પીએમઇન્ડિયા
કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન કલરાજ મિશ્ર જી, આ વિભાગના મંત્રી મારા સાથી, શ્રીમાન થાવરચંદ જી, રેલમંત્રી અને આ ભૂમિના સંતાન ભાઇ મનોજ સિન્હા જી, આ વિભાગના મંત્રી શ્રીમાન કૃષ્ણપાલ જી, શ્રીમાન વિજય સાંપલા જી, રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન બલરાન જી, ભારત સરકારના સચિવ શ્રી લવ વર્માજી, બ્રિટનના હાઉસ ઓફ લોર્ડના સભ્ય અને ભારતમાં અને દુનિયામાં વિધવાઓ માટે સતત કામ કરી રહેલા લુમ્બાજી, તેમના શ્રીમતીજી અને આજે મને જેમનું દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા તમામ દિવ્યાંગ ભાઇઓ અને બહેનો અને ઉપસ્થિત કાશીના મારા સ્નેહી ભાઇઓ અને બહેનો…
આજે હું કાશીમાં આવ્યો છું ત્યારે, હું વિશેષ રીતે બે મહાનુભાવોનું પુણ્ય સ્મરણ કરવા માગીશ. એક શ્રીમાન જયસ્વાલજીનું અને બીજું શ્રીમાન હરીશજી, આ બંને મહાનુભાવોએ જીવનભર આ ક્ષેત્રની સેવા કરી તથા તે હવે આપણી વચ્ચે નથી. હું તેમનું પુણ્ય સ્મરણ કરું છું, તેમને આદરપૂર્વક અંજલિ આપું છું.
આજે પ્રાત : સરકારી વ્યવસ્થા દ્વારા આપણા અમુક દિવ્યાંગ લાભાર્થી આ સમારંભમાં આવી રહ્યા હતા તેમની બસ પલટી ગઇ, અમુક લોકોને ઇજા પહોંચી, દિલ્હીથી હું નીકળ્યો તે સમયે જ મને ખબર પડી અને આપણા મંત્રી મહોદય તરત જ ત્યાં પહોંચી ગયા, સરકારના અધિકારીઓ પહોંચ્યા. મોટાભાગનાને મામૂલી ઇજા પહોંચી હતી, અમુક લોકોની થોડા દિવસ માટે હોસ્પિટલમાં વ્યવસ્થા રહેશે. આ તમામ વ્યવસ્થા સરકાર કરશે અને હું આ તમામ બાળકોને જલદીથી જલદી સ્વાસ્થ્ય લાભ થાય, તેવી ઇશ્વરને પ્રાર્થના કરું છું.
આજે આપણી વચ્ચે ડોક્ટર લુમ્બાજી અને તેમના શ્રીમતીજી છે. વિદેશના અલગ અલગ ભાગો અને વિદેશોમાંથી પણ વિધવાઓના કલ્યાણ માટે કામ કરે છે. અમુક સમય પહેલા જ મને મળ્યા હતા, ત્યારે ચર્ચા થઇ હતી કાશીમાં પણ વિધવાઓ માટે કંઇક કરી શકાય અને ત્યારથી તેમણે કામ શરૂ કર્યું છે. તે કામને બળ મળી રહ્યું છે. સન્માનની સાથે આપણી આ માતાઓ, બહેનો જીવન ગુજારે, તે દિશામાં તેમનો જે પ્રયાસ છે હું તેનું અભિનંદન કરું છું.
બંને પતિ અને પત્ની જીવ લગાવીને તેના કામમાં લાગેલા રહે છે અને તમે તેમને કોઇ પણ જગ્યાએ મળશો, લગ્નમાં મળશો, પાર્લામેન્ટમાં મળશો, તાજેતરમાં હું બ્રિટન ગયો હતો, પાર્લામેન્ટમાં તમામ લોકોને મળી રહ્યો હતો પરંતુ આપણા લુમ્બાજી આવ્યા અને તરત જ વિધવાઓની વાતો શરૂ કરી દીધી હતી. તો મેં લુમ્બાજીને કહ્યું, મને કહ્યું, લુમ્બાજી મને કંઇક બીજું કામ તો કરવા દો. પરંતુ તેમના મનમાં એવું, પોતાની માતાના પુણ્ય સ્મરણમાં તેમણે આ કામ હાથમાં લીધું છે. ખૂબ જ મનોયોગથી કરી રહ્યા છે. હું તેમનું અભિનંદન કરું છું અને વિશેષ રીતે મારા કાશીના ક્ષેત્રની સેવામાં તે મદદ કરી રહ્યા છે એટલા માટે કાશીના પ્રતિનિધિ તરીકે પણ હું તેમનો આભાર વ્યક્ત કરું છું, તમારું અભિનંદન કરું છું.
