Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લુધિયાણા ખાતે યોજાયેલા નેશનલ એમએસએમઇ એવોર્ડ્સ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

લુધિયાણા ખાતે યોજાયેલા નેશનલ એમએસએમઇ એવોર્ડ્સ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


દેશના ખૂણે – ખૂણેથી આવેલા સુક્ષ્મ ઉદ્યોગના, લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા ભાઇઓ તથા બહેનો ,

સામાન્ય રીતે એમ કહેવામાં આવતું હતું કે દિલ્હી દૂરસ્થ, દિલ્હી ખૂબ જ દૂર છે અને થતું પણ એવું જ હતું. આટલો મોટો વિશાળ દેશ, પરંતુ દરેક નાના – મોટા કામ દિલ્હીમાં થતા હતા. અમે એ પરંપરાને બદલી નાખી છે અને અમારો એ પ્રયત્ન છે કે દિલ્હી બાદ પણ, દિલ્હી બહાર પણ ખૂબ જ મોટું હિન્દુસ્તાન છે , તેને આપણે સ્વીકારવું જોઇએ. એટલા માટે હવે દિલ્હી દૂરસ્થ નથી, દિલ્હી સમીપસ્થ, દિલ્હી પાસે જ છે. એવો અહેસાસ છે. તાજેતરમાં ભારત સરકારે જેટલી પણ નવી – નવી યોજનાઓ લાગૂ કરી છે, તમામ યોજનાઓ હિન્દુસ્તાનના અલગ – અલગ કેન્દ્રમાં કરવામાં આવી છે. ક્યારેક કોલકાતા, તો ક્યારેક રાંચીમાં, તો ક્યારેક રાયપુરમાં, તો ક્યારેક ભુવનેશ્વરમાં, તો ક્યારેક ચેન્નાઇમાં, ક્યારેક સોનીપત – હરિયાણા. દરેક રાજ્યનું પોતાનું મહત્વ હોય છે, પોતાની એક શક્તિ હોય છે અને આજે મારા માટે આનંદની વાત છે કે એક લુધિયાણામાં લઘુ ઉદ્યોગ ક્ષેત્રનું એક લઘુ ભારત આજે મારી સામે છે. હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો અહીં ઉપસ્થિત છે અને મારું સૌભાગ્ય છે કે આ ક્ષેત્રમાં યોગદાન આપનારા તમામ ઉદ્યોગકારોને સન્માનિત કરવાની મને તક મળી છે. જોકે આજે જેમનું સન્માન થવાનું છે, તે સંખ્યા લગભગ લગભગ 250ની છે કારણ કે ઘણા વર્ષોથી આ જૂની સરકારોએ ઘણું કામ મારા માટે બાકી રાખ્યું છે. મારા માટે ખૂબ જ આનંદની વાત હોત તે સવા બસ્સો – અઢી સો વિજેતાઓને હું સ્વયં મળ્યો હોત તો, તેમને સન્માનિત કરત, તેમને મળવા માત્રથી તેમની થોડી ઊર્જાનો લાભ મને પણ મળ્યો હોત, જે દેશના કામે આવ્યો હોત. પરંતુ સમયની સીમાઓ રહે છે અને આ 250 લોકોને આપવાની પરંપરા ચાલતી રહી હોત તો અહીં અડધા લોકો જ બચ્યા હોત. આયોજકોએ જણાવ્યું કે બનશે તો દરેક રાજ્યમાંથી એક – એકને પ્રતિનિધિના રૂપમાં તમારા દ્વારા જ કરવામાં આવશે, બાદમાં મંત્રીપરિષદ દ્વારા દરેક કોઇને સન્માનિત કરવામાં આવશે. પરંતુ મારા તરફથી તમને સહુને તમારી સફળ યાત્રા માટે, તમારી ભાવિ મંઝીલના સપનાઓને પ્રાપ્ત કરવા માટે અનેક – અનેક શુભકામનાઓ છે, ફક્ત શુભકામનાઓ જ નહીં, ભારતના આર્થિક જીવનમાં ફેરફાર લાવવા માટે વિકેન્દ્રીકૃત અર્થવ્યવસ્થાને બળ આપવું, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગને તાકાત આપવી, વૈશ્વિક માર્કેટને લક્ષ્યમાં રાખીને આગળ વધવું , આ સુરેખ વિચારની સાથે ભારત સરકાર સમગ્ર રીતે તમારી સાથે ઊભી છે, ખભાથી ખભો મિલાવીને તમારી સાથે ચાલવા માટે તૈયાર છે.

