પીએમઇન્ડિયા
ભારત માતાની જય ભારત માતાની જય
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જી, કેન્દ્રીય મંત્રી અને સંસ્થાપક ટ્રસ્ટી મનસુખ ભાઈ માંડવિયા, સરદાર ધામના અધ્યક્ષ ગગજી ભાઈ સુતારિયા જી, દુષ્યંત ભાઈ પટેલ, પંકજ ભાઈ પટેલ, રાજ્ય ભાજપ અધ્યક્ષ ભાઈ જગદીશ વિશ્વકર્મા, મંચ પર ઉપસ્થિત ગુજરાત સરકારના તમામ મંત્રી, તમામ દાતા શ્રી, ટ્રસ્ટી શ્રી, અન્ય મહાનુભાવ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા મારા વહાલા ભાઈઓ અને બહેનો।
આજનો આ દિવસ કોઈ પુણ્ય પર્વથી ઓછો નથી। અહીં આવતા પહેલા હું સોમનાથ મંદિરમાં હતો. સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થયા છે। સોમનાથ મંદિરની પુનઃસ્થાપના, આ સ્વપ્ન સરદાર પટેલના સંકલ્પથી જ પૂરું થયું હતું. આ અવસર પર, પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. અને તે જ દિવસે, અહીં વડોદરામાં સરદાર ધામ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ કોમ્પ્લેક્સનું લોકાર્પણ, શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ, નવી પરિયોજનાઓનું ભૂમિપૂજન, આ તમામ કાર્ય, ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણના પ્રભાવી પ્રકલ્પ સાબિત થશે. એક રીતે, આ સંસ્થાન યુવાનો માટે ભવિષ્યની કારકિર્દીના launching pad નું કામ કરશે। હું આપ સૌને, સમાજના તમામ લોકોને આ પુણ્ય કાર્ય માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક બીજી વાતની ખુશી છે. બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામોએ આખા દેશમાં જ ઉત્સાહનો માહોલ બનાવી દીધો છે. અને તેની સાથે-સાથે તમે બધાએ પણ મળીને એક ઇતિહાસ બનાવ્યો છે, ગુજરાત નિકાય અને પંચાયત ચૂંટણીઓના પરિણામ પણ બહુ શાનદાર રહ્યા, અને તેની પણ ચર્ચા આખા દેશમાં થઈ રહી છે.
સાથીઓ,
ગુજરાતના લોકોએ હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યું છે. આ અહીંના લોકોની રાજકીય દૂરંદેશી છે, તેઓ જાણે છે કે રાજકીય સ્થિરતાનું માહાત્મ્ય શું હોય છે, અને જ્યાં રાજકીય સ્થિરતા હોય છે, ત્યાં અર્થવ્યવસ્થાની ગતિ વધુ તેજ થઈ જાય છે. ગુજરાતે આ વાત બહુ પહેલા સમજી લીધી હતી. તેના પરિણામ આજે આપણને ગુજરાતની ગ્રોથમાં પણ દેખાઈ રહ્યા છે, અને, એક પછી એક ચૂંટણી પરિણામોમાં પણ દેખાઈ રહ્યા છે.
સાથીઓ,
આપ સૌની વચ્ચે આવવું, તમારા કાર્યક્રમોનો હિસ્સો બનવું, મારા માટે હંમેશા જ બહુ સુખદ હોય છે અને લાગે છે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ ક્યાંય વાસ્તવિક બદલાવ થાય છે, તે સમાજની સામૂહિક તાકાતથી જ થાય છે. ખાસ કરીને, જે-જે સમાજોએ શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યા છે, તેમણે નવી ઊંચાઈઓને સ્પર્શી છે.
તેથી ભાઈઓ બહેનો,
સરદારધામના દરેક પ્રયાસમાં, જ્યારે પણ મને તક મળે છે, હું હંમેશા તમારી સાથે ઊભા રહેવાનો પ્રયાસ કરું છું. હમણાં ગગજી ભાઈ બહુ વિસ્તારથી જણાવી રહ્યા હતા, વર્ષ 2021માં, હું સરદારધામ અમદાવાદના કાર્યક્રમમાં આવ્યો હતો. ત્યારે ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન થયું હતું। પાછલા વર્ષે તેનું લોકાર્પણ પણ થઈ ગયું। આજે ત્યાં હજારો દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે, પોતાના સપનાઓને નવી દિશા આપી રહી છે. સુરત, રાજકોટ, ભુજ, મહેસાણા અને દિલ્હી, સરદારધામના આવા કેટલાય સંસ્થાન યુવાનોનું ભવિષ્ય ઘડવામાં લાગેલા છે. આજે પણ અમદાવાદના નિકોલમાં 1 હજાર દીકરીઓ માટે નવા છાત્રાલયનું ભૂમિપૂજન થયું છે.