અમુક દિવસો પહેલા જાપાનના પ્રધાનમંત્રી કાશીની મુલાકાત માટે આવ્યા હતા. અત્યારે બે દિવસ પહેલા જાપાનના પ્રધાનમંત્રીજીનું જાપાનની અંદર એક ભાષણ હતું. બુદ્ધિષ્ટ મુવમેન્ટ અંતર્ગત તે ભાષણ હતું પરંતુ મેં ઇન્ટરનેટ પર તે ભાષણ વાંચ્યું અને મેં જોયું કે તે ભાષણમાં તેમણે કાશીની તેમની યાત્રાનું વર્ણન જે પ્રમાણે કર્યું છે, માતા ગંગાનું જે પ્રમાણે વર્ણન કર્યું છે, આરતીના તે સમયે તેમના મનમાં જે મનોભાવ ઉઠ્યા હતા, તેનું વર્ણન જે તેમણે કર્યું છે, દરેક કાશીવાસીને, દરેક હિન્દુસ્તાની તેમના આ શબ્દ સાંભળીને ગર્વ અનુભવે છે કે આપણું પોતીકાપણું કેટલું વ્યાપક અને વિશાળ છે. હું જાપાનના પ્રધાનમંત્રી એબેનો આભારી છું, તેમણે જાપાન જઇને બે દિવસ પહેલા જ આટલા વિસ્તારથી આપ ણા કાશીના ગુણગાન ગાયા છે, આપણી ગંગાના ગુણગાન ગાયા છે, ગંગા આરતીનું સ્મરણ કર્યું છે, હું તેમના માટે તેમનો ખૂબ ખૂબ આભારી છું.
હાલમા હું થાવરચંદજીને સાંભળી રહ્યો હતો. તમને લોકોને જાણ હશે , જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઇ અને પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં એનડીએના સભ્યોએ મને નેતા તરીકે પસંદ કર્યો, પ્રધાનમંત્રી પદની જવાબદારી માટે પસંદ કર્યો અને તે દિવસે મારું એક ભાષણ હતું, તે ભાષણમાં મેં જણાવ્યું હતું કે આ જે સરકાર છે, આ સરકાર ગરીબોને સમર્પિત છે, દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, જેમને જીવનમાં કષ્ટ વેઠવા પડે છે, તેમના માટે આ સરકાર કંઇને કંઇ કરવાનો પ્રયાસ કરશે જ. આ મેં પ્રધાનમંત્રી પદના શપથ લીધા પહેલા જાહેર કર્યું હતું અને તમે સતત જોતા હશો કે આ સરકારના તમામ કાર્યક્રમોના કેન્દ્રમાં આ દેશના ગરીબને વિકાસનો લાભ કેવી રીતે પહોંચે, ગરીબોની જિંદગીમાં ફેરફાર કેવી રીતે આવે, તે દિશામાં એક નિરંતર પ્રયાસ ચાલી રહ્યો છે.
આજે અહીં જે કાશીમાં કેમ્પ લાગી રહ્યો છે, આ કોઇ પહેલો કેમ્પ નથી, નહીં તો અમુક લોકોને લાગશે કે પ્રધાનમંત્રીનું ક્ષેત્ર છે, એટલા માટે અહીંની પાંચેય આંગળીઓ ઘીમાં છે, એટલા માટે અહીં કેમ્પ લાગી રહ્યો છે. એવું નથી, એના પહેલા 1800 કેમ્પ લાગી ચૂક્યા છે. લાખો લોકોને આ સુવિધા પહોંચાડી દીધી છે, અને આ છેલ્લો કેમ્પ પણ નથી, તેમ છતાં પણ હિન્દુસ્તાનના દરેક ખૂણામાં જઇને આપણા દિવ્યાંગ ભાઇઓ અને બહેનોને શોધીને , તેમની આવશક્યતા શું છે, શું તેમને કોઇ સંસાધન મળી જશે, તેમનો જીવવાનો વિશ્વાસ વધી જાય, કંઇક કરવાનો વિશ્વાસ વધી જાય, કંઇક સહજતા થઇ જાય, સુખ સુવિધા મળી જાય, આ પ્રયાસ આજે ચાલી રહ્યો છે, ચાલતો જ રહેશે.
