પીએમઇન્ડિયા
હરિયાણાના રાજ્યપાલ શ્રીમાન સત્યદેવ નારાયણ આર્યજી, હરિયાણાના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન મનોહર લાલજી ખટ્ટર, કેન્દ્રમાં મારા સહયોગી ચૌધરી વીરેન્દ્ર સિંહજી, રાવ ઇન્દ્રજીતસિંહજી, રાજ્ય સરકારના તમામ મંત્રી મહોદય, કેટલાક અહિં બેઠા છે, કેટલાક ત્યાં બેઠા છે અને મોટી સંખ્યામાં પધારેલા હરિયાણાના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.
હમણાં હરિયાણાના મુખ્યમંત્રીજી જણાવી રહ્યા હતા કે મને અનેકવાર તમારી વચ્ચે આવવાનો અવસર મળ્યો છે અને આ વખતે તો ટૂંકા ગાળામાં જ બે વાર તમારી વચ્ચે આવ્યો છું. ગઈ વખતે જ્યારે હું આવ્યો હતો તો ચૌધરી છોટુ રામજીની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવાનો મને અવસર મળ્યો હતો. આ પ્રતિમા હરિયાણાના ગૌરવનું પ્રતિક છે. આજે ફરીથી હું હરિયાણામાં છું જ્યાં પ્રદેશને ત્રણ હજાર ત્રણ સો કરોડ રૂપિયાથી વધુની ભેટ મળી છે. આજે હરિયાણાએ ચારેબાજુ વિકાસની દિશામાં એક વધુ મજબુત પગલું ઉઠાવ્યું છે. સાથીઓ, હરિયાણાની આ ભૂમિ પર જ્ઞાનનો પ્રકાશ તો છે, સાથે જ સાહસની ગૌરવગાથા પણ જોડાયેલી છે. લદ્દાખમાં રેઝાંગ લા પર 18 હજાર ફૂટની ઊંચાઈ પર થઇ રહેલી લડાઈને ગઈ કાલે જ 56 વર્ષ પૂર્ણ થયા છે. આ લડાઈમાં હરિયાણાના સપૂતોએ પરમવીર ચક્ર વિજેતા મેજર શૈતાન સિંહના નેતૃત્વમાં બરાબરની બાથ ભીડી હતી. આ યુદ્ધના શહીદોમાં અનેક હરિયાણાના આ જ ક્ષેત્રના જવાનો હતા. તેમણે દેખાડી દીધું હતું કે હરિયાણાનો અર્થ થાય છે હિંમત, જુસ્સો, હોશ અને હમસફર. હું રેઝાંગ લા પોસ્ટ પર શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું, તેમને નમન કરુ છું.
સાથીઓ, આજનો દિવસ હરિયાણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. હમણાં કુંડલી, માનેસર, પલવલ એક્સપ્રેસ-વેને દેશને સમર્પિત કરવાનો અવસર મળ્યો છે. તેનો પ્રથમ તબક્કો બે વર્ષ પહેલા જ પૂરો થઇ ગયો હતો. બીજો તબક્કો, જે કુંડલીથી માનેસર સુધી 83 કિલોમીટર લાંબો છે, તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ હવે 135 કિલોમીટરનો આ એક્સપ્રેસ-વે પુરો થઇ ગયો છે. તેની સાથે જ આશરે 500 કરોડના ખર્ચે બનેલી બલ્લભગઢ-મુજેસર મેટ્રો લાઈનની શરૂઆત પણ કરવામાં આવી છે. આ બંને યોજનાઓ જોડાણને લઈને આ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે સાથે જ શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીના માધ્યમથી અહિંના યુવાનોને નવી તાકાત મળશે.
