પીએમઇન્ડિયા
વિશાળ સંખ્યામાં પધારેલા મારા બનારસના પ્રિય ભાઇઓ અને બહેનો,
આ કાર્યક્રમ તો બનારસની ધરતી પર થઇ રહ્યો છે પરંતુ આ કાર્યક્રમ સમગ્ર હિન્દુસ્તાન માટે થઇ રહ્યો છે. આ બનારસની ધરતી છે, જેણે સદીઓથી માણસ જાતીને જ્ઞાનનો પ્રકાશ આપ્યો અને જ્ઞાનનો પ્રકાશ આપનારી આ નગરી ઉર્જાવાળો પ્રકાશ પણ આપવાનું નેતૃત્વ કરવા જઇ રહી છે અને એટલા માટે દેશવાસીઅોને અભિનંદન આપું છું, બનારસવાસીઓને વિશેષ રીતે અભિનંદન આપું છું.
એમ તો આ સમારંભ એક છે પરંતુ આ એક સમારંભમાં સાત કાર્યક્રમ લાગ્યા છે, સાત. એક તો તમે હાલમાં જ વિડીયો જોયો કે વિજળીના ક્ષેત્રમાં પરિવર્તન માટે સમગ્ર દેશમાં આપણે કયાસ લગાવી રહ્યા છીએ. બીજું, વારાણસીમાં એક મુશ્કેલી લાંબા સમયથી ચાલી રહી છે, વારાણસીવાસીઓની એક માગ અનેક વર્ષોથી થઇ રહી છે અને તે છે વારાણસીમાં રિંગ રોડની માગ. આજે આ મંચથી એ રીંગ રોડના કાર્યક્રમનો પણ શિલાન્યાસ થઇ રહ્યો છે. કાશી તિર્થયાત્રીઓનું ધામ છે, વિશ્વર ટુરિસ્ટોનું પણ આકર્ષણ છે, પરંતુ એરપોર્ટથી કાશી પહોંચવા સુધી આવનારા યાત્રીઓના મનમાં વિશ્વાસ ઉઠી રહ્યો છે કે હું સાચી જગ્યાએ જઇ રહ્યો છું કે કોઇ અન્ય જગ્યાએ જઇ રહ્યો છું અને તેનું મૂળ કારણ કાશીથી બાબતપુર એરપોર્ટ સુધી જવાના માર્ગની દુર્દશા. આજે અહીંથી એ કામનું પણ શિલાન્યાસ થઇ રહ્યું છે જેમાં એ રસ્તાને મોટો કરવામાં આવશે, આધુનિક બનાવવામાં આવશે, સૌદર્યકરણ કરવામાં આવશે જેથી કાશી પહોંચનારા વિશ્વના કે દેશના કોઇ પણ યાત્રી આવે ત્યારે અનુમાન લગાવે કે કેવા ભવ્ય અને પ્રાચીન નગરમાં હું પ્રવેશ કરી રહ્યો છું એનું તમને અનુમાન થઇ જશે.
આજે આ જે દેશભર માટે IPDS યોજનાનો પ્રારંભ થયો એ IPDS યોજનાને લાગૂ કરવા માટે બનારસમાં બે નવા સબસ્ટેશન… ચૌક સબસ્ટેશનનું શિલાન્યાસ પણ આજ મંચ પરથી થઇ રહ્યું છે અને યોજનાને લાગૂ કરવાના કામનો આજે આરંભ થઇ રહ્યો છે. એક ચૌક સબસ્ટેશન, બીજું કઝાકૃપા સબસ્ટેશન, આ બે સબસ્ટેશનનું પણ શિલાન્યાસ આજે આ મંચ પરથી થઇ રહ્યું છે. બનારસમાં આરોગ્યની સુવિધામાં એક નવું નજરાણું…થોડા સમયથી જે ટ્રોમા સેન્ટર ચાલુ થયું છે અહીંના નાગરિકોને એની સેવાઓ ઉપલબ્ધ છે, આજે તેનું લોકાર્પણ પણ અહીંથી છે. આ પ્રકારથી ગંગા ઘાટ પર જ વસેલું આપણું રામનગર, ધીરે-ધીરે તેની વસતી વધી રહી છે, એક તરફથી નાગરિકો માટે સુવિધાની જરૂરિયાત રહેતી હતી કે રેલવે રિઝર્વેશન માટે તેમને અહીં સુધી આવવું પડતું હતું એના બદલે તેની વ્યવસ્થા ત્યાં જ થઇ જાય તો આજે રામનગર વિસ્તારમાં VSATના માધ્યમથી રેલવે રિઝર્વેશનની સુવિધાનો પણ પ્રારંભ કરવાનો અહીં પર એક સમારંભ થઇ રહ્યો છે. એક પ્રકારથી આ એક મંચ પરથી દેશ માટે એક યોજના અને કાશીયવાસિયો માટે એ યોજના સહિત કુલ સાત યોજનાઓનું લોકાર્પણ કરતાં મને ગર્વ થઇ રહ્યો છે.
