Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસી સંસદીય મત વિસ્તારના ગ્રામ પ્રધાન (સરપંચો) સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ

વારાણસી સંસદીય મત વિસ્તારના  ગ્રામ પ્રધાન (સરપંચો) સાથે પ્રધાનમંત્રીનો વાર્તાલાપ


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં પોતાના નિવાસ સ્થાન પર આવેલા વારણસી સંસદીય મતવિસ્તારના સરપંચોનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીને મળનારૂં આ પ્રકારનું આ બીજુ જૂથ હતું.

વાર્તાલાપ દરમિયાન સરપંચોને દરેક કન્યાના શિક્ષણ માટે પ્રયાસો કરવા અને પોતાના જે તે ગામોમાં સ્વચ્છતા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ભાર પૂર્વક કહ્યું કે છોકરાઓ અને છોકરીઓમાં ભેદભાવ રાખશો નહીં. તેમણે કહ્યું કે સ્વચ્છતા અથવા તો સફાઈએ સમૃધ્ધિની ચાવી છે.

પ્રધાનમંત્રીએ દરેક સરપંચોને પોતાના કાર્યકાળ દરમિયાન ચોકકસ વિકાસ પ્રવૃત્તિ હાથ ધરીને સમસ્યાઓ ઉકેલવા જણાવ્યું હતું, જેનું પરિણામ તેમણે આપેલા લાંબા ગાળાના વારસામાં મળશે.

AP/J.Khunt/TR/GP