ભાઈઓ અને બહેનો, આજનો આ અવસર બે ચિત્રોને યાદ કરવાનો છે. એક ચિત્ર છે વર્તમાનનું. આ ચિત્ર છે કે જ્યારે સંકલ્પ લઈને કોઈ કાર્ય કરવામાં આવે છે તો તેને સિદ્ધિ પણ મળે છે. આ ચિત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારોની કાર્ય સંસ્કૃતિનું છે, અમારી કાર્ય કરવાની પદ્ધતિનું છે. ત્યાં જ બીજી બાજુ બીજું ચિત્ર આપણને પહેલાની સરકારોના સમયમાં કેવી રીતે કામ થતું હતું તેની પણ બરાબર યાદ અપાવે છે. તે ચિત્ર યાદ અપાવે છે આ એક્સપ્રેસ-વે પર 12 વર્ષથી કામ ચાલી રહ્યું હતું. તે ચિત્ર યાદ અપાવે છે કે એક્સપ્રેસ-વે તમને આઠ-નવ વર્ષ પહેલા જ મળી જવાની જરૂર હતી. પરંતુ એવું થયું નહી. પહેલાની સરકારોની જે પદ્ધતિ હતી તેમણે આ એક્સપ્રેસ-વેને પૂરો કરવામાં 12 વર્ષનો સમય લગાવી દીધો.
સાથીઓ, આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ રાષ્ટ્રમંડળ રમતોમાં થવાનો હતો. જ્યારે રાષ્ટ્રમંડળ રમતો યોજાઈ હતી, ત્યારે આ એક્સપ્રેસ-વેનો ઉપયોગ થવાનો હતો. પરંતુ રાષ્ટ્રમંડળ રમતોની જે ગતિ કરવામાં આવી, તે જ ગાથા આ એક્સપ્રેસ-વેની પણ સાબિતી બની ગઈ. મને યાદ છે કે જ્યારે પ્રગતિની બેઠકોમાં મેં આ પ્રોજેક્ટની સમીક્ષા કરવાની શરુ કરી હતી, તો કેટલા બધા દાવપેચ જાણવા મળ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા સતત નિરીક્ષણ અને હરિયાણામાં ભાજપ સરકાર બન્યા પછી તેના કાર્યમાં ઝડપ આવી અને તેણે આપણને આજનો આ દિવસ દેખાડ્યો. વર્ષોથી જોવાતી રાહ પૂરી થઇ.
ભાઈઓ અને બહેનો, વિચારો, અટકાવવા, લટકાવવા અને ભટકાવવાવાળી સંસ્કૃતિએ હરિયાણાનું, અહિંની જનતાનું, સમગ્ર દિલ્હી એનસીઆરનું કેટલું મોટું નુકસાન કર્યું છે. સાથીઓ, પહેલાની સરકારમાં જે રીતે આ પરિયોજના પર કામ થયું, તે એક કેસ સ્ટડી છે કે, કેવી રીતે જનતાના પૈસાને બરબાદ કરવામાં આવે છે. કેવી રીતે જનતાની સાથે અન્યાય કરવામાં આવે છે. જ્યારે આ પ્રોજેક્ટ શરુ થયો હતો, તો અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તેના પર 1200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આજે આટલા વર્ષો મોડું થવાનું કારણ તેનો ખર્ચ વધીને ત્રણ ગણાથી પણ વધારે થઇ ગયો છે. સાથીઓ, જો પેરીફેરલ એક્સપ્રેસ-વેનું આ કામ સમયસર પૂરું કરી લેવામાં આવ્યું હોત તો આજે દિલ્હીમાં ટ્રાફિકની વ્યવસ્થા કંઈક અલગ જ હોત. હવે આ એક્સપ્રેસ-વે આવવાના કારણે બીજા રાજ્યોમાંથી આવનારી મોટી-મોટી ગાડીઓને દિલ્હીની વચ્ચેથી પસાર થવાની મજબૂરી ખતમ થઇ જશે. તે દિલ્હીમાં પ્રવેશ કર્યા વિના જ, ત્યાંના ટ્રાફિકને પ્રભાવિત કર્યા વિના જ બહારથી જ નીકળી જશે. આ એક્સપ્રેસ-વેના કારણે હવે દિલ્હીમાં દાખલ થનારી ગાડીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થશે.