હું કાશી ઘણી વખત આવતો હતો. પાર્ટી કાર્યકર્તા તરીક સંગઠનના કામ કરવા માટે આવતો હતો, આ ધરતી પર એક આકર્ષણ હતું એના માટે પણ આવતો હતો, જોકે દરેક વખતે ઉપરની તરફ નજર કરતો હતો તો હું ચોકી જતો હતો. જ્યાં જુઓ ત્યાં તાર જ તાર દેખાતા હતા. એટલા પ્રાચીન શહેરની શોભા એ તારના ઝુંડ જોતા જ ખરાબ થઇ જતી હતી. તો જ્યારે હું સાંસદ બન્યો અને એક નાગરિક અભિવાદન હતું ત્યાં મેં કહ્યું હતું કે ભાઇ એને હટાવવા છે. અને અાજે મને આનંદ છે કે 572 કરોડ રૂપિયા સમગ્ર કાશીમાં એક નવી ઉર્જા ભરી દેશે,ક્યારેક ક્યારેક વિજળી બંધ થઇ જતી હતી, તાર જૂના થઇ જવા, ટ્રાન્સમીશન લાઇનો ખરાબ થઇ જવી, બાબા આદમના જમાનાની ચીજવસ્તુઓ લટકી પડેલી છે. કોઇને એ સરખું કરવા માટે ફુરસત નથી, ગાડી ચાલતી રહે છ. આ ખરાબ થયું ચલો એને ઠીક કરીએ, ત્યાં ખરાબ થયું ચલો એને ઠીક કરો. પેચવર્કનું કામ ચાલતું રહ્યું છે. અને આ મુસીબત ફક્ત બનારસની જ નથી. હિન્દુસ્તાનના ઘણા શહેર છે જેના કારણે વિજળીનું લાઇન લોસ પણ ખૂબ જ થાય છે, નાગરિકોને પરેશાની પણ ખૂબ જ થાય છે. અને એના માટે વિજળી પહોંચાડવા માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આધુનિક બનાવવા માટેની જરૂર છે. સ્માર્ટ બનાવવાની જરૂર છે. અને એક પ્રકારથી બનારસને જે સ્માર્ટ સિટી બનાવવા માટેની કલ્પના છે એની પહેલી શરૂઆત આ વિજળીના માધ્યમથી થઇ રહી છે. અને આ બનારસ, આજે જે પસંદ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશની યોજનાને લાગુ કરવા માટે, લોકોને લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી અહીંના MP છે એટલા માટે થઇ રહ્યું છે. હું રહસ્ય જણાવું છું. એ કારણ તો પછી આવે છે.
પહેલું કારણ એ છે કે આપણા જે ઉર્જા મંત્રી છે પીયૂષ ગોયલ જી, તેમની પિતાજી બનારસમાં એન્જીનીયર થયા, BHUમાં. એ અહીં જ ભણતા હતા અને એ એન્જિનીયર બન્યા હતા અને અહીંથી સમાજસેવા માટે જ નીકળ્યા હતા, તો સ્વભાવિક છે કે પીયૂષ જી ને લાગ્યું હશે કે જે તેમની પિતાજીની શિક્ષા અને દીક્ષાની ભૂમિ રહી છે ત્યાંથી જ આ કાર્યક્રમની શરૂઆત કરવી જોઇએ જેથી પિતાજીને પણ સંતોષ થશે અને એટલા માટે જ આજે બનારસથી સમ્રગ દેશને આ નજરાણું મળી રહ્યું છે. સમગ્ર દેશમાં આ યોજના પાછળ 45 હજાર કરોડ રૂપિયા ખર્ચ થવાના છે અને એના કારણે ઉર્જાના ક્ષેત્રમાં જે ધાંધલીઓ ચાલી રહી છે, જે પરેશાનીઓ આવી રહી છે એનાથી શહેરના ક્ષેત્રમાં ખૂબ મોટી મુક્તિ મળવાની છે. કામ મોટું છે, કામ મુશ્કેલ છે. જોકે એ કામ કર્યા સિવાય બીજો અન્ય કોઇ વિકલ્પ પણ નથી અને એટલા માટે જ એ આપણું એક સપનું છે કે 2022, જ્યારે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે. જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી આપણે કરીશું, જેણે આપણને આઝાદી અપાવી હતી, જે આઝાદી માટે ફાંસી પર લટકી ગયા હતા. જેમણે આઝાદી માટે જવાની જેલોમાં વિતાવી, જેમણે આઝાદી માટે પોતાના શરીર પર બ્રિટિશ સરકારના કોડા પણ સ્વીકાર્યા એમને આપણે શું જવાબ અાપીશું. એ જ આપીશું કે અમને આઝાદી અપાવી, અમે મોજ કરી, જોકે જે સપનું તમે જોયું હતું એને તો અમે પૂરું કર્યું જ નથી, એ વાત તો આપણને મંજૂર જ ન થાય. શું કોઇ હિન્દુસ્તાનીને આ વાત મંજૂર થઇ શકે ? શું આાઝાદી અપાવનારાને તેમના સપનાને અનૂકુળ દેશ બનાવવા દેવો જોઇએ કે નહીં. આઝાદીના 75 વર્ષ જ્યારે મનાવીશું, ત્યારે દેશવાસીઓનું યોગદાન હોવું જોઇએ કે ન હોવું જોઇએ ? દેશમાં ફેરફાર હોવો જોઇએ કે ન હોવો જોઇએ ? એ સારું હિન્દુસ્તાન, દેશભક્તોના સપનાનું હિન્દુસ્તાન હોવું જોઇએ કે ન હોવું જોઇએ ? એમાં અકે મહત્વપૂર્ણ કામ છે 24 કલાક, 365 દિવસ વિજળી. આજે વિજળી ચાર કલાર, છ કલાક, આઠ કલાક મળે છે. એવી વ્યવસ્થા હોવી જોઇએ અને એના માટે એક મહત્વપૂર્ણ કામ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં આજે 45 હજાર કરોડ રૂપિયા એકલા કાશી માટે 572 કરોડ રૂપિયા લગાવીને આ ફેરફારનો આજે પ્રારંભ થઇ રહ્યો છે.
