પીએમઇન્ડિયા
નમસ્તે, સાલ મુબારક, ભાઈબીજની ખૂબ ખૂબ શુભકામના,
ગૂડ ઈવનિંગ વેમ્બલી, ખૂબ ખૂબ આભાર. અહીં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. આ એક ઐતિહાસિક દિવસ છે મહાન ભાગીદારી માટે અને બે મહાન દેશ, બે મહાન વાયબ્રન્ટ લોકશાહી, બન્ને અદભૂત નાગરિકો વચ્ચેની તમે દિલની ધડકન સમાન છો. આપણે આ ખાસ સ્થળે ખાસ પ્રસંગની સાથે ખાસ રિલેશનશિપની ઉજવણી ભારતના મિત્રો અને ખાસ કરીને એક્સલન્સી પ્રાઇમ મિનિસ્ટર કેમરુન સાથે કરી રહ્યાં છીએ. મેં કહ્યું તેમ લંડન ઠંડુ હશે પણ આટલું નહીં. આપ સહુનો ઉષ્માભર્યું સ્વાગત મને ઘર આવ્યાની અનુભૂતિ કરાવે છે. હું પ્રાઇમ મિનિસ્ટર કેમરુનનો આ માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સહુનો પણ.
હું લગભગ 12 વર્ષ પછી અહીં આપની વચ્ચે આવ્યો છું. 12 વર્ષમાં વેલ્સમાં ખૂબ પાણી વહી ચૂક્યું છે. જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે મુખ્યમંત્રીના રૂપમાં આપ સહુને મળ્યો હતો અને હવે આજે જ્યારે હું આપ સહુની વચ્ચે આવ્યો છું તો દેશવાસીઓએ મને નવી જવાબદારી સોંપી છે અને એ જવાબદારીને પૂરી કરવા માટે હું ભરપૂર પ્રયાસ કરી રહ્યો છું અને મારા વ્હાલા દેશવાસીઓને હું વિશ્વાસ અપાવું છું કે તમે જે સપનાં જોયા છે જે સપનાં દરેક હિન્દુસ્તાનીએ જોયા છે તે સપનાં પૂરા કરવાનું સામર્થ્ય ભારતમાં છે એનો હું ખૂબ સારી રીતે અનુભવ કરી રહ્યો છું.
છેલ્લા 18 મહિનાના અનુભવના આધારે હું કહી શકું તેમ છું કે ભારતને ગરીબ રહેવાનું કોઇ કારણ નથી. અમે વગર કારણે ગરીબીને પાળી રાખી છે. અને ખબર નહીં પણ કેમ, આદતવશ અમને ગરીબીને પંપાળવામાં વધારે આનંદ આવવા લાગ્યો છે. ભારત સામર્થ્યવાન છે, સવા સો કરોડ દેશવાસી, 250 કરોડ ખભા અને તે દેશ કે જેમાં આઠસો મિલિયન, 65 ટકા જનસંખ્યા 35 વર્ષથી ઓછી વયની હોય, ભારત જવાનીથી ભારોભાર ભરેલો દેશ છે અને જે દેશ પાસે આટલા યુવાઓ હોય તે દેશ હવે પાછળ રહી શકે તેમ નથી અને તે દેશની વિકાસની આ યાત્રામાં હવે થોભવાનો પણ નથી.
હું બે દિવસથી અહીં છું, યુકેની સરકારે, પ્રધાનમંત્રી કેમરુને જે ઉષ્માથી મારું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે તે માટે હું હૃદયપૂર્વક તેમનો ખૂબ ખૂબ આભારી છું. પરંતુ આ સન્માન કોઇ એક વ્યક્તિનું નથી, આ સન્માન છે સવા સો કરોડ હિન્દુસ્તાનીઓનું. ભારતની મહાન લોકતાંત્રિક પરંપરાઓનું સન્માન છે. પ્રધાનમંત્રી કેમરુન સાથે આ અગાઉ પણ મને અનેકવખત મળવાનો અને વાતચીત કરવાના અવસર મળ્યા છે અને મેં અનુભવ કર્યો છે કે તેમની સાથે જ્યારે જ્યારે મળવાનું થતું હતું ત્યારે તેઓ બ્રિટનમાં રહેનારા ભારતીય સમુદાયના એટલા વખાણ કરતાં રહેતા, એટલું ગુણગાન કરે છે એવું લાગે છે કે જાણે કે તેઓ અહીંના ભારતીય સમુદાય સાથે સંપૂર્ણપણે હળીમળી ગયા છે. ભારતીય સમુદાય પ્રત્યેની તેમની સંવેદના સ્પષ્ટપણે દેખાઈ આવે તેમ છે. હું તેમના ભારતીયો પ્રત્યેનો જે પ્રેમ છે તે માટે હું તેમને અભિનંદન કરું છું તેમનો આભાર માનું છું અને આપ લોકોનો તેમની સાથે જે નાતો છે તેના માધ્યમથી તેમણે ભારતને જે રૂપથી જાણ્યું છે અને તેના કારણે ભારત પ્રત્યે પણ તેમના મનમાં એ જ આદર, એ જ લગાવ દરેક વાતમાં હું અનુભવી રહ્યો છું. અને કોણ ભારતીય હશે કે જેને આ બાબતનો ગર્વ નહીં હોય કે આજે બ્રિટિશ પાર્લામેન્ટની સામે મહાત્મા ગાંધી ઉભા છે, એનાથી મોટું શું ગર્વ હોઇ શકે છે. આ લંડનની ધરતી, આઝાદીની જંગ આ ધરતી પરથી પણ ભારતીય લોકોએ આવીને આઝાદીની જંગની લડાઈને તાકત આપી હતી. તેમાંથી એક હતા શ્યામજી કૃષ્ણ વર્મા. 1930માં તેમનો સ્વર્ગવાસ થયો હતો. વિદ્ધાન હતા, બેરિસ્ટર હતા અને અહીં રહીને અંગ્રેજો સામેની લડાઈ લડતા હતા, ભારતની આઝાદીની માટે લડત લડતા હતા અને તે માટે અહીંના બાર એસોસિએશનથી તેમને નિકાળી દેવામાં આવ્યા હતા. વકીલાત કરવા માટેની તેમની સનદને પણ રદ કરી દેવામાં આવી હતી. આજે હું પ્રધાનમંત્રી કેમરુનનો આભારી છું કે લગભગ એકસો વર્ષ પછી તેમણે ઘડીયાળના કાંટા ઉલટાવી નાખ્યા છે. અને કાલે મને શ્યામજી કૃષ્ણ વર્માને, જેઓ હવે તો નથી રહ્યાં પરંતુ તેમના સન્માનમાં, તેમને ફરીથી બારની સદસ્યતાને ચાલુ રાખનારા કાગળ મને સોંપ્યા હતા.
