Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિદેશી રોકાણકારોને કાયમી નિવાસીનો દરજ્જો આપવાની યોજનાને કેબિનેટની મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી એફડીઆઈની નીતિમાં દર્શાવ્યા મુજબ, કેટલીક સંબંધીત શરતોને આધિન વિદેશી રોકાણકારોને કાયમી નિવાસીનો દરજ્જો (PRS) આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે.

આ યોજનાથી ભારતમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન મળવાની અને મેક ઈન ઈન્ડિયા યોજન માટે સુગમતા ઊભી થવાની અપેક્ષા છે. આ યોજના હેઠળ વિદેશી રોકાણકારોને કાયમી નિવાસનો દરજ્જો આપવા માટે વિઝા મેન્યુઅલમાં સાનુકૂળ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવશે.

પીઆરએસનો દરજજો મલ્ટીપલ એન્ટ્રી સાથે દસ વર્ષ માટે આપવામાં આવશે. જો પીઆરએસ ધારક અંગે જો કોઈ વિપરિત બાબત ધ્યાન પર આવી ન હોય તો તેની બીજા દસ વર્ષ માટે સમિક્ષા થઈ શકે છે. આ યોજના માત્ર પાત્રતાની ચોકકસ શરતો પૂર્ણ કરતા વિદેશી રોકાણકારોને, કે તેના જીવનસાથી અને આશ્રીતોને જ લાગુ પડશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદેશી રોકાણકારે ઓછામાં ઓછા 18 માસમાં રૂ. 10 કરોડનું અથવા 36 મહિનામાં રૂ. 25 કરોડનું રોકાણ લાવવાનું રહેશે. વધુમાં આ રોકાણ દ્વારા દર વર્ષે ઓછામાં ઓછા 20 નિવાસી ભારતીય વ્યક્તિઓને રોજગારી મળી રહેવી જોઈએ.

વિદેશી રોકાણકારોને કાયમી નિવાસીનો દરજ્જો શરૂઆતમાં મલ્ટીપલ એન્ટ્રની સુવિધા સાથે માત્ર 10 વર્ષ માટે આપવામાં આવશે. પીઆરએસ રોકાણની ચોક્સકસ ધારણા વગરના મલ્ટીપલ એન્ટ્રી વિઝા બની રહેશે અને તેને વધુ 10 વર્ષ માટે રિન્યુ કરી શકાશે. પીઆરએસ ધારકને રજીસ્ટ્રેશનની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે. પીઆરએસ ધારકને નિવાસ માટે એક મિલકત ખરીદવાની છૂટ રહેશે. પીઆરએસ ધારકના જીવનસાથી અને આશ્રીતોને (નોકરી માટેના વિઝાની આવશ્યક શરતોમાં છૂટ આપીને) ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવાની અને અભ્યાસ કરવાની છૂટ રહેશે.

AP/TR/GP