સરકારો પહેલા પણ હતી, આ વિભાગ પણ 1992થી ચાલી રહ્યો છે. સરકારમાં આ વિભાગ 1992માં બન્યો હતો, બજેટ પણ અપાયા હતા, પરંતુ મને જણાવવામાં આવ્યું કે 1992થી લઇને 2014 સુધી મુશ્કેલથી 50,55,100 કેમ્પ લાગ્યા હતા.
આ સરકાર ગરીબો માટે દોડનારી સરકાર છે, કંઇક કરી છુટનારી સરકાર છે એક વર્ષની અંદર 1800 કેમ્પ લગાયા… અઢાર સો. વીસ, બાવિસ, પચ્ચીસ વર્ષમાં સો કેમ્પ પણ લાગ્યા નથી અને એક વર્ષમાં 1800 કેમ્પ લાગ્યા અને સમગ્ર સરકાર લાભાર્થીઓને શોધવા માટે આવે છે, જેમનો હક છે તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.
આપણે જાણીએ છીએ ક્યારેક ક્યારેક સરકારની યોજનાનો દુરપયોગ કરનારાઓની પણ કમી નથી હોતી, વચેટિયા મેદાનમાં આવી જાય છે. બે બિચારાઓની પાસે પહોંચી જશે, તેમની સાથે ચર્ચા કરશે, તેમને કહેશે કે દેખો ભાઇ તમને આ અપાવું છું. આટલું વચ્ચેથી, વચ્ચેનું મારું થઇ જશે. તમને ટ્રાઇસિકલ અપાવીશ, આ મારું થઇ જશે, તમને હિયરીંગ એડની વ્યવસ્થા કરાવીશ, આ મારું થઇ જશે. આ કેમ્પ લગાવવાનું પરિણામ એ થયું છે કે વચેટીયાઓના નામની દુનિયા સમાપ્ત થઇ ગઇ છે.
આ ક્યારેક ક્યારેક મારી પર આખી દુનિયાનું તોફાન ચાલે છે, સવારે ઉઠો અને ચારેય તરફથી તમારી પર હમલા થયા કરે છે, ચારેય તરફ લાગ્યા રહે છે. તેમને લાગે છે કે મોદી પોતાનું મેં, પોતાનો રસ્તો છોડીને કોઇ બીજા રસ્તા પર આવી જાય, વિવાદોમાં પડી જાય, પરંતુ મારો તો તે મંત્ર છે મારા દેશના દુખી લોકોની, ગરીબોની સેવા કરવાનો અને એટલા માટે હું વિચલિત થતો નથી પરંતુ આ એટલા માટે થઇ રહ્યું છે કે વ્યવસ્થાઓ એવી બદલાઇ રહી છે, નટ બોલ્ટ એવા ટાઇટ થઇ રહ્યા છે કે વચેટીયાઓની દુકાનો બંધ થઇ ગઇ છે અને એટલા માટે આ પરેશાનિયો થઇ રહી છે. આ પ્રકારથી એવા લોકો તેમને જરા તકલીફ થઇ રહી છે, પરંતુ તેમની તકલીફથી મને જરાય પણ તકલીફ થઇ નથી રહી. જો મને તકલીફ છે તો મને મારા દેશના ગરીબોની દુર્દશાથી તકલીફ છે. વચેટીયાઓની પરેશાનીથી તકલીફ નથી.