જ્યારે હું ગુજરાતમાં હતો, 2003માં અહીં આવ્યો હતો. હું અહીંથી જીનિવા પંડિત શ્યામજી વર્માની અસ્થિઓ લેવા માટે જવાનો હતો, શ્યામજી કૃષ્ણ વર્મા લંડનની ધરતી પર રહીને આઝાદીની લડત લડી રહ્યા હતા. વીર સાવરકર જેવા અનેક મહાપુરુષોને, મદનલાલ ઢીંગરા જેવા તેજસ્વી, ઓજસ્વી નવયુવાનોને તેઓ અહીં પ્રોત્સાહિત કરતા હતા. 1930માં તેમનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે સ્વર્ગવાસ પછી તેમની અસ્થિઓને હિન્દુસ્તાન જ્યારે આઝાદ થાય ત્યારે તે આઝાદ હિન્દુસ્તાનમાં લઇ જવામાં આવે. ભારત માતાના એ લાલની અસ્થિ લઇ જવાનું સૌભાગ્ય મને મળ્યું અને 2003માં હું આવીને લઇ ગયો હતો. અને ગુજરાતમાં કચ્છ માંડવી કે જે એમનું જન્મસ્થળ હતું ત્યાં એક ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે તેમના સ્મૃતિચિહ્ન અસ્થિ ત્યાં મુકવામાં આવેલા છે. આજે મને અહીંના બારનો જે સ્વીકૃતિપત્ર ફરીથી મળ્યો છે તે પણ હું ગુજરાત સરકારને સુપરત કરી દઇશ અને એને પણ એ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. અને એટલા માટે જ હું કહુ છું કે પ્રધાનમંત્રી કેમરુને ઘડિયાળના કાંટાની દિશા બદલી નાખી છે. હું તેમનો આભારી છું.
ભારત જે વિકાસયાત્રાની તરફ આગળ વધી રહ્યું છે, અમારો દેશ દુનિયા માટે એક નવાઈ બન્યો છે. પ્રધાનમંત્રી બન્યા પછી વિશ્વના જે જે લોકો સાથે મારે મળવાનું થયું છે તેઓ એક વાત અવશ્ય પૂછે છે કારણ કે દરેક દેશ કોઇકને કોઇક સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને એટલા માટે તેઓ મને ક્યારેક ક્યારેક પૂછી લેતા હોય છે કે મોદીજી અમારો આટલો નાનો દેશ, આ સમસ્યા, તે સમસ્યા, આ તકલીફ, તે તકલીફ, આ સમુદાય આવું કરે છે, તે સમુદાય આવું કરે છે, એ વ્યક્તિ આવું કરે છે, તે વ્યક્તિ આવું કરે છે હરેક સમયે વાતો કરે છે અને પછી મને પૂછે છે કે મોદી એ બતાવો કે આપનો સવા સો કરોડનો દેશ આટલા પ્રેમથી, આટલું હળીમળીને કેવી રીતે રહી શકે છે. લોકોને આશ્ચર્ય થાય છે તે એવો દેશ કે જ્યાં એકસો ભાષા બોલાતી હોય, 1500 બોલી હોય, હજારો પ્રકારના ખાનપાનની પદ્ધતિઓ હોય, દક્ષિણથી નિકળ્યા, ઉત્તર પહોંચતા પહોંચતા તો અનેક પ્રકારની વેશભૂષા નજરે પડી જાય છે, કેટલી વિવિધતાથી ભરેલું આપણો દેશ છે અને વિવિધતા એ આપણા વિશેષતા પણ છે, વિવિધતા એ અમારી આન, બાન, શાન પણ છે, વિવિધતા એ અમારી શક્તિ પણ છે.
હવે આપ જુઓ પંજાબના આપણા શીખ ભાઈઓ, કેટલી ત્યાગ અને બલિદાનની ગાથાઓ જોડાયેલી છે તેમની સાથે. ભારતની આન, બાન, શાન માટે સેંકડો શીખોએ પોતાનું માથુ ન્યોચ્છાવર કરી દીધું હતું અને શીખ સમાજની એ વિશેષતા રહી છે કે તેઓ મા ભારતીની રક્ષા કરતાં રહે. ભારત માતાની રક્ષા માટે પોતાનું લોહી વહેવડાવતા રહે અને આઝાદ હિન્દુસ્તાનમાં ભારત માતાનાં સંતાનોનું પેટ ભરવા માટે તેઓ ખેતરોમાં પોતાનો પસીનો વહેવડાવતા રહે અને હિન્દુસ્તાન આખાનું પેટ ભરવામાં તેમણે ક્યારેય કોઇ કમી રાખી નથી.
હું જ્યારે કાલે અહીં આવ્યો, અહીંના શીખ સમાજના દરેક વરિષ્ઠ લોકો મને મળવા માટે આવ્યા હતા. ખૂબ પ્રેમથી વાતો થઇ હતી. અમે બન્નેએ સાથે મળીને પોતાના દુઃખ-દર્દ એકબીજા સાથે વહેંચ્યા હતા. તેમના મન પર જે વિતે છે એ વાતો, તેમની લાગણીઓની હું કદર કરું છું, તેમની કઠીનાઈઓને હું સમજી શકુ તેમ છું. અને મેં વિશ્વાસ અપાવ્યો છે કે જે જે વાતો આપ કરી રહ્યાં છો તે માટે દરેક રીતે તેમની પાછળ હું લાગેલો રહ્યો છું. આવનારા ભવિષ્યમાં આપને એ બાબતના પરિણામ પણ નજરે પડશે.
ભારતની ધરતી પર કબીર અને રહીમની વાતો આપણા સહુને પ્રેરણા આપતી રહે છે. સૂફી પરંપરા આજે વિશ્વમાં જે આતંકવાદના નામે જે ચીજો ચાલી રહી છે ક્યારેક મને લાગે છે કે જો સૂફી પરંપરા બળવાન થઇ હોત તો, ઇસ્લામમાં જ આ સૂફી પરંપરાનો જો પ્રભાવ પડ્યો હોત તો જેમણે સૂફી પરંપરાને સમજી શક્યા હોત તેઓ ક્યારેય હાથમા બંદૂક લેવાનો વિચાર પણ ના કરત. આવિ વિવિધતાથી ભરેલી દુનિયાના દરેક મુખ્ય સંપ્રદાય હિન્દુસ્તાનની ધરતી પર છે. અને ફક્ત કહેવા માટે જ નહીં પરંતુ મોટી સંખ્યામાં – માત્રામાં સમુદાય છે. અમારે ત્યાં ઋતુઓ કેટલી છે, અમારે ત્યાં વિવિધતા કેટલી છે, અમારે ત્યાં છોડ-વૃક્ષ જુઓ, આ દેશ વિવિધતાઓથી, પરમાત્માની કૃપાથી પુલકિત થયું છે અને આપ સહુ એક પ્રકારથી એ દેશના સાચા એમ્બેસેડર છો.