સાથીઓ, આ એક્સપ્રેસ-વે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણને ઓછું કરવામાં મોટી ભૂમિકા નિભાવશે. એક રીતે જોઈએ તો એક્સપ્રેસ-વે અર્થતંત્ર, પર્યાવરણ, જીવન જીવવાની સરળતાની સાથે જ જીવન જીવવાની સરળતાની વિચારધારાને પણ, પ્રવાસની સરળતાની વિચારધારાને પણ તે ગતિ આપનારો છે. હું હરિયાણાના લોકોને, દિલ્હી એનસીઆરના લોકોને આ એક્સપ્રેસ-વે માટે ખૂબ જ અભિનંદન આપું છું. હવે દિલ્હીની ચારેય બાજુ લગભગ 270 કિલોમીટરના એક્સપ્રેસ-વેનું નેટવર્ક પૂરું થઇ ગયું છે.
ભાઈઓ અને બહેનો, આજે બલ્લભગઢથી મુજેસરને પણ મેટ્રોના માધ્યમથી જોડી દેવામાં આવ્યું છે. હવે બલ્લભગઢ પણ મેટ્રોના નકશા પર આવી ગયું છે. તેનાથી અહિંના લોકોને દિલ્હી જવામાં વધુ સુવિધા તો થશે, જે તેમનો સમય અને પૈસા પણ બચશે. સાથીઓ, અમારી સરકાર, જોડાણને માત્ર એક જરૂરિયાત જ નહી પરંતુ દેશની સમૃદ્ધિ, સુરક્ષા અને સશક્તિકરણનું માધ્યમ માને છે. અમારો પ્રયાસ છે કે દેશમાં રોડ સંપર્ક, રેલ સંપર્ક, જળ સંપર્ક, ધોરીમાર્ગ સંપર્ક અને આઈ વે સંપર્કનું એક એવું માળખું તૈયાર થાય, જે 21મી સદીની જરૂરિયાતોને પૂર્ણ કરનારું હોય, જે એકબીજાને સહાય કરે. વર્તમાન સમયમાં દેશમાં અનેક રેલવે કોરીડોર, હાઇવે કોરીડોર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. દેશના અનેક શહેરોમાં ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને આવવા-જવામાં ઓછો સમય લાગે, શહેરોમાં જામની સમસ્યા હળવી થાય, આપણા ઉદ્યોગોની પાસે વાહનવ્યવહારના આધુનિક સાધનો સસ્તા સાધનોનો વિકલ્પ હોય, તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ બધા જ પ્રયાસોમાં એ વાત પર પણ જોર મુકવામાં આવ્યું છે કે પર્યાવરણની સુરક્ષા થાય. તેના માટે વાહન-વ્યવહારના એવા સાધનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે જે પ્રદૂષણને હળવું કરવામાં મદદ કરતા હોય. ઇલેક્ટ્રિક રેલવે લાઈનોનો વિસ્તાર, ઇલેક્ટ્રિક કારો માટે સંસાધનોનો વિસ્તાર આપણને આ જ દિશામાં લઇને જઈ રહ્યો છે.
