Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસીમાં પ્રધામંત્રીનાં એક જાહેર સભાને સંબોધનનો મૂળપાઠ, 12 માર્ચ, 2018

વારાણસીમાં પ્રધામંત્રીનાં એક જાહેર સભાને સંબોધનનો મૂળપાઠ, 12 માર્ચ, 2018

વારાણસીમાં પ્રધામંત્રીનાં એક જાહેર સભાને સંબોધનનો મૂળપાઠ, 12 માર્ચ, 2018

વારાણસીમાં પ્રધામંત્રીનાં એક જાહેર સભાને સંબોધનનો મૂળપાઠ, 12 માર્ચ, 2018


અહિં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં પધારેલ માતાઓ- બહેનો, ભાઈઓ અને નવયુવાનો.

એ મારું સૌભાગ્ય છે કે આજે મને બનારસના વિકાસની અનેક યોજનાઓનો શિલાન્યાસ કરવાનો, લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. પરંતુ હું સૌથી પહેલા આજે બનારસવાસીઓને લાખ લાખ ધન્યવાદ કરવા માંગુ છું, લાખ લાખ અભિનંદન પાઠવવા માંગુ છું. આજે બનારસે કમાલ કરી દીધી. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું જે રીતે આજે બનારસે સ્વાગત કર્યું, તેમનું જે સન્માન કર્યું, ફ્રાન્સનાં દરેક ઘરમાં લોકો જરૂરથી પૂછશે કે બનારસ ક્યાં છે, જ્યાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનું આટલું મોટું સન્માન થાય છે.

જો અમે ગાડી કદાચ જો થોડી વધુ ઝડપથી ન ચલાવી હોત તો હજુ પણ અમે રોડ પર લોકોનું અભિવાદન સ્વીકાર કરતા કરતા ત્યાં જ યાત્રા કરી રહ્યા હોત, એટલી ભારે ભીડ. ગંગાનાં બધા જ ઘાટ હોય, માર્ગનાં દરેક રસ્તાની એક-એક ઇંચ ભૂમિ હોય, આજે એક અદભૂત નજારો બનારસનાં લોકોનાં પ્રેમે, તમારા આશીર્વાદે અને આ જ આપણો પ્રેમ ફ્રાન્સ અને ભારતની મિત્રતાને પ્રેમ વર્ષામાં ભીંજવી દે છે અને તેના માટે બનારસનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

આજે મને વિન્ધ્યવાસિનીનાં ચરણોમાં જવાનો અવસર મળ્યો હતો. સમગ્ર દુનિયામાં સૌર ઉર્જાનું એક અભિયાન ચલાવવામાં ભારત ખુબ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. ફ્રાન્સ અને ભારત મળીને સૌર ઉર્જા પર એક ઘણું મોટું કામ કરી રહ્યા છે. દુનિયાનાં અનેક દેશોનાં મહેમાન ગઈ કાલે દિલ્હીમાં આવ્યા હતા, બધાએ મળીને સૂર્ય દેવતાનાં સામર્થ્યનો સ્વીકાર કરીને આવનારા વિકાસનાં રાજમાર્ગને સૂર્ય શક્તિનાં આધાર પર ચલાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા અને તેના જ અંતર્ગત મિરઝાપુરમાં સૌર ઉર્જાથી ઉત્પાદિત થતી વીજળીનાં એક પ્રકલ્પનું મને લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. તે એક રીતે હિન્દુસ્તાનનાં જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવવાનું અભિયાન છે અને હું તો તેને એટલે આગળ વધારવા માંગું છું કે રૂફટોપ સોલરથી ઘરની છત પર સોલરની પેનલ લાગેલી હોય અને ઘરમાં રસોઈ બનાવવાનો ચૂલો; હવે ગેસની જરૂર ન પડે – તે સૌર ઉર્જાના ચુલાથી રસોઈ બનાવવાનું થઇ જાય – ખર્ચો પણ નહીં, પર્યાવરણનું નુકસાન પણ નહીં, સ્વચ્છ રસોઈનું એક મોટું અભિયાન થાય.