ભારતીય સમુદાયની વ્યક્તિ જ્યાં પણ ગઇ છે ત્યાં તે પોતાની સાથે સહુની સાથે રહેવાના અને જીવન જીવવાના સંસ્કાર લઇને ગઇ છે. વિવિધતાઓની વચ્ચે પણ સહુની સાથે કેવી રીતે જીવી શકાય છે, પોતાની પરંપરાઓને બચાવી રાખીને સહુની સાથે કેવી રીતે હળીમળીને જીવન જીવી શકાય તેમ છે, આડોશપાડોશમાં કોઇને ઘસરકો પણ ના લાગે તે ધ્યાનમાં રાખીને ગતિ વધારી શકે છે, લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે, ઉંચાઈઓ તરફ હજુ વધી શકે છે એ તમે દર્શાવ્યું છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમાજે આ સંસ્કારનો પરિચય કરાવ્યો છે, આ શક્તિનો પરિચય કરાવ્યો છે અને તેના જ માધ્યમથી હિન્દુસ્તાનની સાચી ઓળખ પણ બને છે. અને એટલા માટે વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને પણ આ મહાન પરંપરાને પોતાના વ્યવહારથી, પોતાના ચરિત્રથી, પોતાના આચરણથી દુનિયાને પોતાના ભારતની તાકતનો પરિચય કરાવ્યો છે એટલા માટે આપ સહુ મારા ભાઈ-બહેન હૃદયના, હૃદયથી અભિનંદનના અધિકારી છે, ખૂબ ખૂબ અભિનંદનના હકદાર છે.
ભાઈઓ- બહેનો આજે વિશ્વમાં ભારતની પોતાની એક ગરિમા, એક ગૌરવ, જેનો અનુભવ આપ પણ કરી શકતા હશો. આખી દુનિયા આજે ભારત પ્રત્યે ખૂબ આશાની નજરથી જોઇ રહી છે. ભારતનું નામ સાંભળતા જ ઈન્ડિયા સાંભળતા જ આપને જે જે વિદેશમાં લોકોને મળતા હશો તમને પણ અનુભવ થતો હશે કે નહીં. તમને પણ ધ્યાને આવતું હશે કે દુનિયાની જોવાની નજર બદલાઈ છે? અગાઉ લોકો મળતા હતા તેઓ હવે મળે છે તો ખૂબ ઉમળકાથી મળે છે ? અગાઉ લોકો મિલાવતા હતા હવે હાથ પકડી રાખે છે? આ જે બદલાવ છે, આ બદલાવ જ ભારતની સફળતાની એક નિશાનીના રૂપમાં છે.
વિશ્વ આજે ભારતને એક શક્તિના રૂપમાં ઓળખી રહ્યું છે, વિશ્વ આજે ભારતને એક સંભાવનાઓની ધરતીના રૂપમાં જોઇ રહ્યું છે અને અમારો પ્રયાસ પણ રહ્યો છે કે ભારતનું સ્થાન હવે દુનિયામાં અન્યોની સાથે બરોબરીનું હોવું જોઇએ અને અમે દુનિયાથી હવે મહેરબાની નથી માગતા, જો અમે ઇચ્છતા હોઇએ તો એ બરોબરી ઇચ્છીએ છીએ સમાનતા. અને હું 18 મહિનાના અનુભવથી કહી શકું તેમ છું કે આજે ભારતની સાથે જે પણ વાત કરે છે તે બરોબરાથી વાત કરે છે. જોડાવા ઇચ્છે છે તો વિન-વિનના ફોર્મ્યુલા સાથે જોડાવા માગે છે. આગળ વધવા ઇચ્છે છે તો ડગલાથી ડગલું મિલાવીને આગળ વધવા ચાહે છે. અને આવનારા ઉત્તમ ભવિષ્યના શુભ સંકેતના રૂપમાં હું જોઇ રહ્યો છું.
વિશ્વ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેમાં બે મુખ્ય સમસ્યાઓ છે. આખી દુનિયાના જેટલા પણ નેતા, જ્યારે પણ મળે છે ત્યારે આ બે વાતની મુશ્કલીની ચર્ચા કરતાં રહે છે એક આતંકવાદ, બીજી ગ્લોબલ વોર્મિંગ. આતંદવાદ હોય કે ગ્લોબલ વોર્મિંગ હોય, આખી માનવજાતિને બચાવવાની જવાબદારી દરેક દેશોની છે, માનવતામાં વિશ્વાસ કરનારા દરેક નાગરિકની છે અને ભારત તે માટે યોગ્ય માર્ગ દેખાડી શકે તેમ છે. મહાત્મા ગાંધીનું જીવન, મહાત્મા ગાંધીના ઉપદેશ, મહાત્મા ગાંધીના અહિંસાના શસ્ત્ર, એમાં જે તાકત છે, જો આજના પરિપ્રેક્ષ્યમાં વિશ્વ ગાંધીને સમજવાનો પ્રયાસ કરે તો આતંકવાદથી મુક્તિનો માર્ગ પણ મળી શકે તેમ છે અને ગ્લોબલ વોર્મિંગથી મુક્તિનો રસ્તો પણ મળી શકે તેમ છે કારણ કે ગાંધીજી એટલા દીર્ઘદ્રષ્ટા હતા. અને એટલા માટે જ ભારતની એ પણ જવાબદારી છે કે કેવી રીતે સંકટની ઘડીએ માનવતાના કલ્યાણ માટે વિશ્વને આ સમસ્યાથી બહાર કાઢવા માટે ભારત પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે અને આગળ પણ ભૂમિકા નિભાવતું રહેશે, એ હું આપ દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું.
આજે દેશ વિકાસની નવી ઉંચાઈઓ તરફ ઝડપથી વધી રહ્યું છે અને હું વિશ્વાસપૂર્વક કહું છું કે ભારતે જે ગતિ અપનાવી છે, ભારતે જે દિશા પકડી છે, એ ગતિથી, એ દિશાથી ખૂબ ઝડપથી અમને તેના ફળ પણ મળવાના શરૂ થઇ જવાના છે. આઝાદીના 70 વર્ષ પછી તમને એ જાણીને નવાઈ લાગશે, આજે પણ હિન્દુસ્તાનમાં 18 હજાર ગામડાં એવા છે કે જ્યાં વીજળીનો થાંભળો પણ પહોંચ્યો નથી. તમે મને જણાવો ભાઈઓ- બહેનો, શું આ કામ મારે પૂરું કરવું જોઇએ કે નહીં કરવું જોઇએ. આ 18 હજાર ગામડાંમાં જ્યાં વીજળી નથી પહોંચતી ત્યાં વીજળી પહોંચવી જોઇએ કે નહીં પહોંચવી જોઇએ. આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ જો મારો દેશવાસી અંધકારમાં જીવન જીવવા માટે મજબૂર હોય તો આપણે પ્રાયશ્ચિત કરવું જોઇએ કે નહીં કરવું જોઇએ. ભાઈઓ-બહેનો, મેં બીડું ઝડપ્યું છે, આપ મને આશિર્વાદ આપશો ને. મેં બીડું ઝડપ્યું છે, રાજ્યોને કહ્યું છે કે મને મદદ કરો, આવનારા એક હજાર દિવસમાં આ 18 હજાર ગામડાંઓ સુધી વીજળી પહોંચાડવાનો સંકલ્પ કરીને ચાલ્યો છું.