મને વિશ્વાસ છે કે જે પ્રકારે આજે વિશ્વની ઝડપી ગતિથી આગળ વધનારી જે અર્થવ્યવસ્થાઓ છે, આજે મોટા અર્થતંત્ર જેમને કહેવાય છે તેમાં હિન્દુસ્તાન સૌથી ઝડપી ગતિથી આગળ વધનારું અર્થતંત્ર છે, બે વર્ષના દુષ્કાળ બાદ પણ. આપણો ખેડૂત પરેશાન હતો, કૃષિ ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હતો, તેમ છતાં પણ ઉત્પાદન ક્ષેત્રને ખાસ કરીને સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોએ એક કમાલ કરીને દર્શાવી છે અને ભારતના વિકાસ દરને ફક્ત નીચે આવવાથી જ ન રોક્યો પરંતુ તેને આગળ વધારવામાં પણ મોટું યોગદાન આપ્યું હતું તેનું પરિણામ એ છે કે વર્લ્ડ બેન્ક હોય, આઇએમએફ હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, એક સ્વરથી આખી દુનિયા કહી રહી છે કે હિન્દુસ્તાનની આર્થિક ગતિવિધી, જ્યારે સમગ્ર વિશ્વ 2008ની સ્થિતિમાં આવી ગયું છે, ધીમું છે, એકલું હિન્દુસ્તાન છે જે દુનિયાના અર્થતંત્રને બળ આપે છે અને તેની પાછળ ઉત્પાદન ક્ષેત્ર, સેવા ક્ષેત્રનો પણ ખૂબ જ મોટો ફાળો છે.

આજે અહીં વધુ ત્રણ પ્રકારની મને તક મળી છે. સૌથી પહેલા, પંજાબના ગામની માતાઓ – બહેનો, ટોકન સ્વરૂપ 500 માતાઓ – બહેનોને ચરખો આપવાની મને તક મળી છે અને વર્તમાન સમયમાં જે ખાદી પર અમે ભાર મૂકી રહ્યા છીએ, સૂતરના કામ પરની કિંમત વધારી રહ્યા છીએ, એ બધાનું પરિણામ એ છે કે જે પરિવારમાં એક ચરખો છે, લગભગ લગભગ તે માતાઓ અને બહેનો , આ તમામ માતાઓ – બહેનો સાથે વાત કરી રહ્યો હતો. સરેરાશ 150 રૂપિયાથી વધારે દરરોજની તેની કમાણી થઇ રહી છે. એક પ્રકારથી ગૃહ ઉદ્યોગના માધ્યમથી , ખાદીના માધ્યમથી એક સ્વાવલંબી જીવન જીવવા માટે, સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે અને મહાત્મા ગાંધીનું જે સ્વપ્ન હતું, અર્થવ્યવસ્થાના આ પાયાને પણ મજબૂત કરવાનું, તેમાં પણ યોગદાન આપવાની દિશામાં આજે એક મહત્વપૂર્ણ કામ ખાદી દ્વારા કરવામાં આવ્યું છે. હું બાદમાં તેમના સ્ટોલ પર ગયો હતો. તમને પણ મારો આગ્રહ છે કે જરા જુઓ. પહેલા જે આપણે વિચારતા હતા, તે જમાનો બદલાઇ ચૂક્યો છે આજે ખાદીની ગુણવત્તા જુઓ, ખાદીનું પેકેજીંગ જુઓ, ખાદીએ કોર્પોરેટની દુનિયામાં સ્પર્ધા કરે, તે રૂપમાં પોતાનાને પ્રસ્તુત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. બીજી એક વાત સાચી છે કે જ્યારે આઝાદીનું આંદોલન ચાલી રહ્યું હતું તો ખાદીનું પોતાનું એક મહત્વ હતું. તે સમયનો મંત્ર હતો, ‘રાષ્ટ્ર માટે ખાદી’ . હવે દેશ આઝાદ છે. આપણે આર્થિક ક્રાંતિ તરફ જવાનું છે અને એટલા માટે આજનો મંત્ર છે. ‘ફેશન માટે ખાદી’ . આઝાદી પહેલા જે ‘રાષ્ટ્ર માટે ખાદી’ , આઝાદી બાદ ‘ફેશન માટે ખાદી’ . જો તેને આપણે પ્રોત્સાહન આપીએ તો તે પણ ગામ, ગરીબ , સામાન્ય વ્યક્તિના આર્થિક જીવનમાં, ફેરફાર લાવવાની તાકાત રાખે છે અને હું લોકોને હંમેશાં આગ્રહ કરું છું કે જરૂરી નથી કે તમે ખાદીધારી બનો. નીચેથી ઉપર સુધી દરેક ચીજ ખાદીની હોય, એવો મારો આગ્રહ નથી. પરંતુ તમારા ઘરમાં પચાસ પ્રકારના કપડા હોય છે, તો અમુક ખાદીના પણ હોવા જોઇએ. જો હિન્દુસ્તાનના દરેક પરિવારમાં કંઇને કંઇ ખાદીનું હશે અને દિવાળીના સમયે જો આપણે કંઇને કંઇ ખાદી ખરીદીએ છીએ તો ગરીબના ઘરમાં દિવાળીનો દિવો પ્રગટી શકે છે. તેનાથી મોટો જીવનમાં સંતોષ બીજો શું હોઇ શકે ?

