પીએમઇન્ડિયા
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ,
મિત્રો,
મીડિયાના દેવીઓ અને સજ્જનો,
સર્વપ્રથમ opening tweetથી લઈને આપણી વાતના સમાપન સુધી, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના મૈત્રીપૂર્ણ સ્વાગતનું, વ્હાઇટ હાઉસમાં તેમના અને પ્રથમ મહિલા દ્વારા શાનદાર આતિથ્ય સત્કારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, તમે મારી સાથે આટલો સમય પસાર કર્યો એ બદલ તમારો વિશેષ આભાર. મારો આ પ્રવાસ તથા મારી અને તમારી આજની ચર્ચા આપણાં બંને દેશોનાં સહયોગનાં ઇતિહાસમાં એક અતિ મહત્ત્વપૂર્ણ પ્રકરણ બની રહેશે.
મિત્રો,
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મારી આજની વાતચીત દરેક રીતે અતિ મહત્વપૂર્ણ રહી છે.
આ માટેના કારણો છેઃ
મિત્રો,
બંને દેશો વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે, જે માનવ પ્રયાસોના લગભગ તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. અમે આજે વાતચીતમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તથા મેં ભારત અને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના સંબંધોના દરેક પાસા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. બંને દેશ એવા દ્વિપક્ષીય માળખાનું સર્જન કરવા કટિબદ્ધ છે, જે આપણી વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ સંદર્ભમાં બંને દેશોમાં સંવર્ધિત ઉત્પાદકતા, વૃદ્ધિ, રોજગારીનું સર્જન અને અભૂતપૂર્વ ટેકનોલોજીઓ પર મજબૂત જોડાણ અમારા સહકાર અને સંબંધોને અગ્રેસર કરવામાં મજબૂત પ્રેરક પરિબળો બની રહેશે.
ભારતના સામાજિક-આર્થિક પરિવર્તન માટે અમારા મુખ્ય અને મહત્વાકાંક્ષી કાર્યક્રમોમાં અમે અમેરિકાને મુખ્ય ભાગીદાર દેશ ગણીએ છીએ. મને વિશ્વાસ છે કે મારું નવા ભારતનું વિઝન અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું “મેક અમેરિકા ગ્રેટ અગેઈન” વિઝનનો સમન્વય અમારા સાથસહકારના નવા પાસાંનું સર્જન કરશે. મારું સ્પષ્ટપણે માનવું છે કે એક મજબૂત અને સફળ અમેરિકામાં જ ભારતનું હિત છે. આ જ રીતે ભારતનો વિકાસ અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી ભારતની ભૂમિકા અમેરિકાના હિતમાં છે. વેપાર, વાણિજ્ય અને રોકાણ સંબંધમાં જોડાણોનો ભરપૂર વિકાસ અમારા પ્રયાસોની સહિયારી પ્રાથમિકતા હશે. આ સંદર્ભમાં ટેકનોલોજી, નવીનતા અને નોલેજ ઇકોનોમી (જ્ઞાન, માહિતી, જાણકારી આધારિત અર્થતંત્ર)ના ક્ષેત્રોમાં સહયોગમાં વૃદ્ધિ તથા તેમાં ઊંડાણ અમારા મુખ્ય લક્ષ્યાંકો પૈકીનું એક લક્ષ્યાંક હશે. આ માટે અમારી સફળ ડિજિટલ ભાગીદારીને વધુ મજબૂત કરવા અમે પગલાં ઉઠાવીશું.
મિત્રો,
આપણે ભવિષ્યમાં વિકાસની શક્યતાઓમાં જ સહયોગી નથી, પણ આપણી સામે હાલ પ્રવર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં પણ સાથીદાર છીએ. આજે અમારી વચ્ચે યોજાયેલી બેઠકમાં અમે આતંકવાદ, અતિવાદ અને ઉગ્રવાદથી સંપૂર્ણ વિશ્વમાં ઉત્પન્ન ગંભીર પડકારો પર ચર્ચા કરી હતી. તેમાં અમે સહયોગ વધારવા સંમતિ વ્યક્ત કરી હતી. આતંકવાદ સામે લડવું અને આતંકવાદીઓને મળતી તમામ મદદનો અંત લાવવો અમારી ભાગીદારીનું એક મહત્વપૂર્ણ પાસું બનશે. અમે આતંકવાદી સંસ્થાઓ સાથે જોડાયેલી સમાન ચિંતાઓના સંબંધમાં ઇન્ટેલિજન્સ અને સૂચનાના આદાનપ્રદાનને વધારીશું તથા નીતિગત સંકલનને શક્ય તેટલું વધારે મજબૂત કરીશું. અમારી વચ્ચે પ્રાદેશિક મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. અફઘાનિસ્તાનમાં આતંકવાદને કારણે વધતી અસ્થિરતા અમારી સમાન ચિંતા છે. ભારત અને અમેરિકા, બંને દેશોએ અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ અને તેની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. અમે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના ઉદ્દેશને પૂર્ણ કરવા અમેરિકા સાથે ગાઢ ચર્ચાવિચારણા, સંચાર અને સંકલન જાળવી રાખીશું.
