પીએમઇન્ડિયા
અધ્યક્ષ મહોદયા, હું માનનિય રાષ્ટ્રપતિજીના ઉદબોધન બાબતે તેમનો આભાર માનવા ઉપસ્થિત થયો છું. આ વખતના સંબોધનમાં રાષ્ટ્રપતિજીએ જે રીતે દેશને દિશા આપી છે, તે સરકારના વિઝન માટે વ્યવસ્થા કરી છે. આ સરકારનો મુખ્ય વ્યક્તિ હોવાના નાતે હું તેમનો હૃદયથી આભારી છું. સરકારની ઓળખ ઈમાનદારી માટે છે, આ સરકારની ઓળખ પારદર્શકતા માટે છે, ગરીબોની સંવેદના માટે છે, રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા માટે છે, ભ્રષ્ટાચાર સામે કામગીરી કરવા માટે છે અને ઝડપી ગતિએ કામ કરવા માટે છે. મને ટીવીનુ એ દ્રશ્ય હજુ પણ યાદ છે. જ્યારે નોટોને એવી રીતે ખિસ્સામાં રાખવામાં આવતી હતી. આજે આ ચર્ચામાં આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી, શ્રીમાન ભર્તુહરિજી, શ્રી વેણુગોપાલજી, હરસિમરતજી કૌર બાદલ, શ્રીમાન દિનેશ ત્રિવેદીજી, શ્રી મોહંમદ સલીમજી, શ્રીમાન સૌમિત્ર ખાનજી, આવા અનેક આદરણીય સભ્યોએ અહિં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.
એક સાર્થક ચર્ચાનો પ્રયાસ થયો છે અને ગૃહે તેમને જે રીતે સાંભળ્યા છે, તેમની વાતોને પ્રોત્સાહિત કરી છે. એટલા માટે વિચારોની અભિવ્યક્તિ કરનારા અને પ્રોત્સાહન આપનારા આ ગૃહના સભ્યોનો હું આભાર માનું છું. કેટલીક ટીકા પણ થઈ છે, કેટલીક પગ-માથા વગરની વાતો પણ થઈ છે. કેટલાકે મનને જે સાચું લાગે છે તે વારંવાર કહેવાની આદત ધરાવતા લોકો પણ બોલ્યા છે. પરંતુ હું માનુ છું કે ચૂટણીનું વર્ષ છે એટલે દરેકે દરેક વ્યક્તિની કંઈને કંઈ કહેવાની મજબૂરી છે. કેટલાક લોકોએ તો બોલવું જ પડે છે અને એટલા માટે તેમનો પ્રભાવ રહે તે સ્વાભાવિક છે, પરંતુ એ બાબત પણ સાચી છે કે આપણે લોકો અહિંથી ગયા પછી જનતા જનાર્દનને પોતાના કામકાજ અંગે લેખા જોખાં આપવાના છીએ, કારણ કે ચૂંટણીનું વર્ષ છે. એટલે આપણે જનતાને હિસાબ આપવાનો છે અને હું આપ સૌને આગામી ચૂંટણીઓમાં તંદૂરસ્ત સ્પર્ધા માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કરોડો યુવાનોને પણ હું અભિનંદન પાઠવુ છું કે જે આ શતાબ્દીમાં પહેલી વાર આ ચૂંટણીમાં મત આપવાના છે, કારણ કે મત આપવાનો અધિકાર પ્રાપ્ત થવો તે નાની-સૂની વાત નથી. એ બધા અભિનંદનના અધિકારી છે અને આપણે પણ અમારી આ નવી પેઢીને કે, જે પહેલવાર આ શતાબ્દીમાં, સંસદની ચૂંટણીમાં મત આપવાના છે તેમનું સ્વાગત પણ કરવું જોઈએ, કારણ કે એક પ્રકારે દેશની નીતિ નક્કી કરવામાં, એવી પ્રક્રિયામાં તે ભાગીદાર બનવા તરફ આગળ વધી રહ્યા છે અને એટલા માટે જ હું એ નવા મતદારોને અનેક અનેક શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું અને મને વિશ્વાસ છે કે તે રાષ્ટ્રને દિશા આપવાની બાબતમાં પોતાની મહત્વની ભૂમિકા અદા કરશે.
આદરણીય સ્પીકર મહોદયા, આપણે જ્યારે નૂતન ભારતની વાત કરતા હોઈએ ત્યારે એક આશા અને વિશ્વાસની વાત કરતાં હોઈએ છીએ અને એ બાબત પણ સાચી છે કે નિરાશામાં ડૂબેલો વ્યક્તિ કે સમાજ ન તો પોતાના માટે કંઈ કરી શકે છે કે ન તો પછી એ પેઢી માટે પણ કરી શકે છે. એવા લોકો જ કંઈક કરી શકે છે કે જે આશા અને વિશ્વાસથી ભરેલા હોય છે. રોદણાં રોવાવાળી વ્યક્તિને આસપાસમાં 5-10 લોકો આશ્વાસન આપવા માટે મળી રહેતા હોય છે, પરંતુ પરિવર્તનનો સંકલ્પ કરનારા લોકો તેમની પાસે આવતા નથી હોતા. હવે હું જ્યારે નવા ભારતની વાત કરું છું ત્યારે સ્વામી વિવેકાનંદજીની વાત કરવા ઈચ્છીશ. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે “ભૂતકાળમાં જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થવું પડ્યું છે તે બધું આવશ્યક હતું, કારણ કે વિનાશનો જે કાળ વચ્ચે-વચ્ચે આવી ગયો તેમાંથી નિકળીને આપણે ભવિષ્યના ભારતમાં આવી ચૂક્યા છીએ. તે અંકુરિત થઈ ચૂક્યું છે. એ નવ પલ્લવિત થઈ ચૂક્યું છે અને આ વિશાળકાય વૃક્ષ, શક્તિશાળી વૃક્ષની ઉગવાની શરૂઆત થઈ ચૂકી છે.” વિપરીત પરિસ્થિતિઓમાં વિકાસની આશા અને વિશ્વાસ દેશને આગળ લાવે છે. પડકારોને પડકાર આપવો તે દેશનો સ્વભાવ હોય છે, દેશ આ પડકારોને પરાસ્ત કરે છે. જે લોકો પડકારોથી ડરીને ભાગી જાય છે તેમણે નવા પડકારોનો સામનો કરવા પડે છે અને એટલા માટે જ પડકારોને જ પડકાર આપવો તે સામાન્ય માનવીની આશા અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાની બાબતમાં આપણે પૂરી તાકાતથી જોડાઈ ગયા છીએ.
આજે અહિં 1947ની કેટલીક બાબતો કહેવામાં આવી તે સારી બાબત છે, પરંતુ એવું પણ લાગે છે કે જ્યારે-જ્યારે આપણે ઇતિહાસની વાત કરતાં હોઈએ છીએ ત્યારે બે સમયગાળાની ચર્ચા કરતાં હોઈએ છીએ જેમાં બીસી અને એડીનો સમાવેશ થાય છે. આજે મેં જે ભાષણ સાંભળ્યું છે તે 47 થી માંડીને 14 સુધી મને એવું લાગતું હતું કે કદાચ બીસી અને એડીની તેમની પોતાની વ્યાખ્યા છે. બીસીની તેમની વ્યાખ્યા બીફોર કોંગ્રેસ એવી થાય છે, એનો અર્થ એ થયો કે કોંગ્રેસની પહેલાં દેશમાં કંઈ હતું નહીં. બધુ વ્યર્થ હતું, ડૂબેલું હતું અને એડીનો અર્થ આફ્ટર ડાયનેસ્ટી એવો થાય છે. એનો અર્થ એ થાય કે જે કંઈ પણ થયું છે એ તેમના પછી થયું છે, પરંતુ આખરે કોઈના કામને તુલનાત્મક રીતે જોવું તો પડે જ છે અને તે ખોટું છે એવું માનવાનું કોઈ કારણ નથી. આપણે એટલા બધા વિચલીત થવાની જરૂર નથી. સાડા ચાર વર્ષ પહેલાં શું થતું હતું અને આજે શું થઈ રહ્યું છે. સાડા ચાર વર્ષમાં કેવા પ્રકારના લોકો આગળ વધ્યા છે. ભારત સાડા ચાર વર્ષમાં 10માં અથવા 11માં ક્રમની અર્થવ્યવસ્થામાંથી આજે છઠ્ઠા નંબર પર પહોંચી ગયું છે અને એ બાબત ભૂલશો નહીં કે જ્યારે આપણે 11માં ક્રમે પહોંચેલા હતા ત્યારે આ ગૃહમાં અહિં બેઠેલા લોકો કે જે આજે જોવા મળતા નથી તેમણે 11માં ક્રમે પહોંચવાનું ખૂબ મોટું ગૌરવગાન વ્યક્ત કર્યું હતું. હું એ બાબત સમજી શકતો નથી કે જેમને 11માં ક્રમે પહોંચવામાં ગૌરવ દેખાતું હતું તે લોકોને છઠ્ઠા નંબરે પહોંચ્યાની પીડા શા માટે થઈ રહી છે, દર્દ કેમ થઈ રહ્યું છે? અગાઉની તુલનામાં સૌથી વધુ સીધુ વિદેશી મૂડી રોકાણ આજે ભારતમાં થયું છે. મેક ઇન ઇન્ડિયાની તાકાતને કારણે આપણે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં નવા વિક્રમો સ્થાપિત કરી દીધા છે. ભારત દુનિયામાં મોબાઈલ ફોન બનાવનારો બીજા નંબરનો દેશ છે. દુનિયાનું ચોથા નંબરે સૌથી વધુ વાહનોનું ઉત્પાદન ભારત કરી રહ્યું છે. આજે ભારત અનાજ અને દૂધનું વિક્રમી ઉત્પાદન કરી રહ્યું છે. ઈન્ટરનેટ ડેટા સૌથી સસ્તો છે અને ઈન્ટરનેટ ડેટાનો સૌથી વધુ વપરાશ જો કોઈ દેશમાં થતો હોય તો તે ભારતમાં થઈ રહ્યો છે. આ રીતે વ્યવસ્થાતંત્રના પ્રારંભમાં ભારતે જે પ્રકારે પોતાનું સ્થાન ઊભું કર્યું છે, પોતાની જગ્યા ગોઠવી દીધી છે એટલે આજે મોટી-મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓને પડકાર આપી રહ્યું છે. હવાઈ ઉડાન ક્ષેત્રે સૌથી તેજ ગતિથી આપણે આગળ વધી રહ્યા છીએ. પરંતુ વિપક્ષમાં હોઈએ તો વિરોધ કરવો જરૂરી બની રહે છે. વિરોધ કરવો જોઈએ, મોદીની ટીકા પણ કરવી જોઈએ. અમારી નીતિઓની આલોચના પણ કરવી જોઈએ. એ સારી બાબત છે કે, લોકશાહીમાં એ જરૂરી પણ છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે મોદીની ટીકા કરતાં-કરતાં, ભાજપની આલોચના કરતાં-કરતાં કેટલાક લોકો દેશનું ખરાબ બોલવામાં લાગી જાય છે અને એટલા માટે જ દેશ પાછળ છે. આપણામાંથી કોઈએ પણ દેશનું ખરાબ બોલવામાં આવે તેવી વાતો નહીં કરવી જોઈએ. એવી ઘણી વાતો છે કે લંડનમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરીને દેશની શું ઈજ્જત વધારી રહ્યા છીએ? ખોટી પ્રેસ કોન્ફરન્સ કરીને તમે મને પૂછી રહ્યા છો કે શા માટે કંઈ કહ્યું નહીં. સારી બાબત એ છે કે હું મારી મર્યાદામાં રહૂં, એ જ વધારે સારુ છે.
આજે આપણા ખડગેજી કહી રહ્યા હતા કે મોદીજી જે બાબત જાહેર જનતા વચ્ચે બોલે છે એ બાબત રાષ્ટ્રપતિજીએ ગૃહમાં પણ કહી છે. એનો અર્થ એ થયો કે એ બાબત સાબિત થઈ ચૂકી છે કે સત્ય બોલવા વાળી વ્યક્તિએ બહાર જૂઠ ન બોલવુ જોઈએ અને અંદર અંદર બોલવું એવું ન હોવું જોઈએ. જે વ્યક્તિ સાચું બોલે છે તે અંદર પણ સાચું બોલે છે અને બહાર પણ સાચું બોલે છે. આથી હું આપનો ખૂબ જ આભારી છું કે તમે એ બાબત નોંધી છે કે અમે સાચું બોલનારા વ્યક્તિ છીએ. જાહેરસભામાં પણ સાચું બોલીએ છીએ, જનસભામાં પણ સાચું બોલીએ છીએ અને લોકસભામાં પણ સાચું બોલીએ છીએ. પ્રધાનમંત્રીજી પણ સાચું બોલે છે, રાષ્ટ્રપતિજી પણ સાચું બોલે છે, પરંતુ તમારી તકલીફ એ છે કે તમને સાચી વાત સાંભળવાની આદત નિકળી ગઈ છે.
તમે એમ પણ કહ્યું કે મોદી સંસ્થાઓને ખતમ કરી રહ્યા છે, બરબાદ કરી રહ્યા છે. આપણે ત્યાં એક કહેવત છે કે ઉલટો ચોર કોટવાળને ધમકાવે! તમે મને જરા કહેશો કે, આ બાબતે વિચાર કરવાની જરૂર છે. દેશમાં કટોકટી કોણે લાદી, તો કહેશે કોંગ્રેસે અને એવું પણ કહે છે કે મોદી દેશને બરબાદ કરી રહ્યા છે. સેનાને અપમાનિત કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે અને કહેવાય છે કે મોદી બરબાદ કરી રહ્યા છે. દેશમાં સેનાના અધ્યક્ષને ગૂંડો કહેવું અને પછી કહેવું કે મોદી સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે. વાર્તાઓ ઘડી કાઢવામાં આવે છે. તખ્તો પલ્ટીને મોદી સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે એવું કહેવાય ત્યારે આટલા મોટા ભારતની સેનાની ઈજ્જતને કેટલો ઊંડો દાગ લાગી જતો હોય છે તેની તમને ખબર નથી. તમે કદાચ સપ્તાહ, બે સપ્તાહ સુધી રાજનીતિ કરી હશે, પરંતુ તમે જે આ પાપ કર્યું છે તે હું સમજું છું કે તમે સેનાના દિલ પર જે વાર કર્યો છે, ભારતની સેના ઉપર તખ્તો પલ્ટાવવાનું કામ કરવાનો જે આક્ષેપ કર્યો છે તે આઝાદીના આટલા વર્ષો પછી સારા દિવસો આવ્યા હોય કે ખરાબ દિવસો આવ્યા હોય, નબળો પ્રધાનમંત્રી હોય કે નબળી સરકાર હોય. એક સરકાર એવી પણ હતી કે જે મિશ્ર સરકાર હતી. ક્યારેય દેશની સેનાએ એવું પાપ નથી કર્યું, પરંતુ આપણે માત્ર પોતાની રાજનીતિ માટે અને એટલા માટે જ હું માનું છું કે એ લોકોએ આ ખૂબ ખરાબ કામ કર્યું છે. આપણે જવાબદાર લોકો છીએ અને શાસનમાં બેઠેલા લોકો માટે આ પ્રકારની વાતો કરવામાં આવે અને તમે કહો છો કે અમે સંસ્થાઓને બરબાદ કરવામાં લાગી ગયેલા છીએ.