જ્યારે મને પહેલી વખત લાલ કિલ્લાથી હિન્દુસ્તાનના તિરંગા ઝંડાની નીચેથી દેશને સંબોધિત કરવાનો મને પહેલો અવસર મળ્યો, બાળપણમાં મેં ક્યારેય જીવનમાં વિચાર્યું પણ નહોતું કે એક દિવસ ચા વેચનારો, ગરીબ પરિવારનો દીકરો, લાલ કિલ્લાથી હિન્દુસ્તાનનો તિરંગો ઝંડો લહેરાવશે. અને એક દિવસે મેં કહ્યું હતું, સ્વચ્છ ભારતનું સપનું મેં દેશવાસીઓ સામે રજૂ કર્યું હતું. અનેક લોકોને ખૂબ આશ્ચર્ય થયું હતું કે કે લાલ કિલ્લાથી તો કેટલી મોટી મોટી વાતો કરવી જોઇએ, કેટલી મોટી મોટી યોજનાઓ જાહેર કરવી જોઇએ, છાપાંઓમાં હેડલાઇન છપાય એવી વાતો જણાવવી જોઇએ અને આ મોદી ક્યાંથી આવી ગયા, તે સફાઈની વાતો કરવા માટે લાલ કિલ્લાનો ઉપયોગ કરી રહ્યા છે. અનેકને ખરાબ લાગ્યું હતું, પરંતુ મને સારું લાગ્યું હતું. મારો દેશ જો સાફ હોય, ગંદકીથી મુક્ત મારી ભારત માતા હોય, તમને આનંદ થશે કે નહીં થાય. ગરીબની જીંદગીમાં બદલાવ આવશે કે નહીં આવે. એ કામને મેં શરૂ કર્યું છે તેમાં પહેલું કામ એ કર્યું શૌચાલય બનાવવાનું અને હું આ વિદેશમાં રહેનારા મારા ભાઈઓ અને બહેનો પ્રત્યે પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગુ છું કે અનેક ભારતીય ભાઈઓ બહેનોએ જે વિદેશમાં રહે છે તેમણે પણ પોતાના ગામોમાં પબ્લિક ટોયલેટ બનાવવા માટે પૈસા આપ્યા, બનાવડાવ્યા.
અમારે ત્યાં બાળકીઓ ત્રણ વર્ષ, પાંચ વર્ષ, છ વર્ષ, આઠ વર્ષ બીજા કે ત્રીજા ધોરણમાં આવે છે તો શાળાએ જવાનું છોડી દે છે. જાણવા મળ્યું કે કારણ શું છે તો ખબર પડી કે બાળકીઓ માટે અલગથી શાળામાં શૌચાલય નથી. શું 21મી સદીમાં આપણી દિકરીઓ અભણ રહે, શું આ આપણને મંજૂર છે? શું આ તેમની સાથે અન્યાય નથી. અને એટલા માટે મેં બીડું ઝડપ્યું એક નિશ્ચિત સમયઅવધિમાં ભારતની દરેક શાળાઓમાં ગર્લ ચાઇલ્ડ માટે અલગથી ટોયલેટ બનવા જોઇએ અને હું આનંદથી કહી શકું છું કે સહુએ સાથે મળીને આ કામ પૂરું કર્યું છે. શું આ કામ નહોતું થવું જોઇતું હતું, અગાઉ પણ થવું જોઇતું હતું કે નહીં.
ભાઈઓ- બહેનો અમારા દેશમાં 40 ટકા લોકો એવા હતા જેમના બેન્કમાં એકાઉન્ટ પણ નહોતા. આજના યુગમાં જો કોઇ બેન્ક ખાતાંમાં કે ગરીબને બેન્કમા દરવાજા સુધી પણ જવાની સ્થિતિ ના હોય તો તેનાથી મોટી શરમજનક બાબત શું હોઇ શકે છે અને એટલા માટે એક અભિયાન ચલાવ્યું, દોઢસો દિવસની અંદર 19 કરોડ નવા બેન્ક એકાઉન્ટ ખુલ્યા છે. જો અમે વ્યવસ્થાઓ બદલવા ઇચ્છીએ તો દેશ તૈયાર છે, દેશે પોતાનું મન બનાવી લીધું છે અને તેના કારણે બદલાવ પણ નજરે આવવા લાગ્યો છે.
ભાઈઓ-બહેનો, ભારત પોતાની જૂની સમસ્યાઓથી મુક્તિ મેળવે તે જરૂરી છે પરંતુ આ મુસીબતોથી મુક્તિ મેળવીને બેસી રહેવાથી શું થવાનું છે. ભારતે પોતાની કઠિનાઈઓથી તો મુક્તિ લેવાની છે પરંતુ ભારતને આધુનિક ભારત પણ બનવાનું છે, સમૃદ્ધ ભારત પણ બનવાનું છે, વિકાસની નવી ઉંચાઈઓને પણ પાર કરવાની છે.
અમારે ત્યાં રેલવે, રેલવે ખૂબ જૂની અમારે ત્યાં વ્યવસ્થા છે પરંતુ જે ગતિથી રેલવેનો વિકાસ થવો જોઇતો હતો, દૂરદૂરના અંતરિયાળ ક્ષેત્રો કે જ્યાં રેલવે પહોંચી નથી ત્યાં પહોંચાડવી જોઇએ. બાબા આદમના જમાનાથી જે ગતિએ રેલવે દોડી રહી હતી તે સમય જતો રહ્યો છે, હવે ઝડપથી દોડનારી રેલવે જોઇએ છે. સારી સુવિધાવાળી રેલવે જોઇએ અને તે માટે અમે રેલવેમાં એકસો ટકા ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે અમારા દરવાજા ખુલ્લા મુક્યા છે.
પહેલી વખત, પ્રથમ વાર લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતની રેલવે રૂપીઝ બોન્ડ લઇને આવી છે મિત્રો રૂપીઝ બોન્ડ. આ પહેલી વખત થયું છે અને અમને તો જ્યારે બોન્ડની વાત આવે છે ત્યારે સૌથી પહેલા જેમ્સ બોન્ડની યાદ આવે છે. મનોરંજનની દુનિયા એન્ટરટેઇનમેન્ટ માટે જેમ્સ બોન્ડની સાથે આપણે સારી રીતે પરિચિત છીએ, તેનાથી આગળ જાઓ તો બોન્ડની વાત આવે છે તો બ્રૂક બોન્ડ ચાની યાદ આવે છે. જો જેમ્સ બોન્ડ મનોરંજન આપે છે તો બ્રૂર બોન્ડ તાજગી આપે છે. બ્રૂક બોન્ડ, ટી બોન્ડ ધેટ્સ બોન્ડ પરંતુ હવે મનોરંજનથી નથી ચાલવાનું છે કે નહીં ફક્ત તાજગીથી ચાલવાનું છે હવે તો વિકાસની રાહ પર જવાનું છે અને એટલા માટે જેમ્સ બોન્ડ, બ્રૂક બોન્ડ, રૂપી બોન્ડ, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં એફડીઆઈ અને જ્યારે હું એફડીઆઈની વાત કરું છું તેનું મહત્વપૂર્ણ પાસું તો છે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પરંતુ મારા માટે તો અન્ય એક મહત્વપૂર્ણ પાસું પણ રહેલું છે ફાસ્ટ ડેવલપમેન્ટ ઈન્ડિયા અને આ બન્ને વચ્ચે સંતુલન કરવાની સાથે અમારે આગળ વધવાનું છે આગળ વધવા ઇચ્છીએ છીએ. ગત વર્ષની સરખામણીએ આજે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં 40 ટકાનો વધારો થયો છે. તે પોતાની રીતે એ બાબતનો પૂરાવો છે કે વિશ્વના ભારત પ્રત્યેના વિશ્વાસમાં વધારો થયો છે. અને ભારત પ્રત્યે વિશ્વાસમાં જે વધારો થયો છે તો ભારતને આગળ વધારવા માટેની આપણી એક સૌથી મોટી તાકત છે અને એ તાકતને લઇને આપણે આગળ વધવાનું છે.
