Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડાપ્રધાન કાલે રાષ્ટ્રપતિ ભવનમાં આગંતુકોના સંમેલનમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે રાષ્ટ્રપતિ ભવનમાં આગંતુકોના સંમેલનમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઇમ્પ્રિન્ટ ઈન્ડિયાના બ્રોશરનું વિમોચન પણ કરશે અને પ્રથમ નકલ મહામહિમ રાષ્ટ્રપતિને સોંપશે. ઇમ્પ્રિન્ટ ઈન્ડિયા ભારત માટે પ્રાસંગિક દસ ટેકનિક ડોમેનમાં હાજર મોખરાના એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના પડકારોનો સામનો કરવા માટેના સંશોધનોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આઈઆઈટી અને આઈઆઈએસસીનું સંયુક્ત પગલું છે.

પ્રધાનમંત્રી 7 રેસકોર્સ રોડ ખાતે આયોજીત એક સમારોહમાં સુવર્ણ સંબંધિત ત્રણ યોજનાઓ – સ્વર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ), સુવર્ણ સાર્વભૌમિક બોન્ડ યોજના અને સુવર્ણ સિક્કા અને બુલિયન યોજનાનો શુભારંભ કરાવશે.

પ્રધાનમંત્રી હરિયાણાના સોનીપતમાં આયોજીત એક સમારોહમાં ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનું શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી એક જનસભાને સંબોધશે.

AP/J.Khunt