આજે મને એ તમામ પરિવારોની માતાઓ તથા બહેનોના આશીર્વાદ મેળવવાની તક મળી છે. આજે વધુ એક મહત્વપૂર્ણ કામ આ પંજાબની ઘરતી પરથી થઇ રહ્યું છે. અને જ્યારે હું પંજાબની ધરતી કહી રહ્યો છું તો એનું પોતાનું એક મહત્વ પણ છે. આ સમયે આપણે જ્યારે ગુરુ ગોવિન્દ સિંહજીની 350મી જયંતી મનાવી રહ્યા છીએ અને જ્યારે હું આજે પંજાબની ધરતી પર આવ્યો છું ત્યારે, ગુરુ ગોવિંદ સિંહજીનું પુણ્ય સ્મરણ કરતા તેમણે એક વાત કહી હતી , તેનો ઉલ્લેખ કરવા માગું છું. ગુરુ ગોવિન્દ સિંહજીએ જણાવ્યું હતું કે ‘માનસ કી જાત સબઇ , એક પહેચાન વો’

. મનુષ્યની એક જ જાત છે, તેમાં ન ઊંચ હોય છે, ન નીચ હોય છે. ન સ્પૃશ્ય હોય છે, ન અસ્પૃશ્ય હોય છે. ગુરુ ગોવિન્દ સિંહજીએ તે સમયે જાત – પાત, છૂત – અછૂત. તેની સામે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ આપણે જાણીએ છીએ કે સમાજમાં આપણી વિકૃતિઓ આજે પણ આપણા દલિત ભાઇઓની સાથે ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સાંભળવા મળે છે, માથું શરમથી ઝૂકી જાય છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ હવે આપણે વધારે ઇંતેજાર નથી કરી શકતા. આપણે આપણી દિશાની ધાર વધુ તેજ કરવી પડશે, આપણા કાર્યના વ્યાપ્તને બદલવો પડશે, વિસ્તૃત કરવો પડશે. આદિવાસી હોય, દલિત હોય, જેટલી મહત્વકાંક્ષાઓ હિન્દુસ્તાનના અન્ય યુવાનોમાં છે, તેનાથી પણ વધારે મહત્વકાંક્ષાઓ આજે મારા દલિત ભાઇઓ તથા બહેનો અને મારા આદિવાસી ભાઇઓ તથા બહેનોની અંદર છે. જો તેમને તક મળે તો ભારતનું ભાગ્ય બદલવામાં, તે પણ આપણી પાછળ રહેનારાઓમાંથી નથી. તે વધારે યોગદાન આપી શકે છે.

આપણા સમાજમાં, આપણા મિલિન્દજી દલિત સમાજમાંથી છે, પોતે ઉદ્યોગકાર છે. તેમણે સમગ્ર દેશમાં એક સંગઠન ઊભું કર્યું છે. દલિત સમાજના આંત્રપ્રિન્યોરનું દલિત ચેમ્બર ઓફ કોમર્સ તેમણે શરૂ કર્યું છે. મને એક વખત તેના સમારંભમાં જવાની તક મળી હતી. હિન્દુસ્તાનના સૌથી ટોચના આંત્રપ્રિન્યોર જે 500 કરોડથી વધારેનો કારોબાર ચલાવે છે, 1000થી વધારે મોટી સંખ્યામાં, તેમના કાર્યક્રમમાં મને જવાની તક મળી હતી. ત્યાં મને અમુક માતાઓ – બહેન મળી, જે દલિત પરિવારમાંથી હતી, આંત્રપ્રિન્યોર હતી. તેમણે કહ્યું અમારી મહિલાઓના સંગઠનમાં પણ 300થી વધારે દલિત આંત્રપ્રિન્યોર મહિલાઓનું પણ એક સંગઠન ઊભું છે અને તે 100 કરોડથી પણ વધારેનો કારોબાર ચલાવે છે. જ્યારે હું તેમને મળ્યો, ત્યાંરે મારા મનમાં આવ્યું કે તેમને આપણે વધુ એક તાકાત આપવી જોઇએ આ જે અનૂસૂચિત જાતિ, અનૂસૂચિત જનજાતિ, તેમાં જે આંત્રપ્રિન્યોર છે. તેમને પ્રોત્સાહન આપવું જોઇએ. એટલા માટે આજે અહીંથી જે અમે છેલ્લા બજેટમાં જાહેરાત કરી હતી તે અનૂસૂચિત જાતિ, અનૂસૂચિત જનજાતિના આંત્રપ્રિન્યોર માટે એક હબનું નિર્માણ, આજે લુધિયાણાની ધરતી પર, સમગ્ર દેશ માટે આ યોજનાનો હું શુભારંભ કરું છું. તેનાથી જે દલિત મારા ભાઇઓ – બહેનો છે. જે આદિવાસી મારા ભાઇઓ – બહેનો છે, જે નોકરી મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા માગતા નથી. તે એવી જિંદગી બનાવવા માગે છે, જે પોતે પણ કોઇને નોકરી આપવાની તાકાત પેદા કરે. આ જેમનો મિજાજ છે, સપનું છે, તેમના માટે હું કંઇક કામ કરવા માગું છું .