સાથીઓ,
બદલાવ વ્યાપક હોય, અને પરિણામ સ્થાયી હોય, તેના માટે સમાજ અને સરકારને મળીને કામ કરવું આવશ્યક હોય છે. તેથી જ, આજે શિક્ષણના ક્ષેત્રમાં જમીની હકીકતોના આધાર પર કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આનું બહુ મોટું ઉદાહરણ છે. આજે યુવાનોની રાહમાંથી રોડા હટાવવામાં આવી રહ્યા છે. ભાષાના આધાર પર થનારો ભેદભાવ ખતમ થઈ રહ્યો છે. આજે જોર માત્ર પુસ્તકો અને ડિગ્રીઓ પર જ નથી. સ્કિલ ડેવલપમેન્ટ અને ઇનોવેશનને ભણતરનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. રિસર્ચમાં રુચિ રાખનારા યુવાનોને તેના માટે માહોલ મળી રહ્યો છે. આપણા યુવા ડિગ્રી પૂરી કરીને અનુભવ ન હોવાને કારણે ભટકે નહીં, તે માટે એપ્રેન્ટિસશિપની તકો તેમને આપવામાં આવી રહી છે. તમે વિચારી શકો છો, આવનારા સમયમાં દેશને એટલો મોટો skilled વર્કફોર્સ મળશે. આનો સૌથી મોટો લાભ દેશના manufacturing સેક્ટરને થશે.
સાથીઓ,
આપણા ગુજરાતના યુવાનોમાં ઉદ્યમની સ્વાભાવિક શક્તિ હોય છે. આજે Startup India મિશન આ યુવાનોના સપના સાકાર કરી રહ્યું છે. નાના શહેરોમાં યુવા પણ ઉદ્યમી બની રહ્યા છે. નાના શહેરોથી મોટા-મોટા સ્ટાર્ટઅપ્સ સામે આવી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓની ભાગીદારી પણ સતત વધી રહી છે. પહેલા જે સેક્ટર્સને રિસ્કી માનવામાં આવતા હતા, તે હવે યુવાનોની પહેલી પસંદ બની રહ્યા છે. પાછલા 10-12 વર્ષોમાં સ્પોર્ટ્સથી લઈને સ્પેસ ટેકનોલોજી સુધી દેશની સફળતા આનો સૌથી મોટો પુરાવો છે. અને આનો બહુ મોટો લાભ ગુજરાતના આપણા દીકરા-દીકરીઓને પણ થઈ રહ્યો છે.
સાથીઓ,
સમાજમાં પ્રગતિનો સૌથી મોટો આધાર હોય છે- તેની અડધી વસ્તીની ભાગીદારી! ગુજરાતે આને 2 દાયકા પહેલા જ સમજી પણ લીધું હતું, અને આ દિશામાં મજબૂતીથી કદમ પણ ઉઠાવ્યા હતા.
સાથીઓ,
આજે ગુજરાત મોડલની એ જ સફળતા દેશમાં દોહરાવવામાં આવી રહી છે। દેશમાં કરોડો મહિલાઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા. શૌચાલય, નળથી જળ, ગેસ કનેક્શનની સુવિધાઓ આપવામાં આવી. આજે મુદ્રા યોજના દ્વારા મહિલાઓ આત્મનિર્ભર પણ બની રહી છે. પરિવારમાં મહિલાઓ સ્વસ્થ રહે, તે માટે આયુષ્માન ભારત અને માતૃ વંદના જેવી યોજનાઓ કવચ બનીને કામ કરી રહી છે.