આજે અહીં નવ હજારથી વધારે લોકોને આ કેમ્પ અંતર્ગત કોઇને કોઇ સંસાધન ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેનો મતલબ એ નથી કે કાશીમાં પણ આ કામ પૂરું થઇ ગયું છે. અત્યારે તો રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તપાસ ચાલી રહી છે, જાણકારીઓ ભેગી કરવામાં આવી રહી છે. અને જેમ જેમ બાબતો ધ્યાનમાં આવશે, આવું કે ન આવું કામ તો ચાલતું જ રહેશે, કામ ચાલતા રહેશે. આજુ બાજુના જિલ્લા ભલે તે કાશી લોકસભાના ભાગ નથી, ત્યાં પણ આ કામને કરવામાં આવશે અને આ વ્યવસ્થાઓ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હું અહીં નાના નાના બાળકોને મળી રહ્યો હતો. તેમના મા બાપના ચહેરા પર ચમક દેખી રહ્યો હતો કારણ કે તે બાળકો સાંભળી નહોતા શકતા અને સાંભળી નહોતા શકતા તો બોલી પણ શકતા નહોતા, જેવું સાંભળવાનું શરૂ થયું તેની સાથે સાથે બોલવાનું પણ શરૂ થઇ ગયું અને લગભગ લગભગ દરેક બાળકે મારી સાથે કોઇને કોઇ વાત કરી. એક – બે, એક – બે શબ્દ દરેક બાળક બોલ્યો અને તેમની માતાના મનમાં એટલો આનંદ ભાવ હતો, હવે આ બાળક જન્મથી, તેમને એવી અવસ્થા મળી હતી. છેલ્લા દિવસોમાં મેં સાર્વજનિક રીતે મારા મનમાં એક વાતની ઇચ્છા પ્રગટ થઇ હતી કે કેમ ન આપણે આ વિકલાંગ શબ્દને બદલીને દિવ્યાંગ શબ્દનો પ્રયોગ કરીએ.
દુનિયાના દરેક દેશમાં, દરેક ભાષામાં, આ પ્રકારની અવસ્થાવાળા લોકો માટે નવા નવા શબ્દો આવ્યા છે. વ્યાખ્યાઓ બદલવામાં આવી છે અને સતત તેમાં સુધારો થતો રહે જ છે. દરેક કોઇ નવી નવી રીતે વિષયને પરખે છે. પરંતુ આપણા દેશમાં વર્ષોથી આ શબ્દ ચાલી રહ્યો છે. અચાનક આ શબ્દ બદલવાનો મુશ્કેલ હોય છે. મારા પણ ભાષણમાં બોલતા બોલતા પાંચ વખત તો હું તે જૂના શબ્દનો જ ઉપયોગ કરું છું. કારણ કે આદત લાગવામાં હજી સમય લાગશે. સરકારે પણ નિયમોમાં ફેરફાર લાવવો પડશે, ઘણી પ્રક્રિયાઓ રહે છે પરંતુ શું આપણે ધીરે ધીરે તેને શરૂ કરી શકીએ છીએ શું અને તેની મોટી અસર દેખાય છે.
માની લો કે કોઇ આપણને મળે છે અને પરિચય કરાવે છે કે આ ફલાણા ફલાણા પૂજારી છે. પૂજારી કહ્યા બાદ પણ, તરત જ આપણું ધ્યાન તેની કપાળ પર જાય છે તિલક વગેરે જુએ છે. આપણી આંખોમાં તરત જ જોવા લાગે છે. પૂજારી કહ્યો, મતલબ માળા, કપાળ પર તિલક વગેરે તરત જ નજરમાં આવે છે. કોઇ આપણને પરિચય કરાવે છે તે મોટા જ્ઞાની છે. તો તરત જ આપણા મનમાં વિચાર આવે છે કે તેઓ ક્યા વિષયના જ્ઞાની હશે. તેમના જ્ઞાનને જાણવાની ઇચ્છા કરે છે. આપણને કોઇ પરિચય કરાવે છે કે આ પહેલવાન છે. તો તરત જ આપણને તેની ભાવનાઓ સમજમાં આવે છે કે કેવો મજબૂત માણસ છે. તેવી જ રીતે જો કોઇ વિકલાંગ કહે છે તો પહેલા આપણી નજર તેના શરીરમાં કઇ કમી છે તેની તરફ જાય છે. શરીરનો ક્યો ભાગ દુર્બળ છે ત્યાં જાય છે. હું આ વિચાર બદલવા માગું છું કે તેને મળતા જ કહે આ દિવ્યાંગ છે તો મારી નજર એ વાત પર જશે કે તેમની અંદર કઇ અનોખી ક્ષમતા ભગવાને આપી છે.