મને તમારા સહુના આશીર્વાદ જોઇએ છે. બાબા ભોલેનાથના અાશિર્વાદ જોઇએ છે, જેથી દેશમાં આ ઉર્જા પહોંચાડવાનું કામ, દેશને ઉર્જાવાન બનાવવા માટે એક ખૂબ જ મોટો સંકલ્પ હોવો જોઇએ, એ દિશામાં આપણે આગળ વધવું જોઇએ. બનારસ આગળ વધતુ રહ્યું. આજુબાજુના જિલ્લાથી જે પણ વાહન વ્યવહાર છે, શહેરની વચ્ચેથી પસાર થવું પડે છે. શહેરમાં ટ્રાફિકનો મામલો પણ ગંભીર છે. પરેશાનીનો હિસાબ લગાવો તે એ વધતી જ જાય છે. એનાથી મુક્તિ અપાવવા માટે અેક મહત્વપૂર્ણ કામ હતું અહીં રીંગ રોડ બનાવવો જેથી બહારથી જેને પસાર થવું હોય તે શહેરને પરેશાન કર્યા વગર આગળ વધી શકે. કામ ખૂબ જ મોટું છે, લગભગ 600 કરોડ રૂપિયાનું કામ છે. આજે તેનો પણ શિલાન્યાસ થયો છે અને એ વિસ્તારમાં કાશીની સાથે આજુ બાજુના જેટલા પણ જિલ્લાને જોડનારા રસ્તા બનાવવાના છે. જેથી એ તમામ ગામોને લાભ થાય. લગભગ લગભગ 11 હજાર કરોડ રૂપિયા એના માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આજુ બાજુના જેટલા પણ જિલ્લા છે, કાશી સાથે જોડાયેલા છે અને ત્યારે જઇને સમગ્ર વિસ્તાર એક આર્થિક વિકાસનું સેન્ટર બની શકે છે. એક મોટું કેન્દ્ર બની શકે છે અને અેટલા માટે વિજળી, પાણી, રસ્તા આ ત્રણ ક્ષેત્રોમાં આપણે આ પ્રકારે અહીં પણ જાળ નાંખીએ કે જેથી પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસની સામે જે પ્રશ્ન થાય છે એમાંથી મુક્તિ મળી શકે. એ વાતોને બનારસની ધરતીથી ભલે શરૂ થાય પરંતુ સમગ્ર ઉત્તર પ્રદેશમાં, પૂર્વ ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને જાળ ફેલાવવાની દિશામાં આપણે કામનો આરંભ કર્યો છે અને આવનારા દિવસોમાં જોતજોતામાં એના પરિણામ મળશે.
તમે હાલમાં જોયું, તમે લોકો પણ ઘાટ પર જાઓ છો, અને એલઇડીના પ્રકાશ આવ્યા બાદ તો મને જણાવવામાં આવ્યું કે ખૂબ જ લોકો આવે છે, દેખવા માટે આવે છે. તમે જોયું હશે કે કેટલો મોટો ફેરફાર આવ્યો છે. અમે ઇચ્છીએ છીએ દરેક પરિવારમાં, મારા કાશીના દરેક પરિવારમાં વિજળીનું બિલ ઓછું થવું જોઇએ કે ન થવું જોઇએ. તમે ઇચ્છો છો કે વિજળીનું બિલ ઓછું થાય કે ન થાય ? તમે ઇચ્છો છો કે તમારા પૈસા બચે ? સાચ્ચે જ ઇચ્છો છો ? તો મારી એક વાત માનશો ? પાક્કુ માનશો ? વચન આપો, બાબાને યાદ કરવાનું વચન આપો. તમારા ઘરમાં જેટલા બલ્બ છે, ટ્યુબ લાઇટ છે, એલઇડી લગાવી દો. તમે જુઓ, તમારા વિજળીનું બિલ એકદમ ઓછું થઇ જશે, તમારા પૈસા બચી જશે અને પ્રકાશ વધી જશે. આ ડબલ ફાયદાવાળું કામ છે અને સમગ્ર ભારતમાં મારે આ અાંદોલન ઉભું કરવું છે કે જૂના જે વિજળીના બલ્બ છે તેને મુક્ત કરી દો. આ નવી ટેક્નોલોજી છે, જે આપણી આંખો માટે સારી છે, રોશની માટે સારી છે અને ખિસ્સા માટે પણ સારી છે. આપણે કાશીમાં એક આંદોલન ચલાવીએ. તમામ લોકો એ વાતને આગળ વધારે તો કાશીની અંદર પણ આપણે એ વાતનો લાભ લઇ શકીઅ છીએ અને મેં જોયું છે સ્ટ્રીટ લાઇટ છે એ સ્ટ્રીટ લાઇટને પણ એલઇડીમાં ફેરવી દઇએ તો એના કારણે કાશી મહાનગરપાલિકાનું જે વિજળીનું બિલ છે તે ખૂબ જ ઓછું થઇ જશે અને જે પૈસા વધશે અનાથી કાશીને સ્વચ્છ કરવાના કામમાં વાપરીએ તો મારું કાશી ચમકતું રહેશે. સાંજે રોશનીથી ચમકશે અને દિવસે સફાઇથી ચમકશે અને દુનિયાના લોકો આવશે તો એક નવા કાશીને જોઇને જશે.