ભારતમાં 25 કરોડ પરિવારો છે, ઘણું મોટું બજાર છે અને હું નવયુવાનોને આગ્રહ કરું છું, આઈઆઈટીએનને આગ્રહ કરું છું કે આવો નવીનીકરણની સ્પર્ધા કરીએ, એવી ટેકનોલોજીને વિકસિત કરીએ કે આપણી માતાઓ બહેનોને હવે ઘરમાં ચૂલો સળગાવવા માટે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. સૂર્યદેવતાનાં આશીર્વાદથી સરળતાથી રસોઈ બની જાય અને ઘરમાં રસોઈ બનાવવામાં જે ખર્ચો થતો હતો ઇંધણમાં, તે પણ બંધ થઇ જાય. ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારની એક ઘણી મોટી સેવા પણ થઇ શકે છે.

એટલું જ નહીં, આજે મને કાશી અને પટનાને જોડવાનો, એક નવી રેલ સેવા શરુ કરવાનો અવસર મળ્યો છે. લાંબા સમયથી માંગણી હતી કે કાશી અને પટનાને જોડનારી કોઈક ઝડપી ગતિએ ચાલનારી ટ્રેન શરુ થાય. આજે તેનો શુભારંભ થયો છે. સવારે 6 વાગ્યે ગાડી કાશીથી રવાના થશે, દસ સવા દસ વાગ્યે પટના પહોંચી જશે. અને સાંજે 5 વાગ્યે ચાલશે તો રાત્રે નવ સાડા નવ વાગ્યે કાશીમાં પાછી આવી જશે. ઓછામ ઓછા સમયમાં કાશી અને પટનાને જોડનારી ઝડપી ગતિએ ચાલનારી ટ્રેનનો, આજે કાશી-પટના જનશતાબ્દી એક્સપ્રેસનો મને પ્રારંભ કરાવવાનો અવસર મળ્યો છે. હું રેલ મંત્રીજીને અભિનંદન આપું છું, શ્રીમાન મનોજ સિંહાજીનાં નેતૃત્વમાં જનસેવા માટે રેલનો ઉપયોગ કઈ રીતે થાય, તેના પર અનેકવિધ કામો ચાલી રહ્યા છે અને તેનું જ પરિણામ છે કે કાશી અને પટનાવાસીઓની ખુબ જૂની ઈચ્છાનું આજે અમલીકરણ થઇ રહ્યું છે.

હું જ્યારે પણ કાશી આવું છું તો એક રીતે મારું બીજું ઘર બની જાય છે, ડીએલડબ્લ્યુ કાશીની ઓળખ છે, જો આધ્યાત્મિક દુનિયામાં કાશીની ઓળખ હર હર મહાદેવ સાથે જોડાઈને થઇ જાય છે, તો કાશીની ઔદ્યોગિક ઓળખ ડીએલડબ્લ્યુ દ્વારા થાય છે અને એટલા માટે ભારત સરકાર ડીએલડબ્લ્યુનો જેટલો વધારે વિકાસ થાય, જેટલો વધુ વિસ્તાર થાય, જેટલું વધુ આધુનિકીકરણ થાય, વધુમાં વધુ લોકોને રોજગારનાં અવસર ઉપલબ્ધ થાય, તેના માટે અનેક-અનેક નવી યોજનાઓ ડીએલડબ્લ્યુ અંતર્ગત પણ કરવાની દિશામાં આગળ વધી રહી છે કે, જે આવનારા દિવસોમાં અહીંનાં લોકોનાં જીવનમાં એક નવી ઉર્જા ભરવાનાં કામ એ યોજનાઓ વડે થશે.