આપણે લોકો આંખોથી જોઇએ છીએ, આંખોથી વાંચીએ છીએ પરંતુ એક પ્રજ્ઞાચક્ષુ આંગળીથી વાંચે છે. તે બ્રેલ લિપિ પર પોતાની આંગળી ઘુમાવે છે અને તેને વાંચે છે. તો મતલબ એ તનો દિવ્યાંગ છે. આ દિવ્યતા ઇશ્વરે તેને આપી છે. તે દિવ્યતાએ તેને વિકસીત કર્યો છે અને એટલા માટે જ્યારે હું વિકલાંગથી દિવ્યાંગની વાતો કરું છું ત્યારે જ્યારે જ્યારે આપણે એવી એવી યોજનાઓ સાથે મળીશું, પોતાનાઓને મળીશું , ત્યારે આપણને હવે તેમાં શું કમી છે તેની તરફ આપણું ધ્યાન નહીં જાય. તે તરફ આપણો વિચાર નહીં જાય, તેનામાં કઇ અનોખી ક્ષમતા છે તેની પર આપણી નજર જશે.
મને અહીં રાહુલ નામનો એક બાળક મળ્યો, મંદબુદ્ધિનો છે, તેને કમ્પ્યુટર આપ્યું અને મેં જોયું તો તરત જ કહ્યું કમ્પ્યુટર ચાલુ કર તો, કેવી રીતે પ્રોગ્રામને આગળ વધારવો, તરત જ તેને શરૂ કરી દીધો. હવે તે પોતાના પરિવાર માટે એક નવી આશા લઇને આવ્યો છે. એક નવો વિશ્વાસ લઇને આવ્યો છે અને એટલા માટે અમારો પ્રયત્ન છે કે આ વ્યવસ્થાઓના માધ્યમથી આપણા સમાજમાં આ જે કરોડોની સંખ્યામાં આપણા પરિવારજનો છે તેમની ચિંતા આપણે કરવાની છે.
હું સમાજના નાતે પણ આ વાત તમને દિલથી કહેવા માગું છું ખાસ કરીને જે પરિવારોમાં માનસિક રૂપથી દુર્બળ બાળકો પેદા થાય છે. ખૂબ જ ઓછા લોકોની આ કલ્પના હશે. તે પરિવારમાં મા અને બાપનું જીવન કેવું હોય છે. બહારના લોકોને તેનો ખૂબ જ ઓછો અંદાજ આવે છે. પરંતુ પરિવારમાં એક બાળક એવું પેદા થાય છે ત્યારે તે મા બાપની ઉંમર તો 25 વર્ષ,30 વર્ષ, 35 વર્ષની હોય છે. જીવનના તમામ સપનાઓ હજી પૂરા કરવાના બાકી હોય છે. પરંતુ એક બે વર્ષની ઉંમર થતા જ બાળકમાં એક પ્રકારની કમી મહેસૂસ થાય છે. તમે જોયું હશે કે બાળકના માતા અને પિતા તથા ઘરમાં જો દાદા – દાદી હોય તો તે તમામ લોકો પોતાના જીવનના બધા જ સપના સમાપ્ત કરી દે છે. પોતાની તમામ ઇચ્છાઓને મારી દે છે. પોતાની તમામ શક્તિ, ક્ષમતા જે પણ હોય તે એ બાળકની સેવામાં ખપાવી દે છે. પરિવારમાં વધુ બે કે ત્રણ બાળકો હશે, તેમને જેટલો પ્રેમ આપો એનાથી અનેક ગણો પ્રેમ આ બાળકને