સાથીઓ,
પહેલા કેટલાય ક્ષેત્રોમાં દીકરીઓ માટે દરવાજા જ બંધ હતા। આજે તે જ સેક્ટર્સમાં દીકરીઓ લીડરશિપ રોલમાં સામે આવી રહી છે. આજે National Defence Academy માં મહિલા કેડેટ્સ, training લઈ રહી છે. આપણી દીકરીઓ ફાઇટર પાઇલટ બની રહી છે। રાજકારણમાં પણ મહિલાઓની ભાગીદારી વધારવા માટે સતત પ્રયાસ થઈ રહ્યો છે. નારીશક્તિ વંદન સંશોધન દ્વારા અમે આના માટે વધુ એક પ્રયાસ કર્યો હતો. રાજકીય કારણોસર તે પાસ ન થઈ શક્યો, પરંતુ હું તમને આશ્વસ્ત કરીશ, દેશભરની મહિલાઓને આશ્વસ્ત કરીશ, અમે આ દિશામાં સતત પ્રયાસ કરતા રહીશું.
સાથીઓ,
મહિલાઓ માટે તમામ ક્ષેત્રોમાં સંભાવનાઓના દ્વાર ખુલે, આ માત્ર સરકાર જ નહીં, પરંતુ સમાજની પણ જવાબદારી છે. અને મને ખુશી છે, સરદારધામ આ દાયિત્વ પૂરી નિષ્ઠાથી ઉઠાવી રહ્યું છે. હું આ પ્રયાસો માટે વિશેષ રૂપથી આપ સૌનું બહુ-બહુ અભિનંદન કરું છું, આપ સૌનો બહુ-બહુ આભાર માનું છું.
સાથીઓ,
ગુજરાતની એક બહુ મોટી વિશેષતા રહી છે. અહીં સમાજ હંમેશા સમયની દિશાને જલ્દી ઓળખે છે. પરિવર્તનને અવસરમાં બદલવું, નવી સંભાવનાઓને અપનાવવી, અને ભવિષ્યની તૈયારી સમય રહેતા શરૂ કરવી, આ ગુજરાતની કાર્ય સંસ્કૃતિનો હિસ્સો રહ્યો છે. આજે જ્યારે દુનિયા future technologies તરફ વધી રહી છે, ત્યારે ગુજરાત પણ નવી ગતિ સાથે આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ, એડવાન્સ્ડ એન્જિનિયરિંગ, ગ્રીન એનર્જી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, દરેક ક્ષેત્રમાં ગુજરાત પોતાની નવી ઓળખ બનાવી રહ્યું છે. સાણંદમાં made-in-India સેમિકન્ડક્ટર્સ બની રહ્યા છે. કેન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પણ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. ધોલેરા અને સુરતમાં પણ નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે.
સાથીઓ,
આપણું ભારત, આપણું ગુજરાત ગ્લોબલ સપ્લાય ચેઈનનું મોટું કેન્દ્ર બને, અમે આ દિશામાં સતત કામ કરી રહ્યા છીએ. આવનારા સમયમાં વડોદરાની પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા હશે. આજે અહીં બનેલા metro coaches બીજા દેશો સુધી એક્સપોર્ટ થઈ રહ્યા છે. સાવલીમાં આધુનિક રેલ સિસ્ટમનું, કોચનું નિર્માણ થઈ રહ્યું છે. Engineering, heavy machinery, Chemicals અને Pharma, Power equipment અને MSMEs, આવા કેટલાય સેક્ટર્સમાં આજે વડોદરા manufacturing નું મજબૂત કેન્દ્ર બની ચૂક્યું છે. અહીંની ગતિશક્તિ યુનિવર્સિટી ટ્રાન્સપોર્ટ અને logistics ની ફિલ્ડમાં professionals તૈયાર કરી રહી છે. હવે એરોસ્પેસ સેક્ટરમાં પણ વડોદરા નવી ઓળખ બનાવવા જઈ રહ્યું છે. અહીં એરક્રાફ્ટ manufacturing project ઝડપથી આગળ વધી રહ્યો છે.