સંરક્ષણ ક્ષેત્ર, આજે પણ આપણી રક્ષા માટે આપણને દુનિયાની મદદ પર નિર્ભર રહેવું પડતું હોય છે, ડિપેન્ડેડ રહેવું પડે છે, અમારે શસ્ત્રો બહારથી લાવવા પડે છે, અરબો-ખરબો રૂપિયા આપણા બહાર જતા રહે છે. અમે બીડું ઝડપ્યું છે કે જો ભારતના વીર ભારતની રક્ષા કરે છે તે વીરોના હાથમાં શસ્ત્ર પણ ભારતના વીરોના હાથે જ બનેલા હોવા જોઇએ. અને એટલા માટે દુનિયાથી રક્ષાના ક્ષેત્રે ઉપયોગમાં આવનારા સાધન, ભલે પછી તે સબમરીન હોય, હેલિકોપ્ટર હોય, વિમાન હોય, ટેન્ક હોય, નાના હથિયાર હોય એ ભારતમાં નિર્માણ કેવી રીતે થઇ શકે, તેના તજજ્ઞો ભારતમાં કેવી રીતે આવી શકે, ટેકનોલોજી હિન્દુસ્તાનમાં કેવી રીતે આવી શકે એ માટે અમે ભાર મુકી રહ્યા છીએ અને આજે હું આપને ખુશખબરી સંભળાવું છે, શસ્ત્રાર્થની દુનિયામાં જે પણ મોટા મોટા ખેલાડીઓ છે તેઓ આજે ભારત સાથે વાતચીત કરી રહ્યા છે, ભારત આવવા માટે પ્રવેશદ્વાર શોધી રહ્યા છે.
આજે હું વિશ્વને કહેવા ઇચ્છીશ કે રક્ષાના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનવું મતલબ વિશ્વની વન સિક્સ હ્યુમનિટી અમે દુનિયાની વન સિક્સ્થ આબાદી છીએ. તેમની સુરક્ષા મતલબ વિશ્વની એક છટ્ઠાંશવાળી સુરક્ષાની ગેરન્ટી બની જાય છે. અને તે પોતાની રીતે દુનિયાની સુરક્ષિત રાખવા માટેની એક તાકત પણ આપે છે. એક નવો વિશ્વાસ પેદા કરે છે. અમે અમારું પોતાનું તો ભલું કરવા માગીએ છીએ પરંતુ અમારી ભલાઈમાં અન્યોની પણ ભલાઈ હોવી જરૂરી છે.
મેં કહ્યું હતું ગ્લોબલ વોર્મિંગની ચિંતા. ભારતે બીડું ઝડપ્યું છે બે ચીજો માટે. એક અમે દુનિયાને સૂર્યપુત્ર રાષ્ટ્ર, એ દેશ જેમને સૂર્યની શક્તિનો અધિક લાભ મળે છે જ્યાં ગરમી રહે છે, પ્રકાશ રહે છે. આખા વિશ્વમાં એવા દેશોનું અમે સંગઠન કરવા માગીએ છીએ. ભારતે બીડું ઝડપ્યું છે કે દુનિયામાં 102 દેશ એવા છે કે જેમને સહજરૂપથી સૂર્યશક્તિનો લાભ મળે છે અને એક પ્રકારથી તેઓ સૂર્યપુત્ર રાષ્ટ્ર છે. દુનિયામાં પેટ્રોલવાળા દેશોનું સંગઠન છે, જી-સેવન છે, જી-20 છે, આસિયાન છે, બધુ છે પરંતુ સૂર્યપુત્રોને ક્યારેક કોઇએ એકઠાં કર્યાં નથી અમે બીડું ઝડપ્યું છે દુનિયાના સૂર્યપુત્રોને એકત્ર કરવા માટેનું.
આ બધા દેશ મળીને સોલર એનર્જીમાં રીસર્ચ કરે, રીન્યુઅલ એનર્જીમાં રીસર્ચ કરે, સૂર્યશક્તિનું જીવનમાં સર્વાધિક કેવી રીતે ઉપયોગ કરી શકાય, પ્રકૃતિની રક્ષા થાય. ત્યારે એક તો અમે વૈશ્વિક, આ વ્યવસ્થાનું નેતૃત્વ ભારત કરવા જઇ રહ્યું છે અને હું જોઇ રહ્યો છું, હું છેલ્લા ઘણા દિવસથી વિશ્વના નેતાઓ સાથે વાત કરી રહ્યો છું, બધા દેશથી મને સકારાત્મક સમર્થન મળી રહ્યું છે અને તેની પ્રથમ પ્રાથમિક બેઠક આ મહિનાના અંતમાં અમે લોકો પેરિસમાં કરવા જઇ રહ્યાં છીએ. દરેક દેશના લોકો સાથે અલગથી મીટીંગ કરીશ ત્યાં અને ત્યાં બોલાવીશ તેમને તથા બાબત સમજાવીશ તેમને. ભારત નેતૃત્વ કરી શકે તેમ છે, ભારત નેતૃત્વ કરી શકે છે. આ વાતોને કરવા માટે ભગવાન સૂર્યની અમારા પર કૃપા છે તો હું દુનિયાને પણ તેની સાથે જોડવા ઇચ્છું છું.
બીજુ કામ, એ વાત સાચી છે કે ભારતમાં દરેક સ્થળે 24 કલાક વીજળી નથી પહોંચતી. 18 હજાર ગામડાં મેં કહ્યું તેમ ત્યાં વીજળીનાં થાંભલા પણ નથી. પરંતુ જ્યાં વીજળી છે ત્યાં હજુ 24 કલાક સુધી નથી. અમે પડકાર ઝીલ્યું છે, 2019, મહાત્મા ગાંધીના દોઢસો વર્ષ થઇ રહ્યાં છે. બે સપનાં છે મારા, એક સફાઈનું અને બીજું 24 કલાક વીજળી પૂરી પાડવાનું અને તે માટે અમે એક અભિયાન ચલાવ્યું છે સોલર એનર્જીનું, વિન્ડ એનર્જીનું, રીન્યુઅલ એનર્જીનું. 175 ગીગાવોટ રીન્યુઅલ એનર્જીનું કામ શરૂ કર્યું છે. ભારતમાં જ્યારે પણ વીજળીની વાત આવતી હતી ત્યારે મેગાવોટમાં થતી હતી મેગાવોટ.