બેન્કોને કહ્યું છે, ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા ’, આ કાર્યક્રમ અંતર્ગત હિન્દુસ્તાનમાં સવા લાખ બેન્કોની બ્રાન્ચ છે. રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી . હું બીજી કોઇ બેન્કોની વાત નથી કરતો, કો – ઓપરેટીવ વગેરે અલગ છે. દરેક બેન્કની બ્રાન્ચ એક મહિલાને, એક અનૂસૂચિત જાતીને, એક અનૂસૂચિત જનજાતિને એક કરોડ રૂપિયા સુધીની બેન્કમાંથી રકમ મળે અને તેમને આંત્રપ્રિન્યોર બનાવવા માટે મદદ કરે. જોત જોતામાં સવા લાખ બ્રાન્ચ પોણા ચાર લાખ એવા નવા ઉદ્યોગકારોને જન્મ આપી શકે છે. કેટલું મોટું ક્રાંતિકારી પગલું લઇ શકાય છે. આપણા દલિત ભાઇઓ અને બહેનો જે ઉત્પાદન કરશે, ભારત સરકાર જે ચીજોને ખરીદે છે, અમે રાજ્ય સરકારોને પણ અનુરોધ કર્યો છે કે જે આપણા દલિત તથા આદિવાસી આંત્રપ્રિન્યોર છે, તે જો ઉત્પાદન કરશે, ચાર ટકા તેમને અહીંથી લેવામાં આવે જેથી તેમને સ્વાભાવિક એક બજાર મળે અને તેમને પ્રોત્સાહન પ્રાપ્ત થાય, સમાજના એ વર્ગોને આર્થિક ગતિવિધિના કેન્દ્રમાં લાવવાના છે જેથી દેશને એક નવી આર્થિક ઊંચાઇ પર લઇ જવા માટે નવી નવી શક્તિઓનો સ્ત્રોત આપણને મળતો રહે, તે દિશામાં કામ કરવાનો એક પ્રયાસ તેની સાથે ચાલી રહ્યો છે.

આજે અહીં વધુ એક પ્રકલ્પનો પણ પ્રારંભ થયો છે. ZED. ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’. તમે સહુ એ વાતને યોગ્ય રીતે જાણો છો કે હવે સામાન્ય વ્યક્તિ ખરીદદાર પણ ગુણવત્તા સાથે બાંધછોડ કરવા માટે તૈયાર નથી. પહેલા આપણે ભારતના જ માર્કેટને જોતા હતા અને વિચારતા હતા કે આ ચીજો છે તે શહેરના વિસ્તારમાં જરા ભણેલા – ગણેલા લોકો વચ્ચે વેચાઇ જશે. આ થોડી જરા યોગ્ય રીતે બની નથી, એવું કરીશું તેને ટીયર 2, ટીયર 3 શહેરોમાં વહેંચીશું અને આ જે જરા મામૂલી દેખાય છે તેના આપણે ગામમાં જઇશું તો વેચાઇ જશે. મોટાભાગે આપણા લોકોની વિચારસરણી ભારતના જ માર્કેટને ધ્યાનમાં રાખીને તથા આખરે આ આટલો મોટો દેશ છે તો કોઇ વસ્તુ પડી તો રહેવાની નથી, કોઇ કપડા બનાવશે, ઉચ્ચ ગુણવત્તાના હશે તો મોટા શહેરમાં જશે અને થોડી હલકી ગુણવત્તાનું બની ગયું તો ચલો ભાઇ ગામ કે બજારમાં રાખીશું, વેચાઇ જશે. હવે એ સમય નથી. વિચાર બદલાઇ રહ્યા છે. પરંતુ તેનાથી મોટી વાત એ છે કે શું હિન્દુસ્તાનનો લઘુ ઉદ્યોગકાર, શું હિન્દુસ્તાનનો સૂક્ષ્મ ઉદ્યોગકાર આ ફક્ત ભારતના જ માર્કેટને ધ્યાનમાં રાખીને જ પોતાનો કારોબાર ચલાવશે કે શું. જો દેશની ઉત્તમ સેવા કરવી છે તો આપણા સહુનું લક્ષ્ય હોવું જોઇએ કે આપણે ગુણવત્તા યોગ્ય કરવામાં વૈશ્વિક માપદંડો અપનાવીશું અને દુનિયાના માર્કેટમાં આપણે આપણો પગ જમાવવાનો, ભારતની ઓળખ બનાવવાનો પ્રયાસ કરીશું.

બીજા વિશ્વ યુદ્ધ બાદ જાપાન બરબાદ થઇ ગયું હતું. કોઇ કલ્પના ન કરી શકતું હતું કે જાપાન ઊભું થશે. પરંતુ તેના નાના – નાના લઘુ ઉદ્યોગેએ ગુણવત્તામાં બાંધછોડ કર્યા વિના જ ઉત્પાદન ક્ષેત્રમાં પગલા લીધા. આપણને ખબર છે, આપણે બજારમાં, આજથી કંઈક 15 – 20 વર્ષ પહેલા કોઇ ચીજ ખરીદવા માટે જતા હતા, અને તેની પર લખ્યું હોય મેડ ઇન જાપાન, તો આપણે પૂછતા નહોતા કે કઇ કંપનીએ બનાવ્યું છે. કિંમત પૂછતા હતા, લઇને નીકળી જતા હતા કારણ કે આપણને ભરોસો હતો કે એક ગુણવત્તામાં કોઇ ગરબડ હશે નહીં. શું હિન્દુસ્તાનની ઓળખ ન બની શકે દુનિયાના કોઇ પણ બજારમાં, જેવો તે વાંચે મેક ઇન ઇન્ડિયા. તે આંખ બંધ કરીને વિચારશે કે આ યોગ્ય હશે, સારું હશે, યોગ્ય ભાવથી બન્યું હશે અને તે લેવા માટે તૈયાર થઇ જશે. આ સપનું લઇને આપણે ચાલવાનું છે અને તે સપનાને પૂરું કરવાનું છે તો ઝીરો ડિફેક્ટની તેની પહેલી શરત હશે. અને ક્યારેક નાની કમી, એટલું મોટું નુકસાન કરી શકે છે. જો એક નાવિક નાવ લઇને જાય છે દરિયામાં, સમુદ્રમાં તો પોતાની નાવને બરાબર જુએ છે. નાનું પણ કાણું ક્યાંક છે તો નહીં ને. તે પાક્કું જુએ છે. કોઇ એ કહેશે કે આટલી મોટી નાવ છે, ખૂણામાં એક નાનું કાણું છે તમે ચિંતા ન કરો, નીકળી પડો. તે જતો નથી. તેને ખબર છે કે એક નાનું કાણું પણ તેને ક્યારેય પરત આવવામાં મદદ નહીં કરે, જિંદગી ત્યાં પૂરી થઇ જશે. ઉત્પાદન કરનારાઓના દિમાગમાં આ ઉદાહરણ રહેવું જોઇએ કે ઝીરો ડિફેક્ટ હશે ત્યારે જઇને હું દુનિયાની અંદર પોતાની તાકાત પહોંચાડી શકીશ અને એટલા માટે માપદંડ, ગુણવત્તા નિયંત્રણ અને તેનાથી જ બ્રાન્ડિંગ પેદા થાય છે.