તે આપે છે. તેમને મનમાં અ ભાવ થાય છે કે ઇશ્વરે આપણને એક કસોટી પર મોકલ્યા છે, આપણને ઇશ્વરે જે કસોટી પર મોકલ્યા છે તે પૂરી થશે. પરંતુ સમાજના નામે આપણે વિચારવું પડશે કે જે પરિવારમાં ઇશ્વરે આ પ્રકારના બાળકને જન્મ આપ્યો છે શું તે પરિવારની આ જવાબદારી છે. મારી આત્મા કહે છે નહીં. આ પરિવારને પરમાત્માએ એટલા માટે પસંદ કરી છે કદાચ તેને ભરોસો છે કે આ બાળકને તેઓ સંભાળશે પરંતુ સમાજના નામે આપણા તમામનું દાયિત્વ રહે છે કે બાળક ભલે તેમની કુખમાંથી પેદા થયું છે, બાળક ભલે તેના ઘરમાં ઉછરી રહ્યો છે પરંતુ સમાજની એક સામૂહિક જવાબદારી હોય છે એવા બાળકોની ચિંતા કરવાની અને એટલા માટે અમારી સરકાર આ મનોભાવથી, આ ભૂમિકાથી, આપણા આ પ્રકારના બાળકોની ચિંતા વિશેષ રૂપે કરી રહી છે. તમને જાણીને હેરાની થશે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય ખેલકૂદ થાય છે આપણા બાળકો શારીરિક રૂપથી બીજાની તુલનામાં એટલી ઉંચાઇ હોતી નથી, ન એટલું વજન હોય છે, તેમ છતાં પણ ગોલ્ડ મેડલ લઇને આવે છે. આ પ્રકારના બાળકોની જે ઓલિમ્પિક હોય છે, તમામ ગોલ્ડ મેડલ લઇને આવે છે, અને હું દરેક વર્ષે પ્રયત્ન કરું છું કે હું આ પ્રકારના આવેલા બાળકોને મળું. તે આપણને પ્રેરણા આપે છે, તે જ્યારે આ પ્રકારનો વિજય પ્રાપ્ત કરીને આવે છે, તેમને ખબર હોય છે કે તેમણે દેશ માટે શું મેળવ્યું છે, ગર્વથી કહે છે અને ક્યારેક ક્યારેક તો મેં પણ જોયું છે, કે તે જે ટ્રોફી લઇને આવે છે જીતીને, ટ્રોફી લઇને આવે છે તો મારા હાથમાં પકડાવી દે છે, અને તેમને લાગે છે કે તમને આપવી છે. હું કહું છું નહીં, તમે લોકો લઇને આવ્યા છો તમારે તે લઇ જવાની છે, તો તે કહે છે, પોતાના ઇશારામાં સમજાવે છે, કે તમારા માટે લાવ્યા છીએ. જ્યારે હું ગુજરાતમાં હતો મનને સ્પર્શી જાય તેવી ઘટનાઓ બનતી હતી, આ જે શક્તિ છે, તેને હું દિવ્યાંગના રૂપમાં જોવા માગું છું, આ ભારતમાતાનો પણ દિવ્યાંગ છે. દરેક બાળક જેના જીવનમાં ભાવ આવ્યો છે તે પણ આપણા દિવ્યાંગ છે, તે રૂપમાં અમે તેમને આગળ વધારવા માગીએ છીએ.