સાથીઓ,
ગુજરાત અને દેશમાં વિકાસના પ્રયાસો વચ્ચે, એક બીજો વિષય સંવેદનશીલ બનતો જઈ રહ્યો છે.પાછલા કેટલાક વર્ષોમાં દુનિયા સતત અસ્થિર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. પહેલા કોરોનાનું સંકટ, પછી વૈશ્વિક આર્થિક પડકારો, અને હવે પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, આ બધી પરિસ્થિતિઓની અસર સતત આખી દુનિયા પર પડી રહી છે, અને ભારત પણ આનાથી અછૂત નથી. જો કોરોના મહામારી આ સદીનું સૌથી મોટું સંકટ હતું, તો પશ્ચિમ એશિયામાં યુદ્ધથી બનેલી પરિસ્થિતિઓ, આ દાયકાના મોટા સંકટોમાંનું એક છે. જ્યારે આપણે મળીને કોરોનાનો મુકાબલો કરી લીધો તો આ સંકટમાંથી પણ અવશ્ય પાર પામી જઈશું.
સરકાર પણ સતત એ પ્રયાસ કરી રહી છે, કે દેશના લોકો, દેશના સામાન્ય નાગરિક પર આ બધી વિપરીત પરિસ્થિતિઓની ઓછામાં ઓછી અસર થાય। પરંતુ આવા સમયે, દેશને જનભાગીદારીની શક્તિની બહુ મોટી આવશ્યકતા છે. આપણે ભારતના નાગરિક તરીકે પોતાના કર્તવ્યને પ્રાથમિકતા આપવી પડશે. આ પહેલાના દાયકાઓમાં પણ જ્યારે-જ્યારે દેશ યુદ્ધ કે કોઈ અન્ય અન્ય મોટા સંકટમાંથી પસાર થયો છે, સરકારની અપીલ અને તે અપીલ પર દરેક નાગરિકે એવી જ રીતે પોતાનું દાયિત્વ નિભાવ્યું છે. આજે પણ જરૂર છે કે, આપણે સૌ મળીને પોતાનું દાયિત્વ નિભાવીએ, દેશના સંસાધનો પર પડનારા બોજને ઓછો કરીએ. તમે પણ જાણો છો કે ભારત કેટલાય ઉત્પાદોને મંગાવવા માટે લાખો કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ ખર્ચ કરે છે. આ જ સમયે વિદેશથી આવનારા ઉત્પાદોની કિંમતો પણ આસમાને પહોંચી રહી છે અને સપ્લાય ચેઈન પણ પૂરી રીતે તહસ નહસ થઈ ચૂકી છે.અને એટલા માટે દેશ પર આ બેવડું સંકટ છે. જેમ બુંદ-બુંદથી ઘડો ભરાય છે, તેમ જ આપણને દરેક નાના-મોટા પ્રયાસથી એવા ઉત્પાદોનો ઉપયોગ ઓછો કરવાનો છે જે વિદેશથી આવે છે, અને એવા વ્યક્તિગત કામોથી પણ બચવાનું છે જેમાં વિદેશી હુંડિયામણ ખર્ચ થતું હોય
સાથીઓ,
ભારતના ઈમ્પોર્ટનો બહુ મોટો હિસ્સો, ક્રૂડ ઓઈલ છે. અને દુર્ભાગ્યે, જે ક્ષેત્રમાંથી દુનિયાના મોટા હિસ્સાને તેલ મળે છે, આજે તે જ ક્ષેત્ર સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિમાં અટવાયેલું છે. અને તેથી, જ્યાં સુધી હાલાત સામાન્ય નથી થતા, આપણે સૌએ મળીને નાના-નાના સંકલ્પ લેવા પડશે। મેં કાલે કર્ણાટક અને તેલંગાણામાં પણ આ વિશે ચર્ચા કરી છે, હું આજે ગુજરાતમાં પણ મારા આગ્રહો પર ફરી જોર આપી રહ્યો છું. અને તમારા પર તો મારો વધારે હક છે, એટલા માટે જરા હકથી કહેવાનો છું, મારી દેશના દરેક નાગરિકને અપીલ છે, જ્યાં સંભવ હોય, પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો. મેટ્રોનો ઉપયોગ કરો, ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઇસ્તેમાલ કરો। કાર-પૂલિંગને પ્રોત્સાહન આપો। જેની પાસે કાર છે, તેઓ એક ગાડીમાં વધારે લોકોને સાથે લઈને ચાલે. જેની પાસે ઇવી છે, તેઓ પણ બીજાની મદદ માટે આગળ આવે.