વૈશ્વિક બજાર આપણો ઇંતેજાર કરી રહ્યું છે. અમુક લોકોને લાગે છે કે ભાઇ આપણે તો નાની વ્યક્તિ છીએ, નાની મશીન છે, ત્રણ કારીગર છે, – પાંચ કામદાર છે, દસ કામદાર છે , આપણે શું દુનિયા જોઇશું. એવું ન વિચારો. આજે દુનિયામાં સ્પેસના ક્ષેત્રમાં, સેટેલાઇટની દુનિયામાં, દુનિયા ભારતને માન આપે છે. આપણે માર્શ મિશન કર્યું. આપણે મંગળયાનમાં સફળ થયા અને દુનિયામાં ભારત એવો પહેલો દેશ છે જેણે પહેલા જ પ્રયત્નમાં મંગળયાનમાં સફળતા મેળવી. આપણા યુવાનોની બુદ્ધિ, તાકાત જુઓ. કેટલા ખર્ચમાં થયું. લુધિયાણામાં જો તમારે ઓટો રિક્ષામાં એક સ્થાનથી બીજા સ્થાને જવું હશે તો કદાચ એક કિ.મીના 8 – 10 રૂપિયા લાગી જતા હશે. આપણે મંગળયાન તૈયાર કર્યું. એક કિ.મીનો ખર્ચ ફક્ત 7 રૂપિયા થયો. એટલું જ નહીં, અમેરિકામાં હોલિવૂડની જે ફિલ્મ બને છે, હોલિવૂડની ફિલ્મનો જે ખર્ચ થાય છે તેનાથી પણ ઓછા ખર્ચમાં ભારતના વૈજ્ઞાનિકોએ , સાયન્ટિસ્ટોએ , ટેક્નિશીયનોએ માર્શ મિશનનો ખર્ચ, ઓછા ખર્ચમાં પૂરો કર્યો.

એટલી મોટી સફળતા, તેનો જો ઇતિહાસ જોઇએ તો ધ્યાનમાં આવશે કે આજે દુનિયામાં , સ્પેસમાં આપણું નામ છે, ક્યારેક આ સ્પેસની દુનિયાનો કારોબાર ક્યાં થતો હતો, બેંગલોરની અને હિન્દુસ્તાનની અલગ – અલગ જગ્યાઓ પર લોકોના જે મોટર ગેરેજની જગ્યા જે ખાલી પડી રહેતી હતી, તેમાં બે – ચાર લોકો મળીને તે કામ કરતા હતા અને ક્યારેક પોતાના પ્રારંભિક દિવસોમાં એક ફોટો જોયો હશે તો બે લોકો સાઇકલ પર આ સેટેલાઇટનો એક ભાગ સાઇકલ પર મૂકીને, બાંધીને લઇ જઇ રહ્યા છે જેથી તે આકાશમાં જઇ શકે. કોઇ કલ્પના કરી શકે છે તે દિવસે જેણે જોયું હશે કે સાઇકલ પર સેટેલાઇટનો ભાગ લઇ જનારો આ દેશ આજે દુનિયાની અંદર પોતાનું સ્થાન કાયમ કરી ચૂક્યો છે. લઘુ ઉદ્યોગકારો માટે, આ તેમના મનમાં સપનું રહેવું જોઇએ કે ભલે આજે આપણી વસ્તુ નાની લાગતી હોય, મામૂલી લાગતી હોય, પરંતુ તેની અંદર એક ખૂબ જ મોટી ઊંચાઇ પર પહોંચવાની શક્તિ પડી છે. આ તેનો અહેસાસ કરીને જો આપણે કામ કરીએ છીએ તો આપણે તે ઊંચાઇઓને પાર કરી શકીએ છીએ અને તે સપનાઓને લઇને ચાલવું જોઇએ.

