Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકનાયક જયપ્રકાશ નારાયણની જયંતિ પર પ્રધાનમંત્રી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં લોકતંત્ર પ્રહરી અભિનંદન કાર્યક્રમમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે (11 ઓક્ટોબર, 2015) નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં લોકતંત્ર પ્રહરી અભિનંદન કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમ ભારત રત્ન લોકનાયક જયપ્રકાશ નારાયણની જયંતીના અવસર પર આયોજીત કરાઈ રહ્યો છે.

કાર્યક્રમ બાદ શ્રી મોદી મુંબઈ જશે.

પ્રધાનમંત્રી ચૈત્ય ભૂમિ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધા-સુમન અર્પિત કર્યા બછી ઇન્દુ મિલ કમ્પાઉન્ડમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્મારકના શિલાન્યાસ અને તકતીનું અનાવરણ કરશે.

પ્રધાનમંત્રી જવાહર લાલ બંદરગાહના ચોથા કન્ટેનર ટર્મિનલ અને મેટ્રોના બે કોરિડોરની આધારશિલા રાખશે. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી મોદી બાન્દ્રા-કુર્લા પરિસરમાં એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર એક જનસભાને સંબોધિત કરશે.