સાથીઓ,
ડિજિટલ ટેકનોલોજીએ હવે એટલું બધું આસાન બનાવી દીધું છે. ટેકનોલોજીની મદદ પણ આપણા માટે બહુ ફાયદાકારક હશે. આ જરૂરી છે કે સરકારી અને પ્રાઇવેટ, બંને જ દફતરોમાં, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવામાં આવે. હું કેટલીક શાળાઓને પણ આગ્રહ કરીશ, કે કેટલાક સમય માટે ઓનલાઇન ક્લાસીસની વ્યવસ્થા પર કામ કરે.
સાથીઓ,
સિર્ફ ઇંધણ જ નહીં, ખાવાના તેલ પર પણ દેશનું મોટું વિદેશી હુંડિયામણ ખર્ચ થાય છે. જો આપણે થોડો સંયમ વર્તીએ, તેલનો વપરાશ ઓછો કરીએ, ખાવાના તેલનો, તો આનાથી દેશ અને આપણા સ્વાસ્થ્ય, બંનેને લાભ થશે. અને સુરત વાળાને હું ખાસ કહું છું। આવી જ રીતે હું આજે સમાજના તમામ ભાઈ બહેનોથી, હું તમારા પરિવારનો સભ્ય છું, તેથી આગ્રહથી કહું છું, અને આમાં તો આગળ આવીને તમારે મારી મદદ કરવી પડશે. સોનાની આયાત પર પણ દેશનો બહુ મોટો પૈસો વિદેશ જાય છે. હું આપ સૌને, દેશવાસીઓને આગ્રહ કરીશ, કે જ્યારે સુધી હાલાત સામાન્ય ન થાય, આપણે સોનાની ખરીદીને ટાળીએ, ગોલ્ડની જરૂર નથી.
સાથીઓ,
આજે સમયની માંગ છે, કે આપણે “વોકલ ફોર લોકલ” ને એક જન આંદોલન બનાવીએ। વિદેશી સામાનની જગ્યાએ, લોકલ ઉત્પાદોને અપનાવીએ। પોતાના ગામ, પોતાના શહેર, પોતાના દેશના ઉદ્યમીઓને આપણે તાકાત આપીએ। અહીં લોકો બેઠા છે, બહુ સારી ચીજો બનાવે છે, શ્રેષ્ઠ ચીજોનું ઉત્પાદન કરે છે.
સાથીઓ,
આપણામાંથી મોટાભાગના, ખેતીના કારોબારની દુનિયામાંથી પેદા થઈને અહીં આવ્યા છીએ. ખેતીમાં, સ્વદેશી ખાતરને પ્રોત્સાહન મળે, નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન મળે. ડીઝલ પંપની જગ્યાએ સોલર પંપ્સનો ઉપયોગ વધે, અને આપણે તો કિસાનના દીકરા છીએ, કિસાનની દીકરીઓ છીએ, આપણને પોતાનું ખેતર સૌથી પહેલા બચાવવાનું છે, આપણને પોતાની ધરતી માંને બચાવવાની છે, આપણને કેમિકલ ફર્ટિલાઈઝરોથી પોતાની ધરતી માંને મારવી ના જોઈએ। આપણા ખેતરને બચાવવાનું છે, આપણી ધરતી માંને બચાવવાની છે। અને તેથી હું આપ સૌને આગ્રહ કરીશ, કે તમે પોતાના ગામમાં દરેક કિસાન ભાઈ-બહેનને કેમિકલ ફર્ટિલાઈઝરથી મુક્તિનો રસ્તો બતાવો, નેચરલ ફાર્મિંગની તરફ લઈ જાઓ.
સાથીઓ,
એક બીજો પણ અગત્યનો વિષય, અને તે પણ આપનામાંથી બહુ બધાને લાગુ પડે છે, ખોટું ના માનતા। ફેશન થઈ ગઈ છે, જેવું વેકેશન થયું, બાળકોના હાથમાં વિદેશની ટિકિટ પકડાવી દઈએ છીએ। વિદેશમાં જઈને વેકેશન કરીએ છે. ઉનાળાની રજાઓ આવી રહી છે, આજકાલ વિદેશ ફરવું, ત્યાં ડેસ્ટિનેશન વેડિંગ, આ હું અહીંથી બહુ બધા લોકો છે, મને નિમંત્રણ નથી મોકલતા, પહેલા મોકલતા હતા, કારણ કે વિદેશમાં જ લગ્ન કરતા હતા, હવે બંધ કરી રહ્યા છે. આ વિદેશમાં વેડિંગ એમની ફેશન ખૂબ વધી રહી છે। પરંતુ આના પર પણ બહુ વિદેશી હુંડિયામણ ખર્ચ થાય છે.