ચૂંટણીપંચ, આ દેશના ચૂંટણીપંચે વિશ્વમાં ગૌરવનું કેન્દ્ર બની રહે તેવું કામ કર્યું છે. નાની-મોટી ફરિયાદો રહેતી હોય તો પણ રાજકિય પક્ષો ચૂંટણીપંચના નિર્ણયોને માનીને જ આગળ વધતા હોય છે. શું આપણે તેને પણ બરબાદ કરીને રહીશું? શા માટે આપણે તેને બરબાદ કરવામાં લાગી ગયા છીએ ? તે દિશામાં પણ આપણે કંઈક વિચારીશું ખરા? આ પ્રકારે પોતાની નિષ્ફળતાને ઈવીએમ પર ઢોળવામાં આવે છે? અને હું તો એ બાબતે હેરાન છું કે જ્યારે દેશના બજેટની ચર્ચા કરતાં હોઈએ છીએ ત્યારે આ ઈવીએમનાં રોદણાં શા માટે રોવામાં આવી રહ્યા છે? તમે શું એટલા ડરેલા છો? તમને લોકોને શું થઈ ગયું છે?
ન્યાયતંત્રને કોંગ્રેસ ધમકાવી રહી છે. હું કહીશ કે ન્યાયતંત્રના નિર્ણયોને કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો જે પ્રકારે નિવેદન બાજી કરી રહ્યા છે તેવું અગાઉ ક્યારેય બન્યું નહોતું. ન્યાયતંત્રનો નિર્ણય સારો હોય કે ખરાબ, અગાઉ ક્યારેય પણ એવું બન્યું નથી કે ન્યાયતંત્રની સંસ્થાને છેવટે બચાવવાની જરૂર ઉભી થઈ હોય અને આપણને પસંદ ન હોય તો પણ આપણે કંઈ પણ બોલી નાંખતા હોઈએ છીએ. કંઈ પણ કહેવામાં આવે, કંઈ પણ લખવામાં આવે ત્યારે તમે સમગ્ર ન્યાયતંત્રને ડરાવવા માટે મહાભિયોગના નામે સમગ્ર અર્થ-વ્યવસ્થાને હલાવી નાંખવાની કોશિષ કરી છે અને તમે અમને દોષ આપી રહ્યા છો.
આ એ કોંગ્રેસ પાર્ટી છે કે જેણે આયોજન પંચને જોકરોનો સમૂહ કહ્યો હતો. ખબર છે ને આવું કોણે કહ્યું હતું? આજે તમે આયોજન પંચના ગીત ગાઈ રહ્યા છો તેને તમારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ જોકરોના સમૂહ તરીકે ઓળખાવ્યું હતું. આ સંસ્થાનું આવું સન્માન? તમે એક શબ્દ પકડી લીધો, પરંતુ તમારો વ્યવહાર તો જરા જુઓ. ધારા 356નો દુરૂપયોગ 100 વખત, લગભગ તમે 100 વખત કર્યો. ચૂંટાયેલી સરકારોને તમે બરખાસ્ત કરી દીધી અને શ્રીમતિ ઈંદિરા ગાંધીએ એકલા હાથે 50 વખત સરકારોને ગબડાવવામાં તેનો ઉપયોગ કર્યો છે, 50 વખત સરકારો ગબડાવી છે અને આ 2019 કઈ બાબતની વર્ષગાંઠ છે, યાદ કરો. હું મારા કેરળના મિત્રોને કહેવા માંગુ છું કે 1959માં જ્યારે નહેરૂજી પ્રધાનમંત્રી હતા અને ઈંદિરાજી કોંગ્રેસના અધ્યક્ષા હતા ત્યારે તે કેરળમાં ગયા હતા. ખબર નહીં તેમણે શું જોયું, શું સાંભળ્યું અને કેરળમાં સામ્યવાદીઓની ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી દીધી હતી. આ 2019ની વર્ષગાંઠ છે. તમે લોકો સંસ્થાઓના માન અને સન્માનની વાતો કરો છો, જે રીતે આપણાં દેશની સાથે, તમે એનટીઆર સાથે શું કર્યું? તમે એમજીઆર સાથે શું કર્યું?
આટલું જ નહીં, તમે મંત્રીમંડળના નિર્ણયો, કેબિનેટના નિર્ણયો પ્રેસ કોન્ફરન્સમાં જઈને કેવી રીતે ફાડી નાંખ્યા? એમાં નિર્ણયોની શું પવિત્રતા જળવાઈ, કઈ સંસ્થાઓનું સન્માન થયું અને એટલા માટે જ કૃપા કરીને મોદી પર આંગળી ઉઠાવતાં પહેલાં તમને એ બાબતની ખબર હોવી જોઈએ કે તમારી ચાર આંગળીઓ પોતાની તરફ જ વળેલી છે અને એટલા માટે જ સામાન્ય રીતે મારી ખડગેજી કે જે એક સારા વ્યક્તિ ગણાય છે, પરંતુ તેમની એવી કંઈ મજબૂરી હતી કે, કેવી મુસીબતમાં ફસાયેલા હતા કે એક સારી વ્યક્તિએ દરેક વખતે સારૂં, દરેક વખતે સારૂં, પરંતુ તમે સારી વ્યક્તિ છો એવું હું ગૃહની સામે કહીશ, ચોક્કસ કહીશ અને એ વાત નથી આજે તેમણે કહ્યું હતું કે જરા ફર્સ્ટ એઈડની જરૂર છે. લગભગ 36 કલાક પછી પૂછી રહ્યા હતા કે ફર્સ્ટ એઈડની જરૂર છે. તેથી તમે વરિષ્ઠ વ્યક્તિ હોવાના નાતે લોકોની ચિંતા કરી રહ્યા છે તે બદલ હું આપનો આભારી છું.
અધ્યક્ષ મહોદયા, આ તમામ મુસીબતોના મૂળમાં એક સૌથી મોટું કારણ એ છે કે એક ગરીબ વ્યક્તિમાંથી આગળ આવેલી વ્યક્તિ, કે જેણે કદી દિલ્હીની ગલીઓ પણ જોઈ ન હતી, તેણે આટલી મોટી સલ્તનતને પડકાર આપ્યો છે તે બાબત એ લોકો પચાવી શકતા નથી. તે લોકો એવું માનીને ચાલી રહ્યા છે કે અમે તો આ દેશની ગાદીના માલિક છીએ. એક ખૂણામાં બેઠેલો વ્યક્તિ આવીને કહી જાય કે તે વાત તેમના મગજમાંથી નિકળતી નથી. તેમનો જે નશો છે તે નશો તેમની પરેશાનીનું કારણ બની રહ્યો છે.
આદરણીય અધ્યક્ષ મહોદયા, હમણાં જરા હિસાબની વાતો ચાલી રહી હતી તે, અમારી સરકાર, તમારી સરકાર તો પછી હું જણાવીશ કે તમારા 55 વર્ષ અને મારા 55 મહિના, 55 વર્ષ અને 55 મહિના. જુઓ, સ્વચ્છતાનો વ્યાપ 55 વર્ષમાં એટલે કે 2014 સુધી 40 ટકા જેટલો હતો અને આજે સાડા ચાર વર્ષમાં એટલે કે 55 મહિનામાં તે 98 ટકા સુધી પહોંચી ગયો છે. સાડા ચાર વર્ષમાં 10 કરોડથી વધુ શૌચાલયો બન્યા છે અને જે લોકો કહેતા હતા કે આ સરકાર અમીરો માટે કામ કરી રહી છે. મને આ વાતનો આનંદ છે કે મારા દેશના 10 કરોડ અમીરો માટે મેં શૌચાલય બનાવ્યા છે. તે મારા અમીરો છે. તે મારી પ્રમાણિકતા છે, તે મારી જીંદગી છે અને હું તેમના માટે જ જીવી રહ્યો છું. તેમના માટે જ અહિં આવ્યો છું. ગેસના જોડાણોની વાત કરીએ તો 55 વર્ષમાં ગેસના 12 કરોડ જોડાણો આપવામાં આવ્યા અન 55 માસમાં 13 કરોડ ગેસનાં જોડાણ આપવામાં આવ્યા. તેમાં 6 કરોડ જોડાણ ઉજ્જવલાના. કામ કેવી ગતિથી આગળ વધી રહ્યું છે અને કોના માટે થઈ રહ્યું છે તેની ધારણા તમે બાંધી શકો છો.
બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, ગરીબોના નામે વાતો કરવામાં આવી, રાજનીતિ કરવામાં આવી. ચૂંટણીઓ જીતતા ગયા, મત મેળવતા ગયા, પરંતુ આપણાં દેશમાં 55 વર્ષમાં 50 ટકા લોકોના બેંકમાં ખાતા હતા. 55 મહિનામાં અમે 100 ટકા ખાતા સુધી જવાના યશભાગી બનીશું. તમને એ બાબતની તકલીફ થાય છે કે 18 હજાર ગામડાંઓમાં વીજળી પહોંચાડવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે વર્ષ 1947 પહેલાં દેશના કોઈ ગામમાં વીજળી નહોતી. 1947 પહેલાં આ દેશના કોઈ ગામમાં વીજળી પહોંચી ન હતી અને ત્યાંથી જ તમે શરૂઆત કરી હતી…
પરંતુ સાચે જ જે ગતિથી વિતેલા 55 મહિનામાં સરકાર ચાલી છે તેની વાત કરીએ તો આઝાદી પછી આટલા અવરોધો નહોતા, આટલો વિરોધ પણ થતો નહોતો, આટલા કાયદાઓની પણ પરેશાની નહોતી, આટલું મીડિયા પણ ન હતું. જો એ સમયે તમે ઈચ્છ્યું હોત તે પ્રથમ બે દસકામાં જ ભારતના દરેક ગામડે વીજળી પહોંચી ગઈ હોત. આ કામ જે 20 વર્ષમાં થવું જોઈતું હતું તે અમારે આવીને પૂરું કરવું પડ્યું છે અને એટલા માટે જ, આટલું જ નહીં, પણ તમારો વર્ષ 2004નો ઢંઢેરો જોઈ લેજો, તમારો વર્ષ 2009નો ચૂંટણી ઢંઢેરો જોઈ લેજો, તમારો વર્ષ 2014નો પણ ઢંઢેરો જોઈ લેજો. આ ત્રણે ઢંઢેરામાં તમે એવું કહ્યું હતું કે અમે ત્રણ વર્ષની અંદર, 2004માં કહ્યું હતું કે 3 વર્ષની અંદર, તમે 2009માં પણ કહ્યું હતું કે ત્રણ વર્ષની અંદર અને તમે 2014માં પણ કહ્યું હતું કે 3 વર્ષની અંદર, ત્રણ વર્ષની અંદર દરેક ગામને વીજળી પહોંચાડવામાં આવશે. આવું તમારા ઢંઢેરામાં છે કે વીજળી પહોંચાડીશું, પરંતુ હું એ બાબતે પરેશાન છું કે તમે ગરીબી હટાવો, ગરીબી હટાવોના નારાથી ચૂંટણીઓ કરતાં રહ્યા, એટલે 2004માં પણ ત્રણ વર્ષ, 2009માં પણ ત્રણ વર્ષ અને 2014માં પણ ત્રણ વર્ષ કહ્યા હતા અને આજે મારે લોકોના ઘરોમાં વીજળી પહોંચાડવા માટે દિવસ-રાત મહેનત કરવી પડી રહી છે. અઢી કરોડ પરિવારોમાં વીજળી પહોંચાડવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
અને આવનારા દિવસોમાં 100 ટકા વીજળીકરણનું કામ કરવાનું ગૌરવ અમને પ્રાપ્ત થશે તેની હું આપને ખાતરી આપું છું. કેટલાક લોકો એવા છે કે જે ભ્રમિત કરવાનો પ્રયાસ કરતા રહેશે, પરંતુ આંકડા, આંકડાઓને ખોટા પાડી શકાશે નહીં. 2014માં 30 વર્ષ પછી દેશની જનતાએ પૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર ચૂંટી કાઢી હતી. અને દેશ અનુભવ કરી રહ્યો છે કે જ્યારે-જ્યારે ભેળસેળ વાળી સરકારો હતી ત્યારે કેવા હાલ થતા અને હવે તો મહામિલાવટ આવવાની છે. તે કેટલા નિર્ણયો કરી શકશે, કેટલી ગતિથી આગળ વધી શકશે અને નિર્ધારિત, મહા ભેળસેળ, મહા ભેળસેળ. અહિંયા સુધી પહોંચી શકશે નહીં. આ મહા ભેળસેળ કોલકતામાં એકઠા થઈને કરો. આ મહા ભેળસેળની હાલત જોઈ લો. કેરળમાં એક બીજાને મોંઢુ દેખાડી શકતા નથી. આ એક બીજા સાથે મહા ભેળસેળનું નેતૃત્વ કરનારા લોકોને ઉત્તર પ્રદેશમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. તે અસ્થિર સરકાર અને કલ્પનિય સરકાર તેના કારણે મહા ભેળસેળ વખતે દેશમાં 30 વર્ષ સુધી જે સ્થિતિ જોવા મળી છે તે આરોગ્ય અંગે સભાન સમાજ છે. તે ભેળસેળથી દૂર છે. તંદૂરસ્ત લોકશાહી ઈચ્છનારા લોકો પણ આ મહાભેળસેળથી દૂર રહેવાના છે. જ્યારે બહુમતિવાળી સરકાર હોય છે ત્યારે પ્રજા, દેશવાસીઓ માટે સમર્પિત સરકાર હોય છે અને એટલા માટે તો કામ થતાં હોય છે.