આગામી દિવસોમાં, હાલમાં જ અમે એક મોટું, એક મહત્વપૂર્ણ કામ ઉઠાવ્યું છે સુગમ્ય ભારત. દુનિયામાં આ વિષયમાં મોટી જાગૃતતાથી કામ થયું છે. આપણે અહીં સંવેદના હોય છે, રસ્તામાં કોઇ જાય છે તો આપણે મદદ કરવા માટે તમામ પ્રયત્નો કરીએ છીએ પરંતુ વ્યવસ્થાઓ વિકસિત કરવા માટે લોકોનો થોડો સ્વભાવ ઓછો છે. અને એટલા માટે આપણા મકાન હોય, આપણી રેલવે હોય, આપણી બસ હોય, એમાં એવા લોકોનું જવાનું હોય, તો તેમને એવી સુવિધા મળે છે જેવી આપણને શરીરથી દરેક પ્રકારના સક્ષમ લોકોને મળે છે. હવે મુશ્કેલી એ છે અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે એક માહોલ બનાવીશું, નવું બિલ્ડિંગ બનશે, ભલે કદાચ સમગ્ર જીવનભર એક જ વ્યક્તિ આવશે જેને ટ્રાઇસિકલમાં આવવું પડે છે. પરંતુ અમે તે વ્યવસ્થા વિકસીત કરીશું તેને કોઇ મુશ્કેલી ન પડે, લઇ જવાની સુવિધા વિકસીત કરીશું. ધીરે ધીરે આદત નાંખવી પડશે. એટલો મોટો દેશ છે, આ કામ કરવામાં સમય લાગે છે, પરંતુ જો આપણે શરૂઆત કરીએ, જેમ અત્યારે સરકારે શરૂ કર્યું છે. ભાઇ ઓછામાં ઓછું સરકારી ભવનોમાં તો નક્કી કરીએ. હવે જેટલા સરકારી ભવન બનશે, તેમાં એ પ્રકારના લોકો જે હશે, તેમના માટે અલગ ટોઇલેટ હશે, અલગ તેમની પાસે ટોઇલેટ સીટ હશે, તેમને અંદર જવા માટે એક અલગ રસ્તો હશે, આ વ્યવસ્થાઓ ધીરે ધીરે આપણે વિકસીત કરવી કરવાની છે .
કેટલાક દિવસોથી એક અભિયાનના રૂપમાં કામ લીધું છે, દરેક વિભાગને સંવેદનશીલ કરવામાં આવી રહ્યા છે કે ભાઇ આટલા દિવસો જે થયું તે થયું, હવે અમે કંઇક કરીશું. તમે જુઓ દરેક જગ્યાએ તેમને આપણે વિશેષ રીતે અગમ્યતા આપીશું અને હવે સરકારો પણ તેની પર ધ્યાન આપશે, જ્યાં કાયદાકિય ફેરફાર લાવવો જરૂરી હશે કાયદાકિય ફેરફારો લાવીશું. જ્યાં નિયમોથી વ્યવસ્થાઓ બદલી શકાય છે, નિયમોને બદલીશું, પરંતુ આ ચીજો કરવાનો અમે અવશ્ય પ્રયાસ કરીશું અને અમારે આ વાતને ધીરે ધીરે આગળ વધારવાની છે. અને તમે જુઓ જ્યાં તેમને લાગશે કે હા મારા માટે પણ જીવવાનો સારો રસ્તો બન્યો છે, તેમને મહેસૂસ થશે કે હાં આ સમાજમાં મારું પણ એક વિશેષ સ્થાન છે. આ તેના આત્મવિશ્વાસનું સ્તર વધારી દેશે. તે રોતો નથી, તેમને તો આપણાથી પણ ઝડપી ગતિથી ટ્રેનમાં ચડવાની તાકાત છે. પરંતુ જો વ્યવસ્થાઓ વિકસીત થશે, તેને લાગશે એક સમજ મારા પ્રત્યે સંવેદનશીલ છે. આ ભાવ જગાડવાનો પ્રયાસ અને વ્યવસ્થાઓ વિકસીત કરવાનો પ્રયાસ સરકાર તરફથી ચાલી રહ્યો છે.
આગામી દિવસોમાં આ તમામ ચીજોનો ઉપયોગ હું સમજું છું એક નવી ક્ષમતા પેદા કરવા માટે, એક નવો વિશ્વાસ પેદા કરવા માટે, એક નવું સામર્થ્ય પેદા કરવા માટે થતો રહેશે. હું ફરીથી એક વખત શ્રીમાન ગહેલોત જીને, કૃષ્ણપાલ જીને, સાંપલા જીને, કારણકે ત્રણેય અમારા મંત્રીઓ આ વિભાગને જુએ છે, જે લગનની સાથે આ કામને તે ભક્તિપૂર્વક કરી રહ્યા છે અને આજે મારા કાશી ક્ષેત્ર માટે તેમણે મને પસંદ કરીને મોકલ્યો છે, તેના માટે તમે લોકોએ જેટલી મહેનત કરી, સતત તમે લોકો અહીં આવ્યા, અને આપણા આ તમામ ભાઇઓ અને બહેનોને તમે લોકોએ જે વ્યવસ્થાઓ પહોંચાડી છે એટલા માટે હું વિશેષરૂપથી આપણા આ ત્રણેય મંત્રીઓનું અભિનંદન કરું છું. તેમના વિભાગના અધિકારીઓનું પણ અભિનંદન કરું છું કે તેમણે આ ઠંડી હોવા છતા પણ આ કામને આગળ વધાર્યું છે.