સાથીઓ દેશમાં નવી પેઢીનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અમે ગતિનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. વીતેલા ચાર વર્ષોમાં સરકારે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને આશરે ૩૩ હજાર કિલોમીટરથી વધુના નવા ધોરીમાર્ગો બનાવ્યા છે. પહેલાની સરકારે પોતાના સાડા સાત વર્ષમાં જેટલા ધોરીમાર્ગો બનાવ્યા હતા, તેના કરતા પણ વધુ અમે ચાર વર્ષમાં બનાવી દીધા છે. સાથીઓ, લોકો એ જ છે, કામ કરનારાઓ એ જ છે, કચેરીઓ પણ તે જ છે, ફાઈલો પણ તે જ છે પરંતુ જ્યારે ઈચ્છા શક્તિ હોય છે, સંકલ્પ શક્તિ હોય છે, તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવું અઘરું નથી હોતું. એ જ કારણ છે કે જ્યાં 2014માં પહેલા, 2014 પહેલા એક દિવસમાં માત્ર 12 કિલોમીટરનો ધોરીમાર્ગ બનતો હતો. આજે લગભગ 27 કિલોમીટરના ધોરીમાર્ગનું પ્રતિદિન નિર્માણ થઇ રહ્યું છે. એ જ ઝડપે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત દેશના 35 હજાર કિલોમીટરના ધોરીમાર્ગનું નેટવર્ક ઉભું કરવાનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. માત્ર ધોરીમાર્ગો જ નહીં રેલવે જોડાણોમાં પણ દેશમાં ઝડપથી કામ થઇ રહ્યું છે. જ્યાં પાટાઓ નહોતા ત્યાં આગળ ઝડપથી રેલ નેટવર્ક પાથરવામાં આવી રહ્યું છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં પાટાઓને વિસ્તૃત કરવામાં આવી રહ્યા છે. સાથીઓ, અમારી સરકારે હંમેશાથી જ દેશની જરૂરિયાતો, લોકોની આશાઓ-અપેક્ષાઓને આગળ રાખીને જ કામ કર્યું છે. તેમના મત અનુસાર ટ્રેનોની ઝડપ વધારવામાં આવી રહી છે, ટ્રેનોનું, સ્ટેશનોનું આધુનીકરણ કરવામાં આવી રહ્યું છે. તમે જોયું હશે કે દેશમાં બનેલી એન્જીન વગરની આધુનિક ટ્રેન પણ પાટાઓ પર ઉતરવા માટે આજે તૈયાર ઉભી છે. આ ટ્રેન મેક ઇન ઇન્ડિયાની ચમકને વધારે વધારી રહી છે.
ભાઈઓ અને બહેનો, સરકાર દેશની જન શક્તિ, દેશના જળ સંસાધનનો સંપૂર્ણ ઉપયોગ કરવા પર ભાર મૂકી રહી છે. દેશમાં સૌથી વધુ નવા જળમાર્ગો બનાવવામાં આવી રહ્યા છે. હમણાં કેટલાક દિવસો પહેલા જ બનારસમાં નદી માર્ગે દેશનું પહેલું કાર્ગો કન્ટેઇનર આવ્યું છે. બનારસ-હલ્દીયા જળમાર્ગ પર હવે પાણીના જહાજો વડે માલસામાન વહનની શરૂઆત થઇ ગઈ છે. ગંગાજીના માધ્યમથી ઉત્તરપ્રદેશ પૂર્વોત્તરના રાજ્યો સાથે જોડાઈ ગયું છે. તેની સાથે જ દેશમાં હવાઈ સેવાને સસ્તી કરવા માટે ઉડાનયોજના ચલાવવામાં આવી રહી છે. અહિં હિસ્સારમાં પણ હવાઈ મથકોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી કરીને હિસ્સાર પણ ઉડાન યોજના સાથે જોડાઈ શકે.
