Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર જી…. બધા વરિષ્ઠ મહાનુભાવ,

હું ભારતની ધરતી પર આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. ભારત આટલી વિવિધતાઓથી ભરેલો છે. વિશ્વને આપવા માટે ભારતની પાસે શું નથી. દુનિયા માત્ર આર્થિક હિતોથી જોડાયેલી છે, એવું નથી, દુનિયા માનવી મૂલ્યોથી પણ જોડાય શકે છે અને જોડી શકાય છે અને જોડવી પણ જોઈએ.

ભારતની પાસે એ સાંસ્કૃતિક વારસો છે, જે સાંસ્કૃતિક અધિષ્ઠાન છે જેની શોધ દુનિયાને છે. આપણે દુનિયાની એ આવશ્યકતાઓને કોઈને કોઈ માત્રામાં, કોઈને કોઈ રૂપમાં આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ એ ત્યાં સુધી થઈ શકે છે, જ્યાં સુધી આપણને આપણા આ મહાન વારસા પર ગર્વ છે, અભિમાન છે.

કદાચ આપણે જ આપણી જાતને ધમકાવતા રહીશું, આપણી દરેક વસ્તુની આપણે બુરાઈ કરતા રહીશું તો દુનિયા આપણી સામે કેમ જોશે ?

હું શ્રીમાન શ્રી શ્રી રવિશંકર જીનો આ વાત માટે અભિનંદન કરું છું કે 35 વર્ષ થી ઓછા કાર્ય કાર્યકાળના આ મિશન દુનિયાના 150 થી વધુ દેશોમાં આ તાકાતનો વિશ્વાસ હવે ફેલાઈ ચૂક્યો છે, એ દેશોને પોતાના કરી લીધા છે. આર્ટ ઑફ લિવિંગના માધ્યમથી વિશ્વના ભારતની એક અલગ ઓળખ કરવામાં આ કાર્યનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

હું અત્યારે કેટલાક સમય પહેલા જ્યારે મંગોલિયા ગયો હતો. હું હેરાન હતો મંગોલિયામાં એક સ્ટેડિયમમાં આર્ટ ઑફ લિવિંગના કેટલાંક બંધુઓ દ્વારા મારું રીસેપ્શન રખાયું હતું. એમાં ભારતીય તો ઘણાં ઓછા હતા. આખું સ્ટેડિયમ મંગોલિયન નાગરિકોથી ભરેલું હતું અને તેમણે ભારતનો તિરંગો ઝંડો હાથમાં લઈને જે પ્રકારથી ભારતીય સંસ્કૃતિનો પરિચર કરાવ્યો, એ પોતાની રીતે ઘણું જ પ્રેરક હતું. જ્યાં રાજશક્તિ અને રાજસત્તાની પહોંચ નથી હોતી, એવા સ્થાનો પર પણ આંતરારષ્ટ્રીય સંબંધોમાં સોફ્ટ પાવર એક ઘણી મોટી મહત્વની ભૂમિકા અદા કરે છે.

આજે આપણે એવા એક કુંભ મેળાનું દર્શન કરી રહ્યા છીએ. આ કળાનો કુંભ મેળો છે. ભારતની પાસે એવી સમૃદ્ધિ છે કે અહીં કળા પૂર્ણરીતે વિકસિત થઈ હતી. આ ધરતી એવી છે જ્યાં દરેક પહોરનું સંગિત અલગ છે. સવારનું સંગીત અલગ છે તો સાંજનું સંગીત અલગ છે અને એટલે બજારમાં સંગીતની દુનિયા શોધવા જઈશું. તનને ડોલાનારા સંગતથી બજાર ભરેલું પડ્યું છે પરંતુ મનને ડોલાનારું સંગીત તો હિન્દુસ્તાનમાં ભરેલું છે અને દુનિયા હવે મનને ડોલાવવા માંગે છે અને આ જ સંગીતની સાધના છે જે દુનિયાના મનને ડોલાવી શકે છે.

જ્યારે કળા દ્વારા કોઈ દેશને જોવાય છે તો આ દેશની અંતર્ભૂત તાકાતને ઓળખાવાય છે. આજે વિશ્વ ભારતની કલાની શક્તિ અને કલા સાધના સદિઓથી કરતા આવતા લોકો આજે વિશ્વને એક અનમોલ ભેટ આપી રહ્યા છે. આવા અવસર પર આ સમરોહ પ્રકૃતિએ પણ પરીક્ષા કરી પરંતુ આ જ તો આર્ટ ઓફ લિવિંગ છે. સુવિધા અને સરળતાની વચ્ચે જનારા માટે જીવી શકીએ છીએ, જેમાં આર્ટ નથી હોતી. જ્યારે પોતાની ઈચ્છાને લઈને ચાલે છે ત્યારે આર્ટ ઑફ લિવિંગ જોઈએ. જ્યારે પોતાના સપનાઓને લઈને ચાલે છે ત્યારે આર્ટ ઑફ લિવિંગ જોઈએ. જ્યારે સંકોટથી લડીએ છીએ ત્યારે આર્ટ ઑફ લિવિંગ જોઈએ. જ્યારે પોતાના માટે નહીં બીજાના માટે જીવે છે ત્યારે આર્ટ ઑફ લિવિંગ જોઈએ. જ્યારે સ્વથી સમષ્ટિની યાત્રા કરીએ છીએ ત્યારે આર્ટ ઑફ લિવિંગ જોઈએ. જ્યારે હું થી છૂટીને અમેની તરફ જઈશું ત્યારે આર્ટ ઑફ લિવીંગ જોઈએ.

આપણે એ લોકો જે ખાસ બ્રહ્માસ્મિથી શરૂ કરીએ છીએ અને વસુધૈવ કુટુમ્બકમની યાત્રા કરીએ છીએ આ આર્ટ ઑફ લિવિંગ છે. આપણે એ લોકો છીએ જેમણે ઉપનિષદથી ઉપગ્રહ સુધીની યાત્રાઓ કરી છે અને આ જ જીવન જીવવાની કળા આપણા ઋષિઓને, મુનિઓને, જ્ઞાનિઓને, તપસ્વિઓને આપણે વારસામાં આપી છે. સંકટોથી લડી રહેલો માણસ, વ્યક્તિગત જીવનમાં સમસ્યાઓ સાથે લડી રહેલો માનવ… ભારતની પારિવારિક સમસ્યા, પરિવાર ફેમિલી, આ એવી ધરોહર આપણી દુનિયા જ્યારે જાણે છે તેને નવાઈ લાગે છે. અમે અહીં કળા શીખી છે, સદિઓ થી શીખી છે. પરંતુ કદાચ એમાં ખામી આવી હોય તો તેને ફરીથી સાજુ કરવાની આવશ્યકતા છે.

હું શ્રી શ્રી રવિશંકર જીના માધ્યમથી આ જે કાર્ય ચાલી રહ્યું છે એનું અભિનંદન કરું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું અને બધા કલાકારોને, બધા સાધકોને, બધા આર્ટ ઑફ લિવિંગના કાર્યકર્તાઓને આ ભવ્ય સમારોહ દ્વારા ભારતની વિશિષ્ટ છાપ વિશ્વની સામે પહોચાડવા માટે ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું.

ધન્યવાદ.

J.Khunt/GP