સાથીઓ,
આપ વિચારો, શું ભારતમાં એવી જગ્યા નથી? જે આપણે પોતાની વેકેશન ત્યાં મનાવીએ, આપણા બાળકોને આપણો ઇતિહાસ ભણાવીએ। આપણે પોતાના સ્થાનો પર ગર્વ કરીએ. અને જરૂરી છે કે ભારતમાં જ પોતાની વેકેશન મનાવીએ, અને વેડિંગ માટે પણ, હું નથી માનતો કે ભારતથી વધુ કોઈ સારી પવિત્ર જગ્યા હોઈ શકે। જ્યારે અહીં વેડિંગ કરીએ છીએ ના, તો આપણા પૂર્વજોની માટી પણ આપણને આશીર્વાદ આપે છે। અને વેડિંગ માટે પણ, ભારતના જ અનેક સ્થાન છે, તેને આપણે પસંદ કરીએ। આપણા ગુજરાતમાં તો એમ પણ એકથી એક ચડિયાતા સ્થાન છે.અને હું તો આપ સૌ પાટીદાર ભાઈઓને તો કહીશ, તમારે તો હવે લગ્ન સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જ જઈને કરવા જોઈએ। તમારી દરેક લગ્નમાં સરદાર સાહેબ પોતે આશીર્વાદ આપવા માટે હાજર રહેશે. અને ત્યાં જ તમે જેમ હરિદ્વાર, ઋષિકેશમાં તમે શાંતિ માટે જગ્યા બનાવી રહ્યા છો ના, તેવી જ રીતે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લગ્ન માટે જગ્યા બનાવી દો. હું પંકજ ભાઈને કહીશ, તેના માટે પણ કંઈક કરે. જેમ હાલના વર્ષોમાં સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમારું એકતા નગર પર્યટનનું એટલું મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. શું આપણે આ નક્કી કરી શકીએ, આપણે વધુમાં વધુ લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર લઈને જઈએ। વિદેશોમાં આપણા બહુ લોકો રહે છે, હું તેમને કહું છું, કે તમારું દાયિત્વ છે ઓછામાં ઓછા વિદેશી પરિવારોને, ભારત જોવા માટે લઈને આવો તમે। દેશ વિદેશમાં આપણા સંપર્કનો કોઈ પણ પરિવાર, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી ગયો ના, તેને ત્યાં લઈ જવા માટે પ્રેરિત કરો। આપણે તેને ઓછામાં ઓછી એક ટ્રિપ માટે મોટિવેટ કરીએ. ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે પણ એકતા નગર એક બહુ શાનદાર વિકલ્પ હોઈ શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એટલી શાનદાર વ્યવસ્થાઓ છે, અને ગર્વ છે, દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ, તે પણ સરદાર વલ્લભ ભાઈ પટેલનું। આ દેશનો કોઈ નાગરિક એવો ના હોઈ શકે, કે જેને આના માટે ગર્વ ના હોય દોસ્તો। અને હું આપને આગ્રહ કરું છું, આપ સૌ આનો ફાયદો ઉઠાવો, આનો લાભ ઉઠાવો.
સાથીઓ,
આ મેં નાના-નાના પ્રયાસ આપને, કોઈ મુશ્કેલ કામ નથી બતાવ્યા આપને. પરંતુ આપ માનીને ચાલો, આ પ્રયાસ નાના ભલે લાગી શકતા હોય, પરંતુ નાના પ્રયાસ પણ, જ્યારે 140 કરોડ લોકો, એકસાથે સંકલ્પ લે છે, 140 કરોડ લોકો એક કદમ આગળ વધે છે આ દિશામાં, 140 કરોડ કદમ દેશ આગળ વધે છે. તો તે જ નાના પ્રયાસ, રાષ્ટ્રની સૌથી મોટી તાકાત બની જાય છે.અને તેથી ફરી એક વાર, આપણને એકજૂથ થવું પડશે, જેથી આ સંકટ, કોઈ પણ રીતે આપણી પ્રગતિને, આપણા વિકાસને પ્રભાવિત ના કરે। મને વિશ્વાસ છે, આપણે સૌ સાથે મળીને આ સંકલ્પોને પૂરા કરીશું, અને દેશને મજબૂતી આપીશું.