ભાઈઓ અને બહેનો, સરકારની નીતિઓની અસર એ થઇ છે કે હવાઈ ચપ્પલ પહેરનાર મારા ભાઈ બહેનોમાં હવે વિમાનમાં મુસાફરી કરવાનું સાહસ આવી ગયું છે. સાથીઓ, ડિજિટલ અભિયાન અંતર્ગત દેશની દરેક પંચાયતને બ્રોડબેન્ડ કનેકટીવીટી સાથે જોડવાની યોજના પર પણ ઝડપથી કામ થઇ રહ્યું છે. પહેલાની સરકાર, આ ચાર વર્ષમાં, આ જરા યાદ રાખજો પહેલાની સરકારે જ્યાં ચાર વર્ષમાં માત્ર 59 પંચાયતોને જ ઓપ્ટીકલ ફાયબર સાથે જોડી શકી હતી, ચાર વર્ષમાં 59, ત્યાં જ બીજી બાજુ અમારી સરકાર દ્વારા આ ચાર વર્ષોની અંદર અત્યાર સુધીમાં એક લાખથી વધુ પંચાયતોને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડી દેવામાં આવી છે. ક્યાં 59 અને ક્યાં એક લાખથી વધુ. સાથીઓ, કોઇપણ ક્ષેત્રમાં વધી રહેલું જોડાણ પોતાની સાથે રોજગારના નવા અવસરો પણ લઈને આવે છે. આ ધોરીમાર્ગો બનવા, આ મેટ્રો અથવા રેલનું બનવું, જળમાર્ગની વિકસિત થવું એક સમગ્ર વ્યવસ્થાને ફાયદો, વાહનવ્યવહાર નિર્માણથી લઈને ઉત્પાદન અને સેવા ક્ષેત્ર સુધીનાને થાય છે. મને ઘણી ખુશી છે કે હરિયાણાની સરકાર નવયુવાનોને રોજગારના નવા અવસરો આપવાની સાથે જ તેમને રોજગારના બદલાતા નીતિ નિયમોની માટે પણ તૈયાર કરવા પર ભાર મૂકી રહી છે. શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટીનો શિલાન્યાસ આ દિશામાં ઘણું મોટું પગલું છે. આ વિશ્વવિદ્યાલય હરિયાણા અને આ ક્ષેત્રના યુવાનોને બદલાઈ રહેલી નોકરીની પ્રકૃતિ અનુસાર કૌશલ્યની તાલીમ આપવાનું કામ કરશે. આ વિશ્વવિદ્યાલય અહિંના નવયુવાનોને પોતાના દમ પર પોતાનો ઉદ્યોગ શરુ કરવાની શિક્ષા આપશે, શક્તિ આપશે. મને પૂરી આશા છે કે કૌશલ્યના દેવતા ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ વડે આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓને માટે ભવિષ્યનો માર્ગ વધુ સરળ બનશે.
ભાઈઓ અને બહેનો, આજે હરિયાણા નિકાસ કરવાના મામલે પણ દેશના અગ્રણી રાજ્યોમાં છે. તેમાં રાજ્યના 22 હજારથી વધુ નાના લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે એમએસએમઈનું ઘણું મોટું યોગદાન છે. આ કૌશલ્ય વિશ્વવિદ્યાલય અહિંના એમએસએમઈ ક્ષેત્રને પણ મજબુત કરશે. અહિંથી ભણીને નીકળનાર વિદ્યાર્થી ઝીરો ડિફેકટ, ઝીરો ઈફેક્ટ જેવા ઉત્પાદનોનું નિર્માણ કરશે. મેક ઇન ઇન્ડિયાની ચમક વધુ વધશે.
સાથીઓ, આપ સૌને એ જાણકારી હશે કે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે હમણાં તાજેતરમાં જ 12 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે જીએસટી સાથે જોડાયેલા મારા હરિયાણાના નાના કારોબારીઓને એક કરોડ રૂપિયા સુધીનું ધિરાણ માત્ર 59 મિનીટમાં મળી જશે. તે સિવાય ઉત્પાદન વધારવા માટે, તેની માટે માર્કેટની મર્યાદા વધારવા માટે, તેની માટે પ્રક્રિયાઓને સરળ કરવા માટે પણ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાઈઓ અને બહેનો, આ સરકાર દેશના કારોબારીઓને સશક્ત બનાવવા માંગે છે, યુવાનોને ગતિ આપવા માંગે છે. પોતાના યુવાનોને નવીનીકરણથી ઔદ્યોગિકરણની દિશામાં આગળ વધારી રહી છે. તેમના વિચારોને મૂડીની ખોટ ન પડે તેનું ધ્યાન રાખી રહી છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓ તેની વિચારધારા સાથે ચાલી રહી છે. આ જ વિચારધારાને કારણે દેશના યુવાનોને મુદ્રા યોજના અંતર્ગત કોઇપણ બેંક બાહેંધરી વિના છ લાખ 70 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ પણ છે કે મુદ્રા યોજનાના માધ્યમથી ધિરાણ લેનારાઓમાં 70 ટકાથી વધુ મહિલાઓ જ છે. આ યોજના એક રીતે દેશમાં મહિલા સ્વ-રોજગારનું એક ઘણું મોટું માધ્યમ બની ગયું છે અને નિશ્ચિતપણે તેનો લાભ હરિયાણાની મારી બહેનો, દીકરીઓને પણ થઇ રહ્યો છે.