આજે લગભગ 800 કરોડ રૂપિયા, હોળીનો તહેવાર હમણાં જ ઉજવવામાં આવ્યો છે, 800 કરોડનાં વિકાસનાં કામ આ હોળીના રંગમાં નવા રંગો ભરી દે છે, હોળીના રંગમાં નવી સુગંધ ભરી દે છે, હોળીના રંગમાં નવો ઉમંગ ભરી દે છે. આજે મને અહિયાં ગરીબ પરિવારોને આવાસની ચાવી આપવાનો પણ અવસર મળ્યો. હું તેમને પૂછી રહ્યો હતો કે પહેલા ક્યાં રહેતા હતા? દરેક જણા કહી રહ્યા હતા – કોઈ કાચા મકાનમાં રહેતા હતા, કોઈ કહેતું હતું કે સુકી ઝૂંપડીમાં રહેતા હતા, કોઈ કહેતું હતું – આમ જ અહીં પથારી કરી લેતા હતા, ક્યારેક અહિંયા જતા રહ્યા, ક્યારેક ત્યાં જતા રહ્યા, એવી જ જિંદગી હતી. મેં તેમને પૂછ્યું હવે ઘર મળી ગયું તો સારું લાગે છે? ઘર જઈને જોઈ આવ્યા? સારું લાગ્યું? કોઈ ખામી અનુભવાઈ? બધી વાતો હું પૂછી રહ્યો હતો અને પછી હું પૂછતો હતો કે હવે બાળકોને ભણાવશો? એકદમ બધાની આંખો ઝુકી જતી હતી, શરમાઈ જતા હતા. મેં આગ્રહ કર્યો કે તમારી જવાબદારી છે – હવે રહેવા માટે સારું ઘર મળી ગયું છે, તમારે તમારા બાળકોને ભણાવવા જોઈએ.

પરંતુ મને ખુશી છે કે યોગીજીએ આવીને એક મિશન મોડમાં આવાસ યોજનાને લાગુ કરવા માટે બીડું ઉપાડ્યું છે. ભારત સરકારની યોજના તો કોઈ આજની છે નથી, જૂની સરકારનાં સમયમાં પણ યોજના હતી અને મેં અહિયાં જ કાશીમાં કહ્યું હતું કે તેઓ નામ સુદ્ધાં નહોતા આપી શકતા, પરંતુ યોગીજીએ લાભાર્થીઓની યાદી બનાવી દીધી, ભારત સરકાર સમક્ષ રજુ કરી દીધી, ભારત સરકારે નાણા ફાળવી દીધા અને છ મહિનાની અંદર અંદર પાંચ હજારથી વધુ મકાનો બનાવીને લોકોને આપી દીધા અને આવનારા દિવસોમાં આઠ લાખ પરિવારોને મકાન આપવાનું અમારું સપનું છે અને મને વિશ્વાસ છે કે યોગીજીનાં નેતૃત્વમાં તે જરૂરથી શક્ય બનશે અને સમયસર શક્ય બનશે.

આજે એ પણ સાચું છે કે વિકાસ કરવો છે તો માળખાગત બાંધકામનું ખુબ જ મહત્વ છે. જોડાણનું ખુબ જ મહત્વ છે. રેલ હોય, રોડ હોય; તે ખુબ જ જરૂરી છે. આજે શિવપુરી, ફૂલવરીયા, ચાર લેન રોડનાં નિર્માણની શરૂઆત થઇ રહી છે. બે રેલ્વે ક્રોસિંગ, બે નવા ઓવરબ્રીજ એ જ જગ્યાએ બનાવવામાં આવશે. બનારસમાં રેલ્વે સ્ટેશનોનાં આધુનિકીકરણનું કામ અમે કરી રહ્યા છીએ.

આજે મને અવસર મળ્યો કચરા મહોત્સવનો. લોકોને ઘણું આશ્ચર્ય થતું હશે કે હવે આ કચરા મહોત્સવ પણ થવા લાગ્યો! જે લોકોને મોદી ગમતો નથી, તેઓ તો આના પર પણ ટીકા કરશે કે મોદીને હવે કઈ બચ્યું નથી એટલે હવે કચરા મહોત્સવ કરી રહ્યો છે. આપણે સ્વચ્છતાનાં અભિયાનને આગળ વધારવાનું છે. વેસ્ટમાંથી વેલ્થનું નિર્માણ થઇ શકે છે. ભંગારને પણ સુધારીને ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય તેમ છે અને આ જનઆંદોલન બની શકે તેમ છે અને અહિયાં જે આવ્યા છે, હું તેમને કહીશ, આ જે કચરા મહોત્સવનું પ્રદર્શન લાગેલું છે, તમે જરૂરથી તેને નિહાળજો – નાના નાના બાળકોએ, જે બોટલ આપણે ફેંકી દઈએ છીએ, જે છાપા આપણે ફેંકી દઈએ છીએ, તેમાંથી કેટલી સુંદર વસ્તુઓ બનાવી છે અને ઘરની અંદર રાખીએ તો લોકો તેને જોવા માટે લાલાયિત થઇ જાય. એક જ વસ્તુનો કેટલો ઉપયોગ થઇ શકે તેમ છે.