વર્ષ 2014ની પહેલાં તમારી સરકાર હતી. ગરીબોને ઘર મળવા જોઈએ તેવો વિચાર 1947 પછીની દરેક સરકારે કર્યો હતો, પરંતુ વર્ષ 2014 પછીના પાંચ વર્ષમાં તમારી સરકારે 25 લાખ ઘર બાંધ્યા હતા. અમે 55 મહિનાની અંદર 1 કરોડ 30 લાખ ઘર બનાવીને તેની ચાવીઓ સુપરત કરી દીધી છે અને ઘર પણ કેવા કે જેમાં શૌચાલય હોય, જેમાં વીજળી હોય, જેમાં ગેસનું જોડાણ હોય તેવી વ્યવસ્થા કરી છે. અમે માત્ર ચાર દિવાલો જ ઉભી કરવાનું કામ કર્યું નથી. ચાર દિવાલો બનાવીને કામ પૂરૂ કરવાનો પ્રયાસ કર્યો નથી. આજે એ વાત તમે અહિંયા કરો છો ત્યારે તમે લોકો પણ મને આવીને કહો છો કે મારા વિસ્તારમાં રહેઠાણોની ફાળવણી કરાવી દો અને પૈસા…. પૈસા તો ગરીબના ખાતામાં સીધા જમા થઈ રહ્યા છે, કારણ કે વચેટીયાઓ નથી.
વર્ષ 2014માં જ્યારે તમારા ચૂંટણી ઢંઢેરામાં, 2004માં જે બાબતો હતી, 2009માં હતી અને 2014માં પણ હતી. અને તમે કહ્યું હતું કે તમે પણ આવા ત્રણ વર્ષ ક્યાંથી લઈ આવ્યા છો તે મને ખબર નહીં. તમારી ત્રણ વર્ષની વ્યાખ્યા શું છે તેની પણ મને ખબર નથી. 2004માં પણ કહ્યું કે ત્રણ વર્ષમાં અમે દરેક પંચાયતને ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક સાથે જોડી દઈશું. ડીજીટલ ઇન્ડિયા તરફ આગળ વધીશું તેવું વર્ષ 2004માં પણ કહ્યું હતું અને આ બાબત વર્ષ 2009માં પણ કહેવામાં આવી હતી અને એ બાબત 2014માં પણ કહી હતી... જ્યારે અમે આવ્યા ત્યારે 59 ગામમાં ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક પહોંચાડવામાં આવ્યું હતું. તમે વર્ષ 2004માં કામ શરૂ કર્યું હતું. 2014નું વર્ષ આવતાં આવતાં 59 ગામમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી 55 મહિનાની અમારી સરકારે 1 લાખ 16 હજાર ગામોમાં કનેક્ટિવિટી પહોંચાડી દીધી હતી. તમે વાયદા કરતા રહ્યા, આજે અમારા ખડગે સાહેબને શેર શાયરીનો મિજાજ છે તેમનો અને શક્ય છે કે તેમને કવિતા કે જે સૌંદર્યથી શરૂ થઈ હતી તે તેમની નજરે પડી. મનને ખબર નથી પડતી કે તેમણે સૌંદર્યવાળી પંક્તિ શા માટે પસંદ કરી. પરંતુ આજે એ કવિતામાં જો તમે જે વાતાવરણની સાથે, જે વાતાવરણ વચ્ચે તમે પેદા થઈને આવ્યા, તમારા પરિવારે જે સંગત સાથે તમે નિકળ્યા છો, હું જાણું છું.. અને મને ગર્વ છે તમારી હિંમત પર, તમારા પરિવારની હિંમત પર. જો તમને આ બાબત યાદ રહેતી હોય તો સૌંદર્યવાળી પંક્તિ તરફ તમારી નજર ગઈ ન હોત અને તે હોત તો તમારી નજર ગઈ હોત અને મને તો ખૂબ સારી રીતે આ બાબતો દિવસ-રાત યાદ રહી જાય છે, તમારા લોકોના કારણે…..
જબ કભી જૂઠ કી બસતી મેં સચ કો તડપતે દેખા હૈ,
તબ મૈંને અપને ભીતર કીસી બચ્ચે કો સિસકતે દેખા હૈ.
તમારા જૂઠના કારોબારથી શું થાય છે તે તમને આ કવિતામાં દેખાવું જોઈએ, પરંતુ તમે તે જોઈ શક્યા નહીં… એ કવિતામાં આગળ જતાં એવું લખવામાં આવ્યું છે કે.. જો સંવેદના નામની કોઈ ચીજ બચી હોય તો, પરંતુ સત્તાની ગલીઓમાં રહેવાના કારણે કદાચ આ બધુ છૂટી ગયું હશે… વધ્યું હોત તો તેની આગળની તડપ પણ તમારા દિલને ચોક્કસપણે સ્પર્શી ગઈ હોત…
અપને ઘર કી ચાર દિવારી મેં અબ, લિહાફ મેં ભી સિંહરન હોતી હૈ,
જીસ દિન સે કિસી કો ગુરબત મેં, સડકોં પર ઠીઠૂરતા દેખા હૈ.
એટલા માટે સંવેદના થાય છે, દુઃખ થાય છે ત્યારે જઇને આ શક્ય બને છે.
કોંગ્રેસ 55 વર્ષ…સત્તા ભોગના 55 વર્ષ…અમારા 55 મહિના.. સેવાભાવનાં 55 મહિના… 55 વર્ષનો સત્તા ભોગ અને 55 મહિનાનો સેવા ભાવ… અને જ્યારે નીતિ સ્પષ્ટ હોય, નિયત સાફ હોય, હેતુ સારો હોય, નિષ્ઠા અટલ હોય ત્યારે અમે ચોવીસ કલાક ગરીબો માટે, દેશના કલ્યાણ માટે, દેશના વિકાસ માટે પોતાની જાતને સમર્પિત કરવા માટે એક નવી ઊર્જા, એક નવી પ્રેરણા નિરંતર મેળવતા રહીશું.
તમે કઇ રીતે કામ કરો છો? હું 21મી સદીના મતદારોને જરૂર યાદ કરાવવા ઈચ્છીશ કે કેવી નિયત સાથે 55 વર્ષ સુધી સત્તા ભોગ ચાલતું રહ્યું છે. તમે જુઓ, જ્યારે રાષ્ટ્રમંડળ રમતોત્સવ શરૂ થયો, દેશની આન-બાન-શાન સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનો એક સુવર્ણ અવસર હતો, તક હતી પરંતુ જ્યાં એક તરફ આપણા ખેલાડીઓ મેડલ જીતવા માટે મહેનત કરી રહ્યાં હતાં ત્યાં આ કોમન વેલ્થમાંથી પોતાની વેલ્થ…પોતાની સંપત્તિ એકઠી કરવામાં લાગેલા હતા.
2જી સ્પેક્ટ્રમ ફાળવણી, તમે એમાં જોઇ લો 2જી સ્પેક્ટ્રમમાં શું પરિણામ આવ્યું આ સત્તાભોગનું પરિણામ હતું અને તેમની નિયત એજ પોતાનો અને પોતાનાઓને લાભ કરાવવો. અમારી નિયત લોકોને સસ્તો ડાટા, ફોન પર ઓછા ખર્ચે વાત થાય અને તેને કારણે સ્પેક્ટ્રમની હરાજીની વ્યવસ્થા અમે વિસ્તૃત કરી.
બેન્કિંગ વ્યવસ્થાની શું પરિસ્થિતિ કરી મુકી હતી. ફોન બેન્કિંગ ચાલતુ હતું, નામદારને જાણ થાય કે કોને મદદની જરૂરત છે, બેન્કને ફોન થઇ જતો હતો. રૂપિયા નિકળી જતાં હતાં અને પહોંચી પણ જતાં હતાં, કયા કામ માટે, કોણ લઇ જાય, ક્યાં રહી જઇશું. હવે બધુ નિકળી રહ્યું છે તો મુશ્કેલીઓ વધી રહી છે. એ વાતને ક્યારેય નહીં ભૂલાવી શકાય કે સ્વતંત્રતા બાદ 2008 સુધી બેન્કોએ તો કુલ 18 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ લીધું હતું, લોન આપી. પરંતુ સત્તા ભોગની જે રાજનીતિ ચાલી રહી હતી દેશને ચલાવવાની પદ્ધતિ હતી એ સત્તા ભોગના 55 વર્ષનું પરિણામ જુઓ… 2008 થી 2014 સુધી, છ વર્ષમાં આ 18 લાખ કરોડ વધીને 52 લાખ કરોડ થઈ ગયા. આ ફોન બેન્કિંગનું પરિણામ હતું… લોકોનાં પૈસા હતાં…લૂંટવામાં આવી રહ્યાં હતાં. કોઈ પૂછનાર નહોતું. એ તમારી પદ્ધતિ હતી, જેની 21મી સદીના મતદાતાઓને જાણકારી હોવી જોઇએ કે કેવી રીતે દેશને… અને તેમને.. તેમની ઉંમર તો કદાચ એટલી નાની રહી હશે કે તેઓ તો રમતા હશે, હવે એ લોકોને શિક્ષિત કરવાનું કામ આપણું છે.
મુદ્રા યોજનાથી, મુદ્રા યોજનાથી અમે સાત લાખ કરોડ તે એ જ છે જે 2014માં તમે છોડી ગયા હતા, તેનું તો વ્યાજ વધી રહ્યું હતું, એક નવું એનપીએ નથી વધી રહ્યું. એ તમે છોડીને ગયા અને એનું વ્યાજ વધી રહ્યું છે. અને અમે એવો કાયદો લાવ્યા છીએ અને ત્રણ લાખ કરોડ રૂપિયા પાછા આવવાની શરૂઆત થઈ ગઇ છે. મુદ્રા યોજના સાત લાખ કરોડ રૂપિયા અમે મુદ્રા યોજના દ્વારા આપ્યા માનનીય અધ્યક્ષાજી, એ લોકોને આપ્યા જેમની પાસે સમાંતર બાહેંધરીની પણ કોઇ શક્તિ નહોતી અને તેઓએ સ્વરોજગાર ઉભુ કર્યું. તેઓએ રોજગારના અવસર પેદા કર્યા. એ કામ અમે કર્યું છે. જે ભાગી ગયા છે તેઓ ટ્વીટર પર રડી રહ્યાં છે કે હું તો નવ હજાર કરોડ રૂપિયા લઇને નિકળ્યો હતો પરંતુ મોદીએ 13 હજાર કરોડ મારાં જપ્ત કરી લીધા. તેઓ રડી રહ્યાં છે. ટ્વીટ કરી રહ્યાં છે. અને કહેશે કે સવારે જાગુ ત્યારે ખબર પડે છે કે આજે મારી આ સંપત્તિની જાણકારી મળી છે એ પણ જપ્ત કરી લેવામાં આવી છે. દુનિયાના કોઇ ખૂણામાં સંપત્તિ છે તો તે પણ જપ્ત થઇ ગઇ. આ કાયદો અમે બનાવ્યો. લૂંટવાવાળાઓને તમે લૂંટવા દીધા અમે કાયદો બનાવીને તેમને પાછા લાવવાનો પ્રયાસ કર્યો.
અધ્યક્ષ મહોદયા, મને લાગે છે કે આપણા કોંગ્રેસના મિત્રોએ કેટલુક કામ આઉટસોર્સ કરી નાખ્યું છે, જેમ કે હમણાં બે દિવસ અગાઉ મદદ કરજો થોડુંક તો કરવું જ પડશે. માનનીય અધ્યક્ષ મહોદયાજી કોંગ્રેસે એ કહ્યું જ્યારે સર્જીકલ સ્ટ્રાઇકની વાત સામે આવી. હું અહિં ઉરી ફિલ્મની ચર્ચા નથી કરી રહ્યો. હું સર્જીકલ સ્ટ્રાઇકની વાત કરી રહ્યો છું ત્યારે કોંગ્રેસે કહ્યું અમારા સમયમાં પણ સર્જીકલ સ્ટ્રાઇક થયા છે. હા…હા તમારી પાસે તો બધુ જ છે. તમે જ સર્વસ્વ છો થોભો તમારી પાસે બધુ છે તમને કલાકો સુધી બોલવા દીધા છે, જો એ સમયે સેનાની એ હાલત જ નહોતી રહેવા દીધી, તમે સેનાને એક પ્રકારે નિશસ્ત્ર બનાવી દીધી હતી. એ સ્થિતિ જ નહોતી કે સર્જીકલ સ્ટ્રાઇક કરવાનો કોઇ નિર્ણય લઇ શકે, એ સ્થિતિ બનાવીને રાખી હતી. એ દિવસ હતા જ્યારે બૂલેટ પ્રૂફ જેકેટ પણ ઉપલબ્ધ નહોતા. તમે સર્જીકલ સ્ટ્રાઇક અંગે વિચારી પણ કેવી રીતે શકો છો અને તમે હિન્દુસ્તાનની આંખોમાં ધૂળ નાખી રહ્યાં છો. ન તો કોમ્યુનિકેશન ડિવાઈસ હતા, ન તો હેલ્મેટ હતા, ન તો સારા પ્રકારનાં બૂટ હતા, હું યુદ્ધ સામગ્રીની તો વાત જ નથી કરી રહ્યો આ તો સામાન્ય સામગ્રીની વાત છે.
2009માં ભારતીય સેનાએ… 1 લાખ 86 હજાર બુલેટપ્રૂફ જેકેટની માંગણી કરી..પાંચ વર્ષ પછી પણ 2014 સુધી બૂલેટપ્રૂફ જેકેટની ખરીદી કરવામાં આવી નહોતી, અને તેઓ સર્જીકલ સ્ટ્રાઇકની વાતો કરી રહ્યાં છે. આ સ્થિતિ જાણવા મળ્યા પછી 2016માં અમે 50 હજાર બૂલેટપ્રૂફ જેકેટની ખરીદી કરી અને 2018માં એક લાખ 86 હજાર બુલેટપ્રૂફ જેકેટ આપણા જવાનો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે.