જમાનો બદલાઇ ચૂક્યો છે. જેટલું મહત્વ વસ્તુનું છે, ક્યારેક – ક્યારેક લાગે છે કે તેને વધારે મહત્વ પેકેજીંગમાં અપાઇ ગયું છે. ક્યારેક – ક્યારેક આપણો માલ ખૂબ જ સારો હોય છે પરંતુ પેકેજીંગમાં કંજૂસાઈના કારણે આપણે મરી જઇએ છીએ. જ્યારે પંડિત નહેરુજીની સરકાર હતી તો આયુર્વેદને પુન : જીવિત કરવા માટે એક કમીશન બેઠું હતું અને તે કમીશનનું કામ હતું કે આયુર્વેદ આપણી પરંપરાગત દવા છે, તે ખતમ થઇ રહી છે. તેને ફરીથી પુન : જીવિત કેવી રીતે કરી શકાય. તેને લોકપ્રિય કેવી રીતે કરી શકાય. તો એક હાથી કમિશન બેઠું હતું. જયસુખ લાલ હાથી કરીને હતા. તેમણે એનો રીપોર્ટ સોંપ્યો હતો. તે રીપોર્ટ ખૂબ જ વાંચવા જેવો છે. તે રીપોર્ટના પહેલા પેજ પર એક મહત્વપૂર્ણ વાત લખી હતી. તેમણે લખ્યું હતું કે આયુર્વેદને જો પ્રોત્સાહન આપવું છે તો સૌથી પહેલા તેની પેકેજીંગ પર ધ્યાન આપવું જોઇએ. આ કાગળમાં વાળીને જે આયુર્વેદ આપીએ છીએ તે દુનિયામાં ચાલશે નહીં. તેની પેકેજીંગ બદલવી જોઇએ આયુર્વેદ પોતાની મેળે જ વેચાવા લાગશે. પહેલો સુઝાવ હતો તેમનો અને હું આ 60ની વાત કરી રહ્યો છું. આજે તો આપણે જાણીએ છીએ કે પેકેજીંગનું કેટલું મહત્વ વધ્યું છે, આપણે પણ આપણી વસ્તુની સાથે પેકેજિંગને એટલું જ મહત્વ આપવું પડશે અને જેવો દેશ. જો આપણે જે દેશ અંગ્રેજી નથી જાણતા, ત્યાં આપણે પોતાની વસ્તુ. આપણી પેકેજીંગ અંગ્રેજીમાં લખીને વેચીશું તો ક્યાં વેચાશે. તમારે તેની ભાષામાં પેકેજીંગ બનાવવું પડશે. અટેલા માટે દરેક ચીજમાં ઝીરો ડિફેક્ટ. અત્યારે આ ZED યોજના અંતર્ગત એક મોટી સ્પર્ધાની કલ્પના છે, બ્રોન્ઝથી લઇને પ્લેટિનમ સુધી પાંચ અલગ – અલગ સ્તરના ઇનામ આપવામાં આવશે અને મોટા ઇનામો આપવામાં આવશે. કોઇ સીધું પ્લેટિનમ નહીં મેળવી શકે. પહેલા તેને નીચેના સ્તરથી પાંચ સ્તર પસાર કરતા કરતા તેણે આગળ વધવાનું રહેશે અને તેને વિશેષ માન્યતા મળશે, તે માન્યતા અંતર્ગત દુનિયાના બજારમાં તેની એક શાખ બનશે. અમારો પ્રયત્ન છે અને મારું ઉદ્યોગકારોને નિમંત્રણ છે કે આ ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ ચળવળમાં ઓછામાં ઓછા 10 લાખ ઉદ્યોગ તે સ્પર્ધામાં આગળ આવે. 50 માપદંડ નક્કી કર્યા છે. તે 50 માપદંડ માટે પોતાને સજ્જ કરો. અમુક કમીઓ છે તો સુધારો. તમે જુઓ વૈશ્વિક માર્કેટ માટે આપણી વસ્તુઓ જગ્યા બનાવવાનું શરૂ કરી દેશે અને ભારત સરકારનો આ પ્રયાસ, આ સર્ટિફિકેશન જે છે તે દુનિયાના કામમાં આવવાનું છે. તે દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ આજે અહીં કરવામાં આવી છે.

ઝીરો ઇફ્કેટની વાત જ્યારે હું કરી રહ્યો છું, ત્યારે દુનિયાના દેશ, તેમની પણ પોતપોતાની એક રણનિતિ રહે છે. જો તમારો માલ દુનિયાના બજારોમાં પહોંચી રહ્યો છે તો ક્યારેક એકાદ અવાજ ઊઠી જાય કે કોઇ એનજીઓ દ્વારા દુનિયામાંથી કે હિન્દુસ્તાનમાંથી ફલાણી ચીજ આવે છે પરંતુ તે તો પર્યાવરણને નુકસાન કરીને ઉત્પન્ન થાય છે. તો અમે તે ચીજનો બહિષ્કાર કરી દઇશું. આટલો જ અવાજ કોઇએ ઉઠાવી દીધો તો તમારો માલ તે દેશમાં જવાનો બંધ થઇ જશે. એવી સ્થિતિમાં એ માનીને ચાલો કે 5 વર્ષ – 10 વર્ષની અંદરો અદંર એવા અમુક લોકો પેદા થઇ જશે જે લોકો ભારતની ચીજોને પોતાના દેશમાં પ્રવેશવાથી રોકવા માટે પર્યાવરણના નામની ચીજોને જોડી દેશે. આપણે અત્યારથી જ તૈયારી કરીએ કે આપણા ઉત્પાદનથી પર્યાવરણને ઝીરો ઇફેક્ટ થશે. ઝીરો નેગેટિવ ઇફેક્ટ થશે. તેની પર આપણે જોર આપીએ અને મોટેથી દુનિયાને કહીએ કે અમે જે ચીજ લઇને વિશ્વમાં આવ્યા છીએ. જે માનવ જાતના ભાગ્યને પણ સુરક્ષિત રાખે છે, ભવિષ્યને પણ સુરક્ષિત રાખે છે અને તમારી જરૂરિયાતોને પણ ઉત્તમથી ઉત્તમ પૂર્તિ કરી શકે છે. એટલા માટે ‘ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ’ , આ મંત્રને અમે આગળ લઇ જવા માગીએ છીએ.