સાથીઓ, અમારી સરકાર મહિલાઓના જીવનને સરળ બનાવવા માટે સતત કાર્ય કરી રહી છે. પછી ભલે તે દેશમાં સ્વચ્છ ભારત અભિયાનના માધ્યમથી બનેલા નવ કરોડ શૌચાલયો હોય કે પછી ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવેલા લગભગ છ કરોડ ગેસના જોડાણો, બંનેએ મહિલાઓની જિંદગીને સરળ બનાવી દીધી છે. કેન્દ્ર સરકારના વિઝનને આગળ વધારવામાં હરિયાણાએ પણ સંપૂર્ણ સહયોગ આપ્યો છે. બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અને ખેલો ઇન્ડિયાની સફળતા આનું ઘણું મોટું ઉદાહરણ છે. રમતોમાં દેશ માટે સૌથી વધુ મેડલ અહિંના દીકરા-દીકરીઓ લાવી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ હોય કે એશિયાડ, હરિયાણાની દીકરીઓ, હરિયાણાના યુવાનોનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો, ભાજપાની સરકાર, એ પછી તે કેન્દ્રમાં હોય કે રાજ્યોમાં, ભલે તે હરિયાણામાં હોય કે રાજસ્થાનમાં, ભલે તે મધ્યપ્રદેશમાં હોય કે છત્તીસગઢ, ભલે તે ઉત્તરપ્રદેશમાં હોય કે પૂર્વોત્તરમાં સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર સાથે અમે કામ કરી રહ્યા છીએ. તેનું પરિણામ દેશમાં વ્યાપક સ્તર પર આજે જોવા મળી રહ્યું છે. મને ખુશી છે કે હરિયાણાના લોકો આ બધા જ પ્રયાસોમાં સક્રિયતાપૂર્વક સહયોગ કરી રહ્યા છે. એક વાર ફરી હું આપ સૌને વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ-વે, મેટ્રો અને સ્કિલ યુનિવર્સિટીના લોકાર્પણ અને શિલાન્યાસ માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર માનું છું.
J.Khunt/GP/RP
अभी कुण्डली- मानेसर-पलवल एक्सप्रेस-वे को देश को समर्पित करने का मौका मिला है।
— PMO India (@PMOIndia) November 19, 2018
इसका पहला चरण 2 वर्ष पहले पूरा हो गया था।
दूसरा चरण, जो कुण्डली से मानेसर तक, 83 किलोमीटर लंबा है, उसका आज लोकार्पण किया गया है।
इसके साथ ही अब 135 km का ये एक्सप्रेसवे पूरा हो गया है: PMA
इसके साथ ही करीब 500 करोड़ की लागत से बनी बल्लभगढ़ मुजेसर मेट्रो लाइन की शुरुआत भी हो गई है।
— PMO India (@PMOIndia) November 19, 2018
ये दोनों योजनाएं जहां कनेक्टिविटी को लेकर इस क्षेत्र में नई क्रांति लाएंगी,
वहीं श्री विश्वकर्मा कौशल विश्वविद्यालय के जरिए यहां के युवाओं को नई ताकत मिलेगी: PM
आज का ये अवसर दो तस्वीरों को याद करने का भी है।
— PMO India (@PMOIndia) November 19, 2018
एक तस्वीर वर्तमान की है।
ये तस्वीर भाजपा सरकारों की कार्यसंस्कृति की है, हमारे काम करने के तरीके की है।
वहीं दूसरी तस्वीर हमें पहले की सरकार के समय में कैसे काम होता था, इसकी याद दिलाती है: PM
वो तस्वीर याद दिलाती है कि इस एक्सप्रेसवे पर 12 साल से काम चल रहा था।
— PMO India (@PMOIndia) November 19, 2018
