Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ભારત તથા અમેરિકાના સહમતિ કરારને મંત્રીમંડળની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રીમંડળે વન્યજીવ સરંક્ષણના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે તથા વન્ય જીવોની તસ્કરી સામે લડવા માટે ભારત તથા અમેરિકા વચ્ચે સહમતિ કરાર પર હસ્તાંક્ષર કરવાને મંજૂરી આપી દીધી હતી. આ મંજૂરીની સાથે જ , ભારત વન્યજીવ સરંક્ષણ તથા વન્યજીવ પ્રબંધન તથા વન્યજીવ અને તેનાથી બનનારા ઉત્પાદનોના ગેરકાયદે કારોબાર સામે લડવા સાથે જોડાયેલી અમેરિકાની સંસ્થાઓની વિશેષજ્ઞતાનો લાભ મળશે.

પૃષ્ઠભૂમિ :

ભારત તથા અમેરિકા સમૃદ્ધ જૈવ વિવિધતા તથા પ્રાકૃતિક ધરોહરથી સંપન્ન છે અને તેમણે પોતાના ત્યાં સરંક્ષિત ક્ષેત્રોનું એક નેટવર્ક સ્થાપિત કર્યું છે. વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલી પ્રાથમિક ચિંતાઓને દૂર કરવા માટે બંને દેશોની પાસે પોતાની વ્યવસાયિક કુશળતા વહેંચવાની સંભવનાઓ ઉપસ્થિત છે, એવામાં એ સહમતિ કરાર સહયોગનું સુવિધાજનક મંચ ઉપલબ્ધ કરાવશે.

સહમતિ કરાર અંતર્ગત બંને દેશો નિમ્નલિખિત ક્ષેત્રોમાં સહયોગ કરી શકશે :-

ક. વન્યજીવ ફોરેન્સિક તથા સંરક્ષણ જેનેટિક્સ : પ્રજાતિઓના સરંક્ષણના પ્રયાસો તથા વન્યજીવ અપરાધોના મામલામાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રમાણ સંગ્રહણમાં ઉપયોગી છે, જેનાથી ચોક્કસ અમલનો માર્ગ પ્રશસ્ત થશે.

ખ. પ્રાકૃતિક વિશ્વ ધરોહર સંરક્ષણ : ભારતીય વન્યજીવ સંસ્થાનના વર્તમાન યૂનેસ્કો શ્રેણી – 2 કેન્દ્રની સંસ્થાગત ક્ષમતાને સુગમ બનાવવી.

પ્રકૃતિની વિવેચના તથા સંરક્ષણ પ્રત્યે જાગૃતતા : જૈવ વિવિધતાના સંરક્ષણ સંબંધિત જટિલ મામલાને સમજવા માટે જનતા, વિશેષ કરીને યુવાનો તથા બાળકોને સંવેદનશીલ બનાવવાના હેતૂથી વન પ્રબંધકોએ જનતા સાથેના ઇન્ટરફેસને મજબૂત બનાવવું.

AP/J.Khunt/GP