જો 2014માં ત્યાર પછી પણ જો દેશની જનતા વધારે સમજદાર છે કે ભૂલ નથી કરતી પરંતુ 2014 પછી પણ યુપીએની સરકાર બની હોત તો દેશનું ગૌરવ તેજસ્વ લડાકુ વિમાન આજે જમીન પર જ ઉભુ હોત, ત્યાં પાર્કિંગ એરિયામાં ઉભુ હોત અને તે હવામાં ન જાત. 2016માં જુલાઈમાં, અમે 45 લશ્કરી ટુકડીઓમાં સમાવેશ કર્યો અને 83 તેજસ્વ વિમાન ખરીદવાની મંજૂરી આપી દીધી. તમને એની ચિંતા નહોતી, સેના તાકતવર બને એ તમે ક્યારેય વિચાર્યું નહીં.
દેશની સુરક્ષા કરનારા જવાનો પ્રત્યે તમારી આટલી સંવેદનહીંનતા કેમ હતી, તમે કોંગ્રેસની અગાઉની સરકારોએ દસ વર્ષમાં સેના, વાયુ સેના, નેવી એમની આવશ્યકતાઓ તરફ દુર્લક્ષ્ય કેમ સેવ્યું? કલ્પના કરો એ સમયે જો કોઇ આપણા દુશ્મન દેશે કોઇ એવી હરકત કરી હોત તો આજે દેશ ક્યાં ઉભો હોત, તમે આટલી ગુનાહિત બેદરકારી કરી છે અને દેશ તેને ક્યારેય માફ નહીં કરી શકે. આજે જરૂર છે જે પ્રકારના વાતાવરણ વચ્ચે આપણે રહીએ છીએ, આપણી સેનાનું આધુનિકરણ થવું જોઇએ અને તેના માટે અમે….
મને એ જણાવો ત્રણ દસકા થઈ ગયા શું કારણ છે કે, દેશે આવતી પેઢીનાં એક પણ ફાઇટર પ્લેન આપણી સેનાના હાથમાં નથી આપ્યા. એટલે કે 30 વર્ષમાં એક પણ નહીં, જ્યારે આપણા પડોશમાં દરેક પ્રકારનું યુદ્ધ સામર્થ્ય વધી રહ્યું છે. પરંતુ શું દેશની સુરક્ષાનો વિષય દેશની સાથે વિશ્વાસઘાત નહોતું, શું તેમની કોઇ જવાબદારી નહોતી. એક – એક આરોપનો જવાબ નિર્મલાજીએ ગણી ગણીને આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દરેક પાસાંને ચકાસી જોયું છે અને સવાલ એ છે કે, કોંગ્રેસ પાર્ટી નથી ઇચ્છતી કે દેશની સેનાના હાથમાં આપણી વાયુ સેના મજબૂત થાય. હું ગંભીર આરોપ લગાવી રહ્યો છું કે, કોંગ્રેસ પાર્ટી નથી ઇચ્છતી કે આપણી વાયુ સેના મજબૂત થાય, આજે રાફેલ સોદો રદ થાય, તેના માટે કોના ભલા માટે લાગેલા છો. તમે કઇ કંપનીની ભલાઈ માટે રમત રમી રહ્યાં છો. તમે આ પ્રકારે દેશની સેવા સાથે આ વ્યવહાર કરતા આવ્યા છો. 30 વર્ષ સુધી દેશની સેનાને તમે નિશસ્ત્ર બનાનીને રાખી હતી અને ઈતિહાસ સાક્ષી છે… કોંગ્રેસ પાર્ટી અને તેમની યુપીએ સરકારની સત્તા ભોગના કાર્યકાળમાં રક્ષા સોદાઓમાં દલાલી વગર કામ થઇ જ શકતુ નહોતુ.
હું ક્યારેક વિચારતો હતો કે રફાલને લઇને તે ખોટું પણ એટલા આત્મવિશ્વાસથી કેમ બોલે છે, આ આત્મવિશ્વાસ સાથે કેમ બોલે છે, હું એ વિચારતો હતો, તો જ્યારે હું વિગતો જોવા લાગ્યો ત્યારે મને જાણવા મળ્યું કે તેઓ એ માનીને ચાલી રહ્યાં છે કે, છેલ્લાં 55 વર્ષમાં સત્તા ભોગના કાળમાં એક પણ રક્ષા સોદો વગર દલાલીએ થયો જ નથી. ક્યાંથી કોઇ કાકા… કોઇ મામા… જ્યારે પારદર્શિતા સાથે, ઈમાનદારીથી દેશની વાયુસેનાને મજબૂત કરવા માટે કામ થઇ રહ્યું છે. તો માનનીય અધ્યક્ષાજી આ કોંગ્રેસના લોકો જરાક રઘવાયા બની જાય છે. સાચુ સાંભળવાની આદત રહી નથી અને હવે મુશ્કેલી છે ચહેરા ઉતરી ગયા છે…અમે આવીને દેશની ભિન્ન-ભિન્ન સંસ્થાઓને એક પત્ર મોકલ્યો છે. અમે કહ્યું કે તમને વિદેશથી નાણાં મળે છે FCRA કાયદા હેઠળ તમને મંજૂરી મળેલી છે, તમે પોતાના નાણાંનો હિસાબ આપો. વિદેશથી ધન આવે છે તો ક્યાં ઉપયોગ કરો છો. આટલું જ..કોઇ દરોડો પાડવો પડ્યો નથી. કોઇ આવકવેરાવાળાને પણ જવું પડ્યું નથી એક નાનકડો પત્ર ગયો છે અને તમે હેરાન થઈ જશો, આ દેશમાં 20 હજારથી વધારે સંગઠન તેમણે પોતાની દુકાન બંધ કરી નાખી જેઓ વિદેશથી ધન મેળવતા હતા. આ 20 હજાર સંસ્થાઓ શું કરતી હતી… સરહદી ગામડાંઓથી લઇને, સંસદથી લઇને, ન્યાયતંત્ર સુધી, ન્યાયપ્રક્રિયા સુધી પ્રભાવ પેદા કરવાનું કામ થતું હતું. તેમની પર હાથ ઉપાડવાનું કામ અમે કર્યું છે. હિન્દુસ્તાનને નુકસાન કરવામાં… 20 હજાર સંસ્થાઓ… શું તમે આ રોકી શકતા નહોતા, કેમ ચાલવા દીધું, શું આશીર્વાદ હતા, શું ભલુ થતું હતું તમારું, આ વિદેશથી ધન લાવવાનો માર્ગ કોના માટે હતો. આ લડત અમે લડી રહ્યાં છીએ અને એટલા માટે ચારે તરફથી અભદ્ર ભાષા સાંભળવા મળી રહી છે, ગાળો સાંભળવા મળી રહી છે, ગંદા આરોપ સાંભળવા મળી રહ્યાં છે. તેનું કારણ એ જ છે કે આટલા બધા લોકોને પરેશાની થઈ રહી છે કે એક ઇમાનદાર સચ્ચાઈવાળી સરકાર, દેશના હિતમાં વિચાર કરવાવાળી સરકાર આવે છે તો શું થાય છે. તે એનાથી ખબર પડે છે કે. 20 હજારનો આંકડો ખૂબ મોટો આંકડો છે અને હવે તો હું જોઇ રહ્યો છું કે જે મોટા મોટા નામ હતા તેઓ સત્તાવાર રીતે હિન્દુસ્તાનથી પોતાનો વેપાર સમેટ્યા પછી નવા નામ સાથે ઘૂસવાના પ્રયાસ કરી રહ્યાં છે, એ પરિસ્થિતિ સર્જાઈ છે તમે જોયું હશે.
મને યાદ છે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ, નર્મદા..પંડિત નેહરુજીએ તેનો શિલાન્યાસ કર્યો હતો અને હવે મેં ઉદઘાટન કર્યું છે… દેશનું કેટલું નાણું અને તેમાં પણ મને વિદેશી ધન સાથે રમવાવાળી એનજીઓ… અને કોઇએ અટકાવ્યા નહીં તેમને… 20 હજાર સંસ્થાઓ બંધ થઇ છે. અને આવનારા દિવસોમાં આંકડો વધી શકે છે. કારણ કે અમે પાઈ પાઈનો હિસાબ લઇ રહ્યાં છીએ.
અધ્યક્ષ મહોદયા 55 વર્ષના સત્તા ભોગે કેટલાક પક્ષના લોકોની આદતો એટલી ખરાબ કરી નાખી છે કે તેઓ પોતાની જાતને શહેનશાહ માને છે અને અન્યોને નિસ્તેજ માને છે, દરેક વ્યવસ્થાને નિસ્તેજ માને છે, દરેકનું અપમાન કરવાનું જાણે કે તેમના સ્વભાવમાં છે. આખા વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરવો, ન્યાયતંત્રનું અપમાન કરવું, રિઝર્વ બેન્કનું અપમાન કરવું, સેના અધ્યક્ષનું અપમાન કરવું, ચૂંટણીપંચનું અપમાન કરવું, દેશની સૌથી મોટી તપાસ એજન્સીનું અપમાન કરવું, લોકતંત્રનું અપમાન કરવું એ… એ હું સમજું છું કે સત્તાભોગને કારણે તમારી અંદર આવેલી વિકૃતિ છે. અને મહાત્મા ગાંધીને ઘણા સમય અગાઉથી તેની જાણ થઇ ગઇ હતી, તેમને અંદજ આવી ગયો હતો કે બધી બીમારીઓને સ્વીકારી લેવાની શક્તિ કોનામાં વધારે છે તો તે કોંગ્રેસની હતી. અને એટલા માટે મહાત્મા ગાંધીએ એ સમયે કહ્યું હતું કોંગ્રેસને વિખેરી નાખો, કોંગ્રેસમુક્ત ભારત એ મારું સપનું નથી, હું તો મહાત્મા ગાંધીજીની ઇચ્છા પૂરી કરી રહ્યો છું. અને દોઢસો વર્ષ થયા છે મહાત્મા ગાંધીને. આ શ્રદ્ધાંજલિના રૂપમાં આ કામ તો કરવું જ છે. અને કેટલી પણ ભેળસેળ કરી લો બચી શકવાના નથી. અમારા માટે તો અમારા સંસ્થાન જુદા છે. અમારા માટે અમારાથી મોટું અમારો પક્ષ છે, પક્ષથી મોટો દેશ છે. અને એટલા માટે માનનીય અધ્યક્ષાજી સંવિધાન સંસ્થાઓનું અપમાન, ભ્રષ્ટાચાર, વંશવાદ આ એક પ્રકારે કોંગ્રેસના સાથીઓએ પણ મિલાવટ સંસ્કૃતિનો સ્વીકાર કરી લીધો છે. વંશવાદ પછી તેમનો પણ સાથી બનીને રહી શકે તેમ નથી. એક પણ નહીં કારણ કે તેમના માટે આ એક સંસ્કાર બન્યું છે, એ તેમની સંસ્કૃતિ બની ગઇ છે. અને તેઓ એના માટે ઝઝૂમીને અને એટલા માટે મહામિલાવટના ખેલને સરળતાથી કરવામાં આવી રહ્યો છે, બધા વંશવાદી છે. મોટાભાગના જૂથમાં જામીન પર છે. તો મોટું સ્વભાવિક છે પછી…
આજે પૂર્ણ બહુમતની સરકાર જો અટલ બિહારી વાજપેયીજીને પણ મારાથી વધારે પૂર્ણ બહુમત મળ્યું હોત તો આજે દેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો હોત, અમે જાણીએ છીએ તે જેઓ આજે તમારી પાસે આવ્યા છે ન તો તેઓ એ સમયે પણ અમારી પાસે હતા અને એ સમયે પણ તેમણે આવો જ દગો કર્યો હતો. આવો, દગાબાજ લોકોને લઇને આપણે દેશમાં મિલાવટી સંસ્કૃતિ, મહામિલાવટ, મહામિલાવટ કરીએ.
આજે બાબા સાહેબ આંબેડકરનો ઉલ્લેખ થયો છે, એક વખત બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું અને થઇ શકે છે કે મિલાવટના માર્ગે જનારા કેટલાક લોકોને કદાચ બાબા સાહેબ આંબેડકરમાં શ્રદ્ધા હોય તો કામ આવશે. બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે કોંગ્રેસમાં સામેલ થવું એટલે આત્મહત્યા કરવા સમાન હશે. આ બાબા સાહેબ આંબેડકરનું વાક્ય છે.
અધ્યક્ષ મહોદયાજી આજે આપ અહિં ગૃહમાં… ખડગેજી તમારું સીઆર કોઇ નહીં બગાડશે ચિંતા ના કરો તમારે શતાયુ થવાનું છે. અમારી શુભકામના તમારી સાથે છે.
