Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકપાલ અને લોકાયુક્ત (સુધારા) બિલ, 2016


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં લોકપાલ અને લોકાયુક્ત (સુધારા) ખરડો, 2016 રજૂ કરીને લોકપાલ અને લોકાયુક્ત કાયદા, 2013ની કલમ 44 અને પરિણામરૂપ સંશોધનો માટે પૂર્વવતી અસર સાથે મંજૂરી આપી છે.

મંજૂર થયેલા સુધારા સરકારી કર્મચારીઓની વિવિધ કેટેગરીઓ દ્વારા વ્યક્ત થયેલી ચિંતાઓ અને આશંકાઓનું સમાધાન કરશે તથા લોકપાલ અને લોકાયુક્ત કાયદા, 2013ની કલમ 44ની જોગવાઈનો અમલ કરવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરશે. આ સુધારણા સ્થાયી સમિતિની ભલામણો સાથે સુસંગત છે.

TR