હું કાશીવાસીઓનું આજે હદયપૂર્વક એક વાત માટે અભિનંદન કરું છું, આભાર વ્યક્ત કરવા માગું છું. હું જ્યારે ચૂંટણી જીતીને અહીં આવ્યો હતો અને ગંગા આરતીમાં બેઠો હતો. મા ગંગાના આશીર્વાદ લઇને હું અહીંથી ગયો હતો, ત્યાર બાદ મેં પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. પહેલા હું આજે આ ધરતીને નમન કરવા માટે આવ્યો હતો અને તે દિવસે મેં કહ્યું હતું કે બનારસના નાગરિકોએ બનારસની સફાઇની જવાબદારી લેવી જોઇએ.બનારસના નાગરિકોએ બનારસને સ્વચ્છ રાખવું જોઇએ. આ વાત મેં કહી હતી. આજે દેશમાં આ પ્રકારની વાત કરવી સરળ નથી. જોકે મેં જોયું હતું કે બનારસના લોકોએ મારી આ વાતને સ્વીકારી અને બનારસના નાગરિકોના અનેક સંગઠન તૈયાર થયા, અનેક યુવાનો તૈયાર થયા. મહિલાઓ, છોકરીઓ, કોલેજની છોકરીઓ, આ લોકો બનારસને સ્વચ્છ રાખવાની, સ્વચ્છ રાખવાનું એક મોટું અભિયાન ઉઠાવ્યું છે અને એ અભિયાન અંતર્ગત બનારસને આગળ સુંદર બનાવવના કામ ચાલી રહ્યું છે.
હું જોઇ રહ્યો છું, હું જોઉ છું કે આજે બનારસ વિકાસની નવી ઉંચાઇ પર જવા માટેનું એક કેન્દ્ર બની ગયું છે. ચાહે રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, વિજળીની વ્યવસ્થા હોય, સ્કીલ ડેવલપમેન્ટનું કામ હોય, વણકરોના કલ્યાણનું કામ હોય. આ તમામ વિષયો પર આજે બનારસ એક નવી ઉંચાઇઓ પર લઇ જવાના મોટા અભિયાનનો આજે અમે પ્રારંભ કર્યો છે અને એટલા કામ માટે આજે મને અહીં આવવાનો અવસર મળ્યો છે.
પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા આ દેશના ગરીબોને બેન્ક એકાઉન્ટ દ્વારા આવનારા દિવસોમાં એક આર્થિક વ્યવસ્થાના મૂળમાં લાવવા માટેનો છે. એક મોટો સફળ પ્રયાસ થયો છે. મને વિશ્વાસ છે કે એના કારણે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે.
છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર પ્રદેશમાં શિક્ષક મિત્રોને લઇને અેક પરિસ્થિતિ પેદા થઇ છે. મેં ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું મામલો ક્યાં છે તેમણે મને જણાવ્યું કે હજી સુધી અમારી પાસે કોર્ટનો ઓર્ડર આવ્યો નથી. કોર્ટ મૌખિક સૂચના આપી છે, જોકે લેખિત ઓર્ડર આવ્યો નથી. આજે મેં શિક્ષક મિત્રોના અમુક નેતાઓને બોલાવ્યા હતા. તેમની સમસ્યાઓ સમજવાનો મેં પ્રયાસ કર્યો હતો અને મેં તેમને જણાવ્યું હતું કે તમે જરા મને કહો કે તેમને પણ તકલીફ હતી કે તેમની પાસે કોર્ટનો ઓર્ડર નહોતો. કોર્ટ શું કહેવા માગતી હતી એ પણ જાણકારી તેમની પાસે નહોતી. મેં તેમને જણાવ્યું હતું કે કોર્ટનો ઓર્ડર આવે કે તરત જ તે મારી પાસે મોકલો. ભારત સરકાર પણ એનું અધ્યયન કરશે અને ઉત્તર પ્રદેશ સરકારને જે અમે સલાહ આપવા માગીશું એ પણ અમે સલાહ આપીશું. જોકે શિક્ષક મિત્રોને આજે એક અનુરોધ કરવા માગું છું. મેં સાંભળ્યું હતું કે આપણા ઉત્તર પ્રદેશના એક શિક્ષક મિત્રએ અાત્મહત્યા કરી હતી. હું આજે, તમને અનુરોધ કરું છું. હજી કોર્ટનો ઓર્ડર આવ્યો નથી અને આપણે આપણા જીવનને સંકટમાં નાંખીશું તો સમસ્યાનું સમાધાન નહીં થાય. શિક્ષક મિત્ર, આત્મહત્યા કરીને એ તો જતો રહેશે પરંતુ ત્યાર બાદ તેના પરિવાનું શું થશે. એના બાળકોનું શું થશે અને એટલા માટે મારી મારા શિક્ષક મિત્રોને અનુરોધ છે કે જીવનમાં ક્યારેય લડાઇ હારવી જોઇએ નહીં, હિંમત ન ગુમાવવી જોઇએ. આત્મહત્યાનો માર્ગ આપણો ન હોઇ શકે. એક વખત કોર્ટનો ઓર્ડર આવવા દો. ઉત્તર પ્રદેશ સરકાર શું કહેવા માગે છે, અેને જરા સાંભળો. હું સમજવાનો પ્રયાસ કરીશ અને ઉત્તર પ્રદેશ સરકારે મને જે પણ વાત કરવી હશે હું એને કરવાની જવાબદારી લઉં છું અને તમારી વાત ઉત્તર પ્રદેશ સરકારના તમારા MPના નાતે હું અવશ્ય પહોંચાડીશ અને મને વિશ્વાસ છે કે મારા શિક્ષક મિત્ર જે વિદ્યાર્થીઓનું જીવન તૈયાર કરે છે, જે વિદ્યાર્થીની હિંમત વધારે છે. જે વિદ્યાર્થીઓને જીવન આપવાની પ્રેરણા આપે છે તેમના જીવનમાં આત્મહત્યાનો માર્ગ ક્યારેય યોગ્ય ન હોઇ શકે. ઉત્તર પ્રદેશ સરકાર પણ આ સંવેદનશીલ મામલાઓને સંપૂર્ણ રીતે ગંભીરતાથી લે છે, એવો મને વિશ્વાસ છે અને એટલા માટે કોર્ટને ઓર્ડર આવવા દો. ઉત્તર પ્રદેશ સરકારને સમય આપો. ઉત્તર પ્રદેશ સરકાર હું નથી સમજતો કે તમારી સાથે અન્યાય કરવા માગશે અને હું પણ ઉત્તર પ્રદેશ સરકાર સાથે વાત કરીશ. સમાધાનનો રસ્તો શું હોઇ શકે છે એનો હલ કાઢવામાં આવશે. ભારત માતા કી જય.