અને બીજી વાત મારે ગગજી ભાઈથી કરવાની છે, તમે મને સરદાર ગૌરવ રત્નથી સન્માનિત કર્યો। જે પુરસ્કારની સાથે સરદાર સાહેબનું નામ જોડાયેલું હોય ને, ત્યારે જવાબદારી બહુ વધી જાય છે.એટલે કે એક પ્રકારથી ગગજી ભાઈએ બહુ ચતુરાઈથી મને બાંધી લીધો છે, કે આગળ પાછળ મત થતા. અને કદાચ મારા નસીબમાં લખેલું છે, કે સરદાર સાહેબના જે પણ સપના હતા, તેમણે જે પણ કામ શરુ કર્યા હતા, તે બધા પૂરા કરવાનું કામ મારા જ નસીબમાં આવ્યું છે. અને આજે જ્યારે તમે આ સન્માન, આ પુરસ્કાર એવોર્ડ આપ્યો છે તો, હું તમને વિશ્વાસ અપાવું છું, કે સરદાર સાહેબના સપના પૂરા કરવામાં આપ સૌના આશીર્વાદથી મને જે પણ શક્તિ મળી છે, સંસ્કાર મળ્યા છે, ગુજરાતની માટીએ મને જે શીખવ્યું છે, તેના ભરોસા પર હું કહું છું, કે તે સપના પૂરા કરવા માટે પરિશ્રમમાં હું પાછો નહીં હઠું. અને મારા સ્વભાવને ગુજરાત ભલીભાંતિ જાણે છે, કે પાછા હઠવું મને આવડતું નથી. પરંતુ તમે આ સન્માન કર્યું છે, આ મારા માટે બહુ જ મોટી વાત છે. એક વાર મેં એક કિસ્સો વાંચ્યો હતો, કે જનરલ કરિઅપ્પા, તેમના ગામમાં તેમના સન્માનનો કાર્યક્રમ થવાનો હતો. તે અત્યંત આનંદિત હતા, તો લોકોએ પૂછ્યું તો તેમણે કહ્યું, કે હું દુનિયાભરમાં જાઉં છું, પૂરી દુનિયાના તમામ સૈન્યના રીત-રિવાજની સાથે મને બધા સેલ્યુટ કરે છે, બહુ માન-સન્માન મળે છે. દુનિયામાં જે મળે છે તે મળે, પણ જ્યારે ઘરમાં મળે છે ને, ત્યારે તેનો આનંદ અલગ હોય છે.
ભારતના પ્રધાનમંત્રીનું દુનિયામાં સન્માન થાય છે, કારણ ભારત સામર્થ્યવાન થઈ રહ્યું છે, અને આજે જ્યારે ઘરમાં, ઘરના દીકરાને, ઘરના લોકો જ્યારે આશીર્વાદ આપે છે, તો કામ કરવાની શક્તિ બહુ વધી જાય છે. મારા માટે, મારા પરિવારજનોએ, આપ સૌએ આ સરદાર રત્ન રૂપે જે આશીર્વાદ આપ્યા છે, તેના બદલે હું તમારો બહુ-બહુ આભારી છું. અને આ ઋણનો સ્વીકાર કરું છું. ફરી એક વાર આપ સૌ જે સંકલ્પ લઈને ચાલ્યા છો, જે સપના લઈને ચાલ્યા છો, તેના માટે ઈશ્વર આપને બહુ શક્તિ આપે. સરદાર સાહેબના આશીર્વાદ નિરંતર આપના ઉપર બનેલા રહે, અને પંકજ ભાઈ જેવા સાથી આપને મળતા રહે. અહીં અમે ત્રણ એવા લોકો બેઠા છીએ કે જેનો વિશેષ નાતો છે, એક પંકજ ભાઈ, બીજા નરહરિ અમીન. આપણે બધા નવનિર્માણના સંતાનો છીએ, તો મને ખુશી થઈ, કે આજે પંકજ ભાઈએ પણ મોટી જવાબદારી લીધી છે। આપ સૌનો બહુ બહુ આભાર। જય સરદાર, જય સરદાર, ધન્યવાદ। ધન્યવાદ।
IJ/JY/JD