ભારત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને હું ઇચ્છું છું કે તમે લોકો તેનો ફાયદો ઉઠાવો. પહેલા ભારત સરકાર આ પ્રકારના જે સર્ટિફિકેટ આપતી હતી, એવોર્ડ્સ આપતી હતી તો તમે પોતાની ચેમ્બરમાં લટકાવતા હતા. કોઇ આવે તો એને દેખાડતા હતા. પરંતુ હવે અમે તેની પ્રતિષ્ઠાને વધારે વ્યાપક બનાવવા માગીએ છીએ. ભારત સરકાર વિધિવત રૂપથી તમને એ વાતની અનુમતિ આપે છે કે તમને આ જે એવોર્ડ મળ્યા છે, તમને તેનો જે લોગો મળ્યો છે, તે હવે તમારી ફેક્ટરીમાં જે મજૂરો છે. તેમના યુનિફોર્મ પર લગાવી શકો છો. જો તમે અખબારમાં જાહેરાત આપો છો તો , આ લોગોનો ઉપયોગ કરી શકો છો કારણ કે હવે તેની પર તમારી માલિકી થઇ ગઇ છે. એના કારણે એની સાથે તમે હવે ગર્વ અનુભવ કરશો. પહેલા એટલા બધા બંધન હતા તમે એનો ઉપયોગ કરી શકતા નહોતા, અમે તેને વધારે હળવા કરવાનો નિર્ણય કર્યો. જેથી તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો અને એના કારણે જે તમારો મજૂર હશે, જ્યારે તેની છાતી પર તે લાગ્યું હશે તો તે કહેશે કે હું એ કંપનીમાં કામ કરું છું જે એવોર્ડ વિજેતા કંપની છે. અને દેશની વિકાસની યાત્રામાં એટલું મોટું યોગદાન કરનારી કંપનીમાં હું કર્મચારી છું. તે પણ એક શાનનો અનુભવ કરશે. તે દિશામાં પણ કામ કરવાનું અમે વિચાર્યું છે.

અનેક એવા વિષય છે જેને મેં તમારી સામે મુક્યા છે. આ તમામ યોજનાઓને આજે લુધિયાણાની આ ધરતી પર નવી ગતિ મળી છે. હું ફરીથી એક વખત ઉત્પાદન ક્ષેત્રને ખૂબ જ મોટું મહત્વ આપું છું .

સ્ટાર્ટ અપ પર અમારું બળ છે. મુદ્રા યોજના દ્વારા બેન્કોથી મોટી માત્રામાં નાના – નાના કારોબારીઓને પૈસા આપવાનું કામ કર્યું છે. તમને હેરાની થશે કે યોજના શરૂ થયાને હજી સવા – દોઢ વર્ષ જ થયું છે. દોઢ વર્ષમાં લગભગ સાડા ત્રણ – પોણા ચાર કરોડ કારોબારીઓને બે લાખ કરોડ રૂપિયા, બેન્કમાંથી કોઇ ગેરંટી વિના પૈસા આપવામાં આવ્યા છે. તે નવા રોજગારનું નિર્માણ કરવાની તાકાત રાખે છે અને સારી બાબત એ છે કે આજે લગભગ પોણા ચાર કરોડ લોકોને બે લાખ કરોડ રૂપિયા મળે છે તેમાં મોટાભાગે લગભગ લગભગ 70 ટકા મહિલાઓ છે, દલિત, અનૂસૂચિત જાતિના લોકો છે. તે કંઇક કરવા માગે છે. મુદ્રા યોજના દ્વારા તેમને આ તક આપવામાં આવી છે.

