Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં

વિજયાદશમી પર્વે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે (22 ઓક્ટોબર, 2015) આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહના અવસરે તેમણે એક પટ્ટિકાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે આંધ્રપ્રદેશને કરવામાં આવેલા કેન્દ્ર સરકારના દરેક વચન પૂરા કરવા માટેનું વચન આપ્યું.

પ્રધાનમંત્રીએ શિલાન્યાસ સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રી ચંદ્રબાબુ નાયડુના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે શ્રી નાયડુએ જે ઉત્સાહથી આંધ્રપ્રદેશની નવી રાજધાનીના નિર્માણનું કામ પોતાના હાથમાં લીધું છે તે વખાણવા લાયક છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ દુનિયાભરમાં શહેરીકરણના શ્રેષ્ઠ રીત-રિવાજોને તેમાં સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે તે પણ વખાણવાલાયક છે. તેમણે કહ્યું કે શહેરીકરણને એક તક તરીકે જોવામાં આવે, નહીં કે એક સમસ્યા અથવા પડકાર તરીકે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અમરાવતી દેશના દરેક શહેરો માટે એક આદર્શ રજૂ કરશે.

પ્રધાનમંત્રીએ એ બાબતે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે તેલંગણાના મુખ્યમંત્રીશ્રી કે ચંદ્રશેખર રાવને આ પ્રસંગે વિશેષરૂપથી આમંત્રિત કર્યા છે. તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ અને તેલંગણા બન્નેની આત્મા તેલુગુ છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે બન્ને રાજ્ય ઝડપથી પ્રગતિ કરશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશ અને કેન્દ્રની તરફથી સાથે મળીને રાજ્યમાં માનવ સંસાધન વિકાસની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં અગ્રણી બનીને આગળ આવશે.

ત્યાં ઉપસ્થિત લોકોને તેમણે જણાવ્યું હતું કે મારી પાસે પણ તમારી જેમ માટી અને જળ છે. તેમણે કહ્યું, હું નવી રાજધાની માટે યમુના નદીનું પાણી અને સંસદભવન પરિસરની માટી લાવ્યો છું. આ એક પ્રકારથી રાષ્ટ્રીય રાજધાનીના અમરાવતી તરફ આવવાનું પ્રતિક છે.

પ્રધાનમંત્રીશ્રી મોદીએ તિરુપતિ વિમાનીમથક ખાતે ગરુડ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર શ્રેષ્ઠ માળખાકીય સુવિધાના માધ્યમથી પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રીએ તિરુપતિમાં શ્રી વેંક્ટેશ્વર મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ હબનું શિલાન્યાસ કર્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિના તિરુમાલા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે કહ્યું કે ભગવાન બાલાજી દેશના સામાન્ય નાગરિકને ખુશાલી અને સમૃદ્ધિના આશિર્વાદ આપે.

AP/ GP