અને મેં અહિયાં સંગીત ટુકડી જોઈ, ખુબ જ શાનદાર સંગીત ટુકડી, સ્વચ્છતાનાં ગીતો ગાઈ રહ્યા છે, પરંતુ તેમનાં સંગીતનાં સાધનો કયા છે, ખાલી ડબ્બાઓમાંથી તેમણે શ્રેષ્ઠ પ્રકારનાં સંગીતનાં સાધનો બનાવ્યાં છે. ખાલી ડબ્બાઓને વગાડી વગાડીને સુંદર સંગીતનું આસ્વાદન તેઓ કરાવી શકે છે. એટલે કે સાવ નકામામાં નકામી વસ્તુનો પણ ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કેટલો, કઈ રીતે થઇ શકે છે તે આજે કચરા મહોત્સવમાં મેં જોયું છે.

વારાણસીને સ્વચ્છતામાં પ્રાથમિકતા આપવી છે. વિશ્વભરનાં મુલાકાતીઓને વારાણસી આવવા માટે મજબુર કરવા છે. વારાણસી પાસે બધું જ છે, સદીઓથી છે પરંતુ આજે જે આપણે કરવાનું છે તો એક જ કામ કરવાનું છે, બાકીનું તો આપણા પૂર્વજો કરીને ગયા જ છે. વારાણસીનું નામ, શાન-ઓ-શૌકત આપણા પૂર્વજોએ ઉભી કરી દીધી છે, આપણે માત્ર વારાણસીને સ્વચ્છ રાખવાનું છે.

સમગ્ર દુનિયા વારાણસીમાં આવવા માટે પ્રેરિત થઇ જશે અને આ અભિયાનને ચલાવવા માટે આજે અહિંયા આગળ 17 વર્ષ પછી જે જરૂરિયાતો ઉભી થવાની છે, એક રીતે 20 વર્ષ પછી પણ જે જરૂરિયાતો ઉભી થવાની છે તેને આજે પૂર્મ કરવાની દ્રષ્ટિએ ગટરનાં પાણીની ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થાનાં એક પ્લાન્ટનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આશરે 600 કરોડ રૂપિયાનાં ખર્ચથી આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમારે ત્યાં લાગવાનો છે અને તેના કારણે આવનારા દિવસોમાં લોકોને કેટલો લાભ મળશે, તેનો હું અંદાજો લગાવી શકું છું.

તમે જોયું હશે કાશીમાં જઈએ તો તાર લટકતા હતા. કાશીને તે તારના ઝુંડમાંથી મુક્તિ અપાવવાનું મેં અભિયાન ચલાવ્યું છે. અને દેશભરમાં હવે આ તાર ભૂગર્ભમાં નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું, બનારસથી શરૂ કરવામાં આવ્યું હતું. બનારસમાં પણ તે કામ ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

તે જ રીતે હમણાં જ્યારે યોગીજીએ રોકાણ પરિષદ યોજી હતી, એ સમયે મેં જાહેરાત કરી હતી એક સંરક્ષણ ઉત્પાદન કોરીડોરની, તો આ સંરક્ષણ ઉત્પાદન કોરીડોરનાં કારણે 20 હજાર કરોડ રૂપિયા અને લગભગ-લગભગ અઢી લાખ લોકોને રોજગાર, તેની સંભાવનાઓ આની અંદર રહેલી છે. તે કામને પણ આગળ વધારવાની દિશામાં યોગીજીની સરકાર અને ભારત સરકાર મળીને ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

