Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વેક્સીન એલાયન્સ ગવીના મુખ્ય કાર્યકારી અધિકારી, ડૉ સેઠ બર્કલીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

વેક્સીન એલાયન્સ ગવીના મુખ્ય કાર્યકારી અધિકારી, ડૉ સેઠ બર્કલીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

વેક્સીન એલાયન્સ ગવીના મુખ્ય કાર્યકારી અધિકારી, ડૉ સેઠ બર્કલીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં બાળકોના રસીકરણ, રસીમાં નવાચાર અને દેશમાં બાળકોના પ્રતિરક્ષણના કાર્યાન્વયનની બાબતમાં વિચાર વિમર્શ કરવા માટે વૈક્સીન એલાયન્સ ગવીના મુખ્ય કાર્યકારી અધિકારી, ડૉ. સેઠ બર્કલી સાથે મુલાકાત કરી.

ડૉ. બર્કલીએ ‘મિશન ઈન્દ્રધનુષ’ અને મેક ઈન ઈન્ડિયા જેવી સરકારની નવાચાર પહેલોની પ્રશંસા કરતા કહ્યું કે આ બંને પહેલો ભારતમાં બાળકોનું પ્રતિરક્ષણ સુધારી રહી છે. મિશન ઈન્દ્રધનુષે રસી ન લાગેલા બાળકો સુધી પોતાની પહોંચ બનાવી છે અને મેક ઈન ઈન્ડિયા એ એ સુનિશ્ચિત કર્યું છે કે આખી દુનિયામાં આ રસી ગરીબોને સસ્તા દરોમાં ઉપલબ્ધ થાય.

બેઠક દરમિયાન 2016-2021 માટે ભારતની સાથે ગવીની પ્રસ્તાવિત નવી રણનીતિક ભાગીદારી પર પણ ચર્ચા કરાઈ. આનાથી ભારતમાં બધા બાળકો માટે આધુનિક અને અત્યાધિક પ્રભાવી બાળપણમાં આપવાની રસીની શરૂઆતમાં ઝડપ લાવવા માટે 500 મિલિટર અમેરિકન ડોલરની મદદ મળશે. આમાં નિમોનિયા અને ડાયેરીયાની સાથે-સાથે ખસરા – રૂબેલા અને ગર્ભાશય ગ્રીવાના કેન્સરની સામે બાળકોને સુરક્ષા પૂરી પાડવા માટે રસીની ઉપલબ્ધિ હોવાનો સમાવેશ છે.

પ્રધાનમંત્રી અને ડૉ. બર્કલીએ રસીની કોલ્ડ ચેનમાં ન માત્ર ભારતમાં પરંતુ આખી દુનિયામાં સુધાર લાવવા માટે સૌર ઉર્જા જેવી પર્યાવરણની દ્રષ્ટિથી ટકાઉ પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવાની સાથે – સાથે દવાઓ ખરીદવાની ક્ષમતા, ગુણવત્તા, આશ્વાસન અને સ્થિરતાની બાબતમાં પણ વિચાર-વિમર્શ કર્યો.

UM/AP/J.KHUNT/GP