મેગાવોટથી વધારે અમે લોકો ક્યારેય વિચારી પણ શકતા નહોતા. પહેલી વખત હિન્દુસ્તાન ગીગાવોટ અંગે વિચારવા લાગ્યું છે. જ્યારે હું વિશ્વના નેતાઓને મળું છું અને 175 ગીગાવોટ
વીજળીના લક્ષ્યાંકની વાત કરું છું, રીન્યુઅલ એનર્જીની આખા વિશ્વના નેતાઓને ત્યારે તેમને અચરજ થાય છે, તેઓ વિચારે છે તમે આ કેવી રીતે વિચારી શકો છો પરંતુ મારા દેશવાસીઓના આશિર્વાદથી મને પૂરો ભરોસો છે કે ભારત એક સૂર્ય શક્તિ રાષ્ટ્ર બની શકે તેમ છે, સૂર્ય શક્તિ રાષ્ટ્ર બની શકે છે. અમે તેને બનાવવાની દિશામાં અને ત્યાર પછી નાના જે ટાપુ દેશ છે જેઓ જીંદગી અને મોત વગર ગુજારો કરી રહ્યાં છે તેમને લાગે છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે જો સમુદ્રની સપાટી વધી ગઇ તો તેમના દ્વિપ ડૂબી જશે, ક્યાં જઇ શકશે. આવા અનેક ટાપુઓ પર રહેનારા લોકો, તેમની જીંદગીમાં ખુશી લાવવાનું કામ હિન્દુસ્તાનની ધરતી પર થઇ શકે તેમ છે અને એ કામ અમે કરી રહ્યાં છીએ મિત્રો.
આજે દુનિયામાં જે કોઇપણ સંસ્થાઓ હશે. ભલે પછી તે વિશ્વ બેન્ક હોય, આઈએમએફ હોય, દુનિયાની કોઇપણ રેટિંગ એજન્સી હોય. દરેક એક અવાજે કહે છે કે ભારત વિશ્વના મોટા દેશોની સૌથી ઝડપથી આગળ વધનાર અર્થતંત્ર છે. ખૂબ ઝડપથી વધનાર અર્થવ્યવસ્થા છે.
દુનિયામાં એક ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ આ પ્રકારથી રેટિંગ કરે છે કે કયો દેશ છે કે જ્યાં ભ્રષ્ટાચાર ઓછો છે અને ભ્રષ્ટાચાર ઘટી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં આ બદનામી આપણા માથે લખાયેલી છે. ઉધઈની માફક ભ્રષ્ટાચારે આપણને બરબાદ કરી નાખ્યું છે, પરંતુ શું ઉધઇની દવા નથી અને દવા હોવી જોઇએ કે નહીં હોવી જોઇએ. જનતાના પૈસાનો પાઈ પાઈનો હિસાબ જનતાને મળવો જોઇએ કે નહીં મળવો જોઇએ કે પછી કોઇના ઘર ભરવા માટે જનતાનું ધન હોય છે કે શું.
અને એટલા માટે ભાઈઓ અને બહેનો અમે પગલું ભર્યું છે અને એનું પરિણામ એ આવ્યું કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ નામની સંસ્થા, તેણે ભારતને અગાઉની સ્થિતિથી દસ પોઇન્ટ આગળ કરીને આપણે ત્યાં ભ્રષ્ટ્રાચાર ઓછું થયું છે એને સર્ટિફિકેટ આપ્યું છે. પ્રથમ વખત, પહેલી વાર અમે ચીનથી સારી સ્થિતિમાં આવી ગયા છીએ જે ક્યારેક આવતા નહોતા. ઈઝ ડૂઈંગ બીઝનેસમાં અમે દુનિયાના આખરી છેડે ઉભા હતા. અમે કેટલાક પગલાં લીધાં છે, કેટલાક નિર્ણય કર્યાં, આજે અમે ખૂબ ઝડપથી અમારો નંબર ઉપર જઇ રહ્યો છે અને જોત જોતામાં તેના સારા ફળ પણ નજર આવવા લાગ્યા છે.
મારો કહેવાનો અર્થ એ કે અમારે આધુનિક ભારત બનાવવું છે. ક્લિન ઈન્ડિયા હોય, સ્કિલ ઈન્ડિયા હોય, ડિજિટલ ઈન્ડિયા હોય આ દરેક ક્ષેત્રોમાં અમે કાર્યોને નવી ઉંચાઈએ લઇ જવાની દિશામાં એક ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છીએ.
પરંતુ મારા દેશવાસીઓ આ ભૂલ અમે ક્યારેય નહીં કરીએ કે જે અમે ટીવીના પરદા પર જોઇએ છીએ બસ એ જ હિન્દુસ્તાન છે એવું વિચારવાની ભૂલ ના કરીએ. છાપાંની હેડલાઇનમાં જે છે એટલું જ હિન્દુસ્તાન છે એવું નથી. હિન્દુસ્તાન ખૂબ મોટું છે. ટીવીના પડદાથી બહાર પણ સવા સો કરોડ દેશવાસીઓનું હિન્દુસ્તાન ખૂબ ગાઢ હિન્દુસ્તાન છે, ખૂબ ઉંચું હિન્દુસ્તાન છે, ખૂબ જ ઉત્તમ હિન્દુસ્તાન છે અને એટલા માટે જ આપે ક્યારેય વાચ્યું નહીં હોય અને સાંભળ્યું પણ નહીં હોય.
ભાઈઓ અને બહેનો રાજસ્થાનમાં અલવર કરીને એક સ્થળ છે, અલવરમાં ઇમરાન ખાન નામની એક વ્યક્તિ છે. આ ઇમરાન ખાન શિક્ષણ માટે સમર્પિત વ્યક્તિ છે. અલવર જેવા નાના સ્થળે પણ ઇમરાન ખાન, એણે મોબાઇલ ફોનની 50 એપ્સ બનાવી અને તે પણ વિદ્યાર્થીઓને કામ એવી શિક્ષણ સાથે સંકળાયેલી એપ્સ એણે બનાવી અને ફક્ત બનાવી એટલું જ નહીં પણ અલવરના ઇમરાન ખાને પોતાને મળેલી શિક્ષામાં વિદ્યાર્થીઓને કામ આવનારી આ 50 એપ્સ તેમણે વિદ્યાર્થીઓને મફતમાં સમર્પિત કરી દીધી. મારું હિન્દુસ્તાન, એ અલવરના ઇમરાન ખાનમાં મારું હિન્દુસ્તાન છે.
ભાઈઓ અને બહેનો કેટલાક સમય અગાઉ હરિયાણા, જ્યાં અમારા ત્યાં દીકરાઓ અને દીકરી વચ્ચેના જન્મદરમાં ખૂબ મોટું અતંર છે. મેં એક અભિયાન ચલાવ્યું ત્યાં બેટી બચાઓ, બેટી પઢાઓ શરૂઆત મેં હરિયાણાથી કરી અને તેની એવી અસર હતી કે એક નાન ગામના સરપંચે સેલ્ફી વિથ ડોટર એવો એક પ્રયોગ કર્યો. મારા ધ્યાનમાં આવ્યું, મેં એમની પ્રશંસા કરી અને હું હેરાન હતો કે આખી દુનિયામાં દરેકના મોબાઇલમાં રસનો વિષય બની ગયો હતો. સેલ્ફી વિથ ડોટર, એક જનાદેશ ઉભો થયો હતો. દુનિયાના મોટા મોટા રાજનેતા હોય, શિક્ષણ જગતના વરિષ્ઠ લોકો હોય, આર્થિક જગતના વરિષ્ઠ નેતા હોય, દરેકે પોતાની દિકરી સાથે સેલ્ફી કાઢીને મોબાઇલ ફોન પર વહેંતી કરી દીધી. માતા-દિકરીઓનું ગૌરવ વધારવા માટેનું અભિયાન ચાલ્યું. આ છે મારું હિન્દુસ્તાન એવા લાખો લોકો છે જે આદિવાસીઓની વચ્ચે જઇને ત્યાંની કઠણાઈઓને પણ મન ભરીને કોઇ શિક્ષણમાં લાગેલા છે, કોઇ લોકોના આરોગ્યની ચિંતા કરી રહ્યાં છે, કોઇ લોકોના સંસ્કારની ચિંતા કરી રહ્યું છે. દૂર દૂરના અંતરિયાળ ગામડાંઓમાં એવા અનેક તપસ્વી લોકો બેઠા છે જેઓ જીવનમાં સમાજ સેવાનું વ્રત લઇને કામ કરી રહ્યાં છે.