ઈન્ડો-પેસિફિક પ્રાંતમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા અમારા વ્યૂહાત્મક સહકારના મુખ્ય ઉદ્દેશ છે. આ ક્ષેત્રમાં સંભાવનાઓનો વિસ્તાર અને પડકારોથી અમારા વ્યૂહાત્મક હિતોનું સંરક્ષણ અમારી ભાગીદારીના નવા પાસાને નિર્ધારિત કરશે. આ ક્ષેત્રમાં અમે અમેરિકા સાથે મળીને કામ કરવાનું જાળવી રાખીશું. સુરક્ષા સંબંધિત પડકારોના સંદર્ભમાં સંરક્ષણ અને સલામતીના ક્ષેત્રમાં અમારી વચ્ચે વધતો સાથસહકાર અતિ મહત્વપૂર્ણ છે. આ વિષય પર અમે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. અમેરિકાએ ભારતની સંરક્ષણ ક્ષમતા વધારવા સાથસહકાર આપ્યો છે, જેની અમે કદર કરીએ છીએ. અમે દરેક રીતે આપણી વચ્ચે દરિયાઈ સુરક્ષા પર સહકાર વધારવાનો પણ નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ ટેકનોલોજી, વેપાર અને ઉત્પાદન જોડાણમાં વધારો પારસ્પરિક લાભદાયક પુરવાર થશે. અમે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારા હિતોની પણ વાત કરી હતી. આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વ્યવસ્થાઓમાં ભારતના સભ્યપદને અમેરિકાના સમર્થનના અમે આભારી છીએ. આ અમારા બંનેના હિતમાં છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ,
તમે ભારત/તથા મારા પ્રત્યે મૈત્રીભાવ ધરાવો છો. આ બદલ હું તમારો આભાર માનું છું. આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતાને પણ હું બિરદાવું છું. મને ખાતરી છે કે તમારા નેતૃત્વમાં આપણી પારસ્પરિક લાભદાયક વ્યૂહાત્મક ભાગીદારીને એક નવી મજબૂતી, હકારાત્મકતા અને ઊંચાઈ મળશે.
તમે બિઝનેસ, વેપારવાણિજ્યમાં સફળ અનુભવ ધરાવો છે. આ અનુભવ આપણા સહયોગને આક્રમક અને ભવિષ્યનો એજન્ડા પ્રદાન કરશે. ભારત અને અમેરિકાના સંબંધોની આ સફરમાં એક શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદાન કરવા માટે હું તમારો આભાર માનું છું. વિશ્વાસ રાખજો, બંને દેશોના સંયુક્ત વિકાસની આ સફરમાં હું તમારો નિર્ણાયક અને કટિબદ્ધ ભાગીદાર બની રહીશ.
મહામહિમ,
આ મારી સફર/તથા તમારી સાથે વિસ્તૃત વાતચીત અતિ સફળ રહી છે. હું મંચ છોડતા અગાઉ તમને સપરિવાર ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. મને આશા છે કે તમે મને ભારતમાં તમારું સ્વાગત અને સત્કાર કરવાની તક પ્રદાન કરશો. છેલ્લે, એક વખત ફરી તમે અને પ્રથમ મહિલાએ આજે મારું સ્વાગત કર્યું છે, મારો સત્કાર કર્યો છે, એ બદલ હું તમારો આભાર માનું છું.
ધન્યવાદ!
TR
I would like to thank @POTUS for his kind words about India: PM @narendramodi pic.twitter.com/FhSeFT15Hf
— PMO India (@PMOIndia) June 26, 2017
Our talks today are an important moment in the cooperation between our nations. They have been very crucial talks: PM @narendramodi pic.twitter.com/OkeRuMoLJP
— PMO India (@PMOIndia) June 26, 2017
Both India and USA are global engines of growth. Eliminating terrorism is among the topmost priorities for us: PM @narendramodi pic.twitter.com/SLKYvGWj87
— PMO India (@PMOIndia) June 26, 2017
We held talks on wide range of issues pertaining to the India-USA relationship: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 26, 2017
We consider USA a valued partner in our flagship programmes: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 26, 2017
Trade, commerce and investment are key areas. Technology, innovation and knowledge economy are also areas were are actively looking at: PM
— PMO India (@PMOIndia) June 26, 2017
We discussed the problems arising due to terrorism and radicalisation: PM @narendramodi on talks with @POTUS
— PMO India (@PMOIndia) June 26, 2017
We agreed to work closely on boosting maritime trade and cooperation: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 26, 2017
I laud your commitment towards strong India-USA bilateral relations: PM @narendramodi to @POTUS
— PMO India (@PMOIndia) June 26, 2017