वो तस्वीर याद दिलाती है कि ये एक्सप्रेसवे आपको 8-9 साल पहले ही मिल जाना चाहिए था।
लेकिन ऐसा हुआ नहीं.. पहले की सरकारों के जो तौर-तरीके थे, उसने इस एक्सप्रेसवे को पूरा होने में 12 साल लगा दिए: PM
इस एक्सप्रेस-वे का इस्तेमाल कामनवेल्थ गेम्स में होना था। लेकिन कामनवेल्थ खेल जो गति की गई, वही कहानी इस एक्सप्रेस वे की भी है।
— PMO India (@PMOIndia) November 19, 2018
मुझे ध्यान है कि जब प्रगति की बैठकों में मैंने इस प्रोजेक्ट की समीक्षा करनी शुरु की थी, तो कितने सारे पेंच पता चले थे: PM
पहले की सरकार में जिस तरह काम हुआ, वो एक केस स्टडी है कि कैसे जनता के पैसे को बर्बाद किया जाता है।
— PMO India (@PMOIndia) November 19, 2018
जब ये प्रोजेक्ट शुरू हुआ था, तो अनुमान लगाया गया था कि इस पर 1200 करोड़ रुपए खर्च होंगे।
आज इतने वर्षों की देरी की वजह से इसकी लागत बढ़कर 3 गुना से ज्यादा हो गई: PM
ये एक्सप्रेसवे, दिल्ली और आसपास के इलाके में प्रदूषण को कम करने में बड़ी भूमिका निभाएगा।
— PMO India (@PMOIndia) November 19, 2018
एक तरह से देखें, तो ये एक्सप्रेसवे
Economy
Environment
Ease of Travelling के साथ ही
Ease of living की सोच को भी गति देगा: PM
लोग वहीं हैं, काम करने वाले वही हैं, लेकिन जब इच्छाशक्ति हो, संकल्पशक्ति हो, तो कोई भी लक्ष्य हासिल किया जा सकता है।
— PMO India (@PMOIndia) November 19, 2018
यही वजह है कि जहां साल 2014 से पहले देश में एक दिन में सिर्फ 12 किलोमीटर हाईवे बनते थे, आज लगभग 27 किलोमीटर हाईवे का प्रतिदिन निर्माण हो रहा है: PM
किसी भी क्षेत्र में बढ़ती हुई कनेक्टिविटी, अपने साथ, रोजगार के नए अवसर भी लेकर आती है।
— PMO India (@PMOIndia) November 19, 2018
ये हाईवे का बनना, मेट्रो या रेल का बनना, जल मार्ग का विकसित होना, एक पूरा इकोसिस्टम बनाता है।
इस का फायदा, ट्रांसपोर्ट, कंस्ट्रक्शन से लेकर मैन्यूफैक्चरिंग और सर्विस सेक्टर तक को होता है: PM
ये सरकर देश में कारोबारियों को ताकत देना चाहती है, युवाओं को गति देना चाहती है।
— PMO India (@PMOIndia) November 19, 2018
युवाओं को इनोवेशन से इंडस्ट्री की दिशा में आगे बढ़ा रही है। उनके कांसेप्ट को कैपिटल की कमी न हो इसका ध्यान रख रही है।
स्टार्ट अप इंडिया, स्टैंड अप इंडिया योजनाएं इसी सोच के साथ चल रहीं हैं: PM
केंद्र सरकार के विजन को आगे बढ़ाने में हरियाणा ने पूरा सहयोग दिया है।
— PMO India (@PMOIndia) November 19, 2018
बेटी बचाओ - बेटी पढ़ाओ योजना और खेलो इंडिया की सफलता इसका बड़ा उदाहरण हैं।
खेलों में देश के लिए सबसे ज्यादा मेडल यहां के ही बेटी और बेटे ही ला रहे हैं।
हरियाणा के युवाओं का डंका पूरे दुनिया में बजा है: PM