ભાઇઓ અને બહેનો આજે કાશીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવું ખૂબ જ આવશ્યક છે. આજે મેં પ્રવાસનને બળ મળે તે પ્રકારની રિક્ષાઓનું પણ લોકાર્પણ કર્યું છે. તે પ્રવાસીઅો માટે ભવિષ્યમાં એક મોડલ બનશે. અમે અહીંના નાનામાં નાના લોકોને પણ આ કામ માટે જોડવા માગીએ છીએ. તમે જ્યારે હું બનારસ આવ્યો હતો તો બનારસના અમુક લોકોએ મને જણાવ્યું હતું કે 7 ઓગસ્ટને હસ્તકળા દિવસ જાહેર કરવો જોઇએ. બનારસના વણકરોની માગ હતી. આજે મારે ગર્વથી કહેવું છે કે આજે અમે તેને હસ્તકળા દિવસ જાહેર કર્યો છે. ચેન્નાઇમાં તેનો ખૂબ જ મોટો સમારંભ યોજ્યો હતો અને મારા કાશીના વણકર ભાઇઓ ચેન્નાઇ આવ્યા હતા અને તેમનું પણ માન-સન્માન વધારવાની મને તક મળી હતી.
કાશીની જે શક્તિ છે એ તેની કલાકારીની વિધિ છે. કાશીની જે સંસ્કૃતિ છે એની કલા વિધિમાં છે. કાશીની જે શક્તિ છે એ તેની સંગીતની વિરાસતમાં છે. કાશીએ આગળ વધવાનું છે, કાશીએ આધુનિક પણ બનવાનું છે. જોકે સાથો-સાથ કાશીને આપણી આ વિરાસતને પણ જાળવી રાખવાની છે. એને પણ બચાવી રાખવાની છે અને એને લઇને આપણે કાશીને આગળ વધારવા માગીઅે છીએ. અનેક ક્ષેત્રોમાં તમે જોયું હશે કે આપણા કેન્દ્રોના ઘણા બધા મંત્રીઓ ઘણી વખત આવ્યા છે. અનેક નવી યોજનાઓને તેમણે બળ આપ્યું છે. તેમણે નવી યોજનાઓની એક અસર થશે અને કાશી એક નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરશે.
અને હું કાશીવાસીઓને વિશ્વાસ અપાવું છું કે તમે મને MP બનાવ્યો છે અને તમે જ લોકો છો જેમના કારણે આજે મને પ્રધાનમંત્રી પદ પર બેસવાનું તથા દેશની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ હજી વિકાસ કેવી રીતે કરે, હું દેશના યુવાનોને રોજગાર કેવી રીતે મળે અને બની શકે તો તમારા જ વિસ્તારમાં રોજગાર કેવી રીતે મળે, એને લઇને સ્કીલ ડેવલોપમેન્ટનું એક મોટું અભિયાન જેના કારણે દેશના એક-એક યુવાન, જેના હાથમાં ડિગ્રીનો કાગળ હોય છે, જોકે હાથમાં હુનર હોતું નથી અેટલે ફક્ત કાગળથી જ ગાડી ચાલતી નથી. તેના હાથમાં હુનર હોવું જોઇએ, કૌશલ્ય હોવું જોઇએ. દુનિયામાં અાપણે સહું યુવા છીએ.65 ટકા જનસંખ્યા 35 વર્ષથી ઓછી ઉંમરની છે. 65 ટકા જનસંખ્યા 35 વર્ષથી ઓછી ઉંમરની છે એ હાથમાં જો કૌશલ્ય હોય તો સમગ્ર દુનિયાને મહાત કરવાની તાકાત હિન્દુસ્તાનના યુવાનોમાં આવે છે અને એ વાતને લઇને સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા સમગ્ર દેશમાં એક વિકાસની નવી ઉંચાઇ બનાવવા માટે અમે પ્રયાસ કર્યો છે.