આજે તમે જોયું હશે કે ઉદ્યોગકારોની સાથે સાથે અમે બેન્કોને પણ સન્માનિત કરી છે કારણ કે અમે બેન્કોને પણ સ્પર્ધામાં લાવવા માગીએ છીએ કે સૂક્ષ્મ, અને લઘુ ઉદ્યોગને કોઇ ઝડપી ગતિથી પૈસા આપે છે, કોણ વધારે પૈસા આપે છે, કોણ વધારે મદદ કરે છે, એવી બેન્કોને પણ અમે પ્રોત્સાહિત કરવા માગીએ છીએ જેથી બેન્કો વચ્ચે પણ લઘુ ઉદ્યોગકારોને પૈસા આપવા માટે સ્પર્ધા પેદા થાય, તેમની અંદર એક સ્પર્ધા ચાલે તથા વધારેમાં વધારે આ નાના ઉદ્યોગકારોને આર્થિક પરેશાની ન આવે, તેની વ્યવસ્થા ઊભી થાય. એવી અનેક બાબતો છે. તે તમામ બાબતોને જોડીને ભારતના નાના – નાના ઉદ્યોગોની એક મોટી જાળ નિર્માણ થાય. આપણી જે નવી પેઢી છે તે સાહસ કરવા માગે છે, શોધ કરવા માગે છે અને આ વાત સાચી છે કે આપણે હવે એ વિચારીએ કે મારી આ વસ્તુ મારા દાદાના જમાનાથી ચાલતી હતી તો અત્યારે પણ ચાલી જશે, તો આ થવાનું નથી. દરેક પેઢીએ નવીનતાની સાથે નવી વસ્તુ લાવવી પડશે. નાનો ઉદ્યોગ હશે તો પણ નવીનતા કરતા જ રહેવું પડશે. સ્ટાર્ટ અપ નવીનતાને બળ આપે છે. પ્રતિભાને તક આપે છે. સ્ટાર્ટ અપથી લઘુ ઉદ્યોગો માટે સ્કેલ અપ કરવામાં આવે, એવી અનેક નવી ચીજોના કામ થઇ રહ્યા છે.

વર્તમાન સમયમાં જે સ્વચ્છતા અભિયાન ચાલ્યું છે. સ્વસ્છતાના અભિયાનમાં પણ એક મોટો આર્થિક કારોબાર સંભવિત છે. જો આપણે સ્વચ્છતાને આર્થિક દ્રષ્ટિથી જોઇએ તો વેસ્ટમાંથી વેલ્થ બનાવવા માટેની ખૂબ જ સંભાવનાઓ છે. આપણે એવા સાધનો બનાવીએ, એવી મશીન બનાવીએ. હવે જેવું તમે અહીં પ્રદર્શન જોયું હશે. પાંચ લાખ રૂપિયાનું એક નાનું મશીન બનાવી દીધું. પાંચ લાખ રૂપિયામાં તો તે ફળોનું તત્વ નીકળીને સુગંધ ફેલાનારી ચીજોને માર્કેટમાં લાવી શકે છે. હવે ગરીબ વ્યક્તિ પણ અને મંદિરવાળા પણ. મંદિરની બહાર એક મશીન લગાવી દે તો મંદિરમાં જેટલા પણ ફૂલ ચડે છે તેમાંથી મોટી ગુણવત્તાનું અત્તર તૈયારી કરીને બજારમાં વેચી શકાય છે. કેવી રીતે એવી નાની નાની મશીનો તૈયાર કરવામાં આવે, સહજ રૂપથી કામમાં આવનારી મશીનો કેવી રીતે તૈયાર કરવામાં આવે. જો આપણે આ પ્રકારની નવીનતા બદલીશું. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપીશું. તમે જુઓ આપણે લઘુ ઉદ્યોગ સૂક્ષ્મ ઉદ્યોગની દુનિયામાં ખૂબ જ મોટું યોગદાન આપી શકીએ છીએ.

હું ફરીથી એક વખત કલરાજજી તથા તેમની સમગ્ર ટીમનું, તેમના તમામ મંત્રીઓનું, તેમના વિભાગના તમામ અધિકારીઓનું હ્દયથી ખૂબ – ખૂબ અભિનંદન કરું છું. જે ઝડપી ગતિથી ગૃહ ઉદ્યોગથી લઇને લઘુ ઉદ્યોગ સુધી, આખું આ જે નેટવર્ક છે. તેને બળ આપવાનો આ જે પ્રયાસ થઇ રહ્યો છે, તેના માટે વિભાગના તમામ અભિનંદનના અધિકારી છે.

હું બાદલ સાહેબનો પણ ખૂબ – ખૂબ આભારી છું કે પંજાબ સરકારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે પરિશ્રમ કર્યો. એને યશસ્વી બનાવ્યો અને હું બાદલ સાહેબે મને ભટિંડા માટે યાદ કરાવ્યો છે, જોકે મારે ભટિંડા પહેલા જવું જોઇતું હતું પરંતુ સમયના અભાવના કારણે હું જઇ શક્યો નથી . લગભગ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચથી ખૂબ જ મોટી એઇમ્સ હોસ્પિટલ ભટિંડામાં બનાવવાની ભારત સરકારની યોજના છે. પરંતુ હું વચન આપું છું કે બાદલ સાહેબ તમે તો અમારા સૌથી મોટા સિનિયર છો. તમારી ઇચ્છા અમારા માટે આદેશ હોય છે. હું જરૂર ભટિંડા આવીશ જેટલું બની શકે એટલો જલદી આવીશ અને એઇમ્સના કારોબારને આગળ વધારીશું.

હું ફરીથી એક વખત તમારો સહુનો હ્દયથી ખૂબ – ખૂબ આભાર વ્યક્ત કરું છું. પંજાબ સરકારનો આભાર વ્યક્ત કરું છું. વિશેષ રૂપથી બાદલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ – ખૂબ ધન્યવાદ.

AP/JKhunt/TR/Gp