરીબ રહેલો હશે અને આજે એ ગરીબના દુઃખે તમને બેચેન બનાવ્યા હશે અને એટલા માટે જ તમે કોર્ટ જવાનું પણ છોડી દીધું હશે, એ ગરીબના ઘરે જવાનું પસંદ કર્યું હશે. ત્યારે જઇને આ એવોર્ડ તમને મળ્યો હશે અને એટલા માટે જ હું આ કામને હૃદયપૂર્વક અભિનંદન કરું છું, તમારા સહુ પ્રત્યે આભાર વ્યક્ત કરું છું.

જ્યુડિશરીમાં પણ મેં જોયું છે, મારો ગુજરાતનો અનુભવ રહ્યો છે. જેમની પાસે એક જવાબદારી રહેલી હોય છે. મારો અનુભવ રહ્યો છે તેમની એક એવી પ્રતિબદ્ધતા હોય છે. એ કામને તેઓ પોતાના પરિવારની મેટર તરીકે માનીને કામ કરે છે. લોક અદાલત યોજાઈ નહીં કે લીગલ એઇડનું કામ થયું નહીં. મેં જોયું છે કે જ્યુડિશરીનું આ જે જ્યુડિશરીનું ઇન્વોલ્વમેન્ટ છે એ જ તેની સૌથી મોટી તાકત બની રહે છે. ખૂબ મોટી તાકત બને છે અને એટલા માટે જ આખા દેશમાં આ કાર્યને અત્યાર સુધી જેમણે પણ સંભાળ્યું છે, જેઓ હાલ સંભાળી રહ્યાં છે કે ભવિષ્યમાં સંભાળવના છે એ સહુને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના આપું છું. ખૂબ ખૂબ આભાર.

J.Khunt/GP