અધ્યક્ષ મહોદયાજી, આજે આ ગૃહમાં મોંઘવારીને લઇને પણ કેટલીક વાતો થઇ છે. સત્યથી તદ્દન વેગળુ, સચ્ચાઈથી દૂર, હું સહુને યાદ કરાવવા માગુ છું કે આપણા દેશમાં બે ગીત ખૂબ પ્રસિદ્ધ થયા છે કોઇક જમાનામાં. એક હતું, બાકી કુછ બચા તો મહંગાઈ માર ગઇ, અને બીજુ ગીત હતુ, મોંઘવારી અંગેનું જે ખૂબ લોકપ્રિય થયું હતું, મહંગાઈ ડાયન ખાએ જાત હૈ… મહંગાઈ ડાયન ખાએ જાત હૈ… હવે આ બન્ને ગીત કયા કાર્યકાળના છે, પહેલું ગીત લોકપ્રિય થયું ત્યારે શ્રીમતી ઈન્દિરા ગાંધીજી પ્રધાનમંત્રી હતાં અને ફૂગાવાનો દર 20 ટકાથી વધારે હતો અને બીજો ગીત રીમોટ કંટ્રોલવાળી સરકાર હતી અને દસ ટકાથી વધારે ફૂગાવો હતો, ત્યારે આ ગીત લખાયા હતા અને ગીત લોકપ્રિય બન્યા હતા….મોંઘવારી અને તમારો અતૂટ નાતો છે…અતૂટ નાતો. આ દેશમાં જ્યારે પણ કોંગ્રેસ આવી છે મોંઘવારી હંમેશાં વધી છે. ઈન્દિરાજીનાં સમયે 30 ટકાથી ઉપર જતો રહ્યો હતો ફૂગાવો. હવે તમે 1947થી શરૂ કરી રહ્યાં હતા કાલે… હું ખોલીને મુકીશ તો ખબર નહીં શું શું નિકળશે. અને એટલા માટે વિતેલા સાડા ચાર વર્ષમાં મોંઘવારીનો દર, 55 મહિનામાં સેવા ભાવથી ચાલનારી સરકાર 4 ટકાની મર્યાદામાં બાંધીને રાખ્યો છે. મધ્યમ વર્ગીય સમાજ માટે ખૂબ સારી મદદ અમારી સરકાર સતત કરતી આવી છે. કારણ કે દેશમાં જે પ્રકારથી આર્થિક ગતિવિધિ આવી છે. મધ્યમ વર્ગની આશા અપેક્ષા વધવી સ્વભાવિક છે. અને હું માનું છું કે તે કોઇપણ દેશની પ્રગતિના વિકાસ માટે ખૂબ અનિવાર્ય અંગ છે જે આજે દેશ 55 મહિનામાં અનુભવી રહ્યો છે. નવી-નવી મહત્વાકાંક્ષાઓ, નવી-નવી અપેક્ષાઓ, નવી-નવી આકાંક્ષાઓ આ વિકાસની સૌથી મોટી નિશાની હોય છે. જે આજે દેશમાં નજરે આવે છે. કેટલાક લોકોને આશા, અપેક્ષા એ બોજ લાગે છે. હું તેમને ગૌરવથી જોઉં છું કારણ કે તેઓ દોડવાની શક્તિ આપે છે, નવું કરવાની પ્રેરણા આપે છે.
જીએસટી પછી જરૂરી સામાનને ટેક્સની મર્યાદા બહાર લાવવાનું કામ અમે કર્યું છે. તમે યાદ કરો દૂધ પર પણ ટેક્સ લેતા હતા, ન જાણે કેવી કેવી ચીજો પર તમે ટેક્સ લેતા હતા. એ દિવસો…તમને તો બોલવાનો હક જ નથી અને સરેરાશ ટેક્સ જીએસટી પહેલા 30 ટકાથી વધારે થતો હતો. અને તમે… તમે એવી વાતો બતાવો છો, જેમ કે, મતલબ હવે જીએસટી કાઉન્સીલ નિર્ણય કરે છે, જેમાં તમારા પક્ષના લોકો પણ સામેલ થતા હતા અને તમારા પક્ષના મુખ્યમંત્રી અને તમારી સરકારના લોકો પણ હોય છે.
આજે 99 ટકા સામાન 18 ટકા અથવા તેનાથી નીચે આવ્યો છે, આ બજેટમાં પણ આવકવેરામાં 5 લાખ રુપિયાની છૂટ આપવાનું કામ અમે કર્યું છે અને આ માંગ અમારા સમયે આવી છે એવું નથી જ્યારે અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હતા ત્યારે પણ આવતી હતી. 1992માં પણ આવી માંગણી આવતી હતી. પરંતુ આટલા વર્ષો સુધી તમે ક્યારેય ધ્યાન આપ્યું નહીં, અમે ચિંતા કરી છે, અમે એ કર્યું છે.
એજ્યુકેશન લોન આપણો મધ્યમ વર્ગનો પરિવાર એજ્યુકેશન લોન લે છે. એજ્યુકેશન લોન લે છે, તો અમે તેને 15 ટકાથી ઘટાડીને 11 ટકા સુધી લાવ્યા છીએ, વ્યાજ અને તેના કારણે જો એક નવયુવાન વિદ્યાર્થી 10 લાખ રૂપિયાની લોન લે છે, તો આજે તેને લોન ભરતા-ભરતા સવા લાખ રૂપિયાની બચત થાય છે. એ જ પ્રકારે આવાસમાં જો બેન્કથી લોન લેવાય છે, તો મધ્યમ વર્ગીય પરિવાર તો બેન્કમાં પૈસા જમા કરતા-કરતા તેમને પાંચ થી છ લાખ રૂપિયાની બચત થાય છે. આ કામ અમે કર્યું છે. એ જ પ્રકારે, એલઇડી બલ્બથી હેરાન છું! શું કારણ હતું કે યુપીએના સમયે એલઈડી બલ્બ 300, 400, 450માં મળતો હતો અને એવું કયું કારણ હતું કે, અમારા આવ્યા બાદ તે 60-70 રૂપિયામાં મળતો થઈ ગયો અને દેશમાં કરોડો કરોડો એલઈડી બલ્બ વેચાયા છે. કેટલા કરોડો રૂપિયાનું નાણું ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું બચ્યું છે જેનો અંદાજ તમે લગાવી શકો તેમ છો અને આ એલઈડી બલ્બને કારણે દેશમાં 50 હજાર કરોડ રૂપિયાના વીજ બીલ ઘટ્યા છે. જો 50 હજાર કરોડ રૂપિયા પ્રતિવર્ષ મધ્યમ વર્ગના પરિવારના ખિસ્સામાં બચેલા છે, જો 50 હજાર કરોડ રૂપિયાનું પેકેજ હું જાહેર કરું છું તો મીડિયામાં ચોવીસ કલાક ચર્ચા ચાલતી રહેતી, દરેક અખબારમાં હેડ લાઈન હોત આ કામ આરામથી 50 હજાર કરોડ રૂપિયા બચાવીને દેશના મધ્યમ વર્ગીય પરિવારની મદદ કરવાનું કામ અમારી સરકારે કર્યું છે.
હૃદયની બીમારીના સ્ટેન્ટ કેટલા મોંઘા હતા, તે અમે સસ્તા કરી દીધા છે. આ કરીને બતાવ્યું અમે. મફતમાં ડાયાલિસીસ સુવિધા જિલ્લા સ્તર સુધી લઇ ગયા છીએ. અગાઉ ગરીબ વ્યક્તિને ડાયાલિસિસ માટે બે-બે હજાર રૂપિયા, ત્રણ–ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો અને આજે અમે વિનામૂલ્યે તેનો ઈલાજ કરાવવાનું કામ અમારી સરકારે કર્યું છે. પાંચ હજારથી વધારે જનઔષધિ કેન્દ્ર અમે શરૂ કર્યાં છે, એ દરેક જનઔષધિ કેન્દ્રોનું પરિણામ છે કે જે ગરીબ પરિવારો જેમાં સંયુક્ત પરિવારના 60થી ઉપરની વયની એક-બે વ્યક્તિ હોય છે માટે કોઇકને કોઇક દવાની રોજે-રોજ જરૂર પડતી હોય છે. દવા લાવવી, ખરીદવી જેવી જરૂર પડતી હોય છે. આજે 100 રૂપિયાની દવા જનરિક મેડિસિનના લીધે 30 રૂપિયામાં મળવા લાગી છે. મધ્યમ વર્ગ માટે આ સૌથી મોટો લાભ થાય તેવું કામ અમે કર્યું છે. એ જ પ્રકારે ગરીબોની સારવાર માટેની ચિંતા અમે કરી છે. હું હેરાન છું કે આયુષ્માન ભારતની યોજનામાં મોદીના પત્રને લઇને પરેશાન છે. દેશનો પ્રધાનમંત્રી એક રીતે પત્ર લખે છે તો ખૂબ જવાબદારી સ્વીકારે છે, ખૂબ મોટી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. અને સામાન્ય માનવીને વિશ્વાસ અપાવે છે કે તમે ચિંતા ના કરો અમે તમારી સાથે છીએ. તમે અને સાચે જ ગૃહમાં ખુશીની લાગણી હોવી જોઇએ કે દેશમાં ગરીબ કે જે ગરીબીને કારણે મૃત્યુની રાહ જોતા રહેતા હતા. પરંતુ હોસ્પિટલ સુધી જવાનું પસંદ નહોતા કરતા અને તેઓ સામાન્ય જડી-બુટ્ટી લઇને કામ ચલાવી લેતા હતા. ગંભીરથી ગંભીર બીમારીમાં તેઓ દિવસો પસાર કરી નાખતા હતા. પરિવારના સભ્યોની સ્થિતિ પણ એવી થઇ જતી હતી કે હવે શું કરીએ. 2-2, 3-3, 4-4 વર્ષથી ગંભીર બીમારીમાં પડેલા લોકો હમણા કેટલાક સો દિવસોથી પણ વધારે નહીં વધુ દિવસો નથી થયા આયુષ્માન ભારત યોજનાનો અત્યાર સુધી અંદાજે 11 લાખ ગરીબોએ તેનો લાભ ળઇ લીધો છે. અને ગંભીર પ્રકારની બીમારીમાં લાભ મળી રહ્યો છે અને દરરોજ 15 હજારથી વધારે ગરીબ આ આયુષ્માન ભારત યોજના હેઠળ લાભ લઇ રહ્યાં છે. અમારા સહુની એ જવાબદારી છે, મેં જોયુ છે કે પ્રધાનમંત્રી રાહત ફાળા માટે અમારા દરેક સાંસદ ચિઠ્ઠી લખે છે ભાઈ અમારા વિસ્તારમાં કેન્સરની બીમારી છે પ્રધાનમંત્રી રાહત કોષમાંથી નાણાં આપો. અને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી અમે આ કામને સતત કરતા રહીએ છીએ, મારી અગાઉના પ્રધાનમંત્રીઓએ પણ કર્યું છે. પરંતુ આ આયુષ્માન ભારત પછી આજે કોઇ સાંસદે કોઇ પ્રકારની ચિઠ્ઠી લખવાની જરૂરત પડી નથી રહી તેમને ગોલ્ડ કાર્ડ મળી ગયું તેમનું કામ ઝડપથી થઇ જાય છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી તો અમુક મર્યાદામાં નાણાં આપવામાં આવતા હતા આમા તો આખે આખુ ખર્ચ આપવામાં આવી રહ્યું છે. દરેક સાંસદ પ્રધાનમંત્રી રાહત કોષથી મળનારી રકમનાં સંદર્ભે હંમેશાં મને મળતા હતા, સંતોષ વ્યક્ત કરતા હતા, મારા વિસ્તારમાં આટલા લોકોને લાભ થઇ ગયો છે, સાહેબ પ્રથમ સપ્તાહમાં થઇ ગયું, ત્રીજા અઠવાડિયે થઈ ગયુ બધુ આપણું.. અને હું તેમને પત્ર લખુ છું. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી જેમને પણ પૈસા મળે છે તેમને ચિઠ્ઠી લખુ છું કે પાક્કુ થવું જોઇએ તે હા તેઓ બીમાર હતા કે નહોતા. અને ચિઠ્ઠી લખું છું. અમે ગુજરાતમાં હતા ત્યારે અમે ત્યાં એક પ્રયોગ કર્યો હતો, સર્કિટ હાઉસમાં જે લોકો રહેતા હતા, નેતાઓ છે તો તેમને કન્સેશન મળી રહે છે, તેમને સર્કિટ હાઉસમાં તો અમારા એક સર્કિટ હાઉસના મેનેજર હતા, જેટલા લોકો રહેતા હતા તેમને ફરીથી કાગળ-પત્ર લખતા હતા કે તમે અને તમારી પત્ની બન્ને એ તારીખે આવ્યા હતા. તમે કોઇ અસુવિધા નહીં થઇ હોય. સાહેબ સ્થિતિ એવી થઇ ગઇ છે કે, લોકોએ આવવાનું બંધ કરી નાખ્યું. હું પત્ર લખતો હતો કે તમને આ બીમારી હોવાના કારણે મેં આટલા પૈસા મોકલ્યા છે, તમારું સ્વાસ્થ્ય સારુ રહ્યું હશે એના કારણે.. અને પછી તેમને આધાર સાથે જોડી દીધા. એક નૈયા પૈસાનું લિકેજ નથી… પરંતુ આયુષ્માન ભારતથી દરેક સાંસદને હું આગ્રહ કરું છું કે તમે ચૂંટણીમાં જઇ રહ્યાં છો, જેટલા ગરીબ હોય તમારા વિસ્તારમાં, ગરીબોનું ભલુ થશે, ચૂંટણીઓ તો આવશે અને જશે ભાઈ હવે આ બે-ત્રણ મહિનામાં તો કંઇક કામ કરી લો. તમારા માટે તક છે એટલા માટે તમને બતાવી રહ્યો છું.
અધ્યક્ષ મહોદયાજી એક વિશેષ યોજના અંગે હું વિસ્તારપૂર્વક જણાવવા માગું છું. સંવિધાન સંશોધન કરીને અમે દેશના ગરીબ યુવાઓને તેમના સપનાં સાકાર કરવા માટે એક સુવિધા તો કરી છે પરંતુ સામાજીક તણાવને જેટલો મંદ કરી શકીએ એ માર્ગને અમે પસંદ કર્યો છે. SC, ST, OBC એ વ્યવસ્થાને જરા પણ અડક્યા વગર 10 ટકા ગરીબોને અનામત એ વિષય અમારા આવ્યા પછી થયું એવું પણ નથી અગાઉથી હતો, આ અમે હિંમ્મત બતાવી અને હું આ ગૃહનો આભારી છું, સહુનો આભારી છુ કે સહુએ સર્વસંમતિથી તેમાં સાથ આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરવાની આ તક હોવાથી દરેક પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છું પરંતુ તેની સાથે સાથે બાકીને અન્યાય ન થાય તે માટે શિક્ષણ ક્ષેત્રે ફાળવણીની અંદર જ બેઠક વધારવાનો પણ નિર્ણય કરી લીધો છે જેથી અમારી જે પ્રગતિની યાત્રા છે તેને કોઇ દુઃખ-તકલીફ ન થાય.
