Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાને બદરપુર-ફરીદાબાદ મેટ્રોલાઇનનું ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે દેશ માટે સેવાનિવૃત્ત સૈનિકો તથા દેશ માટે શહિદ થનારાનું સન્માન સર્વોપરી છે. સેવાનિવૃત્ત સૈનિકો માટે ‘વન રેન્ક વન પેન્શન’ને લાગૂ કરવાના પોતાના વચનને ફરીથી યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે એની ગઇકાલે જાહેરાત કરીને પોતાનું વચન પૂરું કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે એને લાગૂ કરવામાં લગભગ આઠ હજાર કરોડ રૂપિયાથી દસ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ આવશે જે પહેલા લગાવવામાં આવેલા અનુમાનોથી ઘણો વધારે છે. વડાપ્રધાન બદરપુર-ફરીદાબાદ મેટ્રોલાઇના ઉદ્ધાટન સમારંભમાં બોલી રહ્યા હતા.

વડાપ્રધાને એ વાત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું કે લોકોની પ્રગતિ માટે, લેવામાં આવેલા કેન્દ્ર સરકારના નિર્ણયો પર પણ રાજકારણ કરવાની જાણે એક ફેશન બની ગઇ છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યું હતું કે કોઇ પણ દેશના જવાનો અને જનતાને ઉશ્કેરવી ન જોઇએ તથા કોઇ પણ દેશ ‘રાજકારણ’થી નહીં પરંતુ ‘રાષ્ટ્રનીતિ’થી પ્રગતિ કરે છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે સેનાનો ખૂબ જ મોટો ભાગ હરિયાણાથી છે, એટલે ‘વન રેન્ક વન પેન્શન’ની જાહેરાતથી હરિયાણાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો થશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકાસ કોઇ પણ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે અને કેન્દ્ર સરકાર દેશના વિકાસ માટે તમામ આવશ્યક પગલા લઇ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં થોડા સમય અગાઉ આખું વિશ્વ આર્થિક મંદીની અસરમાં હતું પરંતુ ભારતની અર્થવ્યવસ્થા સ્થિર રહી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્ય સરકારોએ વિકાસ માટે ખભાથી ખભો મેળવીને કામ કરવું પડશે. તેમણે 2022 સુધી તમામ માટે ઘર ઉપલબ્ધ કરાવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરીથી યાદ કરી હતી.

વડાપ્રધાન મેટ્રોમાં દિલ્હીથી ફરીદાબાદ ગયા અને પરત ફર્યા હતા. પોતાની યાત્રા દરમિયાન તેમણે ઘણા લોકો સાથે વિશેષ કરીને યુવાનો સાથે વાતચીત કરી હતી, જે તેમની સાથે યાત્રા કરી રહ્યા હતા.

UM/AP/J.Khunt/GP