હું યોગીજીને એ વાત માટે પણ અભિનંદન આપવા માંગું છું કે તેમણે ખેડૂતોનું વિશેષ ધ્યાન રાખ્યું છે. પહેલા ઉત્તર પ્રદેશમાં એમએસપી જાહેર થતી હતી પરંતુ અનાજની ખરીદી નહોતી થતી. મને ખુશી છે કે પહેલાની સરખામણીએ અનાજની ખરીદી યોગીજીનાં પ્રયત્નોનાં કારણે ચાર ગણી વધી ગઈ છે. ખેડૂતોને તેમની ઉપજના પૈસા મળવાનો અવસર પ્રાપ્ત થયો છે.

એટલું જ નહીં, શેરડીનાં ખેડૂતોની ચુકવણી તેની ઝડપ, તેનું કવોન્ટમ, તેમાં પણ 40 ટકાની વૃદ્ધિ થઇ છે. તો તમે કલ્પના કરી શકો છો કે આ વિકાસલક્ષી યોજનાઓનો લાભ કાશીના લોકોને મળી રહ્યો છે, પછી તે માળખાગત બાંધકામનું કામ હોય, કે પછી રેલ માર્ગની ઝડપ વધારવાનું કામ હોય, નવી રેલ લાઈન ચાલુ કરવાનું કામ હોય, આવી અનેક પરિયોજનાઓ, તેનો આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે.

આપણે સૌએ મળીને કાશીને એક નવી ઉંચાઈ પર લઇ જવાનું છે. અનેકવિધ યોજનાઓ લઈને રાજ્ય સરકાર અને ભારત સરકાર કાશીમાં, પૂર્વોત્તર પ્રદેશમાં કામ કરી રહી છે. આવનારા દિવસોમાં અમે એક ખુબ જ મહત્વપૂર્ણ યોજના દેશવાસીઓની માટે લાગુ કરવા જઈ રહ્યા છીએ. ‘આયુષ્માન ભારત’, આ ‘આયુષ્માન ભારત’ અંતર્ગત વીમા કંપનીઓની સાથે મળીને, વીમા યોજનાની વ્યવસ્થા કરીને ગરીબમાં ગરીબ પરિવાર પણ, જો તેને ત્યાં કોઈપણ બીમાર થઇ જાય- તો એક વ્યક્તિ બીમાર નથી થતો, આખો પરિવાર બીમાર થઇ જાય છે. આર્થિક સ્થિતિ ખરાબ થઇ જાય છે. પરિવારનાં બધા જ સપનાઓ, બધી જ યોજનાઓ વેર વિખેર થઇ જાય છે. એટલા માટે ગરીબ બીમાર હોય તો સહન કરી લે છે, પરંતુ દવાખાને જવાની હિમ્મત નથી કરતો. તેના માટે ખર્ચો શક્ય જ નથી હોતો, ગીરવે મુકવા માટે કઈ હોતું નથી પોતાની પાસે. શું મારા દેશનાં નાગરિકોની આવી હાલત થશે?

ભાઈઓ બહેનો આ મને મંજુર નથી. અને એટલા માટે અમે યોજના બનાવી છે કે એવા ગરીબ પરિવારો હશે જ્યાં ઉપચારને માટે કોઈ શક્યતા નથી હોતી, દેશમાં દસ કરોડ પરિવાર એટલે કે લગભગ લગભગ 50 કરોડ નાગરિકો, જો તેમનાં પરિવારમાં કોઈ બીમારી આવે તો ‘આયુષ્માન ભારત’ યોજના અંતર્ગત એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધીનો દવાખાનાનો ખર્ચો ભારત સરકાર અને વીમા કંપનીઓ સાથે મળીને આપશે. તેનું પરિણામ એ આવશે કે ગરીબ કે જે પહેલા દવાખાનાએ જવામાં ખચકાતો હતો તે હવે નાનકડી બીમારી હશે તો પણ જશે. કારણ કે તેને ખબર છે કે પૈસા તો મોદી સરકાર આપવાની છે. તેને વિશ્વાસ છે કે બીમાર રહેવું સારું નથી, રોજી રોટી કમાવી છે તો મારે પહેલા ઉપચાર કરાવવો જોઈએ, માટે તે કરાવશે.