55 વર્ષના શાસન છતાં હવે હું જરા સત્તા ભોગની શું સ્થિતિ છે. સત્તા ભોગ 55 વર્ષ નોકરીના સંબંધમાં કોઈ સ્ટાન્ડર્ડ વ્યવસ્થા વિકસિત થઇ જ નહોતી. 55 વર્ષમાં આપણી માટે તે એજન્ડા જ નહોતો, જૂની સરકારોની માટે રોજગારીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા વિકસિત કરવી જોઈએ, કોઈ વ્યવસ્થા જ નથી, અને તેની માટે સત્તા ભોગમાં ડૂબેલા લોકોની જવાબદારી વધારે છે. અમે આવીને પ્રયત્ન કર્યો છે અને જો 100 ક્ષેત્રોમાં નવી નોકરીઓ બની રહી છે તો માત્ર તેમાં 7-8 ક્ષેત્રોને ગણીને એક ઉપરછલ્લો અંદાજો લગાવવામાં આવ્યો, આજે જે ગતિ છે કે 100 ક્ષેત્રોમાં રોજગાર… 7 કે 8માં ટોકન સર્વે થાય છે અને તે અનુસાર અનુમાન હવે આજે સમય બદલાઈ ગયો છે બધા માપદંડો બદલાઈ રહ્યા છે, રોજગારીના પ્રકારો બદલાઈ ચુક્યા છે હવે એટલા માટે હું આજે આ સદનને સચ્ચાઈ જણાવવા માગું છું અને ડંકાની ચોટ પર કહેવા માગું છું, તથ્યોના આધાર પર જણાવવા માગું છું અને હું દેશવાસીઓ પણ જેઓ ટીવી પર જોઈ રહ્યા છે તેમને ખાસ કહું છું કે, મારા આગળના ભાષણને બદલે આને ગંભીરતાથી સાંભળો જેથી કરીને જે રીતે સત્યને ક્યાંય જગ્યા નહીં એવા જે સત્તા ભોગી લોકો જેઓ વાતો કરી રહ્યા છે તેમને જરા સીધે સીધો જવાબ દેશની જનતા આપી શકે છે.
હવે જુઓ, દેશમાં અસંગઠિત ક્ષેત્ર લગભગ 85-90 ટકા નોકરીઓ આપે છે. જ્યારે સંગઠિત ક્ષેત્ર માત્ર 10થી 15 ટકા જ નોકરીઓ આપે છે. આ સત્યનો સ્વિકાર કરવો જ પડશે.અસંગઠિત ક્ષેત્રમાં 82થી 90 ટકા છે, જ્યારે સંગઠિત ક્ષેત્રમાં 10થી 15 ટકા માત્ર છે. જે ક્ષેત્ર માત્ર નોકરીઓના 10 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે હું તેના કેટલાક આંકડાઓ જાણવા માગું છું, હું જરા તે 10 ટકાનો હિસાબ જાણવા માગું છું. 90 ટકાવાળો હિસાબ પછી જોઈશું. સપ્ટેમ્બર 2017થી લઈને નવેમ્બર 2018 સુધી એટલે કે લગભગ 15 મહિનામાં લગભગ એક કરોડ 80 લાખ લોકોએ પહેલીવાર પ્રોવિડંડ ફંડના પૈસા કપાવવાના શરુ ર્ક્યા છે. આ રોજગારી વિના થાત ખરું? હા, આમાંથી 64 ટકા લોકો છે જેમની ઉંમર 28 વર્ષથી ઓછી છે. એટલા માટે ખડગેજી આજે સવારે જે દલીલ આપી રહ્યા હતા તેનો કોઈ તર્ક નથી. 28 વર્ષથી ઓછી ઉંમરનો વ્યક્તિ એટલે એક નવી નોકરી પ્રાપ્ત કરવાવાળો હોય છે. તે સિવાય એક અન્ય તથ્ય હું આપને આપવા માગું છું. આપણા દેશમાં માર્ચ 2014માં લગભગ 65 લાખ લોકોએ નેશનલ પેન્શન યોજના એનપીએસમાં નોંધણી કરવામાં આવી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ સંખ્યા વધીને એક કરોડ 20 લાખ રૂપિયા થઇ ગઈ છે. શું તે પણ નોકરી વિના બધું થયું હશે? કોઈ એમ જ કરી નાખતું હશે ખરું? અને એટલા માટે એક વધુ આંકડો હું આપવા માગું છું. દર વર્ષે આવકવેરા રીટર્ન ભરતી વખતે નોન કોર્પોરેટ કરદાતાઓ જેઓ પોતાની આવક જાહેર કરતા હોય છે. તેમને પોતાને પગાર નથી મળતો પરતું આ લોકો પોતાને ત્યાં જે લોકોને નિયુક્ત કરે છે, તેમને પગાર આપે છે. ગયા ચાર વર્ષોમાં દેશમાં એવા લગભગ છ લાખ 35 હજાર નવા વ્યવસાયિકો જોડાયા છે. શું તમને લાગે છે કે એક ડોક્ટર પોતાનું ક્લિનિક અથવા નર્સિંગ હોમ ખોલે છે તો શું તે બીજા કોઈને કામ નહીં આપતો હોય? કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાની ઑફીસ ખોલે છે, શું તે કોઈને રોજગાર નહીં આપતો હોય? શું તે 1, 2, ૩ લોકોનો સ્ટાફ નહીં રાખતો હોય? છ લાખ 35 હજાર વ્યવસાયિકો હવે તેમણે જે લોકોને કામ પર રાખ્યા હશે અને હું ફરીથી કહેવા માંગીશ કે સંગઠિત ક્ષેત્રનો આંકડો છે કે જે માત્ર 10 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, તેના આધાર પર મેં જણાવ્યું છે.
હવે હું જરા તમને અસંગઠિત ક્ષેત્રનો આંકડો આપું છું. અસંગઠિત ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં અસંગઠિત કામદારો જે હોય છે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારના અવસર હોય છે. વીતેલા ચાર વર્ષોમાં આશરે 36 લાખ મોટા ટ્રક અથવા વ્યાવસાયિક વાહનો વેચાયા છે, આશરે દોઢ કરોડ મુસાફર વાહનો વેચાયા છે અને 27 લાખથી વધુ નવી રીક્ષાઓનું વેચાણ થયુ છે. આ બધીજ ગાડીઓ જેમણે પણ ખરીદી હશે, શું તેમણે પાર્કિંગમાં મૂકી રાખી હશે? શોભા માટે રાખી મૂકી હશે શું? શું તેને ચલાવનારું કોઈ નહીં હોય કે? તેમની કોઈ સર્વિસીસ નહીં થતી હોય? શું તેમની જાળવણી માટે કોઈ તંત્ર વ્યવસ્થા કામ નહીં કરતી હોય? એક અનુમાન છે કે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની અંદર જ દેશમાં વીતેલા સાડા ચાર વર્ષોમાં લગભગ સવા કરોડ લોકોને નવા અવસરો મળ્યા હશે. એ જ રીતે હોટલ ઉદ્યોગ જો હોટલ ઉદ્યોગની હું વાત કરું તો મંજૂરી મેળવેલી હોટલોની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. શું આ હોટલો ખાલી પડી રહી હશે? શું તોઓ કોઈને નોકરી નથી આપી રહ્યા? અંદાજ એ પણ હોઈ શકે છે કે, પ્રવાસન ક્ષેત્રમાં લગભગ દોઢ કરોડ નવી નોકરીઓનું નિર્માણ થયું છે.
દેશમાં ટેક્સી એગ્રીગ્રેટર સર્વિસનો એટલો વિસ્તાર થઇ રહ્યો છે પરંતુ વિપક્ષના મારા સાથીઓને લાગે છે કે તમામ એપ આધારિત કંપનીઓ આ કરી રહી છે. આ એપ આધારિત કરી રહી છે, શું ડ્રાઈવર વગરની કારો ચાલી રહી છે? એપ આધારિત છે તો શું ડ્રાઈવર વગરની ગાડીઓ છે? તેમાં પણ કોઈ ને કોઈ ગાડી ચલાવે છે. તેનો પણ કોઈ ને કોઈ રોજગાર છે. મુદ્રા યોજના અંતર્ગત પહેલીવાર લોન મેળવનારા લોકોની સંખ્યા સવા ચાર કરોડથી વધુ છે. પહેલ-વહેલી વાર એટલે કે આ સવા ચાર કરોડ લોકોએ પોતાનું કામ શરુ કર્યું છે, પરંતુ આ લોકો નોકરીઓના આંકડામાં નથી હોતા. એ જ રીતે અમારી સરકાર દરમિયાન બે લાખથી વધુ નવા કોમન સર્વિસ સેન્ટર દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા છે. શું તેના કારણે પણ કોઈને નોકરી નહીં મળતી હોય? એક જમાનો હતો એસટીડીનું બૂથ લાગતું હતું અને સંસદમાં તેને રોજગારના આંકડાના રૂપમાં જણાવવામાં આવતા હતા. આજે બે લાખ કોમન સર્વિસ સેન્ટર અને લગભગ 18-20 કલાક કામ કરે છે, એક એક કોમન સર્વિસ સેન્ટરમાં ૩-૩, 5-5 નવયુવાનો કામ કરવા લાગ્યા છે અને કોમન સેવાઓ આપી રહ્યા છે.
એ જ રીતે દેશમાં બમણી ગતિએ ધોરીમાર્ગો બની રહ્યા છે, નવા એરપોર્ટ બની રહ્યા છે, રેલ્વે સ્ટેશનોનું આધુનીકરણ થઇ રહ્યું છે. કરોડો કરોડો નવા ઘરો બની રહ્યા છે. શું આ પણ કોઈ રોજગારના નવા અવસરો નથી આપતા? આપણા દેશનો નવયુવાન આજે પોતાના જોરે ઉભો થયો છે. સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના આ સ્વરોજગાર એવી મજબૂત અમારી પહેલો છે જે દેશમાં…
અધ્યક્ષ મહોદયા, આપણા દેશનો યુવાન, આપણા દેશના ભવિષ્યની સાથે સીધે-સીધો જોડાયેલો છે. પરંતુ સાથે-સાથે આપણા દેશનો ખેડૂત તેની ચિંતા પણ જે રીતે કરવામાં આવી છે, જરા બજેટ જોઈ લો, તમારા સમયમાં કેટલો ખર્ચ થતો હતો, અમારા સમયમાં કેટલો ખર્ચ થાય છે. તમે એમએસપીમાં કેટલા પૈસા લગાવતા હતા, અમે એમએસપીમાં કેટલા પૈસા લગાવીએ છીએ. તમે જોઈ લો જરા જ્યાં તમારી સરકારો હતી, એમએસપીમાં કેટલી ખરીદી થતી હતી અને આજે ભારતીય જનતા પાર્ટી એમએસપીમાં કેટલી ખરીદી થાય છે. જરા આંકડા જોશો તો તમને લાગશે કે ખેડૂતો માટે કઈ રીતે કામ થાય છે. 55 વર્ષનો સત્તા ભોગ, 55 મહિનાનો સેવા ભાવ, તે તમને ખેડૂતોની સેવાઓમાં પણ બિલકુલ જોવા મળશે. અને તમે દસ વર્ષમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક ધિરાણ માફીનું ચક્ર બનાવી લીધું. આ તમે તમારી રમત શરુ કરી. 10 વર્ષ હવા બનાવતા ચાલો અને આંખોમાં ધૂળ નાખતા જાવ અને પછી પોતાના વોટ ભેગા કરવાનો પ્રયત્ન કરો તે તમારી દસ વાર્ષિક યોજના છે.
2009ની ચૂંટણી જીતવા માટે તમે ધિરાણ માફીની જાહેરાત કરી હતી. ખેડૂતોના ધિરાણ છ લાખ કરોડ રૂપિયા હતા આદરણીય અધ્યક્ષજી, છ લાખ કરોડ રૂપિયા. આટલી મોટી તેમણે સાજ સજાવટ, હલ્લાબોલ કરી અને તેમની સ્થિતિમાં તેમને કોઈ સવાલ તો પૂછતું નથી. તેઓ પણ વાજા વગાડવા લાગી જાય છે. છ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ હતું અને તમે માફ કેટલું કર્યું 52 હજાર કરોડ, આ શું છે.. અને આ કોને જાય છે? બેંકમાં જે મોટા લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે તેમને જાય છે. જે ગરીબ ખેડૂત છે, તેને તો બિચારાને કોઈ જરૂર જ નથી, તો તેને શાહુકાર પાસે જવું પડે છે, તે વ્યાજમાં મરી જાય છે પરંતુ તમને તેની કોઈ પડી નહોતી અને તે વખતે જે કેગનો અહેવાલ છે આ જ સદનમાં મુકવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે એટલા મોટા મોટા કૌભાંડોનો કારોબાર ચાલતો હતો કે ઘણી બધી વસ્તુઓ ઉપર ધ્યાન જ નહોતું જતું. 2જી ચાલતું હતું, કોલસા ચાલતું હતું, સ્પેક્ટ્રમ.. ખબર નહીં શું શું ચાલતું હતું. અને કેવા કેવા લોકો ચલાવતા હતા, અને કયા કયા સમયે ચાલતું હતું. પરંતુ તે સમયના કેગના અહેવાલમાં છે કે તે 52 હજાર કરોડમાં પણ 35 લાખ લોકો એવા જોવા મળ્યા હતા જેઓ આના હકદાર જ નહોતા, પરંતુ તેઓ પૈસા લેતા હતા. તેમાં પણ દલાલી, તેમાં પણ રમતો અને એટલું જ નહીં અમે જ્યારે આ યોજનાને લાવ્યા છીએ તો અમારો સ્પષ્ટ મત છે કે અમે કઈ રીતે ભલું કરીશું. ખેડૂતની માટે અમારી વિચારધારા શું રહી. અમારા હજારો કરોડો રૂપિયા, અમે પણ ધિરાણ માફીના રસ્તે જઈ શકતા હતા. પરંતુ ખેડૂતનું સશક્તીકરણ તેની સમસ્યાનું કાયમી સમાધાન 99 સિંચાઈ યોજના, આજે તમને પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાથી તકલીફ થઇ રહી છે. 99 સિંચાઈ યોજનાઓ, જે કોઈ વખતે મેં કહ્યું નહેરુજીએ આપણે ત્યાં આ પથ્થર નાખ્યો હતો, મેં જઈને જે ઉદઘાટન કર્યું. 99 એવી યોજનાઓ લટકેલી પડી હતી, હજારો કરોડો રૂપિયા ખર્ચીને તે યોજનાઓને પૂરી કરવાનું અમે કામ કર્યું છે. અમે નવા મેગા ફૂડ પાર્ક, નવા કોલ્ડ સ્ટોરેજને પ્રોત્સાહન આપ્યું છે. અમારું 22 હજાર ગ્રામીણ હાટ બનાવવાની દિશામાં કામ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમે ઈ-નામના માધ્યમથી ઓનલાઈન ખેડૂતોને પોતાનો માલ વેચવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે, જેથી કરીને ખેડૂતને પૂરી કિંમત મળી શકે.