ભાઈઓ – બહેનો આવા કોટિ કોટિ જનોની તપસ્યા, એવા લોકોનું સામર્થ્ય એ જ છે કે જેના ભરોસે હું કહી શકું છું કે હિન્દુસ્તાન ખૂબ આગળ વધવાનું છે. હિન્દુસ્તાન દુનિયામાં વિકાસની નવી ઉંચાઈઓને પાર કરવાનું છે.
ભાઈઓ- બહેનો હું આજે જ્યારે લંડન આવ્યો છું આટલી મોટી સંખ્યામાં અમારા પ્રવાસી ભારતીય ભાઈ બહેન બેઠા છે. હું કેટલીક વાત આપને બતાવવા માગુ છું, ઓસીઆઈ, ઓસીઆઈને કારણે કેટલીક સમસ્યાઓ છે એવી વાતો મારા ધ્યાને આવી છે. આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને ઓસીઆઈની સમસ્યાથી હવે આપને મુક્તિ મળી શકશે. એવી જ રીતે ઓસીઆઈ અને પીઆઈઓ એમને ભેળવી દીધા છે. અમે, પરંતુ કેટલાક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. મેં તે માટે નિર્દેશ આપી દીધા છે તેમને પણ સરળ બનાવી દેવામાં આવશે. તેમ છતાં જો તમને કોઇ મુશ્કેલી હશે તો તેના ઉકેલ માટેની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
વીઝાની સમસ્યા રહેતી હતી હવે તેને ઇલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન કરી દેવામાં આવ્યું છે. તેના કારણે તમને એ સમસ્યાથી પણ મુક્તિ આપી દેવામાં આવી છે. ભારત સરકારે મદદ નામનું એક ઓનલાઇન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. મદદ (MADAD) એ ઓનલાઇન પ્લેટફોર્મ પર જઇને તમે પોતાની આવશ્યક વસ્તુઓ મેળવી શકો છો. વીઝાની સમસ્યા હોય કે પછી ઓસીઆઈની સમસ્યા હોય, પીઆઈઓની તકલીફ હોય તે માટેના માર્ગ તે માટે એક પ્લેટફોર્મ પર એ તમામ સમસ્યાના સમાધાનના માર્ગ તમને મળી શકે એવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
એક ઈ-માઇગ્રેશન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેના કારણે એક સ્થાનેથી બીજા સ્થાને જનારા વ્યક્તિને પ્રાથમિક માહિતીઓની જરૂરત પડે છે. એ ઈ- માઇગ્રેશન પોર્ટલના દ્વારા એ તમામ જાણકારીઓ પણ તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એક ઈન્ડિયન કોમ્યુનિટી વેલ્ફેર ફંડ, વિશ્વમાં રહેનારા ભારતીયોને ક્યારેક ક્યારેક સંકટ આવી જાય છે. તેમને સંકટમાં મદદ કરવા માટે એક ઈન્ડિયન કોમ્યુનિટી વેલ્ફેર ફંડ એની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે લંડનથી જે પણ લોકો મળવા માટે આવતા હતા તેઓ મારું ગળું પકડતા હતા, અમારા મિત્ર સી બી પટેલ આવતા હતા. તેઓ આગેવાની લેતા હતા અને હું કહેતો હતો કે હું તો ગુજરાતનો મુખ્યમંત્રી છું હું શું કરી શકું તેમ છું. હવે હું પ્રધાનમંત્રી બની ગયો છું ત્યારે એ મને કહી રહ્યા હતા કે મોદીજી બતાવો હવે તો મુખ્યમંત્રી નથી, શું કરશો. જો આજે હું લંડનની ધરતી પર આવ્યો છું. 2003માં આવ્યો હતો. ત્યારે હું અહીં એક કામ કરીને ગયો હતો. લંડન-અમદાવાદ વચ્ચે એક ડાયરેક્ટ ફ્લાઇટ ત્યારે અટલજીની સરકાર હતી. અહીંના લોકોએ મને જે કહ્યું તે મેં એમના સુધી પહોંચાડ્યું અને અટલજીએ એ કામ કરી આપ્યું હતું. પરંતુ તે પછી શું થયું તે આપ સહુ સારી રીતે જાણો જ છો કેવી રીતે શું થયું તે હું બતાવવા માગતો નથી શા માટે થયું તે મને નથી ખબર, કોણે કર્યું તેનું નામ આપવાની જરૂરત શું છે. પરંતુ મારા વ્હાલા ભાઈ-બહેનો 15 ડિસેમ્બરથી તો મારા વ્હાલા દેશવાસીઓ 15 ડિસેમ્બરથી લંડન- અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઇ જશે.
ભાઈઓ-બહેનો કદાચ દુનિયાના કોઇ નેતાને આવું સૌભાગ્ય નહીં મળ્યું હોય. એ આપનો આશિર્વાદ, એ આપનો પ્રેમ આવી ઠંડીમાં પણ આટલી મોટી સંખ્યામાં આજે આપે એક નવો ઇતિહાસ રચ્યો છે.
અહીં આપના માટે મારી એક વિનંતી છે જેમની પાસે કાંટાવાળી ઘડીયાળ છે તેઓ જરા પોતાની ઘડીયાળ બહાર કાઢો, તમારી કાંટાવાળી ઘડીયાળ છે તો બહાર કાઢી લો. કેટલા વાગ્યા છે પોણા સાત. હું જરાક તમને એક રહસ્ય બતાવવા ઇચ્છું છું. ભારત અને ઇંગ્લેન્ડનો નાતો કેટલું ગાઢ છે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પોતિકાપણું કેટલુ છે. અમારે ભારત અને ઈંગ્લેન્ડનો સમય જોવા માટે બે ઘડીયાળ રાખવાની જરૂરત નથી. તમે એને ઉલટી નાખો તમને હિન્દુસ્તાનનો સમય નજરે પડશે. તમારી ઘડીયાળ જો સીધી કરશો તો યુકેનો સમય છે, ઉંધી કરશો તો ભારતનો સમય છે. હવે તમારે જ્યારે પણ હિન્દુસ્તાન ફોન કરવાનો હશે તો હિસાબ નહીં લગાવવો પડે કે સાડા પાંચ કલાક પાછળ જશો પછી સમય નક્કી કરો. ઘડીયાળને ઉંધી કરી દો હાં ભાઈ ઠીક છે એટલો જ સમય થયો હશે.