જે મારા દિવ્યાંગ ભાઇઓ બહેનો અહીં આવ્યા છે, ખૂબ જ લોકો છે, જે કદાચ મને સાંભળી શકતા હશે પરંતુ જોઇ શકતા નહીં હોય, ખૂબ એવા લોકો હશે જે મને જોઇ શકતા હશે પરંતુ સાંભળી શકતા નહીં હોય, તેમ છતાં પણ મારા આ મનોભાવને તેમના સુધી પહોંચાડવાની આજે વ્યવસ્થા તો કરી છે પરંતુ હું તેમને વિશ્વાસ અપાવું છું કે તમે કોઇનાથી ઓછા નથી અને આપણે સફળ થઇશું તે મંત્રને લઇને આગળ વધવાનું છે. મારી તમને સહુંને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ખૂબ – ખૂબ ધન્યવાદ.
AP/J.Khunt/GP
Some 'Divyang' sisters & brothers were to join us but the bus had an accident. Govt. will make arrangements for treatment: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2016
Lord Loomba and his wife have done a lot of work for widows and to ensure that they can lead a good life: PM @narendramodi in Varanasi
— PMO India (@PMOIndia) January 22, 2016
A few days ago PM @AbeShinzo came here to Kashi: PM @narendramodi https://t.co/vbG9VG4Eqq
— PMO India (@PMOIndia) January 22, 2016
At a recent speech, PM @AbeShinzo spoke about Kashi, Maa Ganga & his thoughts during the Aarti. His words will make every Indian proud: PM
— PMO India (@PMOIndia) January 22, 2016
I thank PM @AbeShinzo for the kind words he said- on Kashi and on the Ganga: PM @narendramodi https://t.co/vbG9VFN31Q
— PMO India (@PMOIndia) January 22, 2016
I said on Day 1 that our Government will always be there for the poor and for those who have faced struggles in life: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2016
We are constantly thinking about how development will reach the poor and how the lives of the poor will be transformed: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2016
The result of such camps is that middlemen will get eliminated. And with middlemen getting eliminated, some people are getting worried: PM
— PMO India (@PMOIndia) January 22, 2016
When I say let us use the word 'Divyang' it is about a change in mindset: PM @narendramodi in Varanasi https://t.co/tS7vbUR3iN
— PMO India (@PMOIndia) January 22, 2016
Let us not think about what is lacking in a person, let us see what is the extra ordinary quality a person is blessed with: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2016
I met a 'Divyang' child called Rahul here. I was amazed at how he operated the computer: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2016
As a society, we have to ensure that together we have to care for all those who are 'Divyang': PM @narendramodi in Varanasi
— PMO India (@PMOIndia) January 22, 2016
I recall so many touching experiences when I was CM, when I interacted with the 'Divyang' sisters and brothers: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2016
While people are sympathetic, things are lacking when it comes to facilities be it in trains, buses etc: PM @narendramodi in Varanasi
— PMO India (@PMOIndia) January 22, 2016
We will do everything possible, where rules and systems have to be changed, we will change them: PM @narendramodi on @MSJE_AIC initiative
— PMO India (@PMOIndia) January 22, 2016
Our Divyang sisters & brothers are torchbearers of unparalleled determination & unmatched dedication. pic.twitter.com/bPgfrQvmvX
— Narendra Modi (@narendramodi) January 22, 2016
Sugamya Bharat initiative puts accessibility & mindset change at the forefront & this benefits Divyang citizens. https://t.co/KFfDXPtAy1
— Narendra Modi (@narendramodi) January 22, 2016
In Varanasi, met my Divyang sisters & brothers who were injured in the bus accident this morning. I wished them a quick recovery.
— Narendra Modi (@narendramodi) January 22, 2016
It remains our endeavour to ensure fruits of progress reach people directly, ending any possible role for middlemen.
https://t.co/vLpbqBA9Dq
— Narendra Modi (@narendramodi) January 22, 2016