પીએમઇન્ડિયા
ડેન્માર્કનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લાર્સ લોક્કે રાસમુસેન 18-19 જાન્યુઆરી, 2019 દરમિયાન ભારતમાં “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2019” માટે આવ્યા છે. આ કાર્યક્રમમાં ડેન્માર્ક ભાગીદાર દેશ તરીકે જોડાયો છે. પ્રધાનમંત્રી રાસમુસેનની સાથે ડેન્માર્કની મોટી કંપનીઓના સીઇઓ સહિત એક વ્યાવસાયિક પ્રતિનિધિમંડળ પણ આવ્યુ છે.
ગાંધીનગરમાં 18 જાન્યુઆરી, 2019નાં રોજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી રાસમુસેને દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને પ્રધાનમંત્રીઓ અગાઉ એપ્રિલ, 2018માં સ્ટૉકહોમમાં પ્રથમ ઇન્ડિયા-નોર્ડિક સમિટ દરમિયાન મળ્યા હતા.
આ બેઠકમાં બંને નાતઓએ દ્વિપક્ષીય સાથસહકારનાં વિવિધ ક્ષેત્રો પર ચર્ચા કરી હતી અને પારસ્પરિક રસનાં મુદ્દાઓ પર અભિપ્રાયોનુ આદાન-પ્રદાન કર્યું હતું. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા મોટી સંભવિતતા પર ભાર મૂક્યો હતો.
ડેન્માર્ક કેટલીક અત્યાધુનિક ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે, જે ભારત માટે સુસંગત છે. ડેન્માર્કની કુશળતાઓ, ભારતની સંભવિતતા અને દુનિયાને નવી ટેકનોલોજીની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભારત અને ડેન્માર્કનને સંશોધન પ્લેટફોર્મ સ્થાપિત કરવા પ્રોત્સાહન આપ્યુ હતુ, જેમાં ખાદ્ય સુરક્ષા, જળ વ્યવસ્થાપન, જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું સમાધાન શોધી શકાશે.
આ બેઠક દરમિયાન ભારતનાં શિપિંગ મંત્રાલય અને ડેન્માર્કનાં વાણિજ્ય તથા નાણાકીય મંત્રાલય વચ્ચે દરિયાઈ સંબંધો પર તથા ગોવાનાં પણજીમાં અર્બન લિવિંગ લેબ સ્થાપિત કરવા ઇમેજિન પણજી સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અને નવી દિલ્હી સ્થિત ડેનિશ દૂતાવાસ વચ્ચે કુલ બે સમજૂતી કરાર થયા હતા.
ભારતમાં શિપિંગ, પુનઃપ્રાપ્ય ઊર્જા, પર્યાવરણ, કૃષિ અને ખાદ્ય પ્રસંસ્કરણ જેવા ક્ષેત્રોમાં કામ કરવા ડેન્માર્કની આશરે 130 કંપનીઓને રસ દાખવ્યો છે તથા આ કંપનીઓ સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ અને વેસ્ટમાંથી ઊર્જા જેવા અન્ય ક્ષેત્રોમાં સંબંધો વધારવા પણ આતુર છે. ડેન્માર્કની કેટલીક મોટી કંપનીઓ ગુજરાતમાં શિપિંગ અને પુનઃપ્રાપ્ય ઊર્જાનાં ક્ષેત્રમાં પણ કાર્યરત છે.
પ્રધાનમંત્રી રાસમુસેન આ મુલાકાત દરમિયાન 19 જાન્યુઆરીનાં રોજ નવી દિલ્હીમાં ડેનિશ કલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ અને ડેનિશ દૂતાવાસનાં નવા ભવનનું ઉદઘાટન કરશે. તેઓ આગ્રાની મુલાકાત પણ લેશે.
***
RP
Had an excellent meeting with PM @larsloekke of Denmark.
— Narendra Modi (@narendramodi) January 18, 2019
Denmark is a valued friend and we discussed deepening cooperation in energy, trade, agriculture and other areas. pic.twitter.com/p3eP0jqUMW