જે ખાનગી લોકો છે, જે નાના નાના શહેરોમાં દવાખાનાઓ ખોલતા નથી, બનાવતા નથી કારણકે તેમને લાગે છે કે લોકો આવશે નહીં, આવશે તો પૈસા આપશે નહીં. પરંતુ હવે પૈસા મળવા શક્ય બની ગયા છે તો લોકો પણ પોતાનાં ખાનગી દવાખાના બનાવશે. દેશમાં દવાખાનાઓની એક જાળ પથરાશે. આરોગ્યની દ્રષ્ટિએ સેવાઓ ઉપલબ્ધ કરાવનારા લોકો તૈયાર હશે. આરોગ્યનાં ક્ષેત્રમાં નવા રોજગાર ઉભા થશે. અને દેશને સ્વસ્થ બનાવવાની દિશામાં એક ઘણું મોટું મહત્વનું કામ આપણે કરી શકીશું.

આપણા દેશમાં કુપોષણ એક ખુબ મોટી સમસ્યા છે. અમે પોષણ મિશનની શરૂઆત કરી છે. આશરે 9 હજાર કરોડ રૂપિયા લગાવીને આવનારા વર્ષોમાં આપણા બાળકોનું ઉંમરનાં પ્રમાણે યોગ્ય વજન હોય, ઉંમરનાં આધારે તેમની ઉંચાઈ હોય, તંદુરસ્તી હોય, તેઓ કુપોષણની સમસ્યાથી મુક્ત હોય, તેના માટે જરૂરી પોષણની વ્યવસ્થા કેવી હોય? પ્રશિક્ષણની વ્યવસ્થા કેવી હોય? ખાસ કરીને માતાઓની તાલીમ કેવી હોય?

આ બધા જ વિષયોનું એક બીડું ઉઠાવ્યું છે અને પ્રધાનમંત્રી પોષણ મિશન યોજના પીએમપીએમ કરીને અમે લાવ્યા છીએ અને આવનારા દિવસોમાં આ પોષણ મિશન યોજના ગરીબમાં ગરીબ પરિવાર હોય, મધ્યમ વર્ગનો પરિવાર હોય, 12-14-16 વર્ષની દીકરીઓ હોય, જો 12-14-16- વર્ષની દીકરીઓ, તેઓ જો તંદુરસ્ત નહી હોય, તેમનો શારીરિક વિકાસ ઉંમરનાં આધારે નહી થતો હોય. થોડાક જ વર્ષોમાં તે માં બનશે તો ત્યારે તે માંનું મૃત્યુ પણ થઇ શકે છે, જન્મ લેનારું બાળક પણ મૃત્યુ પામી શકે છે. અથવા તો જન્મ લેનારું બાળક કોઈ ને કોઈ બીમારી લઈને જન્મી શકે છે અને જિંદગીભર તે માંને તે બાળકની સેવા કરવામાં ખપાવી દેવી પડે તેવું બની શકે છે. આ બધાથી મુક્તિ અપાવવા માટે આ પ્રધાનમંત્રી પોષણ મિશન યોજનાને લાગુ કરવાની દિશામાં આપણે ચાલી રહ્યા છીએ.

કાશીવાસીઓ, વિકાસની આ બધી જ યોજનાઓનો લાભ આપણા કાશીને મળે. આપણી ગંગા સાથે જોડાયેલી બધી જ યોજનાઓ ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને તેનો લાભ પણ આવનારા દિવસોમાં મળવાનો છે.

હું ફરી એકવાર યોગીજીની સરકારનો અનેકવિધ પ્રકલ્પો ઝડપી ગતિએ આગળ વધારવા માટે, ભારત સરકારની યોજનાઓને પણ ઝડપી ગતિએ લાગુ કરવા બદલ હું હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું અને ફરી એકવાર આજે કાશીવાસીઓએ જે અદભૂત સ્વાગત સન્માન કર્યું છે, તેના માટે માથું નમાવીને નમન કરું છું.

ખુબ ખુબ આભાર!

 

NP/J.Khunt/GP/RP