આ દુનિયાના કોઇ પણ બે દેશની સાથે એવું સમીકરણ નથી. એટલું જ નહીં ઈંગ્લેન્ડ અને ભારતનો આ પ્રેમ અમારા અડોશ-પડોશમાં પણ કોઇની પાસે નથી. આ સૌભાગ્ય, આ સૌભાગ્ય ફક્ત હિન્દુસ્તાન અને ઈંગ્લેન્ડની વચ્ચે જ છે. ભાઈઓ-બહેનો જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે, જ્યાં સુધી સમયની ગતિ ચાલશે, ભારત અને ઈંગ્લેન્ડનો નાતો વધારે મજબૂત થતો રહેશે. આપણે ખભેથી ખભો મેળવીને વિકાસની નવી ઉંચાઈઓને પાર કરતા જઇશું.
ભાઈઓ-બહેનો તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું આપનો ખૂબ ખૂબ આભારી છું. 12 વર્ષ પછી આવ્યો છું પરંતુ 12 વર્ષમાં જે પ્રેમ આપે સમેટીને રાખ્યો હતો તે આખા પ્રેમની વર્ષા આજે મારા પર આપે કરી નાખી છે. આ પ્રેમ, આ ઉમંગ, એ વિશ્વાસનું પ્રતિક છે. એ આપની ઉમંગ અને ઉત્સાહ, તમારા અંદર જે સપનાંઓ છે એ સપનાંઓનો અહેસાસ કરાવે છે. અને હું મારા વ્હાલા દેશવાસીઓ તમને વિશ્વાસ અપાવવા માગુ છું, તમારા માધ્યમથી વિશ્વભરમાં ફેલાયેલા મારા ભારતીય ભાઈ-બહેનોને વિશ્વાસ અપાવવા માગુ છું કે તમારા પાસપોર્ટનો રંગ કોઇપણ કેમ ના હોય, મારો અને તમારો નાતો એ લોહીનાં રંગ સાથે જોડાયેલું છે અને જોડાયેલું રહેવાનું છે. તમારા પાસપોર્ટના રંગથી તમારા પાસપોર્ટના રંગથી નક્કી નહીં થાય કે તમે કોણ છો. અમારા માટે તો આપ સહુ અમારા પોતાના છો. જેટલો અધિકાર હિન્દુસ્તાન પર નરેન્દ્ર મોદીનો છે એટલો જ અધિકાર આપ સહુનો પણ રહેલો છે. એ અમારી ભારત માતા માટે, અમે પણ કોઇ સંકલ્પ કરીએ, અમે પણ ભારત માતાના જીવન સાથે જોડાવવાનો પ્રયાસ કરીએ, પોતાની શક્તિ, સમય ક્યારેકને ક્યારેક વિચારીએ. દેશ આપની રાહ જોઈ રહ્યું છે મિત્રો, દેશ તમારી પ્રતિક્ષા કરી રહ્યો છે.
ભારત, ભારત તમને વિશ્વાસ અપાવે છે કે આપની પાસે જે સામર્થ્ય છે તેમાં ખાતર નાખવાનું કામ કરવાની તાકત ભારતના ગરીબમાં ગરીબ વ્યક્તિમાં પણ રહેલી છે. જે આપના સપનાંઓને વટવૃક્ષ બનાવી શકે તેમ છે. તમારા સપનાંઓને પૂરા કરવા માટે ઉર્વરા ધરતી આપી શકે તેમ છે અને તે માટે હું વિશ્વભરમાં ફેલાયેલા મારા ભારતીય ભાઈઓ અને બહેનોથી આગ્રહ કરું છું કે આવો. દેશ આગળ વધી રહ્યો છે, આપણે પણ સાથે સાથે ચાલી પડીએ, આપણે પણ આગળ વધીએ.
ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, ભારત માતાની જય, ખૂબ ખૂબ આભાર.
J.Khunt/GP
Reached @wembleystadium for the community programme. https://t.co/jzzDvIdM9R
— Narendra Modi (@narendramodi) November 13, 2015
My message to the diaspora- India awaits you! Amazing positivity at @wembleystadium. Gratitude to all. pic.twitter.com/YD7ctLqbh4
— Narendra Modi (@narendramodi) November 13, 2015
A special thanks to PM @David_Cameron. And I fully agree with him, Team India & Team UK are a winning combination. https://t.co/D6pJXnng3p
— Narendra Modi (@narendramodi) November 13, 2015
Mrs. Cameron and PM @David_Cameron welcome PM @narendramodi to @wembleystadium for the community programme. pic.twitter.com/ZRRiGcoBSc
— PMO India (@PMOIndia) November 13, 2015
PM @narendramodi meeting Mrs. & Mr. Cameron & @ZacGoldsmith the @Conservatives candidate for Mayor of London. pic.twitter.com/JkqGBI5ikx
— PMO India (@PMOIndia) November 13, 2015
Namaste Wembley, says @PM @David_Cameron as he begins his speech. https://t.co/Iy8hu3Nre5 @wembleystadium @Number10gov
— PMO India (@PMOIndia) November 13, 2015
Watch PM @David_Cameron speak at @wembleystadium. https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
India-UK ties are about people and about prosperity: PM @David_Cameron at the @wembleystadium https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
PM Modi & I govern in challenging times but we are united by the scale of our ambition: PM @David_Cameron https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
When it comes to UN we know what needs to happen- India with a permanent seat at the UN Security Council: PM @David_Cameron
— PMO India (@PMOIndia) November 13, 2015
Team India and Team UK, together we are a winning combination: PM @David_Cameron
— PMO India (@PMOIndia) November 13, 2015
They said a Chaiwallah can't govern the largest democracy & he proved them wrong: PM @David_Cameron on PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
This is a historic day for a great partnership: PM @narendramodi begins his speech https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
Grateful to PM @David_Cameron for his kind words: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
India has no reason to remain poor. I can say that after my experience during the last 18 months: PM @narendramodi https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
Such a youthful nation like India cannot lag behind in development: PM @narendramodi https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
Whenever I meet PM @David_Cameron, I find that he is very proud of the Indian community in UK: PM @narendramodi https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
I want to thank PM @David_Cameron and acknowledge the affection he has towards India: PM @narendramodi https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
India is full of diversity. This diversity is our pride and it is our strength: PM @narendramodi https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
I met the Sikh community. We shared our thoughts on various subjects. I understand their pain on some issues as well: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
World is seeing India as a land of many opportunities: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
The pace and direction of progress in India is such that the fruits of development will be seen very soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
Two dreams that we are working towards- a clean India and India with 24/7 electricity: PM @narendramodi https://t.co/U9AXPTrIRj
— PMO India (@PMOIndia) November 13, 2015
There is a place Alwar in Rajasthan. There, someone called Imran made 50 Apps for mobile & that too focussed on education: PM
— PMO India (@PMOIndia) November 13, 2015
The state of Haryana, known for adverse gender ratio, from there a Sarpanch started a campaign #SelfieWithDaughter: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
There are lakhs of people working among the tribal communities and helping them in fields of education, health: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015
From 15th December, there will be direct flights between London and Ahmedabad: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 13, 2015