તમે જોયું હશે કે મેં 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી એક જાહેરાત કરી હતી અને મેં કહ્યું હતું કે આ જે ઇન્ટરવ્યું નામની ચીજ છે. ડ્રાઇવર જોઇએ તો પણ ઇન્ટરવ્યું, પ્યુન જોઇએ તો પણ ઇન્ટરવ્યું, નાનો ક્લાર્ક જોઇએ તો પણ ઇન્ટરવ્યુ અને અેના કારણે લાખ્ખો યુવાનો રોજગાર માટે કોઇ ન કોઇ ભલામણ શોધે જ છે. કોઇને કોઇ દલાલ તેમના હાથે લાગી જાય છે અને નોકરી મળે કે મળે તેનું ખિસ્સું તો કાપી જ લે છે અને નાની જગ્યામાં ખૂબ જ માત્રામાં ઇન્ટરવ્યું થાય છે. ખૂબ જ મોટી માત્રામાં લોકો ભરતી માટે આવે છે. જો કોઇ એક વ્યક્તિથી 5-5, 10-10 હજાર રૂપિયા પણ લૂંટવાનું શરૂ કરી દીધું તો ગરીબ માણસ 10 હજાર રૂપિયા, તે જીવનભરનો દેવાદાર બની જાય છે અને અેટલા માટે જ મારી સરકારે એક મેં 15 ઓગસ્ટે સુઝાવ આપ્યો હતો કે ઇન્ટરવ્યું નામની વસ્તુ જ બંધ કરી દેવી જોઇએ અને આજે હું યુવાનોને કહું છું કે મારી સરકાર એ દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. અમુક ડિપાર્ટમેન્ટે અગાઉથી જ કામ ચાલું કરી દીધું છે. હજી બે દિવસ પહેલા જ મને રેલવેવાળાઓએ જણાવ્યું હતું કે તેમની એક લેવલ નીચેની જે ભર્તી છે, એ અમે ઓનલાઇન પરીક્ષા લઇને પૂરી કરીશું. આપણા યુવાનોને રોજગાર માટે આ પ્રકારે પરેશાનીઓ ભોગવવી પડે અને આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં જે ખરાબી ઘુસી ગઇ છે એની સફાઇ થઇને રહેશે એ હું યુવાનોને વિશ્વાસ અપાવું છું.
આપણે સહુંએ મળીને જન-ભાગીદારીથી દેશને આગળ વધારી શકાય. આજે આખો દિવસ મેં જે વિતાવ્યો છે, એક એક મિનિટ ફક્ત વિકાસની જ વાતો પર વિતાવી છે. જ્યારથી હું અહીંયા ઉતર્યો છું દરેક વિષય જેમને હું મળ્યો, જેમની સાથે વાતો કરી અને આજે હું બનારસના બધા જીવનના ક્ષેત્રના લોકોને મળવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મેં તેમની સાથે ઘણી વાતો કરી. આખો દિવસ હું તેમની વાતો સાંભળતો રહ્યો હતો. એ વિષયોને સમજતો રહ્યો અને કેન્દ્ર બિંદુ ફક્ત વિકાસ જ હતો. અને મારો આ વિશ્વાસ છે કે આપણી તમામ સમસ્યાઓનું સમાધાન પણ ફક્ત એક જ વાતથી થવાનું છે, એ વાતનું નામ છે વિકાસ. જો વિકાસ થશે તો રોજગાર મળે, રોજગાર મળશે તો ગરીબી સાથે આપણે લડી શકીશું. રોજગાર મળશે તો બાળકોને શિક્ષા આપીશું. રોજગાર મળશે તો વિકાસની નવી ઉંચાઇઓ થશે, વ્યવસ્થાઓ વિકસીત થશે અને અેટલા માટે જ સરકાર વ્યવસ્થાઓને પણ વિકસીત કરવા માગે છે અને નાગરિકોને સામર્થ્યવાન બનાવવા માગે છે. અાર્થિક સામર્થ્ય આપવા માગે છે, શૈક્ષણિક સામર્થ્ય આપવા માગે છે, આરોગ્યની દ્રષ્ટિએ સારા દિવસો આવે તેના જીવનમાં, એના માટે સતત પ્રયાસ કરી રહી છે.
આજે સમર્ગ વિશ્વએ ભારતનો જય-જયકાર કરવાનું શરૂ કર્યું છે એ પહેલા નહોતું. સમગ્ર દુનિયા ભારત પ્રત્યે જોવા માટે તૈયાર નહોતી. હાલમાં જ અમે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- એનો અમે વિશ્વ સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હતો. દરેક હિન્દુસ્તાનીને ખુશી થશે અને બનારસવાળાઓને તો વધારે ખુશી થશે કારણ કે એ ચીજો છે જે બનારસની ધરતીથી આગળ આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કર્યો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને દુનિયાના 193 દેશોએ તેનું સમર્થન કર્યું હતું એ વિશ્વના તમામ દેશોએ યોગ દિવસને મનાવ્યો હતો. આ ફક્ત યોગ દિવસને મનાવવાનો મતલબ હાથ-પગ હલાવવું જ નથી. ભારત સાથે જોડાવવા સાથેની બાબત છે. આ યોગ વિશ્વને ભારત સાથે યોગ કરાવે છે, જોડાવે છે. આ એ યોગ છે જે આપણને જોડી રહ્યું છે, એક જ વાત કેટલો મોટો ફેરફાર કરી શકે છે એનું આ એક ઉદાહરણ છે. આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે આશાની નજરે, ગર્વની નજરે જુએ છે. અને આ વાતતી દેશને નવી ઉંચાઇઓ પર લઇ જવાનો આપણને એક અવસર મળે છે અને આ અવસરની પૂર્તિ માટે આપણે દિવસ-રાત એક પ્રયત્ન કરી રહ્યા છીએ. મા ગંગાની સફાઇનું અભિયાન પાંચેય રાજ્યોના મુખ્યમંત્રીઓને સાથે લઇને જ્યાંથી ગંગા પસાર થાય છે, તમામ પાંચેય રાજ્યોને મુખ્યમંત્રીઓને સાથે લઇને આ યોજનાઓ લાગૂ કરવામાં આવી રહી છે અને મેં એક જ આગ્રહ કર્યો છે કે બાકી કંઇ તમે કરી શકો કે ન કરી શકો ઓછામાં ઓછું ગંગામાં હવે ગંદકી ન થવી જોઇએ, કોઇ પણ શહેર એમની ગટરનું પાણી ગંગામાં ન જવા દે એટલી વ્યવસ્થા રાજ્ય સરકારોએ કરવી જોઇએ. એના માટે દંડ આપવો પડશે, દંડ માટે તૈયાર છે. અત્યારે માતા અમૃતાનંદમયી કેરળમાં છે, આશ્રમ કેરળમાં છે પરંતુ મા ગંગા માટે તેમણે 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. સવા સો કરોડ દેશવાસીઓના હ્દયમાં મા ગંગા પ્રત્યે એટલી ભક્તિ છે, તમામ દેશવાસીઓ ગંગા માટે કંઇને કંઇ કરવા માટે તૈયાર છે પરંતુ શરૂઆત કરવી પડશે. જવાબદારી આપણે લેવી પડશે. રાજ્યો પાસે જે જવાબદારી છે એને રાજ્યોએ પૂરી કરવી પડશે. અને ભારત સરકારના ખભાથી ખભો મિલાવીને રાજ્યોની સાથે કામ કરશે અને મા ગંગાની સફાઇનું કામ સમય-સીમામાં પૂરું કરવાનું છે.