આદરણીય અધ્યક્ષાજી, અમે આ યોજનામાં ખેડૂતોની માટે આ વખતે બજેટમાં છ હજાર કરોડ રૂપિયા વાર્ષિક ધોરણે આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય આવનારા દૂરોગામી પરિણામ આપવાનો છે. 12 કરોડ ખેડૂત તેના લાભાર્થી બનશે. તમારી અત્યાર સુધીની યોજનાઓ એક કરોડ, દોઢ કરોડ, બે કરોડ ખેડૂતો સુધી સિમિત રહી હતી. ઉપરના સ્તરના લોકો માટે જ હતી. એક એકર જમીન ધરાવતા, બે એકર જમીન ધરાવતા ખેડૂત સુધી ક્યારેય નહોતી પહોંચી. આ યોજના એવી છે કે જે એક એકર, બે એકર નાના ખેડૂત પર.. અને આ દેશના 85 ટકા ખેડૂતો આવા છે. તેમને આ લાભ મળવાનો છે. અને આશરે 12 કરોડ ખેડૂતોને સીધો લાભ તેમના બેંકના ખાતાઓમાં જશે, કોઈ દલાલ નહીં હોય. મને નવાઈ લાગે છે કે કેટલાક રાજ્ય મોટી છાતી પહોળી કરીને કહી રહ્યા છે. અમે મોદીની આ ખેડૂત યોજનાને નહીં લઈએ. અરે ત્યાના જરા ખેડૂતોને તો પૂછો ભાઈ છ હજાર રૂપિયા લેવા છે કે નથી લેવા? તમારે તો એક રૂપિયો આપવો નથી. સીધો જ નિર્ણય લેવો છે. પરંતુ રાજનીતિમાં કેટલાક લોકોને એટલી હદનું ગાંડપણ આવી જાય છે, જાહેરાત કરી દે છે આ યોજનાનો લાભ નથી લેવો. અરે તમારા ખેડૂતોની તો ચિંતા કરો, આયુષ્માન અમે નહીં લઈએ. અરે તમારે ત્યાંના ગરીબોની તો ચિંતા કરો. આ રાજનીતિ ચાલતી રહેશે. આ રમત રમવાની બંધ કરો અને તમારા ગરીબ ખેડૂતોની ચિંતા કરો.
ખેડૂત અને શાહુકારને લોન આપનારા નાના ખેડૂતોને કોઈ ધિરાણ માફી નથી મળતી. હું જરા કર્ણાટકનું ઉદાહરણ આપવા માગું છું અને તમે કર્ણાટકના છો હવે તમારો અને ખેડૂત નેતા પોતે અહિં જ બેઠેલા છે આપણા પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય દેવગૌડાજી પોતાના ખેડૂત સૂત્રના રૂપમાં હંમેશા લોકોને કહેતા રહેતા હતા. તમારી સરકાર.. તમારી સરકાર, તમે મોટી જાહેરાત કરી હતી અને અમને કહો છો કે જાહેરાતો કરીને મોદીએ વોટ લઇ લીધા, તમે કર્ણાટકમાં ખેડૂતોને ધિરાણ માફ કરવાનું કહ્યું હતું. તેના લાભાર્થી 43 લાખ, કર્ણાટક સરકારના અધિકૃત આંકડાઓ અનુસાર 43 લાખ લાભાર્થીઓ છે અને અત્યાર સુધીમાં માત્ર 60 હજાર લોકોને લાભ મળ્યો છે. આ હું તમારી સરકારની વાત કહી રહ્યો છું. તમે 43 લાખમાંથી 60 હજાર, અને તમે દુનિયાને ધિરાણ માફીના નામે કહી રહ્યા છો, 10 દિવસમાં ધિરાણ માફી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જઈને આવો ત્યાં આગળ હજુ તો કાગળ પર ચિઠ્ઠીઓ નથી બની શકી. 10 દિવસમાં, તમે વાતો મોટી મોટી કરતા હતા, અને હું કહું છું તમારા 10 વર્ષનો તમારો ખેલ.. 10 વર્ષના તમારા ખેલમાં તમે એક વાર 50-60 હજાર કરોડ રૂપિયા માફ કરી નાખો છો, 10 વર્ષમાં એક વાર અને ઉપરના જે 2-૩ કરોડ ખેડૂતો છે તે જ તેમના લાભાર્થી હોય છે પહોંચતા તો નથી જ.
અમારી યોજના છે દર વર્ષે 10 વર્ષનો હું હિસાબ માંડું તો ખેડૂતોના ખાતામાં સાડા સાત લાખ કરોડ રૂપિયા જમા થાત. ક્યાં 50-52 હજારની રમત અને ક્યાં સાડા સાત લાખ કરોડ રૂપિયા દેશના ખેડૂતોના હાથમાં જશે. એટલું જ નહીં, અમે આ બજેટમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ, મત્સ્યપાલન કરનારા ખેડૂતો માટે પણ અમે વિશેષ વ્યવસ્થા કરી છે. જે ખેડૂતોને ક્રેડિટ કાર્ડના લાભ મળતા હતા, તે પશુપાલનને પણ અને મત્સ્યઉછેર કરનારાઓને પણ મળવાનો છે, તેનો ફાયદો મળવાનો છે. અમે તે લોકોના વિષયમાં વિચાર્યું એક સંવેદનશીલ સરકાર કઈ રીતે કામ કરી શકે છે. તમે કહેશો અમારા સમયમાં પણ હતું, ભાઈ તમારા સમયમાં બધું જ હતું, અને મને તો આ તમારું કરેલું છે તેમાં પણ મારી તાકાત બધી જઈ રહી છે. કારણ કે તમે એવા એવા હાથ અડાડીને છોડી દીધું છે બધું કે તેને પૂરું કરવું પડી રહ્યું છે. પણ હવે તેને હું ખુશી-ખુશી પૂરું કરીશ.
હવે મને કહો કે રસીકરણ મોદીના આવ્યા પછી થયું છે શું, રસીકરણ પહેલા પણ થતું હતું, પરંતુ રસીકરણ થવું જોઈએ. તે બાળકને, તે માંને લાભ મળવો જોઈએ… તે કામ નહોતું થતું. આપણા ગરીબ, આદિવાસી, દલિત, પીડિત. શોષિત, વંચિત રહી જતા હતા. અમે મિશન ઇન્દ્રધનુષ ચલાવ્યું અને અમે રસીકરણની સીમા પહોળી કરી નાખી અને સફળતાપૂર્વક આગળ વધાર્યું છે. રસીકરણ તમારા સમયમાં પણ થતું હતું, પરંતુ તે કોઈની રસી માટે રહી જતું હતું, ગરીબના ઘર સુધી તે રસી પહોંચી જ નહોતી શકતી. આ કામને અમે કરવાનું નક્કી કર્યું છે.
વચ્ચેથી જ અભ્યાસ છોડનારા લોકોને કૌશલ્ય વિકાસનું કામ, સ્વરોજગારનું કામ તેની માટે કૌશલ્ય વિકાસનું એક ઘણું મોટું અભિયાન અમે ચલાવ્યું છે. અમે સ્કીલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત લાખો યુવાનોને તાલીમ આપી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકો માટે અનેક વર્ષોથી માંગણી રહી છે, અસંગઠિત શ્રમ માટે, 40-42 કરોડ અસંગઠિત શ્રમદારો છે, સૌપ્રથમવાર અમે તેમને હાથ લગાવ્યો છે અને અમે ૩ હજાર રૂપિયાના પેન્શનની વ્યવસ્થા અસંગઠિત શ્રમિકો માટે લઇને આવ્યા છીએ. હું માનું છું કે હિદુસ્તાનની કોમ્યુનિસ્ટ પાર્ટી જે વિચારતી હતી તે ના કરી શકી, તે કામ કરવાનું કામ અમે કર્યું છે. અને એટલા માટે જ એક કામ આપણા દેશમાં માછીમારોની એક માંગણી રહેતી હતી કે અમારી માટે જુદું મંત્રાલય હોવું જોઈએ, અમારી સરકારે આ વખતે બજેટમાં કહ્યું છે માછીમારો માટે… માછીમારો માટે એક જુદું મંત્રાલય તેની પણ વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. તે જ રીતે વેપાર દેશની ગતિવિધિમાં આર્થિક વિકાસની ગતિવિધિમાં વેપારનો મુખ્ય ફાળો છે. પરંતુ તેમની માટે કોઈ માલિક નથી, કોઈ ચિંતા કરનારું નહોતું, સરકારે આપણો જે વિભાગ છે તેને બદલીને ડીઆઈપીપીને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડની સાથે જોડી નાખ્યું છે જેથી કરીને ટ્રેડસની દેખરેખ કરનારો ભારત સરકારમાં પણ એક વિભાગ હોવો જોઈએ.
ફરતા સમુદાયો.. એ કંઈ મારા આવ્યા પછી ફરતા નથી થયા, સદીઓથી આ સમુદાયો છે, તમારી સરકારમાં હતા, તમે તો ગરીબોના નારા લગાવતા હતા પરંતુ ફરતા સમુદાયોની માટે મદારી વાદી લોકો છે તેને તમે વિદેશી મહેમાનોને બતાવવા માટે મદારીઓને બેસાડી દેતા હતા પરંતુ તેમની ચિંતા કરવાની તમને જરા પણ દરકાર નહોતી. અમે સૌપ્રથમ વખત ફરતા સમુદાયોના કલ્યાણની માટે એક બોર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને યોજનાઓનો લાભ સમાજના તે વર્ગને મળે અને મારો અનુભવ છે.. હું ગુજરાતમાં જ્યારે હતો. હું ફરતા સમુદાયોના લોકો માટે મકાનની માટે કામ કરી રહ્યો હતો. મારી ઈચ્છા હતી કે તેમના બાળકો ભણે.. તો તેઓ કહી રહ્યા હતા કે સાહેબ અમારું તો ઘર જ નથી અમે રહીશું ક્યાં… અમે ક્યાં જઈશું. મેં જ્યારે તેમને ઘર આપ્યા, આજે હું ગર્વ સાથે કહું છું તેમના બાળકો કોમ્પ્યુટર ચલાવી રહ્યા છે અને બહુ શાનથી જીવી રહ્યા છે. જો આ સમાજમાં શક્તિ છે તે સમાજના કલ્યાણ માટે આપણે કામ કરીએ તો આપણે કરી શકીએ તેમ છીએ.
અધ્યક્ષ મહોદયાજી વિદેશના સંબંધમાં આપણા સુષ્માજી અનેક વાર અનેક વાતો કહી ચુક્યા છે, એટલે હું તેના વિસ્તારમાં નથી જતો. પરંતુ એક વાત સાચી છે, નિશ્ચિત છે કે આજે વિશ્વ મંચ ઉપર ભારતની વાત સાંભળવામાં આવે છે. કોઈપણ વિષયમાં ભારત શું વિચારશે એ આજે દુનિયાને પહેલા વિચારવું પડે છે. આજે વિશ્વમાં કોઈ નિર્ણય લેવાય છે તો નિર્ણયની પહેલા પેરીસ સંધી જોઈ લો, પેરીસ સંધીણ આખરી રૂપ આપતા પહેલા સતત દુનિયાની મોટી મોટી હસ્તીઓ ટેલીફોન ઉપર ભારત સાથે વાતચીત કરતી હતી કે આ શબ્દ રાખીએ કે ના રાખીએ. એટલે કે આજે ભારતે પોતાની જગ્યા બનાવી દીધી છે અને ભારતે ફિલીસ્તાન અને ઇઝરાયલની વચ્ચે તણાવ હશે પરંતુ ફિલીસ્તાન અને ઇઝરાયલ બંને આપણા મિત્રો બની શક્યા છે. સાઉદી અરબ અને ઈરાનની વચ્ચે તણાવ હશે પરંતુ સાઉદી અરબ અને ઈરાન બંને આપણા મિત્રો બની શકે છે. અમે એ રીતે આજે દુનિયાની અંદર… આપણો વિદેશમાં રહેનારો ભારતીય સમુદાય આપણે ક્યારેય તેનું મહત્વ નહોતું સમજ્યું, અને મને ખુશી છે કે મારા પ્રયત્નો પછી બધા જ રાજનૈતિક દળોને પણ વિદેશમાં રહેનારા ભારતીયો ઉપર નજર ગઈ છે. અને હું તેને સારું માનું છું અને વિદેશમાં રહેનારા ભારતીય આપણા દેશની ઘણી મોટી તાકાત છે. અમે તેને ઓળખી છે અને આજે અમે તેનો અનુભવ કરી રહ્યા છીએ. દરેક ક્ષેત્રમાં તેઓ અમારી વાતને પહોંચાડી રહ્યા છે. અને મને ખુશી છે કે હજુ જો પ્રવાસી ભારતીય દિવસ થયો, બનારસમાં થયો. અત્યાર સુધીના પ્રવાસી ભારતીય દિવસમાં સૌથી વધુ પ્રતિનિધિત્વ વધ્યું છે અને તે ખુશીની વાત છે.
