Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વસ્ત્ર અને પરિધાન ક્ષેત્રમાં રોજગારીના સર્જન અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પેકેજ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આગામી 3 વર્ષોમાં વસ્ત્ર અને પરિધાન ઉદ્યોગમાં એક કરોડ નોકરીઓનું સર્જન કરવા માટે સુધાર પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં કેટલાક એવા ઉપાયો સામેલ છે જે શ્રમિકોને અનુકૂળ છે અને રોજગારી સર્જન, મોટા અર્થતંત્ર તથા નિકાસને પ્રોત્સાહન આપશે. આ ઉપાયોથી આગામી 3 વર્ષોમાં નિકાસમાં 30 બિલિયન યુએસ ડોલરની સંચયી વૃદ્ધિ થશે અને રૂ. 74,000 કરોડનું રોકાણ થશે.

મોટા ભાગની નવી નોકરીઓ મહિલાઓને મળવાની શક્યતા છે કારણ કે પરિધાન ઉદ્યોગ લગભગ 70% મહિલાઓને રોજગારી પુરી પાડે છે. આ પ્રકારે આ પેકેજ મહિલા સશક્તિકરણના માધ્યમથી સામાજિક પરિવર્તનમાં સહાયક થશે.

જાહેર કરાયેલ પેકેજની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.

ક. કર્મચારી ભવિષ્ય નિધિ યોજનામાં સુધારો.

* ભારત સરકાર રૂ.15000 પ્રતિમાસથી ઓછી આવક ધરાવતા પરિધાન ઉદ્યોગના નવા કર્મચારીઓનો પ્રથમ ત્રણ વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાના નોકરીદાતાનો સંપૂર્ણ ફાળો 12 % વહન કરશે.

* હાલમાં પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના (પીએમઆરપીવાય) હેઠળ સરકાર દ્વારા પહેલાથી જ નોકરીદાતાઓનો ફાળો 8.33 % વહન કરવામાં આવી રહ્યો છે. વસ્ત્ર મંત્રાલય આગામી 3 વર્ષોમાં કર્મચારીના ફાળાના 3.67% વધુ ફાળવશે જે રૂ.1170 કરોડની રકમ હશે.

* ઈપીએફ પ્રતિમાસ રૂ.15000 થી ઓછી આવક ધરાવતા કામદારો માટે વૈકલ્પિક બનાવાશે.

* આનાથી કર્મચારીઓના હાથમાં વધુ પૈસા આવશે તથા ઔપચારિક ક્ષેત્રમાં રોજગારીનું સંવર્ધન પણ થશે.

ખ. ઓવર ટાઈમની મર્યાદામાં વધારો કરવો

* આઈએલઓ માપદંડને અનુરૂપ કામદારો માટે ઓવર ટાઈમના કલાકો પ્રતિ સપ્તાહ 8 કલાકથી વધુ નહીં થાય

* આનાથી કામદારોની આવકમાં વધારો થશે.

ગ. નિર્ધારિત અવધિ રોજગારીનો પ્રારંભ

* ઉદ્યોગની મોસમી પ્રકૃતિને જોતા, પરિધાન ક્ષેત્ર માટે નિર્ધારિત અવધિ રોજગારીનો પ્રારંભ કરાશે.

* કામના કલાકો, મજૂરી, ભથ્થા અને અન્ય વૈધાનિક જવાબદારીઓ સંબંધે એક નિર્ધારિત અવધિ કામદારને કાયમી કામદાર સમાન ગણાશે.

ઘ. એ-ટેફ્સ હેઠળ વધારાનું પ્રોત્સાહન

* આ પેકેજ રોજગારી સર્જનને પ્રોત્સાહન આપનાર તરીકે સંશોધિત ટેફ્સ હેઠળ પરિધાન ક્ષેત્ર માટે નવી સબસિડીને 15% થી વધારીને 25% કરીને ઈનપુટથી આઉટકમ આધારિત પ્રોત્સાહન સુધી લાવીને નવી તકો ઉપલબ્ધ કરાવશે.

* આ યોજનાની એક મુખ્ય વિશેષતા સંભવિત નોકરીઓના સર્જન થયા બાદ જ સબસિડી પ્રદાન કરવાની રહેશે.

ચ. લેવી રિફંડ કવરેજમાં વધારો

* અત્યાર સુધી રિફંડ નહીં કરાયેલ રાજ્ય લેવિઓનું રિફંડ કરવા માટે લાગુ કરાયેલ નવી યોજના પોતાની રીતે એક નવા પ્રકારનું પગલું હશે.

* આ પગલાંથી ટ્રેઝરી પર રૂ.5500 કરોડનો બોજો આવવાની શક્યતા છે પરંતુ આનાથી વિદેશી બજારોમાં ભારતીય નિકાસની પ્રતિસ્પર્ધાત્મકતામાં ઘણો વધારો થશે.

AP/J.Khunt