હું જાણું છું કે આ કામ મુશ્કેલ છે. 1984થી આ વિષય ચાલી રહ્યો છે. હજારો કરોડો રૂપિયા ખર્ચાયા છે એટલા માટે યોજનાની સફળતા પ્રત્યે આશંકાઓ ઉત્પન્ન થઇ હતી. તેમ છતાં અાપણે પ્રયાસો છોડવા ન જોઇએ. આપણે આટલા મોટા દેશે આ એક કામને પૂરું કરીને જોવું જોઇએ. અને ગંગા શુદ્ધ થાય, ગંગા સાફ થાય, ગંગા ગંદકીથી મુક્ત થાય અને ગંગાના દિકરા હોવાના નામે આપણા તમામની જવાબદારી બની જાય છે કે એ જવાબદારીને આપણે નિભાવવી જોઇએ.
અને મને વિશ્વાસ છે કે ભાઇઓ એક જાગૃતતા આવી છે. સ્વચ્છતાનું અભિયાન જોઇ લો, એક જાગૃતતા આવી છે, એક ફેરફાર આવ્યો છે. ઘરમાં બાળકો પણ કચરો ફેંકનારાઓને ટોકે છે પહેલા આમ નહોતું થતું. સ્વચ્છતા એક દિવસમાં આવશે એવું કોઇ વિચારતું નહોતું. પહેલા કોઇ વિચારતું નહોતું. જોકે પહેલી વખત હું નથી માનતો કે હિન્દુસ્તાનની સંસદે સ્વચ્છતા અંગે ચર્ચા કરી હોય .જોકે જ્યારથી મેં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે આજે સંસદ પણ સ્વચ્છતાના વિષય પર ચર્ચા કરે છે, વિપક્ષમાં બેસેલા પણ આપણી ટીકા કરતા હતા પરંતુ ઓછામાં ઓછું ભારતની સંસદને સ્વચ્છતા માટે વાત કરવા માટે સમય તો મળ્યો. આ નાની વાત નથી અને સંસદ, સંસદ સ્વચ્છતા માટે આટલી જાગૃત થઇ જાય તો એક વાત નીચે પહોંચશે એનો મને પૂરો વિશ્વાસ છે ભાઇઓ.
આપણા દેશમાં વિકાસ માટે બે શબ્દો હંમેશા દેખાય છે આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ. એક શબ્દ પ્રયોગ ચાલી રહ્યો છે પ્રાઇવેટ સેક્ટર, બીજો શબ્દ પ્રયોગ ચાલ છે પબ્લીક સેક્ટર એટલે જે સરકારના જે PSUs છે, અથવા તો એ કોર્પોરેટ હાઉસ છે મોટા મોટા ઉદ્યોગકાર છે. આ આપણા આર્થિક વિકાસના જે પાટા છે તે આ બે પાટા પર આર્થિક ગાડી ચલાવવાનો પ્રયાસ છે. હું માનું છું કે આ બે પાટા પર જેટલી ગાડી ઝડપી હોવી જોઇએ, નથી જઇ શકતી. પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર આ બંને પિલ્લર પર આપણે જે હિન્દુસ્તાનને આગળ વધારવા માગીએ છીએ તો એટલી તાકાત મળશે નહીં. અને એટલા માટે હું ત્રીજા સેક્ટર પર ભાર મૂકું છું. એક તરફ પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર છે અને હું વિચાર લઇને ચાલી રહ્યો છું, પર્સનલ સેક્ટર. એક વ્યક્તિગત પણ દેશની ખૂબ જ મોટી મિલ્કત છે. આ પર્સનલ સેક્ટર કેવી રીતે આગળ વધે? પ્રાઇવેટ સેક્ટર, પલ્બિક સેક્ટરની બરાબરીમાં પર્સનલ સેક્ટર બે પગલા આગળ કેવી રીતે ચાલે એ યોજનાને લઇને હું કામ કરી રહ્યો છું.