કુંભ વિશ્વમાં હેરીટેજના રૂપમાં તેને સ્વિકાર કર્યો છે, પરંતુ આપણે એવી માનસિક બીમારીમાં ફસાઈ ગયા હતા કે કુંભની વાત આવે તો ભાગતા હતા ક્યાંક સાંપ્રદાયિકતાનો ડાઘ ના લાગી જાય. પરંતુ આજે દુનિયાના બધા જ પ્રતિનિધિઓ કુંભના મેળામાં આવી રહ્યા છે. દુનિયાના દુતાવાસોના બધા જ લોકો કુંભમાં આવ્યા અને પોતાના દેશનો ધ્વજ ફરકાવીને ગયા. તે ભારતની તાકાત છે. તે ભારતની સોફ્ટ શક્તિ છે. તેને પણ આપણે પહેલા નજર અંદાજ કરી હતી હવે અમે તે વસ્તુઓને પણ જોર આપી રહ્યા છીએ. અને એટલા માટે તે દિશામાં પણ અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
મારા માટે ખુશીની વાત છે, શું મેં જેટલા પણ વિચારો રજૂ કર્યા હશે ટીકાઓ કરી હશે, તથ્યોના અભાવની સાથે પણ બોલી લીધું હશે. રેકોર્ડ ઉપર પણ ચાલ્યું જશે પરંતુ હું આજે આ સદનને અધ્યક્ષ મહોદયાજી તમારા માધ્યમથી વિશ્વાસ અપાવવા માગું છું. કે 2014માં જે મંજિલને લઇને અમે નીકળ્યા, દેશના સપનાઓને સાકાર કરવા માટે અમે જે નક્કી કરી લીધું છે, દેશની માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ, દેશ જે બીમારીઓમાં ફસાયેલો છે.. તેમાંથી બહાર નીકળવાનું કામ, દેશ જે સપનાઓને લઈને ચાલી રહ્યો છે, તે સપનાઓને લઈને યોજનાપૂર્વક આગળ વધવાનો પ્રયાસ, દેશના સંસાધનોનો મહત્તમ ઉપયોગ ક્ષણે-ક્ષણે દેશના વિકાસની માટે કામમાં આવે, પાઈ પાઈ દેશની ભલાઈ માટે કામમાં આવે તેની માટે અમે સતત લડી રહ્યા છીએ. અમે કરતા રહ્યા છીએ, અમે કરતા રહીશું અને હું દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગું છું.
અને મેં 2018માં અવિશ્વાસના પ્રસ્તાવ વખતે પણ 2018માં અવિશ્વાસના પ્રસ્તાવ પછી મેં જોયું કે મારો અવાજ.. મારું ગળું દબાવવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો હતો. દોઢ પોણા બે કલાક સુધી નારાબાજીની વચ્ચે પણ એ ઈશ્વરની કૃપા હતી કે હું મારી વાત દેશ અને દુનિયાની સામે રાખી શક્યો અને તે સમયે મેં તમને એ શુભકામનાઓ આપી હતી, તે શુભકામનાઓ હું આજે ફરી આપવા માગું છું કે તમે એટલી તૈયારી કરો, એટલી તૈયારી કરો કે 2023માં ફરીથી તમારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો મોકો મળે, અને… આ સમપર્ણ ભાવ છે અહંકારનું પરિણામ છે કે 400 માંથી 40 થઇ ગયા અને સેવા ભાવનું પરિણામ છે કે બેથી અહિં આવીને બેસી ગયા, બેથી નીકળીને આવીને અહિં બેસી ગયા તમે ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયા. અરે બનાવટી દુનિયામાં જીવવું પડી રહ્યું છે. તમે કોઈ લાંબી વાત કરશો તો શોભા નહીં આપે અને એટલા માટે આવનારા દિવસોમાં જે લોકો કહે છે કે દેશ આગળ વધ્યો છે.. આગળ વધ્યો.. હું જરા કહું છું… ખડગેજી એક સીનીયર વ્યક્તિ છે તેમના અભ્યાસની માટે જો શક્ય હોય તો.. 1947માં જે દેશ આઝાદ થયા તેમણે 2014 સુધી શું પ્રગતિ કરી અને 1947માં આઝાદ થયેલા હિન્દુસ્તાને શું પ્રગતિ કરી… એ હિસાબ કિતાબ મેળવશો તો ખબર પડશે કે દરેક ડગલે ને પગલે તમારી નિષ્ફળતાઓ નજરે ચડશે. બાકી દુનિયાના દેશોએ આ જ સમયગાળામાં વિશ્વની સૌથી મોટી શક્તિશાળી નિષ્ફળતાઓને પાર કરી છે, અમારી પાસે સંભાવનાઓ હતી, તમારી ગતિમાં દમ નહોતો, તમારી નીતિ નહોતી, તમારી પાસે વિઝન નહોતું અને તેના જ કારણે 5-15 સંસ્થાઓનું નામ આપીને તમે ગીત ગાતા રહેતા હોવ છો, જો તે જ ગતિએ ચાલતા, દેશને સમસ્યાઓથી તમે મુક્ત કરી હોત, અરે ખેડૂતને પાણી પહોંચાડી દીધું હોત, તમે લોકોના ઘરોમાં વીજળી પહોંચાડી દીધી હોત..હા હા અમે 55 મહિનામાં કરી નાખ્યું છે.
અને એટલા માટે અંતમાં, હું એ કહેવા માંગીશ કે આજે સવારે બસવણ્ણાના કેટલાક વચનો ખડગે સાહેબ વાંચી રહ્યા હતા, પરંતુ ખડગે સાહેબ તમે તો કર્ણાટકના છો આટલા વર્ષો પછી કેમ વાંચ્યું, આ જો 25-39 વર્ષ પહેલા વાંચ્યું હોત તો જે ખોટા રસ્તા ઉપર તમે લોકો ના જતા રહેતા હોત, ખોટા કામ ઉપર ના જાત તમને આ બસવણ્ણાના વચન, અને હું ઈચ્છીશ કે દરેક કોંગ્રેસીના ઘરમાં બસવણ્ણાનાના આ વચન આજે જે આ વાંચ્યા છે ને તેમને સંભાળીને રાખે. અને હમણાં હમણાં જ્યાં સરકારો તમને મોકો મળ્યો છે ત્યાં આગળ તો મોટા અક્ષરોમાં લગાવીને મૂકી દો જેથી કરીને આ બીમારીઓ જે તમારે ત્યાં ફેલાયેલી છે થોડા લોકો ડરવા લાગે અને એટલા માટે પણ ત્યાં એક ફોટો મોદીનો ના રાખતા નહીંતર બિચારા ડરી જશે. મુસીબત આવશે અને એટલા માટે માનનીય અધ્યક્ષ મહોદયા હું… જી હા તમે ચિંતા ના કરશો…. દેશને લૂંટનારાઓને મોદી ડરાવીને રહેશે, દેશે મને આ જ કામ માટે બેસાડ્યો છે જેમણે દેશને લુંટ્યો છે, જેમણે દેશને બરબાદ કર્યો છે તેમણે ડરવું જ પડશે, આ ડર… અને એટલે અંતે તો જિંદગી ખપાવી છે… એવા લોકોની વિરુદ્ધમાં લડવા માટે જિંદગી હોમી છે.
માનનીય અધ્યક્ષાજી અંતમાં એક વાત કહેવા માગું છું કે બિલકુલ આ દેશમાં ચોર, લુંટારા, બદમાશોનો ડર ખતમ થઇ ગયો હતો તેના જ કારણે દેશ બરબાદ થયો છે. તેમની માટે ડર પેદા કરવા માટે દેશે મને અહિં બેસાડ્યો છે અને એટલા માટે અમે આ કામને આગળ વધારવાના છીએ, અધ્યક્ષ મહોદયાજી છેલ્લે એક વાત કહીને મારી વાતને સમાપ્ત કરીશ…
સુરજ જશે તો પણ ક્યાં
તેને અહિં જ રહેવું પડશે
અહિં જ આપણા શ્વાસોમાં
આપણી નસોમાં
આપણા સંકલ્પોમાં
આપણા રાતના સપનાઓમાં
તમે ઉદાસ ન થશો
હવે કોઇ પણ સુરજને ડૂબવા નહીં દઉં
ખૂબ–ખૂબ આભાર!
RP
A Government has to work for the people of India, a Government has to be sensitive to people's aspirations.
— PMO India (@PMOIndia) February 7, 2019
There is no room for corruption: PM @narendramodi
So many members spoke in the debate in the Parliament. I thank them all: PM @narendramodi in the Lok Sabha
— PMO India (@PMOIndia) February 7, 2019
I congratulate all those who will be voting for the first time in the 2019 Parliamentary polls.
— PMO India (@PMOIndia) February 7, 2019
Those born in the 21st century are now going to be voters and thus, they will play a role in shaping India's progress: PM @narendramodi in the Lok Sabha
It is trust and optimism that will take our nation forward.
— PMO India (@PMOIndia) February 7, 2019
We are not those who run away from challenges.
We face the challenges and work to fulfil people's aspirations: PM @narendramodi
Our friends in the Congress see things in two time periods.
— PMO India (@PMOIndia) February 7, 2019
BC- Before Congress, when nothing happened.
AD- After dynasty- where everything happened: PM @narendramodi
India is seeing remarkable progress in the last four years.
— PMO India (@PMOIndia) February 7, 2019
In all spheres, investment, steel sector, start ups, milk and agriculture, aviation, India's progress is outstanding: PM @narendramodi
In hating Modi, the Opposition has begun to hate the nation.
— PMO India (@PMOIndia) February 7, 2019
That is why their leaders go to London and do press conferences to show India in bad light: PM @narendramodi
You know what is my crime for them?
— PMO India (@PMOIndia) February 7, 2019
That a person born to a poor family is challenging their Sultunate: PM @narendramodi
In their 55 years, sanitation coverage was around 38% and in our 55 months it is nearly 98%.
— PMO India (@PMOIndia) February 7, 2019
Gas connections in their 55 years was 12 crore, it is 13 crore in 55 months. We have worked at greater speed in our five years: PM @narendramodi
Think about it,
— PMO India (@PMOIndia) February 7, 2019
Congress imposed Emergency, but Modi is destroying institutions.
Congress insults Army, calls the Army Chief a Gunda but Modi is destroying institutions.
Congress leaders create stories that Indian Army is doing a coup…but Modi is destroying institutions: PM
Congress questions the EC and EVM but Modi is destroying institutions.
— PMO India (@PMOIndia) February 7, 2019
Congress bullies the judiciary but Modi is destroying institutions.
Congress calls Planning Commission a bunch of jokers…but Modi is destroying institutions: PM @narendramodi
Congress misuses Article 356 several times…but Modi is destroying institutions: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
The people of India have seen the work a Government with a full majority can do.
— PMO India (@PMOIndia) February 7, 2019
They have seen the work of NDA.
They do not want a महामिलावट Government of those who assembled in Kolkata: PM @narendramodi
During the CWG 2010, our players were playing hard to win medals for India.
— PMO India (@PMOIndia) February 7, 2019
But, for Congress, Commonwealth Games were an opportunity to boost personal wealth of a few in the Party: PM @narendramodi
The phone banking of the UPA did wonders for the friends of their leaders.
— PMO India (@PMOIndia) February 7, 2019
Due to such favouritism, our banking system witnessed many problems: PM @narendramodi
I want to say it on the floor of the Parliament that the Indian National Congress does not want our armed forces to be strong.
— PMO India (@PMOIndia) February 7, 2019
They do not want our security apparatus to be strong.
Which companies are they bidding for that they are acting so shamefully: PM @narendramodi
Dr. Babasaheb Ambedkar was always ahead of his time.
— PMO India (@PMOIndia) February 7, 2019
He had said that joining Congress is like committing suicide: PM @narendramodi
Thousands of organisations were getting funds from overseas.
— PMO India (@PMOIndia) February 7, 2019
We sought transparency in the process but these organisations shut down.
Why was such money allowed to come in without accountability: PM @narendramodi
Price rise and Congress are a team.
— PMO India (@PMOIndia) February 7, 2019
When Congress comes, so does rising prices.
The NDA Government has worked to keep prices under check: PM @narendramodi
What was the reason LED bulbs were so costly during the UPA era: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
Our Government has worked towards the good health and wellbeing of the people of India.
— PMO India (@PMOIndia) February 7, 2019
Prices of stents, knee surgeries and medicines are coming down.
This is helping the poorest of the poor: PM @narendramodi
सितंबर 2017 से लेकर नवंबर 2018 तक यानि करीब-करीब 15 महीने में लगभग 1 करोड़ 80 लाख लोगों ने पहली बार प्रॉविडेंट फंड का पैसा कटाना शुरू किया है। इनमें से भी 64 प्रतिशत 28 साल से कम आयु के हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
इसके अलावा एक और तथ्य है। हमारे देश में मार्च 2014 में करीब-करीब 65 लाख लोगों को नेशनल पेंशन सिस्टम (NPS) में रजिस्टर किया गया था। पिछले साल अक्तूबर में ये संख्या बढ़कर करीब 1 करोड़ 20 लाख हो गई है। क्या ये भी बिना नई नौकरी के ही हो गया: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
एक और आकड़ा है। हर साल इनकम टैक्स रिटर्न भरते समय, Non-Corporate Taxpayers भी अपनी आय घोषित करते हैं। इन्हें खुद Salary नहीं मिलती, लेकिन ये लोग यहां नियुक्त लोगों को Salary देते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
पिछले चार वर्षों में देश में ऐसे 6 लाख 35 हजार नए प्रोफेशनल्स जुड़े। क्या आपको लगता है कि एक डॉक्टर ने अपना क्लिनिक या नर्सिंग होम खोला है, तो उसने सिर्फ एक व्यक्ति को ही नौकरी दी होगी, या कोई चार्टर्ड अकाउंटेंट सिर्फ एक व्यक्ति को नौकरी पर रखकर अपना दफ्तर चला रहा होगा? नहीं: PM
— PMO India (@PMOIndia) February 7, 2019
हज़ारों करोड़ रुपए की लागत से 99 लटकी पड़ी सिंचाई परियोजनाओं को पूरा किया जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
India will be friends with both Israel and Palestine.
— PMO India (@PMOIndia) February 7, 2019
India will be friends with both Saudi Arabia and Iran.
Our foreign policy has led to India's voice becoming stronger at the world stage: PM @narendramodi
We will always fulfil the aspirations of the people of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 7, 2019
Arrogance got them down to 44 from 400.
— PMO India (@PMOIndia) February 7, 2019
Commitment to the nation and our hardwork got us from 2 to 282: PM @narendramodi
I assure you, those who have looted the nation will continue to be scared of Narendra Modi: PM @narendramodi in the Lok Sabha
— PMO India (@PMOIndia) February 7, 2019
सूरज जायेगा भी तो कहाँ
— PMO India (@PMOIndia) February 7, 2019
⁰उसे यहीं रहना होगा
⁰यहीं हमारी सांसों में
⁰हमारी रगों में
⁰हमारे संकल्पों में
⁰हमारे रतजगों में
⁰तुम उदास मत होओ
⁰अब मैं किसी भी सूरज को नही डूबने दूंगा।