અને એ પર્સનલ સેક્ટરમાં આવે છે એક યોજના અમે બનાવી છે મુદ્રા બેન્કની. આપણા દેશમાં લગભગ 6-7 કરોડ લોકો છે જે નાના અને નિમ્ન સ્તરના વ્યાપારીઓ છે. નાના-મોટા ઉદ્યોગો ચલાવે છે. એકાદ-બે લોકોને રોજગાર આપે છે. એક નાનો કારોબાર ચલાવે છે પરંતુ કોઇના સામે હાથ ફેલાવતા નથી, પોતાના બળ પર ઉભા થાય છે. એ લોકોની તાકાત એટલી છ કે લગભગ લગભગ 15 કરોડ લોકોને રોજગાર અાપે છે, આ નાના-નાના લોકોને. દુધ વેચનારો પણ એકાદને રોજગાર આપે છે. જો એ પર્સનલ સેક્ટર છે. આ પર્સનલ સેક્ટરની તાકાત વધારવામાં આવે. જે આજે 15 કરોડ લોકોને રોજગાર આપે છે, તે કાલે 30 કરોડ લોકોને નોકરી અાપી શકે છે, એટલી તાકાત એમાં છે. અને એટલા માટે વાળ કાપનાર હોય, ધોબી હોય, ચા વેચનારો હોય, પકોડી વેચનારો હોય, રિક્શા ચલાવનારો હોય, શાક વેચનારો હોય, ફ્રૂટ વેચનારો હોય, નાની-મોટી દુકાન પર રેડીમેડ કપડા વેચતો હોય, પ્રસાદ વેચતો હોય તેવા નાના લોકો. આ પર્સનલ સેક્ટરને તાકાતવાન બનાવવું છે મારે. તેમને આર્થિક મદદ કરવી છે અને મુદ્રા બેન્કથી કોઇ પણ પ્રકારની ગેરન્ટી વિના 10 હજારથી 50 હજાર રૂપિયા આપવા, તે નાગરિકને અાપવા જેથી તે શાહુકારની વ્યાજની ચૂંગાલથી બહાર નીકળે અને તે પોતાના પગ પર ઉભો થાય, એ દિશામાં અમે એક ખૂબ જ મોટું અભિયાન ચલાવવાના છે. આ પર્સનલ સેક્ટર પર બળ આપો અને પર્સનલ સેક્ટર દ્વારા એક-એક વ્યક્તિની ઉદ્યમશીલતા, તેને પૈસા જોઇએ છે પૈસા આપો, ટેક્નોલોજી જોઇએ તો ટેક્નોલોજી આપો, સ્કીલ ડેવલપમેન્ટ કરવું છે તો સ્કીલ ડેવલપમેન્ટ આપો, તેને યુવાનોની જરૂર છે, યુવાનો આપો. તેને ઉદ્યોગ સ્થાપવા માટે જમીનની જરૂર છે તેને જમીન અાપો, વ્યાપાર કરવા માટે તકની જરૂર છે તો એને તક આપો. તેને તમામ તકો આપો, પછી તમે જોશો કે હિન્દુસ્તાનનો આ સામાન્ય વ્યક્તિ, હિન્દુસ્તાનને નવી ઉંચાઇ પર લઇ જાય છે.
અને એટલા માટે આજે હું કાશીની ધરતી પર પહેલી વખત આ પર્સનલ સેક્ટરના વિષયને પ્રકટ કરી રહ્યો છું અને આવનારા દિવસોમાં આ પર્સનલ સેક્ટર કાશીની ધરતીથી આશિર્વાદ લઇને સવા સો કરોડ દેશવાસી, 65 ટકા લોકો, 35થી ઓછી ઉંમરના લોકો જે પર્સનલ સેક્ટર છે જેમને એક તાકાત આપીને મારે દેશને આગળ વધારવો છે. તમે મને આશિર્વાદ આપો, મારી સાથે બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ખૂબ-ખૂબ ધન્યવાદ.
How to make the poor of India self-reliant, that must be our focus: PM @narendramodi speaks in Varanasi https://t.co/IEmqVENCQP
— PMO India (@PMOIndia) September 18, 2015
Our efforts to remove poverty over the years have not yielded the results we desired. The speed (of removing poverty) needs to improve: PM
— PMO India (@PMOIndia) September 18, 2015
Every person wants his or her child to lead a life better than what they led. Every person wants his or her child lead a life of dignity: PM
— PMO India (@PMOIndia) September 18, 2015
I urge all of you (in this gathering), whatever circumstances are, ensure that your children receive education: PM https://t.co/IEmqVENCQP
— PMO India (@PMOIndia) September 18, 2015
Education is the best (and even the least expensive) way to fight poverty: PM @narendramodi https://t.co/IEmqVENCQP
— PMO India (@PMOIndia) September 18, 2015
I am proud to inaugurate these schemes, which will benefit Varanasi and the nation: PM https://t.co/dq9tEbcTuB
— PMO India (@PMOIndia) September 18, 2015
Our dream is from villages to cities, homes of everyone must have constant electricity: PM @narendramodi https://t.co/dq9tEbcTuB
— PMO India (@PMOIndia) September 18, 2015
I had urged you all to work on cleanliness and everyone worked together to make Varanasi clean: PM @narendramodi https://t.co/dq9tEbcTuB
— PMO India (@PMOIndia) September 18, 2015
It is essential to give an impetus to tourism in Varanasi: PM @narendramodi https://t.co/dq9tEbcTuB
— PMO India (@PMOIndia) September 18, 2015
Through Jan Bhagidari, we have to take India ahead. Today's programmes have been about development related issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 18, 2015
We are working on cleaning the Ganga and we are working with the CMs of all the concerned states on this: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 18, 2015
Spent a fruitful day in Varanasi. Met people from different walks of life & discussed development issues. http://t.co/nyjMpsHRUF
— NarendraModi(@narendramodi) September 18, 2015
Integrated Power Development Scheme will rejuvenate the electricity network across India & help provide 24/7 electricity.
— Narendra Modi (@narendramodi) September 18, 2015
Financial inclusion initiatives will change fortunes of people in Varanasi & will add strength to our fight against poverty.
— NarendraModi(@narendramodi) September 18, 2015
Also had a great interaction with beneficiaries of the schemes. They dream of better education for their children. http://t.co/1TLugRV4jc
— NarendraModi(@narendramodi) September 18, 2015
Our initiatives on skill development & MUDRA bank are dedicated towards 'personal sector', which will become the engine of economic growth.
— NarendraModi(@narendramodi) September 18, 2015